Last Update : 14-May-2012, Monday

 

વન મિનિટ પ્લીઝ

રાષ્ટ્રીય
(૧) ઈસરોએ સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જીએસએલવી એટલે કે જીયો-સિન્કોનરી સેટેલાઈટ લોંચ વિહિકલ માટે આ એન્જિન મહત્ત્વનું મનાય છે.
(૨) શું રામદેવ બાબા ધીરે ધીરે રાજકારણ તરફ વળી રહ્યા છે? આવો પ્રશ્ન એટલે જાગે કે મુસ્લિમોના એક કાર્યક્રમમાં બાબાએ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે અનામતની તરફેણ કરી છે અને આ બંને ધર્મના લોકોને ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા અનુરોધ કર્યો છે. બાબાનું આ વલણ તેમના પર અત્યાર સુધી આરએસએસ તરફી હોવાની છાપથી અલગ છે.
(૩) સંસદની પહેલી બેઠકને ૬૦ વર્ષની ઉજવણી રવિવારે થઈ હતી. સાંસદો અણ્ણા હઝારે અને રામદેવ બાબા પર સંસદની ગરીમાને હાનિ પહોંચાડવાના આક્ષેપો કરે છે પરંતુ સાંસદોએ પોતે પણ આ તબક્કે આંતરમંથન કરવાની જરૃર છે. સીપીઆઈ (એમ)એ કહ્યું છે કે સંસદમાં સાંસદોની વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની હાજરીનો નિયમ બનાવવો જોઈએ.
(૪) પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના એક અભ્યાસ મુજબ, સંસદમાં સાંસદોની હાજરી ઉત્તરોત્તર ઘટી રહી છે.
(૫) આ અભ્યાસમાં ૧૯૫૦ના દાયકામાં લોકસભાની બેઠક ૧૨૭ દિવસ મળતી હતી અને રાજ્યસભાની બેઠક ૯૩ દિવસ પરંતુ ૨૦૧૧માં આ બંને ગૃહો ફક્ત ૭૩ દિવસ જ મળ્યાં હતાં. વડાપ્રધાને પણ સંસદની કામગીરી જે રીતે વારંવાર ખોરવાય છે તે મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.

આંતરરાષ્ટ્રીય
(1) શાંતિ અને તાલિબાનોને બાર ગાઉનું છેટું છે. અફઘાનિસ્તાનમાં બંદૂકધારીઓએ અફઘાનની શાંતિ પરિષદના વરિષ્ઠ સભ્ય અર્સાલા રહેમાનીની હત્યા કરી છે.
(2) બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરોને મહાન બેટધર સચીન તેંડુલકરે સહી કરેલા બેટની હરાજી કરી છે. રવાન્ડામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા નાણાં એકઠા કરવા તેમણે આમ કર્યું. આ બેટ અંદાજે રૃ. ૩ લાખમાં વેચાયું. કેમેરોનને આ બેટ અત્યંત પ્રિય હતું.
(3) ઝરદારી કે ગિલાની અહીં આંટા મારી જાય, આપણી મહેમાનગતિ માણી જાય, દોસ્તીની વાત કરે તેનાથી તેમના વલણમાં કોઈ ફેર પડતો નથી, એ વાતનો વધુ એક પુરાવો પાકિસ્તાને આપ્યો છે. પાકિ. વડાપ્રધાન યુસૂફ રઝા ગિલાનીએ કહ્યું છે કે ત્રાસવાદી હાફીઝ સઈદ સામે પુરતા પુરાવા નથી.
(4) જાપાન આવતા ૧,૦૦૦ વર્ષમાં સાફ થઈ જશે... ના, આ કંઈ અમેરિકાના હુમલા કે બીજા કોઈ દેશના હુમલાથી થનારા નાશની વાત નથી. જાપાનના સંશોધકોએ કહ્યું છે કે જાપાનમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે તે જોતાં આવતાં ૧,૦૦૦ વર્ષ પછી કોઈ જાપાની બચશે જ નહીં.
(5) બ્રિટનની સેનાના જવાનોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમને તેમના જ દેશવાસીઓ ધુત્કારે છે. ૯,૦૦૦ જવાનોના એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ૨૧ ટકા જવાનોને તેઓ સૈનિક વેશમાં હતા ત્યારે જનતાએ તેમની વિરદ્ધ નારા બોલાવ્યા હતા જ્યારે ૧૮ ટકા જવાનોને પબ અને હોટલમાં નોકરીની ના પાડવામાં આવી હતી...

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved