Last Update : 14-May-2012, Monday

 

બે એરલાઈન્સના સંકલનમાં મેનેજમેન્ટ નિષ્ફળ
એર ઈન્ડિયાના બરતરફ પાઈલોટોને પાછા બોલાવો ઃ એક્ઝિક્યુટિવ પાઈલોટો

વધુ ૨૦ ફ્લાઈટ રદ્ ઃ આજથી કન્ટિજન્સી પ્લાનનો અમલ ઃ સાત ફ્લાઈટ ચાલુ કરાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
એર ઈન્ડિયાના પાઈલોટોની હડતાળ વધુ વિષમ બનતી જાય છે. કેમ કે એક્ઝિક્યુટિવ પાઈલોટોએ હડતાળ પર ઉતરેલા પાઈલોટોને ટેકો જાહેર કર્યો છે. તેમણે હાંકી કાઢવામાં આવેલા પાઈલોટોને ફરી નોકરીમાં લઇને હડતાળનો અંત લાવવા માટે તાત્કાલીક વાટાઘાટો યોજવા તાકીદ કરી છે તો સરકારે આતંરરાષ્ટ્રીય ઉડ્ડયનોને વ્યવસ્થિત ધોરણે ચાલુ રાખવા માટે આવતી કાલથી 'કન્ટીજન્સી પ્લાન' અમલમાં મૂકવા નક્કી કર્યું છે. આના દ્વારા કંપની ઓછામાં ઓછા સાત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો નિયમિત કરવા માંગે છે. જ્યારે હડતાળના અનુસંધાને આજે પણ ૨૦ ફલાઇટ રદ થઇ હતી.
હડતાળ પર ઉતરેલા પાઇલોટોએ વાટાઘાટો માટે તૈયારી દર્શાવી છે પણ કામ પર પાછા જોડાઇ જવાની કોઇ તૈયારી દર્શાવી નથી. જ્યારે હજારો મુસાફરો વેકેશનમાં આનંદ ભૂલીને તેઓ હવે ક્યારે પોતાના નિર્ધારીત સ્થળે પહોંચી શકશે તે માટે તેમનો વિમાનમાં વારો આવવાની રાહ જોઇ રહ્યા છે.
હડતાળ પર ઉતરેલા પાઈલોટ અને આઈ.પી.જી.ને ટેકો આપતા એક્ઝિક્યુટિવ પાઈલોટ્સ એસોસીએશન (ઈ.પી.એ.) આખા પ્રસંગની સંપૂર્ણ નિષ્ફળતાનો દોષ એર ઈન્ડિયાના મેનેજમેન્ટને આપ્યો છે. તેમણે બે એરલાઈનના વિલીનીકરણ બાદ કર્મચારી મેનેજમેન્ટ વચ્ચેના સંબંધો તદ્દન તળીયે પહોંચ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે મર્જરને નામે મેનેજમેન્ટે તમામ સર્વિસ રૃલનો ભંગ કર્યો છે. તેમણે છુટા કરાયેલા પાઈલોટસને તાત્કાલિક કામ પર લાઇ લેવા માંગણી કરી હતી. તેમણે બોઈંગ ૭૮૭ અંગેની 'મેન પાવર પોલીસી' તેમજ વિલીનીકરણ પૂર્વેની સ્થિતિને પાઈલોટોની સીનીયોરીટી અને એચ.આર. અંગેની સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી સ્થગીત રાખવા પણ માંગ કરી છે.
સામે પક્ષે સરકાર પણ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો રદ થતા મુંઝવણમાં મૂકાઇ છે. કેમકે મુંબઇથી નેવાર્ક, લંડન, શાંઘાઇ જ્યારે દિલ્હીથી નરીતા (ટોક્યો) ફેંકફર્ટ, પેરીસ, ટોરોન્ટો, હોંગકોંગ તેમજ સીઓલ વચ્ચેની ફ્લાઇટો રદ થવાથી સ્થાનિક સાથે કેટલાક આંતરરાષ્ટ્રીય મુસાફરો પણ રઝળી પડયા હતા. તેમને સેવા મળી રહે અથવા તેઓ સ્વદેશ પરત ફરી શકે તે માટે એર ઈન્ડિયાએ આવતી કાલથી 'કન્ટીજન્સી પ્લાન' અમલી બનાવી એક્ઝિક્યુટિવ પાઈલોટોની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સરકારે પાઈલોટ કામે ચઢે પછી વાટાઘાટો માટે તૈયાર હોવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો.

 

એર ઈન્ડીયા અને ઈન્ડીયન એરલાઈન્સના
વિલીનીકરણ બાદ બન્ને કંપનીના પાઈલોટો અન્યાય અનુભવે છે
તાલિમ, સિનિયોરીટી, પ્રવાસ ભથ્થાં સહીતના અનેક મુદ્દાઓ પર વિસંવાદિતા
નવી દિલ્હી, તા. ૧૩
એર ઈન્ડિયા અને ઈન્ડીયન એરલાઈન્સનું વિલીનીકરણ થયું ત્યારથી એર ઈન્ડીયાનો હાથ ઉપર રહ્યાનું ઈન્ડીયન એર લાઈન્સના પાઈલોટોનું માનવું છે. તેઓ તાલીમ, પ્રવાસ ભથ્થા અને સુવિધામાં વારોતારો કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
તેમની માંગણી છે કે લાંબા રૃટ ઉડાડવામાં તેમને પણ ન્યાયી સ્થાન અપાય. તેમાં નવા બોઈંગ ૭૮૭ ડ્રીમ લાઈનર વિમાનો ઉડાડવાની ફરજનો પણ સમાવેશ થાય છે. તેઓ ફરજ પર હોય ત્યારે તેમને ફર્સ્ટ કલાસ પ્રવાસન ભાડું અપાય.
૨૩ એપ્રીલ ૨૦૧૨ના રોજ સુપ્રીમ કોર્ટના હુકમ બાદ ઈન્ડીયન એર લાઈન્સના પાઈલોટોને ડ્રીમ લાઈનરની તાલિમ આપવાનું સમયપત્રક ગોઠવ્યું હતું. તેમણે આઈ.પી.જી.નાં તરફેણમાં મુંબઈ હાઈકોર્ટે આપેલા નિર્ણય પર અટકાયત મુકી હતી.
આઈ.પી.જી.એ હાઈકોર્ટ સમક્ષ ઓક્ટોબર ૨૦૧૧માં એવી અરજી દાખલ કરી હતી કે પૂર્વે ઈન્ડીયન એર લાઈન્સના પાઈલોટોની સીનીયોરીટી નક્કી ન થાય અને તેમનાં કારકિર્દીના અહેવાલ તૈયાર ન થાય ત્યાં સુધી ડ્રીમ લાઈનરની તાલિમ અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવે. જોકે આ સંદર્ભે ઉડ્ડયન મંત્રી અજીતસિંહનું કહેવું છે કે હાલ હવે એક વિમાન કંપની બની ચુકી છે તેમાં અમે બે વર્ગ (કેડર) ઉભા કરી શકીએ નહીં.
વર્ષ ૨૦૦૭માં એર ઈન્ડિયા અને સ્થાનિક ઉડ્ડયન કરનારી સંસ્થા ઈન્ડીયન એર લાઈન્સનું વિલીનીકરણ થયું હતું ત્યારથી બન્ને પક્ષ અન્યાયનો ભાવ અનુભવે છે. એર ઈન્ડીયા રોજના ૫૦ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોનું સંચાલન કરે છે. પાઈલોટોમાં અસંતોષ વ્યાપ્યો હોવાનું કારણ એ છે કે તેઓને બઢતીના જે વચન આપવામાં આવ્યા હતા તેનું પાલન થયું નથી. ઈન્ડીયન એર લાઈન્સના પાઈલોટને ડ્રીમ લાઈનર ઉડાડવાની તાલિમ આપવી ન જોઈએ કેમકે લાંબા ઉડ્ડયન માટે તેમને લાંબી તાલિમ જરૃરી બને છે જે ખર્ચાળ નિવડશે. જ્યારે સામો પક્ષ સીનીયોરીટીના નિયમો પાળવા માંગ કરે છે. તેમનું કહેવું છે કે આ તેમની કારકિર્દીને બાધક બાબત છે. તેમને અન્યાય કરાઈ રહ્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રાજસ્થાન રોયલ્સે ૪૫ રનથી પૂણે વોરિયર્સ સામે વિજય મેળવ્યો
ભારતીય બોર્ડ ડોમેસ્ટીક એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના કરશે
ફેલ્પ્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં બીજા ક્રમેઃચીનનો પેંગ ચેમ્પિયન
મેડ્રીડ ઓપનઃટીપ્સારેવિચને હરાવીને ફેડરર ફાઇનલમાં

રોહિત શર્માની ઝંઝાવાતી સદી સામે કોલકાતા સાવ નિઃસહાય લાગતું હતું

વિશ્વની સૌથી શક્તિશાળી ૨૦ માતામાં હિલેરી, સોનિયા અને ઈન્દ્રા નૂયી
મંદીના કારણે ઇંગ્લેન્ડ છોડી રહેલા ગેરકાયદે વસતા ભારતીયો
ચીની એજન્ટો મારી હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે ઃ દલાઈલામા
'૫૦ના દાયકામાં લોકસભા ૧૨૭ દિવસ મળી; ૨૦૧૧માં માત્ર ૭૩ દિવસ ચાલી

નિવૃત્તિ બાદ ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જોડાવા વી.કે.સિંહને અણ્ણાનું નિમંત્રણ

બાળકો પર થતા જાતીય ગુનાનો ખરડો અધોગતિરૃપ ઃ દિલ્હી કોર્ટ
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરે વાંદરાની હોસ્પિટલમાં દાખલ
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૬૬૬થી ૧૬૬૨૨, નિફ્ટી ૪૮૨૨થી ૫૦૩૩ની રેન્જમાં અથડાશે
સોનામાં ઘરઆંગણે મંદી અટકી જ્યારે વિશ્વબજારમાં ચાર મહિનાનું તળિયું દેખાયું
સેન્સેક્સ- નિફ્ટીમાં કેલેન્ડર વર્ષનુંં સૌથી મોટું ગાબડું નોંધાયું
 
 

Gujarat Samachar Plus

અહંિસાની વર્ચ્યુઅલ ટ્રીપ ગાંઘી હેરિટેજ પોર્ટલ
યંગસ્ટર્સમાં નાઈટ શિફ્‌ટની બેડ ઈફેક્ટ
મિશન એડમિશનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની કુંડળી કાઢતા પેરેન્ટ્‌સ
ગર્લ્સ વગર ૧૦ની સ્પીડ, ગર્લ્સ હોય તો ૧૦૦ની સ્પીડ
ઉનાળામાં કર્લી હેર એટલે માથાનો દુઃખાવો
 

Gujarat Samachar glamour

વીણાને સ્પર્શવા ભીડ ઉમટી
સિરીયલને હિટ કરાવવાની ફોર્મ્યુલાનો બધે ઉપયોગ થાય છે
‘ફેરારી કી સવારી’ માં સચિન જોવા મળશે
સન્ની લિયોને તો ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી લીઘુ!
જ્હોન જેલમાં જતાં જતાં બચ્યો
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved