Last Update : 14-May-2012, Monday

 

અઠવાડિક ભવિષ્ય તા.૧૩-૫-૨૦૧૨ રવિવારથી
તા.૧૯-૫-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ)

 

આ સપ્તાહ આપે શાંતિ-ધીરજ-સ્વસ્થતા રાખીને પસાર કરવું પડે. શનિની પ્રતિકુળતાથી નોકરી-ધંધાના કામમાં તેમજ સૂર્ય, ગુરૂ, રાહુના પરિભ્રમણ પુત્ર પૌત્રાદિકના, કુટુંબ, પરિવારના પ્રશ્નમાં ચંિતા રખાવે. તા. ૧૩ મે રવિ હળવાશ, રાહત રહે. ૧૪ સોમ સૂર્ય, આપની રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે તેથી શારીરિક, માનસિક અસ્વસ્થતા, ચંિતા રહે. ૧૫ મંગળ નોકરી-ધંધામાં સંભાળવું. ૧૬ બુધ, શનિ વક્રી થઈને કન્યામાં તા. ૪-૮-૨૦૧૨ સુધી લોખંડના પાયે પરિભ્રમણ કરતાં નોકરી-ધંધામાં સંભાળવું પડે. ૧૭ ગુરૂ, આપની રાશિમાંથી ગુરૂ ગ્રહ વૃષભમાં પ્રવેશ કરે છે તે ડિસેમ્બર ૨૦૧૨ પછી શુભ ફળદાયી રહેશે. ૧૮ શુક્ર કામકાજમાં ચંિતા પછી રાહત. ૧૯ શનિ પત્ની-સંતાન-પરિવારના કામની વ્યસ્તતા રહે.

 

 

વૃષભ (બ.વ.ઉ)

 

આપે વાણી-વ્યવહાર-નિર્ણયથી નુકસાન થાય નહીં તેનું આ સપ્તાહ દરમિયાન ઘ્યાન રાખવું પડે. નોકરી, ધંધાના, પત્ની, સંતાનના પ્રશ્નમાં ચંિતા-ખર્ચ-અશાંતિ રહે. ભાગીદારીવાળા ધંધામાં વિવાદ સર્જાય, મનદુઃખ થાય. પત્નીથી શાંતિ જણાય નહીં. મિત્રવર્ગના પ્રેમ, લાગણીના સંબંધમાં મુશ્કેલીમાં મુકાવ. મકાન-વાહન-મીલકતના પ્રશ્નમાં, સાસરીયાપક્ષના વ્યવહાર-સંબંધમાં, નાણાંની લેવડદેવડમાં, જામીનગીરીમાં તમે બંધન, મુશ્કેલીમાં મુકાવ. તા. ૧૩ મે રવિ શાંતિથી કામકાજ કરવું. ૧૪ સોમ સૂર્યનું રાશિ પરિવર્તન થવાનું હોવાથી શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૫ મંગળ ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. ૧૬ બુધ શનિ વક્રી થઈને કન્યામાં તા. ૪-૮-૨૦૧૨ સુધી રહેશે તેથી પુત્રપૌત્રાદિકની ચંિતા રહે. ૧૭ ગુરૂ, ગુરૂ આજથી આપની રાશિમાં પ્રવેશ કરે છે તે ડિસેમ્બર ૨૦૧૨ પછી યશ-પદ-ધનમાં વધારો કરાવે. ૧૮ શુક્ર ચંિતા-ખર્ચ. ૧૯ શનિ નોકરી-ધંધાના કામમાં સાવધાની રાખવી.

 

 

મિથુન (ક.છ.ઘ)

 

તા. ૧૬ મે થી તા. ૪ ઓગસ્ટ ૨૦૧૨ સુધી શનિની નાની પનોતી તાંબાના પાયે, મકાન-વાહન-મીલકતના પ્રશ્નમાં, પરદેશના કામમાં, યાત્રા પ્રવાસ, ધર્મકાર્યમાં લાભદાયી રહે. તા. ૧૭ મે થી ગુરૂ વૃષભ રાશિમાં પ્રવેશતા બારમો ગુરૂ પત્નીની ચંિતા-ખર્ચ રખાવે. પિતૃપક્ષની ચંિતા, વડીલવર્ગની ચંિતા રહે. તા. ૧૩ મે રવિ તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૧૪ સોમ આજે આપે વૃષભ સંક્રાંતિનો દિવસ નોકરી, ધંધામાં સંભાળવાનો રહે. ૧૫ મંગળ પુત્ર પૌત્રાદિકના, પરદેશના કામમાં ચંિતા, ખર્ચ. ૧૬ બુધ શનિ વક્રી થઈને કન્યા રાશિમાં તા. ૪-૮-૨૦૧૨ સુધી નાની પનોતી તાંબાના પાયે લાભદાયી રહે. તા. ૧૭ ગુરૂ, ગુરૂ વૃષભ રાશિમાં બારમે ચંિતા, ખર્ચ, પત્નીની, નોકરી-ધંધાની રખાવશે. ૧૮ શુક્ર રૂકાવટવાળા કામમાં ઘ્યાન આપવું પડે. ૧૯ શનિ પુત્ર પૌત્રાદિકના માટે ખર્ચ, બહાર જવાનું થાય.

 

 

કર્ક (ડ.હ.)

 

તા. ૧૬ મીએ શનિ વક્રી થઈને કન્યા રાશિમાં રૂપાના પાયે પરિભ્રમણ શરૂ કરતાં તા. ૪-૮-૨૦૧૨ સુધી આપને કાર્યસફળતા, પ્રગતિ, ભાગ્યોદય જણાય.પુત્ર પૌત્રાદિકના કામમાં, ધર્મકાર્યમાં, શુભકાર્યમાં, નોકરી-ધંધાના કામકાજમાં, પત્નીના પ્રશ્નમાં સાનુકુળતા રહે. ચંિતા-વ્યથા, મુશ્કેલીમાં હળવાશ જણાય. પત્ની, સંતાનના ગ્રહયોગ બળવાન હશે તેમને વઘુ સાનુકુળતા જણાય. તા. ૧૩ મે રવિ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. ૧૪ સોમ નોકરી-ધંધામાં સાવધાની રાખવી. ૧૫ મંગળ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૬ બુધ શનિ કન્યા રાશિમાં પ્રવેશ કરતાં તા. ૪-૮-૨૦૧૨ સુધી સાનુકુળતા રહે. ૧૭ ગુરૂ, ગુરૂ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશતાં ચંિતા-વ્યથા હળવી થતી જાય. ૧૮ શુક્ર નોકરી, ધંધાના કામમાં સાનુકુળતા. ૧૯ શનિ વધારાનું કામકાજ થઈ શકે, હળવાશ રહે.

 

 

સંિહ (મ.ટ.)

 

તા. ૪ ઓગસ્ટ સુધી પનોતી લોખંડના પાયે આપને કષ્ટપીડા રખાવે. આપના કૌટુંબિક પ્રશ્નમાં, મકાન, વાહન, મીલકતના પ્રશ્નમાં, સંયુક્ત મીલકત, ધંધાના પ્રશ્નમાં ડિસેમ્બર ૨૦૧૨ સુધીનો સમય સંઘર્ષ, ચંિતા, રૂકાવટ, વિવાદનો રહે પરંતુ સુળીનો ઘા સોયથી ટળી જાય. તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતા ધર્મકાર્ય, શુભકાર્યથી હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. જેમનું જન્મવર્ષ ૨૪, ૨૮, ૩૩, ૪૫, ૫૭ પસાર થતું હોય કે પસાર થવાનું હોય તેમને જીવનનો એક નવો તબક્કો શરૂ થાય. તા. ૧૩ મે રવિ કામકાજમાં સાનુકુળતા. ૧૪ સોમ શાંતિ, ધીરજ રાખવી પડે. ૧૫ મંગળ નોકરી-ધંધાના કામમાં, સરકારી કામગીરીમાં જાગૃતિ રાખવી. ૧૬ બુધ શનિનું પરિભ્રમણ લોખંડના પાયે શરૂ થતાં કૌટુંબીક ચંિતા. ૧૭ ગુરૂ, ગુરૂ ગ્રહનું રાશિ પરિવર્તન નોકરી-ધંધામાં ચંિતા રખાવે. ૧૮ શુક્ર ચંિતા, રૂકાવટ હળવી થાય. ૧૯ શનિ વધારાના કામમાં, પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે.

 

 

કન્યા (પ.ઠ.ણ)

 

હવે ધીમે ધીમે આપ ચંિતામુક્ત થતા જાવ, તેમાં પણ પોતાના જન્મના ગ્રહયોગ બળવાન હોય તેમને કાર્યસફળતા, પ્રગતિથી આનંદ અનુભવાય. પરંતુ આ સપ્તાહ દરમિયાન હૃદય-મનને શાંતિ જણાય નહીં. આકસ્મિક ચંિતા, ઉપાધિ, શારીરિક, માનસિક અસ્વસ્થતા અનુભવાય. તા. ૧૩ મે રવિ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૪ સોમ શારીરિક, માનસિક અસ્વસ્થતા, કંઈ ગમે નહીં. ૧૫ મંગળ ચંિતા-વ્યથામાં હળવાશ થતી જણાય. ૧૬ બુધ શનિ આપની રાશિમાં પ્રવેશતા સાનુકુળતા, આનંદ રહે. ૧૭ ગુરૂ આઠમા ગુરૂના બંધનમાંથી મુક્ત થવાના કારણે કામકાજમાં પ્રગતિ, સફળતાનો માર્ગ મોકળો થાય. ૧૮ શુક્ર શાંતિથી દિવસ પસાર કરી લેવો, વાણીથી સંભાળવું. ૧૯ શનિ હરવા ફરવામાં, ખાવાપીવામાં ઘ્યાન રાખવું.

 

 

તુલા (ર.ત.)

 

 

પનોતી સોનાના પાયે કષ્ટ પીડાની શરૂઆત કરાવે. આગામી સમય નોકરી, ધંધામાં નુકસાની, બંધન, તકલીફ, મુશ્કેલીનો શરૂ થાય. નાણાંકીય દેવા-જામીનગીરી, બેંક લોનના પ્રશ્ને, મકાન બાંધકામ, કન્સ્ટ્રક્શન, સોના-ચાંદીના વેપાર-ધંધાના પ્રશ્ને વિરોધ સંભાળવાનું રહેશે. તા. ૧૩ મે રવિ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ૧૪ સોમ સૂર્ય વૃષભમાં રાશિમાં પ્રવેશતા આગામી ત્રીસ દિવસ અગ્નિ પરીક્ષાના રહે. ૧૫ મંગળ નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા, મુશ્કેલી. તા. ૧૬ બુધ શનિની પનોતી સોનાના પાયે પરિભ્રમણ શરૂ કરતાં ચંિતા-બંધન, રૂકાવટ, મુશ્કેલીની શરૂઆત થાય. તા. ૧૭ ગુરૂ, આજથી આપને આઠમા ગુરૂના બંધનનો પ્રારંભ, આગામી સમય શારીરિક, માનસિક, આર્થિક તકલીફવાળો રખાવે. ૧૮ શુક્ર સ્વસ્થતાથી કામકાજ કરી શકો પરંતુ જોખમ કરવું નહીં. ૧૯ શનિ શાંતિથી કામકાજ કરવું.

 

 

વૃશ્ચિક (ન.ય)

 

 

આપના માટે સાનુકુળ પ્રગતિ, કાર્યસફળતાની શરૂઆત થાય. તા. ૧૭ મે થી ગુરૂ વૃષભ રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે તેથી નોકરી-ધંધાના કામકાજમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં, ધર્મકાર્ય, શુભકાર્યમાં, મકાન, વાહન, મીલકતના પ્રશ્નમાં, યશ-પદ-ધનમાં સાનુકુળ સમય શરૂ થાય. નાણાંકીય ચંિતા-મુંઝવણ-ખેંચ ઓછી થાય. તા. ૧૩ મે, રવિ સગા સંબંધી, મિત્રવર્ગને મળવાનું થાય. ૧૪ સોમ નોકરી-ધંધાના કામમાં સાવધાની રાખવી. ૧૫ મંગળ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ રહે. ૧૬ બુધ શનિનું પરિભ્રમણ રૂપાના પાયે લાભદાયી બનતું જાય. ૧૭ ગુરૂ, આજથી ગુરૂ ગ્રહની પ્રબળતા શરૂ થતાં આગામી સમય પુત્ર પૌત્રાદિક માટે સાનુકુળ બનતો જાય. ૧૮ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૯ શનિ હૃદય-મનની પ્રસન્નતા રહે, મીલન મુલાકાતથી આનંદ રહે.

 

 

ધન (ભ.ધ.ફ.ઢ)

 

આપે આગામી સમયમાં નોકરી, ધંધાના, મકાન, વાહન, મીલકતના પ્રશ્નમાં, આરોગ્યની બાબતમાં પ્રતિકુળતા અનુભવવી પડે. અવારનવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા તમારા ભાગ્યોદય, પ્રગતિમાં અવરોધરૂપ બને. તા. ૧૬ મે થી શનિનું પરિભ્રમણ લોખંડના પાયે પ્રતિકુળતાવાળું શરૂ થાય છે તેથી નાણાંકીય પ્રશ્નમાં, કૌટુંબીક મિલકત-ધંધાના પ્રશ્નમાં, ભાઈભાંડુના પ્રશ્નમાં તકલીફ અનુભવાય. સારા સંબંધમાં મનદુઃખ થાય કે કોઈનો વિયોગ થાય. તા. ૧૭ મે થી ગુરૂ ગ્રહ વૃષભ રાશિમાં પરિભ્રણમ શરૂ કરતાં અવારનવાર શારીરિક, માનસિક પ્રતિકુળતા આરોગ્યની બાબતમાં જણાય. તા. ૧૩ મે રવિ કામકાજમાં સાનુકુળતા ૧૪ સોમ સંક્રાંતિ દિન છે તેથી શાંતિથી દિવસ પસાર કરવો. ૧૫ મંગળ નોકરી-ધંધાના કામમાં જોખમી નિર્ણય કરવો નહીં. ૧૬ બુધ શનિની પ્રતિકુળતા શરૂ થવાથી સંઘર્ષનો સમય શરૂ થાય. ૧૭ ગુરૂ, આપની રાશિનો અધિપતિ પ્રતિકુળ થવાથી શારીરિક-માનસિક અસ્વસ્થતા. ૧૮ શુક્ર પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે. ૧૯ શનિ ઉતાવળીયો નિર્ણય કરવો નહીં.

 

 

મકર (ખ.જ.)

 

આગામી સમય તમારા ભાગ્યપરિવર્તન માટે મહત્વનો બની રહે. તેમાં પણ જેમના ગ્રહયોગ બળવાન હશે તેમને નોકરી-ધંધામાં આકસ્મિક ન ધારેલી સફળતા, પ્રગતિ કે ફેરફારીના સંજોગો ઉભા થાય. ધર્મકાર્ય, યાત્રા પ્રવાસ, પરદેશના કામમાં પ્રગતિ જણાય. ખર્ચ થાય પરંતુ આનંદ રહે. તા. ૧૩ મે રવિ માનસિક પરિતાપ રહે. ૧૪ સોમ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૫ મંગળ વિલંબમાં પડેલા કામની વ્યસ્તતા રહે. ૧૬ બુધ શનિનું રાશિ પરિવર્તન તાંબાના પાયે નોકરી-ધંધામાં લાભદાયી પરિવર્તન કરાવે, ૧૭ ગુરૂ, આજથી ગુરૂ ગ્રહની પ્રબળતાનો પ્રારંભ થતાં ધર્મકાર્ય, આઘ્યાત્મિકતા, સફળતા, પ્રગતિમાં વધારો થાય. ૧૮ શુક્ર સગા સંબંધી મિત્રવર્ગથી ખર્ચ-ચંિતા રહે. ૧૯ શનિ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે.

 

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

 

આપને સારા-નરસા સમયમાં સ્થિરતા, ધીરજ, શાંતિ, સ્વસ્થતા રાખવી જરૂરી રહેશે. તા. ૧૪ મીએ વૃષભ સંક્રાંતિનો પ્રારંભ સાંસારીક પ્રશ્નમાં, સગા સંબંધી મિત્રવર્ગના પ્રશ્નમાં પ્રતિકુળતા રખાવે. તા. ૧૬ મે થી શનિનું પરિભ્રમણ રૂપાના પાયે શરૂ થવાથી નોકરી, ધંધાના કામમાં ક્ષણિક લાભ-પ્રગતિથી આનંદ રખાવે. પરંતુ તા. ૧૭ મે થી ગુરૂ ગ્રહનું પરિભ્રમણ પ્રતિકુળતાવાળું શરૂ થવાથી કૌટુંબીક પ્રશ્નમાં ચંિતા-વિવાદ-અશાંતિ, બિમારીના કારણે આપને શાંતિ, રાહત જણાય નહીં. તા. ૧૩ મે રવિ ચંિતા-બેચેની રહે. ૧૪ સોમ વૃષભ સંક્રાંતિનો પ્રારંભ આગામી ત્રીસ દિવસ કૌટુંબિક પ્રશ્નમાં ચંિતા, તકલીફ રખાવે. ૧૫ મંગળ માનસિક વ્યગ્રતા રહે. ૧૬ બુધ શનિનું પરિભ્રમણ રૂપાના પાયે સાનુકુળતાની શરૂઆત કરાવે. ૧૭ ગુરૂ, આજથી ગુરૂ ગ્રહનું પરિભ્રમણ પ્રતિકુળતાવાળું શરૂ થવાથી નોકરી-ધંધામાં જોખમી નિર્ણયો કરવા નહીં. ૧૮ શુક્ર વિલંબમાં પડેલા કામ અંગે કોઈને મળવાનું થાય. ૧૯ શનિ શાંતિથી કામકાજ કરવું. ધર્મકાર્ય થાય.

 

 

મીન (દ.ચ.ઝ.થ)

 

 

આપના માટે આગામી સમય પ્રતિકૂળતાવાળો રહે. તા. ૧૬ મે થી શનિનું પરિભ્રમણ સોનાના પાયે શરૂ થવાથી ચંિતા-ખર્ચ-કામકાજમાં રૂકાવટ, મુશ્કેલીની શરૂઆત થાય. નસીબ યારી આપતું નથી તેમ લાગે. તા. ૧૭ મે થી આપની રાશિનો અધિપતિ પ્રતિકુળ થતાં નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં આક્ષેપ-અપયશ, વિવાદથી સંભાળવું પડે. ભાઈભાંડુના પ્રશ્ને બિમારી, ચંિતા-વિવાદનું આવરણ આવી જાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા રહે. જાહેર સંસ્થાકીય કામકાજમાં, ભાગીદારીવાળા ધંધામાં, સાંસારીક પ્રશ્નમાં અવારનવાર તકલીફ અનુભવાય. તા. ૧૩ મે રવિ ઘર, પરિવારના કામની વ્યસ્તતા રહે. ૧૪ સોમ શાંતિથી દિવસ પસાર કરવો. ૧૫ મંગળ ચંિતા-ઉચાટ રહે. ૧૬ બુધ શનિનું પરિભ્રમણ સોનાના પાયે શરૂ થવાથી માનસિક વ્યગ્રતા, ઉશ્કેરાટ, કામકાજમાં રૂકાવટ. ૧૭ ગુરૂ, આપની રાશિનો અધિપતિ પ્રતિકુળ થતાં નોકરી-ધંધામાં આગામી સમય સંભાળવો પડે. ૧૮ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૯ શનિ વધારાનું કામ ઉકેલાય. રાહત રહે.

[Top]
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved