Last Update : 14-May-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૪-૫-૨૦૧૨ સોમવાર
વૈશાખ વદ નોમ- પંચક
વૃષભમાં સૂર્ય - બજારોમાં હવામાનમાં ફેરફારી ?
સોનાના ભાવ વધે !

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૧ મિ.
સુરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૦૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૦૩ મિ.

નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૪૯ મિ. (સૂ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ શતભિષા સાંજના ૭ ક. ૫૯ મિ. સુધી પછી પૂર્વા ભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- વૃષભમાં ૧૬ ક. ૧૨ મિ.થી. મંગળ- સિંહ, બુધ- મેષ, ગુરૃ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કુંભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રા.દિ. વૈ.- ૨૪. વૈશાખ વદ નોમને સોમવાર આજે પંચક છે વૈધૃતિયોગ બપોરના ૧ ક. ૪૫ મિ.થી શરુ સૂર્ય વૃષભમાં સાંજના ૪ ક. ૧૨ મિ.થી.
- સોનામાં તેજી
- કપડા, કાગળના ભાવ વધે
- શસ્ત્રોમાં તેજી
- પ્રજા સુખી
- કોઈ સ્થળે પવન વરસાદ થાય, નુકસાન પીડા ?
મુસલમાની હિજરી સન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૨૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૩૦ રોજ અનેશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ વૃષભ સંક્રાંતિનો આજથી પ્રારંભ થઈ ગયેલ છે જેથી આગામી સમયમાં આપને કૌટુંબિક, નાણાંકીય, આરોગ્યની ચિંતા- ખર્ચ રહે.
વૃષભ ઃ આજથી સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણ શરુ કરતા માનસિક પરિતાપ વ્યગ્રતા રહે, નોકરી ધંધાનું કામ શાંતિથી કરવું.
મિથુન ઃ આપન વૃષભ સંક્રાંતિ દરમિયાન સરકારી, કાનુની, ખાતાકીય કામગીરીમાં સંભાળવું પડે. વધારાના ખર્ચથી નાણાંભીડ અનુભવાય.
કર્ક ઃ આજથી વૃષભ રાશિમાં સૂર્ય પ્રવેશ પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા- ખર્ચ- વિવાદ રખાવે. નાણાંની લેવડદેવડના પ્રશ્ને ચિંતા રહે.
સિંહ ઃ વૃષભ રાશિમાં સૂર્ય પ્રવેશ, માતાપિતા સાસુ- સસરા વડીલ વર્ગના પ્રશ્ને નોકરી- ધંધાના પ્રશ્ને મકાન- મીલ્કત- વાહન અંગે ચિંતા કરાવે.
કન્યા ઃ આજનો દિવસ આપે તન- મન- ધનથી વાહનથી સંભાળવો, આકસ્મિક ચિંતા ઉપાધિ- વિવાદ મુશ્કેલીના કારણે શાંતિ રાહત જણાય નહી.
વૃશ્ચિક ઃ આપ હરો ફરો પરંતુ શાંતિ રાહત જણાય નહીં. મસ્તક, કમરમાં પેટમાં દર્દપીડાથી સંભાળવું. નોકરી- ધધામાં વિવાદ- ગુસ્સાથી તકલીફ થાય.
ધન ઃ દેશ- પરદેશમાં રહેતા નિકટના સ્વજન- સ્નેહી મિત્રવર્ગને બીમારી- ચિંતાનું આવરણ આવી જાય, ભાગ્યમાં રૃકાવટ અનુભવો.
મકર ઃ આપના પુત્ર- પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા- ખર્ચ રહે, સંતાનને વિદ્યા ભણતરના પ્રશ્ને શું કરવું તેની ચિંતા- મુશ્કેલી અનુભવો.
કુંભ ઃ આજથી વૃષભ સંક્રાંતિનો પ્રારંભ તમારા હૃદય-મનની વ્યગ્રતા- ઉચાટમાં વધારો કરાવે. આરોગ્ય સાચવવું, નોકરી- ધંધામાં તકલીફ પડે.
મીન ઃ ભાઈ-ભાંડુ સગા-સંબંધી મિત્રવર્ગની તકલીફમાં આપે યાત્રા-પ્રવાસ ખર્ચ કરવો પડે. સાસરા પક્ષ, મોસાળ પક્ષથી ચિંતા અનુભવાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત...
તા. ૧૪ મે ૨૦૧૨ સોમવાર
આજથી શરુ થતું જન્મવર્ષ સારા- નરસા તબક્કાનું રહે. વર્ષારંભથી વર્ષના મધ્ય ભાગ સુધીનો સમય નોકરી- ધંધામાં રૃકાવટ ચિંતાનો રહે. વર્ષના મધ્યભાગથી વર્ષના ઉત્તરાર્ધમાં ફાયદો લાભ થાય પરંતુ સંઘર્ષ, જવાબદારીમાં વધારો થાય. વિશેષમાં ઃ-
- આપે આ વર્ષમાં બી.પી.ની વધઘટ, શરદી, ખાંસી, ડાયાબીટીસ, છાતીમાં દર્દપીડાથી, વજન કોલોસ્ટ્રોલથી ધ્યાન આપવું પડે. ખાવાપીવામાં, આહારવિહારમાં નિયમિતતા જાળવવી જરૃરી રહેશે.
- નોકરી ધંધામાં તમારી મનુષ્ય સર્જિત ભૂલ, ઉતાવળ, જીદ- મમતના કારણે તકલીફ થાય નહિ તેનું ધ્યાન રાખવું. લાભ- ફાયદો છતાં મહેનત અપેક્ષા પ્રમાણે ફળ ઓછું પ્રાપ્ત થાય.
- સ્ત્રી વર્ગને માતૃપક્ષની ચિંતા રહે, મિલ્કતના પ્રશ્ને મનદુઃખ અનુભવાય, નોકરી કરનાર ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગથી સંભાળવું પડે, પતિ- સંતાન માટે ચિંતા રહે.
- વિદ્યાર્થી વર્ગને જેમ જેમ પસાર થાય તેમ તેમ ભણવામાં મહેનતનું શુભ ફળ મળવાની શરુઆત થાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન ગામડેથી નવો નવો આવેલો અને મકાન ભાડે રાખવા માટે દલાલ મગન સાથે જઈ રહ્યો હતો. દલાલ મગન સાથે એ આગળ વઘ્યો અને એક જગ્યામાં બંને પ્રવેશ્યા. જગ્યા જોઇને છગન બોલ્યો, ‘અરે, આવડો નાનો રૂમ ? અને એક જ ટેબલ ? ના ભઈ, મારે નથી રાખવું મકાન.. મારા પૈસા પાછા આપો !’
મગન દલાલે જવાબ આપ્યો, ‘સર, રૂમમાં તો હજી ચાલો.. આ તો લીફટ છે !’

[Top]
 

આજ ની રેસીપી

ગરમીની વચ્ચે શીતળતાનો અહેસાસ કરાવતાં આઇસ્ક્રીમનો આસ્વાદ

આઇસ્ક્રીમ ધૂઘરા અને કરકરા કાજુ

 

સામગ્રીઃ- ૧ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧ મોટો ચમચો કોર્નફ્‌લોર, બ્રેડની ૬ સ્લાઇસ, થોડા ટીપાં સ્ટ્રોબેરીનો રંગ અને એસેન્સ, તળવા માટે ૧૦૦ ગ્રામ ઘી, શેકેલા કરકરા કાજુના ટુકડા, લીલી કેન્ડી સજાવટ માટે.

 

રીતઃ- એક જાડા તળીયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો. ઉભરો આવે પછી આંચ ધીમી કરી દઇ પાંચ-સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી તે ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો. હવે એ ઉકાળેલા દૂધમાંથી અડઘું દૂધ એક તપેલીમાં કાઢી લઇ જુંદું રાખો.

 

એક વાટકીમાં કોર્નફ્‌લોર લઇ તેમાં ઠુંડું પાણી રેડી મિશ્રણ બનાવો. આ મિશ્રણને ઉકળતાં દૂધમાં નાંખી ઝડપથી હલાવો, જેથી તેમાં ગઠ્ઠા ન જામે. દૂધ એકદમ ઘટ્ટ થઇ જાય એટલે નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી એસેન્સ અને રંગ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને આઇસટ્રે અથવા એલ્યુમિનિયમના ઉંડા વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ સરસ રીતે જામે તે માટે મિશ્રણને એક-બે વાર વલોવવું જોઇએ. છેલ્લે આઇસ્ક્રીમના ગોળ સંચામાં મિશ્રણ ભરી ફ્રીઝમાં જામવા મૂકી દો.

 

આ દરમિયાન એક કડાઇમાં ઘી ગરમ કરો. બ્રેડની સ્લાઇસને વાટકીની મદદથી ગોળાકાર કાપી ઘીમાં આછા બાદમી રંગની થાય ત્યાં સુધી તવો અને પેપર પર મૂકી રાખો. તપેલીમાં જુદા કાઢેલા દૂધમાં તળેલી બ્રેડને પલાળો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં બ્રેડ પલળી જશે. આ બ્રેડને સાચવીને છૂટી પાડી એક મોટી પ્લેટમાં ગોઠવી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો.

 

પીરસતાં પહેલાં દૂધમાં પલાળેલી એક સ્લાઇસ પર સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નાનકડો ટુકડો મૂકો. ત્યારબાદ બ્રેડને વચ્ચેથી વાળી દઇ ધૂઘરા જેવો આકાર આપી બન્ને હાથથી વચ્ચેથી દબાવીને ઠંડી કરેલી પ્લેટમાં મૂકી દો.

 

આ રીતે જેટલા જરૂરી હોય, તેટલા આઇસ્ક્રીમ ધૂઘરા બનાવી ઠંડી કરેલી પ્લેટમાં ગોઠવતાં જાવ તેના પર કાજુના ટુકડા અને લીલી કેન્ડીથી સજાવટ કરી મહેમાનોને પીરસો.

 

આ આઇસ્ક્રીમ બનાવતી વખતે બધી વસ્તુઓને બરફમાં ઠંડી કરીને રાખો અને આઇસ્ક્રીમ ધૂઘરા ઝડપથી બનાવો જેથી આઇસ્ક્રીમ ઓગળી જાય ત્યાર પહેલાં પ્લેટ મહેમાન પાસે પહોંચી જાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved