Last Update : 12-May-2012, Saturday

 
એનસીઈઆરટીનાં પાઠય પુસ્તકમાં
આંબેડકરનાં છપાયેલા કાર્ટૂન અંગે સંસદનાં બંને ગૃહોમાં હોબાળો

કપિલ સિબલે માફી માગી ઃ પક્ષોને મત બેન્ક રાજકારણમાં ન પડવા કરેલો અનુરોધ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૧
દલિત નેતા બી.આર. આમ્બેડકરનું એક કાર્ટૂન નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેઈનિંગ (એનસીઈઆરટી) દ્વારા પ્રસિદ્ધ કરાયેલાં ધોરણ ૧૧માનાં પાઠયપુસ્તકમાં છાપવામાં આવ્યું હોવાથી આજે સંસદનાં બંને ગૃહોમાં વિપક્ષોએ ભારે હોબાળો મચાવતાં બંને ગૃહોની કાર્યવાહી આજે વારંવાર ખોરવાઈ ગઈ હતી.
માનવ સંસાધન પ્રધાન કપિલ સિબ્બલે આ અંગે વિધિવત્ માફી માગતાં કહ્યું હતું કે, તેમણે તે પાઠયપુસ્તકમાંથી આ વાંધાજનક બાબત દૂર કરવા એનસીઈઆરટીને જણાવી દીધું છે. સાથે તે પુસ્તકનું વિતરણ પણ બંધ કરવા આદેશ આપી દીધો છે.
આ સાથે તેઓએ રાજકીય પક્ષોને વોટ બેન્ક પોલિટિક્સમાં નહીં પડવા પણ અનુરોધ કર્યો હતો.
૨૦૦૬માં તે પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે હું માનવ સંધાન પ્રધાનપદે ન હતો છતાં હું તે અંગે ક્ષમા માગું છું. વળી હું તે પુસ્તકનાં પ્રકાશનમાં કોઈ રીતે સંડોવાયેલો ન હતો. તેમ તેઓએ સંસદ ભવનની બહાર પત્રકારોને જણાવ્યું હતું.
આ સાથે સિબ્બલે કહ્યું હતું કે આંબેડકર કે અન્ય કોઈની પણ બદનક્ષી કરવાનો કે કોઈની ઠેકડી ઉડાડવાનો પણ હેતુ નથી. કારણ કે તે દેશના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતોની વિરૃદ્ધ છે.
તેમણે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, સંસદમાં આ મુદ્દો હાથ ધરાયો તે પૂર્વે સરકારે આ સંબંધે પગલાં લીધાં છે અને તે સંબંધે તપાસ યોજવા એક સમિતિ પણ સ્થાપી દીધી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માલ્યાની ખાત્રીનાં પગલે કિંગફિશર એરલાઈન્સનાં પાઈલટોએ હડતાળ પાછી ખેંચી

પાઇલટોની હડતાળથી પરેશાન પ્રવાસીઓ સાથે એરઇન્ડિયાના કર્મચારીઓનું ઉદ્ધત વર્તન

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદઃ વીજળી પડતા એકનું મોત, પાંચ ઘવાયા
યુવાન કર્મચારીને લઘુશંકા કરવાનું રૃા. ૫૦ લાખમાં પડયું
પાંચ સૌથી જીવલેણ વ્યાધિઓની યાદીમાં ફેંફસાના રોગ અને ન્યૂમોનિયા મોખરે
બજારમાં ફરી એકવાર ડબ્બા ટ્રેડિંગમાં વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બેંકીંગ શેરોમાં સ્ટેક ઉઠાવે છે

કારના વેચાણમાં એપ્રિલ મહિનામાં સૌથી ઓછો વધારો
કેપ્ટન્સી છોડવાનો ઇન્કાર કરનારા ગાંગુલીને આખરે પૂણેએ પડતો મુક્યો
ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ તરીકે મેક્ડર્મોટનું રાજીનામું
વર્ડાસ્કોએ નડાલને હરાવીને મેડ્રીડ ઓપનમાં મેજર અપસેટ સર્જ્યો
ગોલ્ફના વર્લ્ડ રેન્કિગમાં મેક્લોરી ફરી નંબર વન

દિલ્હીનો ડેક્કન સામેનો વિજય ફરી ટોપર્સ ટીમો માટે ચિંતાનો વિષય

IIP-૩.૫ % ઃ શ ેરોમાં ઓછા વોલ્યુમે વ્યાપક ધોવાણ ઃ નિફ્ટી ૪૯૦૬ તળીયે
સોનામાં મંદી આગળ વધતાં ભાવો પાંચ દિવસમાં રૃ.૯૨૫ તૂટયા
 
 

Gujarat Samachar Plus

શૂટ કોઈપણ ચાલશે પણ કાર તો લિમોઝીન જ જોઈશે
કોર્પોરેટ ગર્લ્સમાં ફેસબુકનો ચસકો, પીસીમાં ઓફ તો મોબાઇલમાં ઓન
આફ્‌ટર રિઝલ્ટ ઈફેક્ટ
દિલ્હીના ઝફર એવોર્ડના અમદાવાદી વારસદાર
વાંદરાની જેમ હરણો પણ સામાજિક બન્યા
 

Gujarat Samachar glamour

ઘર ખરીદવાની ક્ષમતા મારામાં છેઃ દિપીકા
સોનાક્ષી ‘મેચ્યોર’ થઈ ગઈ
બલરાજ સહાનીને હિમાચલની વાદીઓમાં શ્રદ્ધાંજલી અપાશે
કરીના-રણબીર ‘ભાઈ-બહેન’ના રોલમાં
પૂનમ પાંડે ટિ્‌વટર ઉપર હોટ ફોટો અપલોડ કરી સક્રિય બની
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved