Last Update : 12-May-2012, Saturday

 

એક પક્ષની બેઠકમાં ૨૦૧૩માં ચૂંટણી યોજવા થયેલી વિચારણાના આધારે કાર્યકરોને આહ્વાન
લોકસભાની વહેલી ચૂંટણી માટે તૈયાર રહો ઃ મમતા

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક તમિલનાડુમાં જયલલિતાને મળતાં નવાં સમીકરણોનાં એંધાણ

કોલકાતા/ ચેન્નાઈ, તા. ૧૧
તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજીએ આજે જણાવ્યું હતું કે, તેમને નેવી માહિતી મળી છે કે દિલ્હીમાં એક રાજકીય પક્ષની મળેલી મહત્ત્વની બેઠકમાં લોકસભાની ચૂંટણી વહેલી કરી તે ૨૦૧૩માં યોજવા વિચારવામાં આવ્યું હતું. આ સાથે તેઓએ તેમના પક્ષના સભ્યોને તૈયાર રહેવા જણાવવા સાથે કહ્યું હતું કે, કોઈ પણ દિવસે ચૂંટણી આવી પડવા સંભવ છે. આપણે તૈયાર રહેવું જ પડશે. બીજી તરફ ઓડીશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક આજે તમિળનાડુના મુખ્યપ્રધાન જે. જયલલિતાને ચેન્નઈમાં તેમના પોએસ- ગાર્ડનના નિવાસસ્થાને મળ્યા હતા. સાથે બિન-એનડીએ બિન-યુપીએ પક્ષો વચ્ચે કોઈ પુનઃવ્યવસ્થા સ્થપાશે તેવા એંધાણો મળી રહ્યા છે.
નવીન પટનાયક સાથેના બપોરના ભોજન પછી પત્રકારોને કરેલા સંબોધનમાં જયલલિતાએ તેઓને પોતાના ભાઈ તરીકે જણાવ્યા હતા. જ્યારે થોડા દિવસો પૂર્વે જ સમાજવાદી પક્ષના મુલાયમસિંહ યાદવે પણ પક્ષના કાર્યકરોને (લોકસભાની) વહેલી ચૂંટણી માટે તૈયાર રહેવા આપેલા એલાનના પગલે નિરીક્ષકોનું સ્પષ્ટ મંતવ્ય બંધાઈ રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી ૨૦૧૨ના અંતથી શરુ કરી ૨૦૧૩ના શરુઆતના મહિનાઓમાં યોજાવા પૂરી સંભાવના રહી છે. જ્યારે જયલલિતા નવીન પટનાયક વચ્ચેની મંત્રણાઓ બિન-યુપીએ, બિન-એનડીએ સિવાયના પક્ષોનું એક સંગઠન રચી ત્રીજા વિકલ્પની રચનાની સંભવનાનો નિર્દેશ કરે છે.
કોલકાતામાં તૃણમૂલ કાર્યકરોની એક મિટિંગને સંબોધતા કોઈ પક્ષનું નામ લીધા સિવાય બેનરજીએ કહ્યું હતું કે, એક પક્ષની મળેલી બેઠકમા ચૂંટણી વહેલી યોજવા અંગે વિચારણા થઈ હતી. કદાચ આ માહિતી સાચી ન હોય પરંતુ આ અંગે હું વધુ વિગતો આપવા માગતી નથી કે તે બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા તે પણ જણાવવા માગતી નથી પરંતુ તેઓએ લોકસભાની ચૂંટણી ૨૦૧૩માં યોજવા અંગે ચર્ચા કરી હતી.
આ સાથે તેઓ બાજુમાં જ બેઠેલા રેલ્વે પ્રધાન અને તેઓના નિકટવર્તી સાથી મુકુલ બેનર્જી તરફ ફરીને પૂછ્યું હતું 'મુકુલ, તે બેઠક યોજાઈ કે નહીં ?'
આ બેઠકમાં સાંસદ સુબ્રતો બક્ષીને પક્ષના રાજ્ય સ્તરના પ્રમુખપદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.
દીદીએ, આ સાથે તેમના પક્ષના કાર્યકરોને શિસ્તબદ્ધ રહેવાનો પ્રયત્ન કરતા અનુરોધ કર્યો હતો કે, આપણે સરકારમાં છીએ તેથી આપણે તેવું કશું ન કરવું જોઈએ કે જેથી લોકો આપણી વિષે ગેરસમજ ન કરે. આ સાથે તેઓએ પક્ષના સભ્યોને જૂથબંધીથી દૂર રહેવાનું જણાવતા કહ્યું હતું કે, 'જો કોઈ વિધાનસભ્ય કે સાંસદ જનતાની સંભાળ ન લે તો તેની આપણને જરૃર નથી.'
બીજી તરફ પોતાના પોએસ-ગાર્ડનના નિવાસસ્થાને નવીન પટનાયકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યા પછી જયલલિતાએ પત્રકારોને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, તેમની અને બીજુ પટનાયકની વચ્ચે પણ નૈસર્ગિક તાલબદ્ધતા હતી તેઓ તો તેમની પાછળ આદર્શની એક પરંપરા મુકતા ગયા છે. સાથે સત્કાર અને પારસ્પરિક સ્નેહની પરંપરા પણ મુકતા ગયા છે. જે નવીન બાબુમાં પણ દેખાઈ રહી છે. આ સાથે તેઓએ નવીન પટનાયકને કુટુંબના ઘણા જૂના મિત્ર તરીકે ગણાવ્યા હતા.
એનસીટીસીની પેટા સમિતિના અધ્યક્ષપે જયલલિતાને રાખવાના સૂચન અંગે જયલલિતાએ કહ્યું હતું કે, તે વિષે હું શું માનું છું તે મહત્ત્વનું નથી આ સૂચન સ્વીકારવું કે ન સ્વીકારવું તે (કેન્દ્ર) ગૃહમંત્રાલયના હાથમાં છે.
આજે સવારે અહીં ઓડીશા ભવનના શિલાન્યાસ વિધિ સમયે આ અંગે નેતાઓ એક જ મંચ ઉપર ઉપસ્થિત હતા. બંનેએ પરસ્પરની વહીવટી કુશળતાની પ્રશંસા કરી હતી.
પટનાયકની ચેન્નાઈની આ બે દિવસની મુલાકાત રાષ્ટ્રપતિપદની ચાલી રહેલી ચૂંટણી અને સૂચિત એનસીટીસીની સામે બંને રાજ્યોએ નોંધાવેલા વિરોધ સંદર્ભમાં પણ નિરીક્ષકો મહત્ત્વની માને છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માલ્યાની ખાત્રીનાં પગલે કિંગફિશર એરલાઈન્સનાં પાઈલટોએ હડતાળ પાછી ખેંચી

પાઇલટોની હડતાળથી પરેશાન પ્રવાસીઓ સાથે એરઇન્ડિયાના કર્મચારીઓનું ઉદ્ધત વર્તન

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદઃ વીજળી પડતા એકનું મોત, પાંચ ઘવાયા
યુવાન કર્મચારીને લઘુશંકા કરવાનું રૃા. ૫૦ લાખમાં પડયું
પાંચ સૌથી જીવલેણ વ્યાધિઓની યાદીમાં ફેંફસાના રોગ અને ન્યૂમોનિયા મોખરે
બજારમાં ફરી એકવાર ડબ્બા ટ્રેડિંગમાં વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બેંકીંગ શેરોમાં સ્ટેક ઉઠાવે છે

કારના વેચાણમાં એપ્રિલ મહિનામાં સૌથી ઓછો વધારો
કેપ્ટન્સી છોડવાનો ઇન્કાર કરનારા ગાંગુલીને આખરે પૂણેએ પડતો મુક્યો
ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ તરીકે મેક્ડર્મોટનું રાજીનામું
વર્ડાસ્કોએ નડાલને હરાવીને મેડ્રીડ ઓપનમાં મેજર અપસેટ સર્જ્યો
ગોલ્ફના વર્લ્ડ રેન્કિગમાં મેક્લોરી ફરી નંબર વન

દિલ્હીનો ડેક્કન સામેનો વિજય ફરી ટોપર્સ ટીમો માટે ચિંતાનો વિષય

IIP-૩.૫ % ઃ શ ેરોમાં ઓછા વોલ્યુમે વ્યાપક ધોવાણ ઃ નિફ્ટી ૪૯૦૬ તળીયે
સોનામાં મંદી આગળ વધતાં ભાવો પાંચ દિવસમાં રૃ.૯૨૫ તૂટયા
 
 

Gujarat Samachar Plus

શૂટ કોઈપણ ચાલશે પણ કાર તો લિમોઝીન જ જોઈશે
કોર્પોરેટ ગર્લ્સમાં ફેસબુકનો ચસકો, પીસીમાં ઓફ તો મોબાઇલમાં ઓન
આફ્‌ટર રિઝલ્ટ ઈફેક્ટ
દિલ્હીના ઝફર એવોર્ડના અમદાવાદી વારસદાર
વાંદરાની જેમ હરણો પણ સામાજિક બન્યા
 

Gujarat Samachar glamour

ઘર ખરીદવાની ક્ષમતા મારામાં છેઃ દિપીકા
સોનાક્ષી ‘મેચ્યોર’ થઈ ગઈ
બલરાજ સહાનીને હિમાચલની વાદીઓમાં શ્રદ્ધાંજલી અપાશે
કરીના-રણબીર ‘ભાઈ-બહેન’ના રોલમાં
પૂનમ પાંડે ટિ્‌વટર ઉપર હોટ ફોટો અપલોડ કરી સક્રિય બની
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved