Last Update : 12-May-2012, Saturday

 

માર્ચ મહિનામાં
ઔદ્યોગિક ઉત્પાદન દર ઘટીને ૩.૫ ટકા ઃ સેન્સેક્સ ૧૨૭ પોઈન્ટ તૂટયો

છેલ્લા પાંચ મહિનામાં નોંધાયેલો સૌથી નીચો દર ઃ હસ્તક્ષેપ કરવા સરકારની ખાતરી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૧
માર્ચ મહિનાના અંતે ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ૩.૫ ટકા જેટલું જ રહ્યુ ંહતું. જે રોકાણોમાં ઉણપોનું સીધું પ્રતિબિંબ પાડે છે. છેલ્લા પાંચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં નોંધાયેલો આ સૌથી નીચો આંક છે. આથી ભારત સરકારે જણાવ્યું હતું કે તે આ સંબંધે હસ્તક્ષેપ કરશે જ. જ્યારે ભારતીય ઉદ્યોગોએ વ્યાજદરમાં ઘટાડો કરવાની માગણી કરી છે. આ ઘટાડાથી સેન્સેક્સમાં ૧૨૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે.
ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ (આઈઆઈપી)માં માપ પ્રમાણે માર્ચ ૨૦૧૨માં, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં સૌથી ઓછો વધારો નોંધાયો હતો. જે એક વર્ષ પૂર્વે આ સમયે જ ૯.૪ ટકા જેટલો રહ્યો હતો.
માર્ચ મહિનામાં નોંધાયેલો આ ઘટાડો આશ્ચર્યજનક છે. કારણ કે, આ પૂર્વે ફેબુ્રઆરી મહિનામાં તે ૪.૧ ટકા જેટલો રહ્યો હતો.
વાર્ષિક હિસાબો જોતાં ૨૦૧૧-૧૨નાં નાણાંકીય વર્ષમાં આ ઇન્ડેક્સમાં માત્ર ૨.૮ ટકાનો જ વધારો નોંધાયો છે. જે ૨૦૧૦-૧૧નાં નાણાંકીય વર્ષ દરમિયાન તે ૮.૨ ટકા જેટલો હતો.
આ પૂર્વે ઓક્ટોબર ૨૦૧૧માં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિઆંક ઘટીને ૪.૯૮ ટકા રહ્યો હતો.
કેપિટલ ગૂડ્ઝ ક્ષેત્રમાં માર્ચ ૨૦૧૨માં તો ૨૧.૩ ટકાનો વધારો થયો હતો. તેમ સેન્ટ્રલ સ્ટેસ્ટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (સીએસઓ) દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સંસ્થાએ તેમ પણ કહ્યું હતું કે ગત નાણાંકીય વર્ષે આ ગાળામાં તેમાં ૧૪.૫ ટકાનો વધારો નોંધાયો હતો.
આઈઆઈપીમાં કારખાનાંઓમાં બનેલા માલનું ૭૫ ટકા જેટલું પ્રદાન છે. પરંતુ, દેશમાં ઘટેલી આંતરિક માંગ અને નિકાસમાં પણ નોંધાયેલા ઘટાડાને લીદે તેનો વૃદ્ધિદર ઘટીને ૪.૪ ટકા જેટલો જ રહ્યો હતો. આ ઉપરાંત, ધીરાણો ઉપરનાં ઉંચા વ્યાજના દર તથા કાચા-માલ સામાનની પડતર કિંમતમાં થયેલો વધારો આ આઈઆઈપી વૃદ્ધિદરના ઘટાડાનું કારણ છે. કારખાનાંઓમાં બનેલા માલના વૃદ્ધિદરમાં એક વર્ષ પૂર્વે ૧૧ ટકાનો વધારો નોંધાયો હતો.
નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે આઈઆઈપીના આંકડાઓ હતાશાજનક છે. આંતરિક રોકાણો ઘણાં નિર્બળ રહ્યાં છે. બીજી તરફ વ્યાજના દરોમાં વૃદ્ધિના ઘટાડા માટે હજી થોડો સમય લાગશે.
જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન આનંદ શર્માએ કહ્યું હતું કે, નિકાસકારો સાથેની આગામી સપ્તાહે યોજાનારી બેઠક પછી સરકાર આ ક્ષેત્રે હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લેશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માલ્યાની ખાત્રીનાં પગલે કિંગફિશર એરલાઈન્સનાં પાઈલટોએ હડતાળ પાછી ખેંચી

પાઇલટોની હડતાળથી પરેશાન પ્રવાસીઓ સાથે એરઇન્ડિયાના કર્મચારીઓનું ઉદ્ધત વર્તન

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદઃ વીજળી પડતા એકનું મોત, પાંચ ઘવાયા
યુવાન કર્મચારીને લઘુશંકા કરવાનું રૃા. ૫૦ લાખમાં પડયું
પાંચ સૌથી જીવલેણ વ્યાધિઓની યાદીમાં ફેંફસાના રોગ અને ન્યૂમોનિયા મોખરે
બજારમાં ફરી એકવાર ડબ્બા ટ્રેડિંગમાં વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બેંકીંગ શેરોમાં સ્ટેક ઉઠાવે છે

કારના વેચાણમાં એપ્રિલ મહિનામાં સૌથી ઓછો વધારો
કેપ્ટન્સી છોડવાનો ઇન્કાર કરનારા ગાંગુલીને આખરે પૂણેએ પડતો મુક્યો
ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ તરીકે મેક્ડર્મોટનું રાજીનામું
વર્ડાસ્કોએ નડાલને હરાવીને મેડ્રીડ ઓપનમાં મેજર અપસેટ સર્જ્યો
ગોલ્ફના વર્લ્ડ રેન્કિગમાં મેક્લોરી ફરી નંબર વન

દિલ્હીનો ડેક્કન સામેનો વિજય ફરી ટોપર્સ ટીમો માટે ચિંતાનો વિષય

IIP-૩.૫ % ઃ શ ેરોમાં ઓછા વોલ્યુમે વ્યાપક ધોવાણ ઃ નિફ્ટી ૪૯૦૬ તળીયે
સોનામાં મંદી આગળ વધતાં ભાવો પાંચ દિવસમાં રૃ.૯૨૫ તૂટયા
 
 

Gujarat Samachar Plus

શૂટ કોઈપણ ચાલશે પણ કાર તો લિમોઝીન જ જોઈશે
કોર્પોરેટ ગર્લ્સમાં ફેસબુકનો ચસકો, પીસીમાં ઓફ તો મોબાઇલમાં ઓન
આફ્‌ટર રિઝલ્ટ ઈફેક્ટ
દિલ્હીના ઝફર એવોર્ડના અમદાવાદી વારસદાર
વાંદરાની જેમ હરણો પણ સામાજિક બન્યા
 

Gujarat Samachar glamour

ઘર ખરીદવાની ક્ષમતા મારામાં છેઃ દિપીકા
સોનાક્ષી ‘મેચ્યોર’ થઈ ગઈ
બલરાજ સહાનીને હિમાચલની વાદીઓમાં શ્રદ્ધાંજલી અપાશે
કરીના-રણબીર ‘ભાઈ-બહેન’ના રોલમાં
પૂનમ પાંડે ટિ્‌વટર ઉપર હોટ ફોટો અપલોડ કરી સક્રિય બની
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved