Last Update : 12-May-2012, Saturday

 

હડતાળના પાંચમા દિવસે ૧૨ ફ્લાઈટો રદ્દ
એર ઈન્ડિયાના પાઈલોટોની હડતાળના મુદ્દે હસ્તક્ષેપ કરવા સુપ્રીમનો ઈનકાર

પાઈલોટો સહકાર આપે, તેમના પર 'એસ્મા' લાગુ નહીં થાય ઃ અજીત સિંહ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૧
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાના પાઈલટની હડતાળના મુદ્દે હસ્તક્ષેપ કરવાનું સર્વોચ્ચ અદાલતે નકારી કાઢયું છે. પાઈલટો કામ પર પાછા ફરે તો વાટાઘાટો કરવાની સરકારે તૈયારી પણ દર્શાવી છે. બીજી બાજુ હડતાળી પાઇલોટો પણ સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર થયા છે. દરમિયાન એર ઇન્ડિયાએ વધુ ૨૫ હડતાળી પાઇલટને બરતરફ કર્યા છે.
આજે ૨૩ જેટલી આંતરરાષ્ટ્રિય અને રાષ્ટ્રીય ફ્લાઈટ રદ્દ કરવી પડી હતી. જેના પગલે અનેક પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડી હતી. આર્થિક સંકડામણગ્રસ્ત વિમાન કંપનીમાં સર્જાયેલી કટોકટી અંગે નાગરિક ઉડ્ડયન પ્રધાન અજીત સિંહે વડાપ્રધાન મનમોહન સિંહને પણ જાણકારી આપી છે. હડતાલીયા પાઈલટોને કામ પર પાછા ફરવાની વિનંતી કરતા અજિત સિંહે તેમને સહકાર આપવાની વિનંતી કરી હતી અને તેમના પર 'એસ્મા' લાગુ કરાવાની શક્યતા પણ નકારી કાઢી હતી. પાઈલટો સાથેના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની એર ઈન્ડિયાના અધિકારીઓને વિનંતી કરતા સર્વોચ્ચ અદાલતે ઈન્ડિયન પાઈલટ ગિલ્ડ (આઈપીજી) સામે તિરસ્કારની કાર્યવાહી શરૃ કરવાની એર ઈન્ડિયાની અરજીને નકારી કાઢી હતી.
ન્યાયાધીશ ટી.એસ. ઠાકુરના વડપણવાળી બેંચે જણાવ્યું હતું કે અદાલતનો તિરસ્કાર થાય તેવું પાઈલટોએ કંઈ કર્યું નથી અને આ મુદ્દે નિરાકરણ લાવવા માટે વિમાન કંપનીએ પાઈલટો સાથે ચર્ચા કરવી જોઈએ. હડતાળ ગેરકાયદે હોય તો વિમાન કંપની પાઈલટો સામે પગલાં ભરી શકે છે. અજીત સિંહે જણાવ્યું હતું કે તમામ સંગઠનોએ તેમના અંગત હિતોથી ઉપર ઉઠવું પડશે. પાઈલટોને ચર્ચા કરવી હોય તો તેમને કામ પર પરત ફરવું જોઈએ. વડી અદાલતે તેમની હડતાળને ગેરકાયદે જાહેર કરેલી છે.
બીજી બાજુ ટર્મિનેટ કરાયેલા પાઈલટોને ફરજ પર પાછા ન લેવાય અને તેમના સંગઠનને માન્ય ન રખાય ત્યાં સુધી હડતાળ પાછી ખેંચવાનું આઈપીજીએ નકારી કાઢ્યું છે. એર ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકા, યુરોપ, રિયાધ અને ઝિદ્દા જતી તમામ ફ્લાઈટો રદ્દ કરાઈ છે. પાઈલટો સામુહિક માંદગી રજા પર ઉતરી જતાં આવું બન્યું છે.
દરમિયાન એરઇન્ડિયાએ કામગીરીને આગળ ધપાવવા માટે સોમવારથી આપાતકાલિન યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. કંપનીએ કેટલાક વિમાનો ભાડાપટ્ટે લેવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. આ યોજના અંતર્ગત એરઇન્ડિયા ૧૬ મોટા વિમાનોમાંથી સાતને અમેરિકા વાયા યુરોપના રૃટ પર મુકશે. આ ફ્લાઇટોને એક્સક્લુઝિવ પાયલોટો ઓપરેટ કરશે. આ વિમાનોને ટૂંકા ગાળા માટે ભાડે મેળવાશે. આ ઉપરાંત એર ઇન્ડિયા ન્યુયોર્ક જે.એફ.કે. અને શિકાગોની ફ્લાઇટ પણ ઓપરેટ કરશે જેમાં પેરિસ અથવા ફ્રેંકફર્ટમાં એક રોકાણ કરશે. દરમિયાન એર ઇન્ડિયાના બે કર્મચારીઓને વડાપ્રધાન કાર્યલય અને સુપ્રીમ કોર્ટ સામે અસંસદીય અને બદનક્ષી ભરી ટીપ્પણી ઇન્ટરનેટ પર મુકવા માટે ધરપકડ કરાઇ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
માલ્યાની ખાત્રીનાં પગલે કિંગફિશર એરલાઈન્સનાં પાઈલટોએ હડતાળ પાછી ખેંચી

પાઇલટોની હડતાળથી પરેશાન પ્રવાસીઓ સાથે એરઇન્ડિયાના કર્મચારીઓનું ઉદ્ધત વર્તન

સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી વરસાદઃ વીજળી પડતા એકનું મોત, પાંચ ઘવાયા
યુવાન કર્મચારીને લઘુશંકા કરવાનું રૃા. ૫૦ લાખમાં પડયું
પાંચ સૌથી જીવલેણ વ્યાધિઓની યાદીમાં ફેંફસાના રોગ અને ન્યૂમોનિયા મોખરે
બજારમાં ફરી એકવાર ડબ્બા ટ્રેડિંગમાં વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બેંકીંગ શેરોમાં સ્ટેક ઉઠાવે છે

કારના વેચાણમાં એપ્રિલ મહિનામાં સૌથી ઓછો વધારો
કેપ્ટન્સી છોડવાનો ઇન્કાર કરનારા ગાંગુલીને આખરે પૂણેએ પડતો મુક્યો
ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ તરીકે મેક્ડર્મોટનું રાજીનામું
વર્ડાસ્કોએ નડાલને હરાવીને મેડ્રીડ ઓપનમાં મેજર અપસેટ સર્જ્યો
ગોલ્ફના વર્લ્ડ રેન્કિગમાં મેક્લોરી ફરી નંબર વન

દિલ્હીનો ડેક્કન સામેનો વિજય ફરી ટોપર્સ ટીમો માટે ચિંતાનો વિષય

IIP-૩.૫ % ઃ શ ેરોમાં ઓછા વોલ્યુમે વ્યાપક ધોવાણ ઃ નિફ્ટી ૪૯૦૬ તળીયે
સોનામાં મંદી આગળ વધતાં ભાવો પાંચ દિવસમાં રૃ.૯૨૫ તૂટયા
 
 

Gujarat Samachar Plus

શૂટ કોઈપણ ચાલશે પણ કાર તો લિમોઝીન જ જોઈશે
કોર્પોરેટ ગર્લ્સમાં ફેસબુકનો ચસકો, પીસીમાં ઓફ તો મોબાઇલમાં ઓન
આફ્‌ટર રિઝલ્ટ ઈફેક્ટ
દિલ્હીના ઝફર એવોર્ડના અમદાવાદી વારસદાર
વાંદરાની જેમ હરણો પણ સામાજિક બન્યા
 

Gujarat Samachar glamour

ઘર ખરીદવાની ક્ષમતા મારામાં છેઃ દિપીકા
સોનાક્ષી ‘મેચ્યોર’ થઈ ગઈ
બલરાજ સહાનીને હિમાચલની વાદીઓમાં શ્રદ્ધાંજલી અપાશે
કરીના-રણબીર ‘ભાઈ-બહેન’ના રોલમાં
પૂનમ પાંડે ટિ્‌વટર ઉપર હોટ ફોટો અપલોડ કરી સક્રિય બની
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved