Last Update : 11-May-2012, Friday

 

પશ્ચિમનાં બજારોમાં મંદીના કારણે
ભારતના એક્સપોર્ટમાં એપ્રિલમાં ૩.૨ ટકાનો ઘટાડો

જોકે ઇમ્પોર્ટમાં પણ ઘટાડો થતા વેપાર ખાધ ઘટાડીને ૧૩.૨ અબજ ડોલર

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૦
પશ્ચિમના બજારોમાં મંદી વ્યાપી રહી હોઈ, ભારતનો નિકાસ વૃદ્ધિ દર ઘટીને માત્ર ૩.૨ ટકા જેટલો જ એપ્રિલ મહિના દરમિયાન રહ્યો હતો. પરંતુ આયાતમાં પણ ભારે મોટો ઘટાડો થયો હોવાથી ભારતની વ્યાપાર-તુલા ઘટીને માત્ર ૧૩.૨ અબજ ડોલરની જ રહી છે. જે આ વર્ષમાં સૌથી ઓછી છે.
આ બેલેન્સ-ઓફ-ટ્રેડ (બીઓટી) (વ્યાપાર-તુલા)માં સુધારો થયો હોવાથી સપ્ટેમ્બર ૨૦૧૧થી ડોલર સામે ૧૫ ટકા સુધી ઘટેલા રૃપિયાનાં મૂલ્યમાં પણ ઘટાડો થવા સંભવ છે.
૨૦૧૨-૧૩નાં નાણાંકીય વર્ષના પહેલા મહિનામાં એપ્રિલ મહિનામાં કાચા અંદાજો પ્રમાણે ૨૪.૫ અબજ ડોલરની નિકાસ થઈ હતી. તેમ વાણિજ્ય સચિવ રાહુલ ખુલ્લરે આજે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આયાતોમાં માત્ર ૩.૮ ટકાનો વધારો થઈ તે ડોલર ૩૭.૯ અબજ ડોલર જેટલી રહી હતી. જે એક વર્ષમાં સૌથી ઓછી રહી હતી.
તે સ્વીકાર્ય છે કે નિકાસ-વૃદ્ધિ ઘટી છે. છતાં કાળાં-ભમ્મર વાદળો ઉપર રૃપેરી રેખા તે છે કે માર્ચ મહિનામાં શિપમેન્ટસમાં ૫.૭ ટકાનો ઘટાડો થયોહતો તે સામે વાર્ષિક હિસાબે જોતાં એપ્રિલમાં વધારો થયો છે. યુરોપની પરિસ્થિતિ ઘણી ખરાબ હોવા છતાં આપણે ૧૦-૧૫ ટકાની નિકાસ વૃદ્ધિ કરી શક્યા છીએ તેથી આપણે આપણને નસીબદાર ગણવા જોઈએ. તેમ પણ ખુલ્લરે જણાવ્યું હતું.
આ કાચા અંદાજો પ્રસિદ્ધ કરતાં તેમણે જણાવ્યું હતું કે માંગના ગંભીર પ્રશ્નો ચે અને તેમાં અવરોધો પણ છે. (પશ્ચિમના બજારોમાં) તેમ કહેતાં વાણિજ્ય સચિવે કહ્યું હતું કે આ વિષે કશું કહેવું હજી વધુ પડતું વહેલું છે. પરંતુ જો આયાતમાં ઘટાડો ચાલુ રહેશે તો આયાતો ગત વર્ષમાં પ્રમાણમાં, બીઓટી પરનું દબાણ ઓછું રહેશે અને જો આ વ્યાપાર ખાધ ૧૩ અબજ ડોલર જેટલી જ દર મહિને રહેશે તો તે ચાલુ નાણાંકીય વર્ષના અંતે ૧૫૬-૧૬૦ અબજ ડોલર જેટલી રહેશે.
૨૦૧૧-૧૨નાં વર્ષમાં આ વ્યાપાર ખાધ ૧૯૫ અબજ ડોલર રહી હતી જે ઇતિહાસમાં નોંધાયેલી સૌથી વધુ ખાધ હતી.
વાણિજ્ય સચિવને જે બચાવ કરવો હોય તે કરે પરંતુ અર્થશાસ્ત્રીઓ તો આયાત-ઘટાડાને આર્થિક મંદીનાં એક એંધાણ તરીકે જુએ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved