Last Update : 11-May-2012, Friday

 

સુપ્રીમના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ
કે.જી. બાલકૃષ્ણન સામેની ફરિયાદ પર રાષ્ટ્રપતિ નિર્ણય કરે ઃ સુપ્રીમ

બાલકૃષ્ણનને માનવ અધિકાર પંચના અધ્યક્ષપદેથી દૂર કરવા કેન્દ્રને નિર્દેશ આપવાનું નકાર્યું

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૧૦
નેશનલ હ્યુમન રાઈટસ કમિશન (એન.એચ.આર.સી.)ના ચેરમેન અને પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણનની તેઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદે હતા તે સમયે તેઓએ કરેલી કહેવાતી ગેરવર્તણૂંક અંગે થયેલી ફરિયાદ વિષે નિર્ણય લેવા સર્વોચ્ચ અદાલતે આજે રાષ્ટ્રપતિને જણાવ્યું હતું.
આ સાથે એનએચઆરસીના અધ્યક્ષપદેથી બાલકૃષ્ણનને દૂર કરવા માટે પ્રેસિડેન્શ્યલ રેફરન્સની ભલામણ કરવા કેન્દ્રને આદેશ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ બી.એસ. ચૌહાણ અને ન્યાયમૂર્તિ જે.એસ. ખેહરની બનેલી બેન્ચે આ સંબંધે જણાવ્યું હતું કે, આ આક્ષેપોમાં કોઈ તથ્ય હોય તો, પ્રધાન મંડળની ભલામણ પ્રમાણે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને તપાસ યોજવા જણાવવું જોઈએ.
આ સંબંધે મળેલી કેટલીક માહિતીઓ ઉપરથી અમોને લાગે છે કે, આ અરજી અંગે એપ્રિલ ૪, ૨૦૧૧ના દિને પ્રસિદ્ધ થયેલાં જાહેરનામાં (જ્યુડીશ્યલ એકાઉન્ટેવિલીટી એન્ડ રીફોર્મ્સ) પ્રમાણે સક્ષમ અધિકારીને તે અંગે નિર્ણય લેતા વિનંતિ કરી આ કેસનો નિકાલ લાવવો જોઈએ. આ આક્ષેપમાં કોઈ તથ્ય ન હોય તો, અરજી કરનારને તે પ્રમાણે જણાવવું જોઈએ, વિકલ્પે રાષ્ટ્રપતિએ પ્રધાન મંડળની સલાહ પ્રમાણે રાષ્ટ્રપતિ ૧૯૯૩ના કાયદાના સેકશન ૫ (૨) પ્રમાણે આગળ વધી શકે છે.
આ બેન્ચે તે હકીકત પણ ધ્યાન ઉપર લીધી હતી કે, બાલક્રિશ્ન ઉપર થયેલા આક્ષેપોમાં પોતાનાં સગાવહાલાંઓના નામે તથા પોતાના પૂર્વ સહાયકના નામે ખરીદેલી બેનામી-મિલકત સંબંધી તથા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની મિલકતની જાહેરાત વખતે ઊડાઉ જવાબ આપવાના આક્ષેપો છે. આ ઉપરાંત તેઓએ ન્યાયમૂર્તિ પી.ડી. દીનાકરને સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પદે નિયુક્ત નહીં કરાવવાના પ્રયત્નોનો પણ વિરોધ કર્યો હતો અને તેમાં અવરોધ ઉભો કર્યો હતો, તેનો સમાવેશ થાય છે.
આ આક્ષેપોના આધારે બાલક્રિશ્નનને એનએચઆરસીના પ્રમુખ પદેથી દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ રજા કરાઈ હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved