Last Update : 10-May-2012, Tuesday

 

ફિલ્મ-સ્ટાર્સની આઈપીએલ કેવી હોય?

 
આજકાલ આઈપીએલની મેચોના છેલ્લા છેલ્લા રાઉન્ડ ચાલી રહ્યા છે. બિચારાઓ બહુ મહેનત કરીને મેચોને છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ખેંચી જાય છે. છતાં ટીવીમાં એના ટીઆરપી કંઈ ખાસ વધતા નથી.
ધારોકે ક્રિકેટરોને બદલે ફિલ્મી સ્ટારોને જ મેદાનમાં ઉતારીને રમાડયા હોય તો?
ટીઆરપી વધે કે ના વધે બોસ, પણ મઝા બહુ આવે! કારણ કે...
* * *
મેદાનને છેડે ‘ડગ-આઉટ’ને બદલે ‘મેકપ-રૂમ’ બનાવ્યો હોય!
* * *
મેચ શરૂ થવાના ત્રણ કલાક પછી તો બધા ફિલ્મ સ્ટારોની એન્ટ્રી થવાની ચાલુ થાય!
* * *
આવીને બધા મેકપ રૂમમાં મેકપ કરાવવા બેસી જાય! આખરે બીજા બે કલાક પછી મેચ શરૂ થાય.
* * *
ટૉસ જીત્યા પછી ફિલ્મી કેપ્ટન અંપાયરને પૂછતો હોય ઃ ‘‘ઓકે. હવે શું થાય છે? જરા સ્ક્રીપ્ટ તો વાંચી સંભળાવો?’’
* * *
બોલર હાથમાં બોલ પકડીને દસ મિનીટ સુધી ઊભો રહેશે. અંપાયર પૂછશે તો કહેશે ‘‘અરે કૈસે બોલંિગ કરું? કોઈ ‘એક્શન’ તો બોલો?’’
* * *
અર્જુન રામપાલ જેવો નબળો એક્ટર એક જ કેચને સાત વાર જુદી જુદી રીતે છોડશે! પછી કહેશે ‘‘ઈસ મેં સે જો શોટ અચ્છા લગે વો રખ લેના!’’
* * *
સોનુ સુદ, કુણાલ ખેમુ અને આફતાબ શિવદાસાની જેવા ફાલતુ એક્ટરો અચાનક મેદાન છોડીને ચાલવા માંડશે!
બધા પૂછશે તો કહેશે ‘‘હમ લોગ તુષાર કપુર થોડી હૈં? હમારા કોઈ ડાયલોગ ક્યું નહીં હૈ?’’
* * *
અજય દેવગણ પિચ પર જઈને હાથમાં બેટ ઝાલીને શાંતિથી ઊભો રહેશે. બોલર બોલ નાંખશે તોય હલશે નહિ! કેમ?
‘‘અરે ફાઈટ માસ્ટર કીધર હૈ? જરા દિખાઓ તો સહી, કૈસે મારના હૈ!’’
* * *
અને બધાથી મોડો મોડો આવેલો સલમાન ખાન કારમાંથી ઉતરીને ડઝનબંધ કેમેરામેન આગળ ઈન્ટરવ્યુ આપતાં કહેશે ઃ
‘‘અગર સ્ક્રીપ્ટ કી ડિમાન્ડ હૈ તો મૈં કપડે ઉતારને કે લિયે તૈયાર હું!’’
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved