Last Update : 10-May-2012, Tuesday

 
હજ સબસિડીનું રાજકારણ
વાત તો ખરેખર દેશના બંધારણના હાર્દને કેન્દ્રસ્થાને રાખીને થવી જોઇતી હતી. બંધારણ દેશને ધર્મનિરપેક્ષ જાહેર કરતું હોય તો એનો અર્થ એ થયો કે સરકાર વિવિધ ધર્મનો અનુયાયીઓ પ્રત્યે કોઇ જાતનો વહેરોઆંતરો રાખશે નહીં. સાથોસાથ, પ્રજાની ધાર્મિક પ્રવૃત્તિમાં સામેલગીરી કે દખલગીરી પણ કરશે નહીં. એ સિદ્ધાંત ઘ્યાનમાં રાખતાં, કોઇ પણ ધર્મના અનુયાયીઓ ધર્મયાત્રા કરવા ઇચ્છે તો એ તેમની ઇચ્છા ્‌અને મુન્સફીની વાત છે. ધાર્મિક સ્થળોમાં થતી ગીરદી અને જાહેર અવ્યવસ્થા નિવારવા પૂરતી કે એ સ્થળે માળખાકીય સુવિધા ઉભી કરી આપવા પૂરતી સરકારની ભૂમિકા હોઇ શકે. પરંતુ મુસ્લિમોને હજ માટે અપાતી સબસિડીમાં બંધારણના હાર્દનો દેખીતો ભંગ થાય છે.
આમ થવા પાછળનું કારણ ભારતમાં શોધવા જવું પડે એમ નથી. મતના રાજકારણમાં રાચતા નેતાઓ અને એ મુદ્દે રાજ્ય અને ધર્મ વચ્ચેની સાંઠગાંઠ અનેક વરવાં સ્વરૂપે પ્રગટ થતી રહી છે. હજ સબસિડી એનું જ એક પરિણામ છે. અલબત્ત, સર્વોચ્ચ અદાલતે મુંબઇ વડી અદાલતની એક અરજીના જવાબમાં, અરજીનું ક્ષેત્ર વિસ્તારીને પણ હજ સબસિડી વિશે ટીપ્પણી કરવાની તક લીધી અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે આગામી દસ વર્ષોમાં હજ સબસિડી નાબૂદ કરવી. ધાર્મિક મામલાની નજાકત સમજીને અદાલતે સાવચેતીપૂર્વક કહ્યું કે દેશના મુસ્લિમો વતી બોલવાનો અને હજ સબસિડી ધાર્મિક દૃષ્ટિએ ઉચિત છે કે અનુચિત તેમાં પડવાનો અમારો અધિકાર નથી. છતાં, ઘણા મુસ્લિમો તેમને હજ માટે મળતી સરકારી મદદ વિશેની હકીકત જાણે તો કદાચ તે આ જાતની મદદ અંગે કચવાટ અનુભવે. કારણ કે ઇસ્લામી કાનૂન- શરિયા- મુજબ દેવું કરીને કે કોઇનું ૠણ ચડાવીને હજ થઇ શકે નહીં.
‘મુસ્લિમોના તુષ્ટિકરણ’ની રાજનીતિનો હિસ્સો ગણાતી હજ સબસિડીથી મુસ્લિમોને બેવડું નુકસાન થયું છેઃ જમણેરી ઝનૂનીઓને પોપટપાઠ કરવા માટે એક હાથવગો મુદ્દો મળી ગયો છે. બીજી તરફ, મુસ્લિમોનું નામ આગળ ધરીને કેન્દ્ર સરકાર દ્વારા કરાતા આ ખર્ચથી મુસ્લિમોને કોઇ પણ જાતનો નક્કર ફાયદો થયો નથી. એટલે જ, હજ સબસિડી નાબૂદ કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશને રાજકીય અને ધાર્મિક મુસ્લિમ નેતાગીરીએ એક અવાજે વધાવી લીધો છે. તેમણે સર્વોચ્ચ અદાલતની લાગણીનો પડઘો પાડતાં કહ્યું છે કે આટલી રકમ મુસ્લિમ સમુદાય માટે શિક્ષણ અને આરોગ્ય જેવાં ક્ષેત્રોમાં વાપરવામાં આવે તો મોટું કામ થાય.
હજ સબસિડી પેટે કેટલી રકમ ખર્ચાય છે? વર્ષ ૨૦૧૧માં સવા લાખ હજયાત્રીઓનાં વિમાની ભાડાં પેટે કેન્દ્ર સરકારે રૂ.૬૮૫ કરોડની સબસિડી આપી. હજ યાત્રામાં સાઉદી અરબસ્તાનની એર લાઇન્સ ઉપરાંત એર ઇન્ડિયાનો એકાધિકાર છે, જે વાસ્તવમાં નુકસાન વેઠવાનો એકાધિકાર વધારે છે. કારણ કે સરકાર હજયાત્રી પાસેથી વ્યક્તિદીઠ રૂ.૧૬ હજાર વસૂલે છે, જ્યારે બાકી પડતી રૂ.૩૮ હજારની રકમ સરકાર પોતે સબસિડી તરીકે ભોગવે છે. એટલે કે દરેક હજયાત્રી દીઠ કેન્દ્ર સરકાર એર ઇન્ડિયાને રૂ.૩૮ હજાર ચૂકવે છે જેથી ભારે ખોટમાં ચાલતી સરકારી એર લાઇન્સ એર ઇન્ડિયાને ખોટ ખાવી ન પડે.
મુસ્લિમ નેતાઓની વાજબી દલીલ છે કે આ રિવાજ બંધ કરીને, હજ યાત્રા માટે અલગથી કોર્પોરેશન સ્થાપવામાં આવે તો એ વધારે ઉપયોગી નીવડે. એ કોર્પોરેશનમાં સરકારે સબસિડી આપવાની ન હોય, પણ એર લાઇન્સના ખુલ્લા બજારમાં મોટી સંખ્યામાં હજની ટિકીટો માટેનાં ટેન્ડર મંગાવાય, તો સ્પર્ધાના કારણે આપોઆપ ટિકીટના ભાવ નીચા આવે અને વગર સબસિડીએ હજયાત્રીઓને ફાયદો થાય. પરંતુ સરકારી તંત્રને હજયાત્રાના બહાને મળતા લાભોનો ચસકો લાગ્યો છે.
હજયાત્રીઓ સાથે વિમાનમાં હજકમિટીના ધાડાબંધ સભ્યો સરકારી ખર્ચે પ્રવાસ કરતા હોય છે. તેમની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો રહ્યો છે, જ્યારે હવેના સંજોગોમાં તેમની સાથે જવાની કશી જરૂર રહી નથી. આ રીતે સરકારના ખર્ચે જનારા લોકોની પસંદગી કયા આધારે અને ધોરણે કરવામાં આવે છે, એ અંગે પણ સર્વોચ્ચ અદાલતે સરકારને સવાલ પૂછ્‌યા છે અને વિગતો આપવા કહ્યું છે. કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદે સર્વોચ્ચ અદાલતના આદેશને વધાવતાં કહ્યું છે કે ‘ઘણા સમયથી અમે આ જ દિશામાં વિચારી રહ્યા હતા.’ પરંતુ આ દિશામાં સરકારની નક્કર કામગીરીની વાત કરીએ તો, તે કોઇ પણ મુસ્લિમને દર પાંચ વર્ષે એક વાર હજની સબસિડી આપવાની જોગવાઇથી શરૂ કરીને, છેવટે જીવનમાં ફક્ત એક જ વાર હજની સબસિડી મળી શકે- ત્યાં સુધી જ પહોંચી શકી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ અને તેને મળેલા વ્યાપક આવકારને લીધે આ મુદ્દે ખેલાતું મતોનું રાજકારણ અટકે અને શૈક્ષણિક- આર્થિક અવદશા ભોગવતા મુસ્લિમો માટે યોગ્ય દિશામાં નાણાં ખર્ચવાની દિશામાં સરકારો પ્રવૃત્ત થાય, તો આખી કાનૂની કવાયત ફળી ગણાશે. બાકી, અદાલતે જાહેર કરેલી દસ વર્ષની મુદત દર દસમા વર્ષે વગર વિચાર્યે બીજાં દસ વર્ષ માટે રીન્યુ થતી રહેવાની હોય, દળી દળીને ઢાંકણીમાં નાખ્યા બરાબર ગણાશે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved