Last Update : 10-May-2012, Tuesday

 

કભી ખુશી-કભી ગમ જેવી ભાજપની સ્થિતિ
રાજસ્થાનમાં વસુંધરાને અંતે રાજી કરાયા; રાજકીય અસંતોષ

- અહલુવાલીયાની હાર ઃ ગડકરીને બીજી ટર્મ; એનડીએમાં સંપ નથી

 

સોમવારે લોકસભામાં ભાજપે નાણાપ્રધાન પ્રણવ મુકરજીને હસાવવામાં સફળતા મેળવી હતી. ભાજપના નેતા યશવંત સંિહાએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પ્રણવ મુકરજી રાષ્ટ્રપતિ બને તો તેમને કોઈ વાંધો નથી. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો એકસાથે કોઈ મુદ્દે લોકસભામાં હસતા હોય ત્યારે દરેકનું ઘ્યાન ખેંચાય તે સ્વાભાવિક છે.
ભાજપ કોઈ કારણે સત્તાધારી પક્ષ સાથે કૂણુ વર્તન રાખી રહ્યો છે પરંતુ રાષ્ટ્રપતિના મુદ્દે જો કોંગ્રેસના ઉમેદવારને ભાજપ ટેકો આપે તો રાષ્ટ્રપતિ પદ માટે કોઈ ચૂંટણી ના કરવી પડે અને દેશના સર્વોચ્ચ હોદ્દા માટે રમાતા રાજકારણનો અંત આવે.
વસુંધરા રાજે સંિધિયાને ભાજપે મનાવી લેતાં રાજસ્થાન ભાજપમાં ટેમ્પરરી શાંતિ થઈ છે. પરંતુ પક્ષમાં કેવા ડખા ચાલે છે તે વસુંધરા રાજેની બગાવત પરથી દેખાઈ આવ્યું છે. ભાજપ સામે કર્ણાટક સૌથી મોટું ટેન્શન છે, દક્ષિણમાં એક માત્ર કર્ણાટકમાં સ્વતંત્ર સરકાર દ્વારા ભાજપને તેના જ વફાદાર એવા યેદુઆરપ્પા હચમચાવી રહ્યાં છે. ભાજપની કમનસીબી એ છે કે તેની સ્થિતિ કભી ખુશી, કભી ગમ જેવી છે. ભાજપે સાઉથ દિલ્હીમાં બહુજન સમાજવાદી પાર્ટીના ચાર કાઉન્સેલરોનો ટેકો લઈને પોતાનો મેયર મૂકવામાં જીત મેળવી હતી. બીજા દિવસે કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે એનસીટીસીની બેઠક વખતે હાથ મિલાવ્યા તે ફોટા દેશભરના સમાચાર માઘ્યમોએ હાઈલાઈટ આપી હતી. ન માન્યામાં આવે એવી આ હકીકતથી ભાજપની છાવણીમાં ખુશાલી હતી ત્યાં જ રાજસ્થાનમાં જૂથવાદનો બોંબ ફાટ્યો હતો.
રાજસ્થાન ભાજપના મેઈન મનાતા વસુંધરા રાજેના ૫૬ સમર્થક વિધાનસભ્યોએ રાજીનામા આપીને ભાજપના મોવડીઓની ઉંઘ હરામ કરી નાખી હતી. રાજસ્થાનમાં ભાજપ જોરમાં છે. અહીં કોંગ્રેસનું શાસન છે પરંતુ પ્રજા હવે ફરી ભાજપની તરફેણ કરતી હોવાનું દેખાઈ આવે છે.
રાજસ્થાનમાં ભાજપ માંડ-માંડ બળવાખોરી ઠેકાણે પડ્યું છે પરંતુ કર્ણાટક ભાજપ તો સળગી રહ્યું છે. યેદુઆરપ્પા રોજ સવારે અલગ પક્ષ રચવાની ધમકી આપે છે. રાજસ્થાનમાં તો અરૂણ જેટલીએ સમાધાન કરાવી આપ્યું પરંતુ યેદુઆરપ્પાને સમજાવી શકે એવો કોઈ નેતા ભાજપ પાસે નથી. ભાજપના પ્રમુખ નીતિન ગડકરી સાથે સીધા સંઘર્ષમાં ઉતરતા યેદુઆરપ્પા કર્ણાટકમાં ભાજપને ડૂબાડી શકે એમ છે. પેટા ચૂંટણીના જંગમાં યેદુઆરપ્પાએ બતાવી આપ્યું હતું કે તેમના સપોર્ટ વીના ભાજપ જીતી શકે એમ નથી.
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીને બીજી ટર્મ માટે મંજૂરી મળી રહી છે. પરંતુ ગડકરી સાથે ઘણાં નેતાઓને ફાવતું નથી. જેમાં નરેન્દ્ર મોદી, યેદુઆરપ્પા, વસુંધરા રાજે સંિધીયા જેવાઓનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં ગડકરીએ વિનંતી કરી હોવા છતાં નરેન્દ્ર મોદી પ્રચારમાં ગયા નહોતા. આવા તો અનેક કેસો એવા છે કે જેમાં ગડકરીનું માન જળવાયું નહોતું. તાજેતરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગેની ગેમમાં ભાજપ મૌન રહેવા માગતું હતું પરંતુ સુષ્મા સ્વરાજે કહી દીઘું કે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુકરજીના નામ સાથે ભાજપ સંમત નથી. રાજ્યસભાના નોમીનેશનના જંગમાં અહલુવાલીયા માટે કભી-હા, કભી-ના કરનાર ભાજપે અંતે અહલુવાલીયાના કેસમાં હાર મેળવી હતી અને કોંગ્રેસના ઉમેદવારને જીત મળી હતી. અહલુવાલીયાના નોમીનેશન માટે શરૂઆતમાં ના પાડનાર ભાજપ સામે એવી પરિસ્થિતિ આવી કે તેણે ભાજપનું નોમીનેશન અલહુવાલીયાને આપ્યું હતું. પરંતુ રાજકીય ગેમ રમવામાં નિષ્ફળ ગયેલા ભાજપે મોટી હાર મેળવી હતી. અહલુવાલીયાની જગ્યા પર રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા તરીકે કોની પસંદ હશે તે પણ ભાજપના મોવડીઓમાં વિવાદનો પ્રશ્ન બની ગયો છે.
ભાજપની બીજી સદ્‌નસીબી એ છે કે વિધાનસભાના જંગમાં તે જીતી રહ્યું છે. ભાજપે પંજાબ સાચવી રાખ્યું છે અને ગોવા પડાવી લીઘું છે. ભાજપને ઉત્તર પ્રદેશમાં પોતાની હારનો કોઈ આઘાત નહોતો પણ કોંગ્રેેેસ હારી તેનો આનંદ હતો. ઉત્તર પ્રદેશમાં સંજય જોષને પ્રચાર તંત્ર સોંપીને ગડકરીએ શરૂઆતથી કરેલી ભૂલને કારણે ભાજપે ધોબી પછડાટ અનુભવી હતી. ઉત્તર પ્રદેશમાં ભાજપની કફોડી સ્થિતિને જોકે પંજાબ અને ગોવાએ બચાવી લીધી હતી. ભાજપે પણ પંજાબ-ગોવાની જીતને એવી મોટાપાયે ઉજવી કે તેમાં ઉત્તર પ્રદેશનો ધબડકો દબાઈ ગયો હતો.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કર ૨૦૧૨ના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં આ બંને મુખ્ય પક્ષો પ્રાદેશિક પક્ષોની વ્યૂહરચના હેઠળ હાંફતા નજરે પડ્યા હતા. જેના કારણે બંનેની સામસામી ટક્કર જોવા મળી નહોતી. ૨૦૧૪ના લોકસભા જંગમાં પણ ભાજપ વઘુ બેઠકો લાવવા પ્રયાસ કરશે. તેના સાથી પક્ષો અર્થાત્‌ એનડીએના ઘટક પક્ષો પણ વઘુ બેઠકો મેળવે તેવા પ્રયાસો પણ કરશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 

 

 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved