Last Update : 10-May-2012, Tuesday

 

સ્ત્રીભૂ્રણની હત્યા રોકવી હોય તો ગર્ભપાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ

દ્વારિકાના શંકરાચાર્ય કહે છે કે જ્યાં સુધી તમામ પ્રકારના ગર્ભપાત ઉપર પ્રતિબંધ નહીં મૂકાય ત્યાં સુધી માદાભૂ્રણને બચાવી શકાશે નહી

 

આમિર ખાનની ટીવી સિરિયલ 'સત્યમેવ જયતે'ના પહેલા એપિસોડમાં દેશમાં ચાલી રહેલી સ્ત્રીભૂ્રણની હત્યાનો મુદ્દો અસરકારક રીતે રજૂ કરવામાં આવતાં આખા દેશમાં તેની ચર્ચા ચાલી રહી છે. ભારતનાં અનેક રાજ્યોમાં બાળકનું લિંગપરીક્ષણ કરીને જો ગર્ભમાં કન્યા હોય તો તેનો ગર્ભપાત કરાવી નાંખવાની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે એ જાણીતી વાત છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા નારીભૂ્રણની હત્યા સામે આંદોલનો ચાલી રહ્યાં છે, પણ તેમાં ધારી સફળતા મળતી નથી. પહેલાં લિંગપરીક્ષણ અને પછી નારીભૂ્રણની હત્યાને કારણે ભારતનાં અનેક રાજ્યોમાં પુરૃષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. એક અંદાજ મુજબ ભારતની સ્ત્રીઓ દ્વારા ઈ.સ. ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે ૬૦ લાખ માદાભૂ્રણની હત્યા કરી નાંખવામાં આવી છે. આમિર ખાનનો શો જોયા પછી દ્વારિકાના શંકરાચાર્યે માંગણી કરી છે કે માદાભૂ્રણની હત્યા રોકવી હોય તો તમામ પ્રકારના ગર્ભપાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. આ વિવાદને કારણે વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે, કારણ કે માદાભૂ્રણની હત્યાનો વિરોધ કરનારાઓ પણ સ્ત્રીના ગર્ભપાત કરાવવાના અધિકારની વકીલાત કરી રહ્યા છે. દ્વારિકાના શંકરાચાર્યનું કહેવું છે કે જ્યાં સુધી કાયદા દ્વારા ભૂ્રણહત્યા રોકવામાં નહીં આવે ત્યાં સુધી માદાભૂ્રણની હત્યા અટકવાની નથી.
ઈ.સ. ૧૯૭૧ સુધી ભારતમાં કાયદા દ્વારા તમામ પ્રકારના ગર્ભપાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્ડિયન પિનલ કોડ મુજબ કોઈ પણ ડૉક્ટર ગર્ભપાત કરે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકતી હતી અને પોતાના ગર્ભની હત્યા કરાવનારી સ્ત્રીને સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કાયદામાં હતી. ઈ.સ. ૧૯૬૪ની સાલથી ભારતમાં અમુક અપવાદરૃપ સંયોગોમાં ગર્ભપાતને કાયદેસર બનાવવાની બાબતમાં રીતસરની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશના પુરસ્કર્તાઓ વસતિનિયંત્રણના સાધન તરીકે ગર્ભપાતની વકીલાત કરતા હતા. આ માગણીને પગલે મહારાષ્ટ્રના તત્કાલીન આરોગ્ય પ્રધાન શાંતિલાલ શાહની અધ્યક્ષતામાં ગર્ભપાતના કાનૂની, આરોગ્યવિષયક અને સામાજીક પાસાંઓની ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ઈ.સ. ૧૯૬૬ના ડિસેમ્બર મહિનામાં પોતાનો હેવાલ સુપરત કર્યો તેમાં અમુક ચોક્કસ સંયોગોમાં ગર્ભપાતની છૂટ આપવાની સિફારસ કરવામાં આવી હતી. આ હેવાલને પગલે કેન્દ્ર સરકારે ઇ.સ. ૧૯૭૧માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્રન્સી (એમટીપી) એક્ટ ઘડયો હતો. આ કાયદામાં અમુક અપવાદરૃપ કિસ્સાઓમાં જ ગર્ભપાત કરાવવાની છૂટ આપવામાં આવી હતી, પણ તેનો આશરો લઈને તદ્દન ક્ષુલ્લક કારણોસર કરાવાતા ગર્ભપાતના પ્રમાણમાં ભારે ઉછાળો આવ્યો હતો.
મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્રન્સી એક્ટમાં જે વિશિષ્ટ સંયોગોમાં ગર્ભપાતની છૂટ આપવામાં આવી હતી એ નીચે મુજબ હતાં ઃ
(૧) જો સ્ત્રીને વિકલાંગ બાળક જન્મવાની સંભાવના હોય તો
(૨) બાળકના જન્મ દ્વારા માતાના આરોગ્ય ઉપર જોખમ હોય તો
(૩) બળાત્કારને કારણે ગર્ભ રહી ગયો હોય તો
(૪) સંતતિનિયમનનાં સાધનો નિષ્ફળ જવાને કારણે ગર્ભ રહ્યો હોય તો
(૫) ૧૮ વર્ષથી ઓછી ઉંમરની કુંવારી કન્યાને ગર્ભ રહ્યો હોય તો
આ વિશિષ્ટ સંયોગોમાં કાયદા દ્વારા ગર્ભપાત કરાવવાની છૂટ ગર્ભાવસ્થાના પહેલાં ૨૦ સપ્તાહ સુધી જ આપવામાં આવી હતી. ગર્ભાવસ્થાના ૨૦ સપ્તાહ પછી તો કોઈ પણ જાતના ગર્ભપાતની છૂટ આપવામાં આવી નહોતી. પરંતુ આ કાયદાનો આશ્રય લઈને તમામ પ્રકારના ગર્ભાપત ધમધોકાર શરૃ થઈ ગયા હતા. અનેક ડૉક્ટરોની કમાણીનું મુખ્ય સાધન જ ગર્ભાપત બની ગયું હતું. કોઈ પણ સ્ત્રી વણજોઈતા ગર્ભથી અથવા માદાભૂ્રણથી છૂટકારો મેળવવા આ કાયદાનો ઉપયોગ કરવા લાગી હતી. ગર્ભપાતના કાયદાને કારણે સ્ત્રીઓને જાણે વ્યભિચાર કરવાનું લાઇસન્સ મળી ગયું હતું. નવપરિણીત યુગલો સંતતિનિયમન માટે પણ ગર્ભપાત કરાવવા લાગ્યાં હતાં.
ઇ.સ. ૧૯૭૧માં ગર્ભપાતને કાયદેસરનો દરજ્જો મળી જવાને કારણે દેશમાં ગર્ભપાતના પ્રમાણમાં ભારે ઉછાળો આવ્યો હતો. અગાઉ જે પાપ છૂપી રીતે થતું હતું એ હવે ખુલ્લેઆમ થવા લાગ્યું હતું. શહેરોમાં અને ગામડાંઓમાં પણ અનેક ગર્ભપાત કેન્દ્ર ખૂલી ગયાં હતાં. ગર્ભપાત સલામત છે, ખાનગી છે અને કાયદેસર છે, એવા મતલબની જાહેરાતો અખબારોમાં પણ આવવા લાગી હતી. કાયદામાં વર્ણવવામાં આવેલા અપવાદો સિવાય ગર્ભપાત કરનારા ડૉક્ટરો ઉપર કોઈ કાર્યવાહી ન થતાં તેમની હિંમત પણ ખૂલી ગઈ હતી. ઇ.સ. ૧૯૭૧ પછી ભારતમાં ગર્ભપાતના પ્રમાણમાં જે ઉછાળો આવ્યો તેનો ખ્યાલ નીચેના આંકડાઓ ઉપરથી આવે છેઃ
ઇ.સ. ૧૯૭૨ ૨૪,૩૦૦
ઇ.સ. ૧૯૭૫ ૨,૧૪,૧૯૭
ઇ.સ. ૧૯૮૦ ૩,૮૮,૪૦૫
ઇ.સ. ૧૯૮૫ ૫,૮૩,૭૦૪
ઇ.સ. ૧૯૯૦ ૫,૮૧,૨૧૫
ઇ.સ. ૧૯૯૫ ૫,૭૦,૯૧૪
ઇ.સ. ૨૦૦૦ ૭,૨૩,૧૪૨
ઇ.સ. ૨૦૦૩ ૧૨,૨૯,૯૩૭
ઇ.સ. ૨૦૦૭ ૧૮,૯૫,૭૨૧
ઇ.સ. ૨૦૧૦ ૨૫,૨૯,૯૭૯
ઉપરના આંકડા ઉપરથી ખ્યાલ આવે છે કે ગર્ભપાતનું પ્રમાણ વાર્ષિક ૨૪,૩૦૦થી વધીને ૨૫.૨૯ લાખ ઉપર પહોંચી ગયું છે. આ જે ગર્ભપાત કરાવવામાં આવે છે તેમાં નરભૂ્રણની સરખામણીએ માદાભૂ્રણના ગર્ભપાતનું પ્રમાણ ક્યાંય વધુ હોય છે. ભારતમાં સ્ત્રીઓનો જે ઉતરતો દરજ્જો છે તેને કારણે દીકરીને બોજો સમજવામાં આવે છે અને દીકરાને વૃદ્ધાવસ્થાનો સહારો ગણવામાં આવે છે.
આ કારણે અનેક સમાજોમાં દીકરીની ગર્ભમાં જ હત્યા કરી નાંખવામાં આવે છે. માદાભૂ્રણની હત્યા કરાવનારાની વહારે આધુનિક ટેકનોલોજી પણ આવે છે. સોનોગ્રાફી અને એમઆરઆઈ જેવી ટેકનિકોને કારણે ગર્ભના બાળકની જાતિ સહેલાઈથી જાણી શકાય છે. આ રીતે લિંગપરીક્ષણ કરાવી માદાભૂ્રણની હત્યાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે રાજસ્થાનમાં ૧,૦૦૦ નર બાળકો સામે ૮૮૩ માદા બાળકો જોવા મળે છે.
ગર્ભપાતના કાયદાને કારણે માદાભૂ્રણની હત્યામાં આવેલા ઉછાળાથી ચોંકી ઉઠેલી સરકારે ઇ.સ. ૧૯૯૪માં એક કાયદો ઘડીને લિંગપરીક્ષણ પછી કરાવવામાં આવતા માદાભૂ્રણના ગર્ભપાતને ગેરકાયદે જાહેર કર્યો હતો, પણ તેનો અમલ બહુ ઢીલો કરવામાં આવ્યો હતો. આ કાયદા છતાં ગર્ભપાત ક્લિનિકો બેરોકટોક ચાલ્યા કરી હતી. ઇ.સ. ૨૦૦૨માં આ કાયદાને કડક બનાવી જેલની સજા વધારીને ત્રણ વર્ષની અને દંડની રકમ વધારીને ૧૦,૦૦૦ રૃપિયા કરી નાંખવામાં આવી હતી. તેમ છતાં માદાભૂ્રણની હત્યા અટકતી નથી.
નિષ્ણાતો કહે છે કે લિંગપરીક્ષણના કાયદામાં એક મોટી છટકબારી છે. જે યુગલો માદાભૂ્રણની હત્યા કરાવવા માંગતા હોય તેઓ લિંગપરીક્ષણ એક ક્લિનિકમાં કરાવે છે અને માદાભૂ્રણનો ગર્ભપાત કરાવવા બીજી ક્લિનિકમાં જાય છે. આ કારણે ગર્ભપાત કરાવનારા ડૉક્ટરને પણ ખબર નથી પડતી કે તેઓ જે ગર્ભપાત કરી રહ્યા છે એ લિંગપરીક્ષણના અનુસંધાનમાં કરવામાં આવેલો ગર્ભપાત છે.
કોઈ ડૉક્ટર લિંગપરીક્ષણ કરીને માદાભૂ્રણની હત્યા કરતા રંગે હાથ પકડાઈ જાય તો તેઓ એવી દલીલ કરીને છટકી જાય છે કે તેમણે માત્ર ગર્ભપાત કર્યો છે, લિંગપરીક્ષણ કર્યું નથી. આ છટકબારીને દૂર કરવાનો એકમાત્ર ઉપાય છે, તમામ ભૂ્રણની હત્યાને ગેરકાયદે જાહેર કરવી તે. જેમ માદાભૂ્રણને જીવવાનો હક્ક છે, તેમ નરભૂ્રણને પણ જીવવાનો હક્ક છે. આ બાબતમાં નરભૂ્રણને અન્યાય કરી શકાય નહીં.
જેઓ માદાભૂ્રણને બચાવવાની વકીલાત કરી રહ્યા છે તેઓ જો ગર્ભપાત ઉપર ધરમૂળથી પ્રતિબંધ મૂકવાની માગણી કરશે તો તેથી માદાભૂ્રણની જેમ નરભૂ્રણ પણ બચી જશે. જો ગર્ભપાત બંધ થશે તો કુદરત પોતાનું કામ કરશે અને ટૂંક સમયમાં સમાજમાં જેટલા પુરૃષો છે એટલી જ સંખ્યામાં સ્ત્રીઓ પણ જોવા મળશે. દ્વારિકાના શંકરાચાર્યની જે માંગણી છે તેના સાથે ભારતના તમામ સાધુસંતો સંમત થતા હોવાથી સરકારે આ માંગણી સ્વીકારીને કાયદામાં ફેરફાર કરવો જોઈએ.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved