Last Update : 10-May-2012, Tuesday

 
આપણા ફિલ્મ ઉદ્યોગના ૧૦૦ વર્ષ

- ૧૦૦ વર્ષના ગાળામાં શું શું અને કેવા કેવા પરિવર્તન આવ્યા?
- મૂક ફિલ્મોથી માંડી મલ્ટીપ્લેક્સ થિએટરો સુધીનો જમાનો
- જ્યાં હજારોનો હિસાબ થતો હતો ત્યાં લાખો નહીં પણ કરોડો ય નહીં પણ અબજોનો હિસાબ થાય છે!
- ૧૦૦ વર્ષના ૧૦ પગથિયા કયા કયા?

વીતેલા વર્ષોમાં અને આજના વર્ષોમાં આસમાન જમીનનો ફરક હોય છે. એક જ પેઢીની વાત કરીએ તો એમાં જ આ ફરક જોઇ શકાય છે. જીવન, સમાજ અને દેશ દરેકમાં આ જોઇ શકાય છે.
સિનેમા જગતમાં પણ એમ જ છે.
પહેલાં દા.ત. ફિલ્મ બનાવ્યા પછી એને રજૂ કરવાનું કામ અઘરૂં હતું. ગણ્યા ગાંઠ્યા સિનેમાઘરોમાં (થિએટરો) અથવા મોટા હોલમાં ફિલ્મ રજૂ કરવી પડતી. શો પહેલાં એના પૈસા ગેટ ઉપર લેવામાં આવતા.
ત્યારે દેશની વસતિ ૨૦ કરોડ, પછી ૩૦ કરોડ અને ૧૯૪૭માં ૪૦ કરોડ હતી. રૂપિયાની કંિમત અથવા સોંઘવારી ઘણી હતી. લોકો પાંચ- દસ રૂપિયામાં આખું કુટુંબ એક મહિનો લીલાલહેરથી પસાર કરી જતા. છોકરા છોકરીના લગ્ન પણ એ જ પાંચ-દસ રૂપિયાની આવકમાં થઇ જતા અને જાનને મહિનો મહિનો રોકવામાં આવતી! સિનેમાની ઓછામાં ઓછી ટિકિટનો ભાવ ૧૦ પૈસાથી ૨૫ પૈસા (ચાર આની) હતો અને ઊંચામાં ઊંચા વર્ગનો ભાવ દોઢ રૂપિયા હતો.
આજે બધી રીતે જમાનો બદલાયો છે. આજે ફિલ્મનું નામ જાહેર થતાની સાથે એ ફિલ્મ બનાવનારની પાછળ ફાઇનાન્સર એટલે રૂપિયા રોકનારથી માંડી સ્પોન્સરર એટલે અમુક ટકા રોકનારની લાઇન લાગી જાય છે. એ ઉતરનારી ફિલમના કોપી રાઇટ, સેટલાઇટ રાઇટસ, ઓડિયો રાઇટસ, ફોરેન રાઇટસ, વગેરે ઘણા પ્રકારના રાઈટ્‌સ વેચીને ફિલ્મ ઉતારનારને ફિલ્મ ઉતારવી (બનાવવી) શરૂ થાય એ પહેલાં રૂપિયા મળવા લાગે છે.
એ રીતે નિર્માતાને ૭૫ ટકા રૂપિયા પહેલાં જ મળી જાય છે. ઉપરાંત ઘણી વાર તો લોકેશન અને શુટીંગના ખર્ચા પણ નથી થતા.
એની સામે ‘‘સ્ટાર વેલ્યુ’’ અભિનયકારોને અપાતી ફી... ઘણી વધી ગઇ છે તે કેટલાક શાહરૂખખાન જેવા સ્ટાર સામેથી રૂપિયા આપીને પોતાને કામ અપાવેછે તો કેટલાક પિતાઓ પોતાના પુત્ર કે પુત્રીને ફિલ્મમાં લેવડાવવા સામેથી રૂપિયા આપે છે!
પહેલાં શરૂમાં સ્ટારને માસિક પગાર મળતો હતો. એ સ્ટારને એ જ નિર્માતા કંપનીમાં કામ કરવું પડતું. પછી ફ્રી લાન્સનો જમાનો આવ્યો અને પછી ફિલ્મ દીઠ મહેનતાણું લેવાનું શરૂ કર્યું તો પણ એક ફિલ્મના ૫૦ લાખ રૂપિયા લેવામાં તો અધધધ થઇ જતું! એ સ્થિતિમાં અમિતાભે પહેલો ધડાકો કર્યો. ૯૦ના દસકામાં અમિતાભે પોતાની ફી ૧ કરોડ રૂપિયા એક ફિલ્મની કરી ત્યારે દુનિયા ચોંકી ગઇ હતી. આજે તો લગભગ બધા જ સ્ટાર કરોડ ઉપર રૂપિયા લેતા થઇ ગયા છે.
દા.ત. આમિરખાન, સલમાનખાન, શાહરૂખખાન, અજય દેવગણ,અક્ષયકુમાર, વગેરે રૂપિયા ૪૦ કરોડથી ૫૦ કરોડ સુધી એક ફિલ્મના લે છે. એમની જેમ અભિનેત્રીઓ પણ એવા જ રૂપિયા ચાર્જ કરે છે. કેટરીના કેફ, વિદ્યા બાલન, કરીના કપુર, પ્રિયંકા ચોપરા જેવી પ્રથમ હરોળની અભિનેત્રીઓ રૂપિયા ૩થી ૪ કરોડ એક ફિલ્મના ચાર્જ કરે છે.
એવું જ દિગ્દર્શકોનું છે. જેઓ જાણીતા છે અને હીટ ફિલ્મ આપી હોય એ એક ફિલ્મના ૨૦થી ૨૫ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સંગીતકારો પણ એ જ હરોળમાં એટલે વઘુ ચાર્જ કરનારાઓમાં છે. તેઓ ૨થી ૪ કરોડ રૂપિયા લે છે. એ.આર. રહેમાન એમાં ટોપ ઉપર છે.
આ ક્ષેત્ર ઉપર ઈન્કમટેક્સનો દર સૌથી વઘુ છે એટલે ઘણા સ્ટાર વગેરે ચેરીટીમાં ૪૦થી ૫૦ ટકા વાપરીને ઈન્કમટેક્સનો દર ઘટાડતા હોય છે. એમના અંગત ખર્ચા પણ ઘણા હોય છે. જેમ કે પર્સનલ બોડી ગાર્ડ, પર્સનલ ડીઝાઇનર, પી.આર. પી.એસ. જીમ વગેરે વગેરે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં આ બઘું ન હોય એ સ્વાભાવિક છે.
એ ૧૦૦ વર્ષને દસ દસના ગુણાંકમાં વહેંચી દઇએ તો... પહેલો ગાળો ૧૯૧૩થી ૧૯૨૨નો આવે.
(૧) મુક ફિલ્મોનો ગાળો... ૧૯૧૩થી ૧૯૨૨.
ઘુંડીરાજ ગોવંિદ ફાલકે નામનો એક યુવાન હતો. મુંબઇની જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં એ ભણેલો અને મહાન ચિત્રકાર રાજા રવિવર્માનો એ ચેલો. એ જમાનામાં (૧૯૧૦-૧૧-૧૨નો ગાળો) ફિલ્મોની નવી નવી શોધ થએલી.
નાટ્ય ગૃહો ખરા પણ ફિલ્મો બતાવવાના થિએટરો નહીં. એ વખતે આપણો દેશ બ્રિટિશરોનો ગુલામ દેશ હતો. એટલે અંગ્રેજો અહીં રાજ કરતા. એમના મનોરંજન માટે બ્રિટિશરોએ અંગ્રેજી ફિલ્મો મુંબઇ મોકલવા માંડી. મોટાભાગના અંગ્રેજો મુંબઇ, દિલ્લી, કોલકતા જેવા શહેરોમાં રહેતા. એ બધી ફિલ્મો મૂક હતી... બોલતી ફિલ્મોનો જમાનો હજી અંગ્રેજીમાં પણ નહોતો આવ્યો અને હિન્દીમાં તો એક પણ ફિલ્મ ઉતરેલી નહીં.
એમાં ‘‘ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ’’ નામની એક ફિલ્મ આવી. એ ફિલ્મ જે જે સ્કુલ ઓફ આર્ટના વિદ્યાર્થીઓને બતાવી તો બીજાની જેમ પેલો નવયુવાન ફાળકે પણ એ જોઇને દંિગ્મૂઢ થઇ ગયો. એણે નક્કી કર્યું કે, હવે એણે પણ એવી એક ફિલ્મ બનાવવી જ!
બસ, પછી એ લાગી ગયો ફિલ્મ બનાવવા પાછળ! ફાલકેએ ગમે તેમ કરીને પોતાની એ લગન પૂરી કરી.
ફિલ્મ હતી ‘‘રાજા હરિશ્ચંદ્ર’’ નામની અને એ રજૂ થઇ ૩ મે, ૧૯૧૩ના દિવસે.
મુંબઇમાં કોલાબા ઉપર તાજ હોટેલની નજદીક ‘‘કોરોનેશન થિએટર’’ જ્યાં નાટકો ભજવાતા ત્યાં એ ફિલ્મ રજૂ કરવામાં આવી. ફિલ્મ ૨૩ દિવસ ચાલી અને આપણા હિન્દુ લોકોના મન ફિલ્મે મોહી લીધા.
એ જમાનામાં ફિલ્મ તો શું પણ નાટકમાં પણ સ્ત્રીપાત્ર ભજવનાર સ્ત્રી મળતી નહીં. એટલે પુરૂષને સ્ત્રીપાત્ર ભજવવું પડતું. (આપણા ગુજરાતીના મહાન નાટ્ય કલાકાર જયશંકર ‘‘સુંદરી’’નો દાખલો મોજુદ છે.) પુરૂષ માટે પણ ફિલ્મ ક્ષેત્ર આબરૂદાર નહોતું ગણાતું. દા.ત. ‘‘રાજા હરિશ્ચંદ્ર’’માં રાણી તારામતીનું પાત્ર મહત્ત્વનું છે પણ તારામતીનું પાત્ર ભજવનાર કોઇ મળતું નહોતું. એવામાં ફાળકે એક દિવસ રેસ્ટોરાંમાં ખાતા હતા ત્યારે એમની નજર રસોઇયા પર પડી અને એને એમાં તારામતી દેખાઇ. ફાળકેએ એ એ રસોયાને પૂછ્‌યું કે... ‘‘તને શું પગાર મળે છે?’’ જેના જવાબમાં પેલાએ કહ્યું, ‘‘દસ.’’ ફાળકેએ કહ્યું કે, ‘‘તને હું પંદર રૂપિયા આપીશ જો તું ફિલ્મમાં તારામતીનું પાત્ર ભજવે તો!’’ ફિલ્મ બનાવવામાં રૂપિયા ૧૫,૦૦૦નો ખર્ચ થએલો. (ત્યારના કે જ્યારે લોકોને પગાર મહિનાનો ૧૦ રૂપિયા જેવો હતો)
આ ફિલ્મ મુંબઇમાં ખૂબ જ સફળ રહી. પછી કલકત્તા અને મદ્રાસમાં પણ એને રજૂ કરવામાં આવી.
આ અંગે એક વિવાદ એવો છે કે દાદાસાહેબ તોરણે નામના પૂણેના જ એક યુવાને ‘‘પુંડલિક’’ નામની ફિલ્મ બનાવેલી એ ફાળકેની ફિલ્મ કરતાં વહેલી રજૂ થએલી એટલે કે ૧૯૧૨ના ૧૮ મેએ. પરંતુ ફાળકેપ્રેમીઓ ‘‘પુંડલિક’’ ફિલ્મ એક નાટક ઉપર આધારિત હતી એટલે એને સંપૂર્ણ ફિલ્મ ન કહેવાય..’’ કહીને ઊડાડી દે છે.
ભારતીય ફિલ્મ ઈતિહાસના પહેલાં આ ૧૦ વર્ષ એ રીતે મહત્ત્વના છે. ફાળકેએ ત્યાર પછી ફિલ્મો બનાવેલી પણ એમના છેલ્લા દિવસો ગરીબીમાં ગયેલા.
આ પછીનો દસકો હિન્દી ફિલ્મો માટે વઘુ મહત્ત્વનો છે કારણ કે એ દસકામાં બોલતી ફિલ્મ શરૂ થઇ. (અપૂર્ણ)
ગુણવંત છો. શાહ

 

રાડાર
મૌલાના મુલાયમ સંિહને આ રીતે પણ ઓળખો!
ઉત્તરપ્રદેશનો જંગ જીતીને સત્તામાં આવેલ મુલાયમ સંિહ યાદવ ગુજરાતના મુખ્યપ્રધાનની જેમ લાંબો ‘‘જમ્પ’’ લેવાની વેતરણમાં છે ત્યારે એમની પાસે કેટલી માલમિલકત છે એનો પણ હિસાબ જાણવા જેવો છે. (આ હિસાબ ૨૦૦૭ના જાન્યુઆરી સુધીનો છે... એ પછીના પાંચ વર્ષમાં આ ડબલ ત્રબલ થઇ ગયો હોવો જોઇએ)

મુલાયમ સંિહના નામે
૧ સાઈફામાં ૩ વીઘા ખેતી લાયક જમીન
૨ સાઈફાઈમાં ૫૦૦૦ ચોરસ મીટર રહેણાંકને લાયક પ્રોપર્ટી
૩ ઈટાવાની ફ્રેન્ડસ કોલોનીમાં એક પ્લોટ
૪ લખનૌના વિક્રમાદિત્ય માર્ગ ઉપર ૨૪,૦૦૦ ચો.ફીટનો પ્લોટ
૫ દીલખુશ કોલોનીમાં ૧૦,૦૦૦ ચો.ફીટનો એક પ્લોટ
૬ સાઈફાઈમાં ખેતી લાયક ૧૪ એકર જમીન
૭ ઈટાવાની ફ્રેન્ડસ કોલોનીમાં એક બંગલો
૮ ગોમતી નગરમાં બેનામી નામે ૪ પ્લોટ
૯ ચૌધરી ચરણસંિહ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ
૧૦ રૂપિયા ૨૫ લાખની ફીક્સ ડીપોઝીટ
૧૧ સાઈફાઈમાં યુ પી રુરલ ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ
૧૨ ઈટાવાના સીવીલ લાયન્સમાં ૨૫,૦૦૦ ચો.ફીટનો એક બંગલો
૧૩ રૂપિયા ૨૦ લાખની કંિમતના શેર

પહેલા પત્ની માલતી દેવીના નામે
૧ લખનૌની દિલખુશ કોલોનીમાં ૨૦,૦૦૦ ચોરસફીટનો એક પ્લોટ

અખિલેશ યાદવના નામે
૧ દીલખુશ કોલોનીમાં ૩૧૦૦ ચો.ફી. જમીન
૨ લખનૌ ગોમતી નગરમાં રહેણાંકનો એક પ્લોટ
૩ લખનૌના કામતા ગામમાં ૧ વીઘા કરતાં મોટો પ્લોટ
૪ વિક્રમા દિત્ય માર્ગ ઉપર એક મોટો પ્લોટ
૫ ગોમતી નગરમાં ૩૦૦ ચો.મીટરનો એક પ્લોટ
૬ સાઈફાઈમાં ૧૬.૩ એકર ખેતીલાયક જમીન
૭ ફ્રેન્ડસ કોલોનીમાં એક બંગલો
૮ ૨૫ લાખ રૂપિયા બેન્કમાં
૯ ૭૫ લાખ રૂપિયાનો શેર
૧૦ ૪.૭ લાખ રૂપિયાનો બોન્ડસ

ડીમ્પલ યાદવના નામે
૧ દીલખુશ કોલોનીમાં રહેણાંકનું મકાન
૨ રૂપિયા ૧૬ લાખ બેન્કમાં
૩ રૂપિયા ૧૩ લાખના શેર
૪ ૨૪ લાખ રૂપિયાના ઘરેણાં
૫ રૂપિયા ૨૨ લાખની બીજી મિલકતો

પ્રતીક યાદવના નામે
૧ લખનૌમાં ૭૫ એકરનો એક પ્લોટ
૨ વિક્રમા દિત્ય માર્ગ ઉપર એક પ્લોટ
મુલાયમ સંિહ ઉપર આ કારણે સીબીઆઇએ કેસ કરેલો છે. જયલલિતા, માયાદેવી વગેરે ઉપર ‘‘આવકના પ્રમાણમાં વઘુ મિલકત’’નો એ કેસ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved