Last Update : 10-May-2012, Tuesday

 

ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ

- સાબરમતી ગાંઘીઆશ્રમની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે. ત્યારે તમામ મુલાકાતીઓમાં ચરખો આકર્ષણનું કેન્દ્ર છે. મોટાભાગના મુલાકાતીઓ ચરખા પર થતું કાંતણ જોઇને ખરીદવાનું પસંદ કરે છે. ગત વર્ષે આ ચરખાનું વેચાણ ત્રણ ગણું વઘ્યું છે.

ગાંઘીજીની વિરાસતની નિશાની ચરખો આજે પણ તેમનાં ચાહકોમાં લોકપ્રિય છે. એનો અંદાજ એ વાત પરથી આવે છે કે સાબરમતી સ્થિત ગાંઘીઆશ્રમમાં ગત વર્ષે ચરખાનું વેચાણ ત્રણ ગણું વઘ્યું છે. જો કે, ગાંઘીજીએ ચરખાને બહુ મહત્વ આપ્યું હતું. એના દ્વારા જ બાપુએ સ્વદેશી આંદોલન અને ભારતીય નાગરીકોને જાગ્રત કર્યા હતા. ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ગાંઘીજીને માનનારો એક બહુ મોટો વર્ગ છે. વળી ગાંઘીઆશ્રમમાં આવેલા હૃદયકુંજમાં પણ ગાંઘીજીનો ચરખો રાખવામાં આવ્યો છે. જ્યાં દેશ વિદેશના મુ લાકાતીઓ આવે છે અને આ ચરખો ચલાવીને એક અલગ આનંદ મેળળે છે. જેથી મોટાભાગના મુલાકાતીઓ ચરખો ખરીદવાનું પસંદ કરે છે.
આ અંગે ગાંઘીઆશ્રમના અમૃત મોદી કહે છે કે, ગાંઘીજી ભારતના અર્થતંત્રમાં ચાર પાયા મુખ્ય ગણતા હતા. જેમાં ખેતી, પશુપાલન, ગ્રામોદ્યોગ અને ખાદીનો સમાવેશ હતો. જે ચારેય માણસની મૂળભૂત જરૂરીયાત છે. જેથી લોકોને રોજગારી મળી રહે તે માટે તેઓએ ચરખાને મહત્વ આપ્યું. પરંતુ બ્રીટીશ સાશનમાં વણાટકામ અને ચરખો મૃતપાય થયો હતો. જેથી લોકોમાં જાગ્રૃતિ આવે તે માટે કાંતણ અને વણાટ પર ભાર મૂક્યો. તે સમયે ચરખા ખોરંભે અને માળીયે ચઢી ગયા હતા. જે ડોશીમાનો ચરકો કહેવાતો હતો. જેને ફરીથી રિવાઇવ કરવા ગાંઘીજીએ પોતાના કાર્યકરતાઓને ગામડે ગામડે મોકલ્યા હતા. વિજાપુર ગામથી ગંગાબહેન મજમૂદારને એક જૂનો ચરખો મળ્યો અને એ ચરખો ગાંઘીજીને આપ્યો. જે ચરખાથી અનુભવ મેળવવા ગાંઘીજી હૃદયકુંજમાં રોજ ચાર કલાક કાંતવાની શરૂઆત કરી. ત્યારે ગાંઘીજીએ કહ્યું હતું કે, ‘મને મારો મિત્ર મળી ગયો. ’ ત્યારબાદ લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો ગાંઘીજીએ કર્યા.
૧૯૨૨માં ગાંઘીજીએ પાંચ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. કે જે કોઇ ચરખાનું નવુ મોડલ બનાવે તેને આ ઇનામ મળશે. ત્યારબાદ ફરીથી ગાંઘીજીએ નવા મોડલ બનાવવા માટે રૂપિયા એકલાખનું ઇનામ જાહેર કર્યું અને ૩૪ નવા મોડલ ચરખાના મળ્યા. જેમાંથી એક પેટી રેટીંયો ગાંઘીજી પોતાની સાથે યરવડા જેલમાં પણ લઇ ગયા હતા. જેનાથી કાંતણ પણસારું થતું હતું અને તેની ઉત્પાદક શકિત પણ વઘુ હતી. ચરખાની મદદથી લોકોને રોજગારી મળવા લાગી. ત્યારબાદ ખાદી બનાવાની શરૂઆત થઇ. પરંતુ આ ચરખાને હાલ આશ્રમમાં હૃદયકુંજમાં મૂકવામાં આવ્યો છે. આશ્રમની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે. ત્યારે હૃદયકુંજમાં મૂકવામાં આવેલો સેમ ચરખો કાંતણ માટે બહાર મૂકવામાં આવ્યો છે. જેના પર મુલાકાતીઓ કાંતે છે. જેથી તેઓને આ ચરખો ખરીદવાનો મોહ જાગે છે. આશ્રમમાં ૧૦૦, ૨૦૦ અને ૩૦૦ રૂપિયામાં વિવિઘ સાઇઝના ચરખા મળે છે. જેથી મુલાકાતીઓ ખાસ કરીને આ ચરખો લેવાનું વઘુ પસંદ કરે છે. ૨૦૧૦-૧૧માં કુલ ત્રણ લાખ રૂપિયાના ચરખાનું વેચાણ થયું હતું. પરંતુ ગત વર્ષે એટલે કે ૨૦૧૨માં આ વેચાણ વઘીને ત્રણ ગણું થઇ કુલ રૂપિયા નવ લાખનું થઇ ગયું. મોટાભાગના મુલાકાતીઓ આ ચરખો ખરીદવાનુ વઘુ પસંદ કરે છે.
પશ્ચિમ બંગાળથી આવેલા એક મુલાકાતી સત્યાકી પાલ કહે છે કે, હું મારા પરિવાર સાથે અહીં ફરવા માટે આવ્યો છું. પ્રથમવાર હું ગાંઘીઆશ્રમની મુલાકાતે આવ્યો ત્યારે ચરખો જોઇ અને તેના પર કાંતણ કરીને મને એકદમ નવાઇ લાગી. જેથી મેં અહીંથી કુલ ૫ ચરખા ખરીદ્યા છે. જ્યારે મારી સાથે આવેલા અન્ય મિત્રોએ પણ ચરખાની સાથે ગાંઘીજીના પ્રતિકો અને અન્ય ચીજવસ્તુઓ ખરીદી છે. આ ચરખાને હું મારા ઘરમાં રાખીશ અને સમય મળે એ પ્રમાણે તેના પર કાંતણ કરવાનું પણ શીખીશ. વળી આ જીવંત પ્રક્રિયા છે. જેમાં રૂમાંથી તાર બને છે જે જોઇને પહેલાં તો મને નવાઇ લાગી કે આટલા નાના ચરખામાંથી પણ કાપડ બની શકે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved