Last Update : 10-May-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

ઍર ઈન્ડિયા હાજીઓ ચલાવે છે
નવી દિલ્હી, તા.૯
દસ વર્ષમાં હજ સબસીડી બંધ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના ગંભીર પ્રત્યાઘાત પડયા છે. જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું છે કે દસ વર્ષ શા માટે?? તેને એકજ વર્ષમાં બંધ કરી દેવી જોઈએ. શાહી ઈમામના નિવેદનનું મહત્ત્વ એટલા માટે છે કે સરકારે ગયા વર્ષે હજ સબસીડી તરીકે રૃા. ૫૮૫ કરોડ આપ્યા હતા. ઍર ઈન્ડિયા જ્યારે તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહ્યું છે ત્યારે આ મુદ્દો ઉપસ્થિત થતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. મુસ્લિમ સંસ્થાઓ પણ સરકારની એ નીતિની સામે આવી છે કે જેના કારણે તે ડૂબતા ઍર ઈન્ડિયાને બચાવવા હજ સબસીડીનો ઉપયોગ કરે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે તમામ હાજીઓને એર ઈન્ડિયા મારફતે પ્રવાસ કરવા ફરજ પડાય છે. આ લોકોનું માનવું છે કે હાજીઓની જવાબદારી પ્રાઈવેટ એરલાઈન્સને સોંપવી જોઈએ. ઓલ ઈન્ડિયા મીલી પંચાયતના સેક્રેટરી ડૉ. મઝૂર આલમે તો એટલે સુધી કહી દીધું છે કે હાજીઓ જ એર ઈન્ડિયા ચલાવે છે.
રાષ્ટ્રપતિ પદની દિશામાં પ્રણવ
પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ ભવનની દિશામાં આગળ સરકી રહ્યા છે. તેમને અભિનંદન મળવાની શરૃઆત થઈ ગઈ છે. ભાજપ અને એનડીએ દ્વારા તેમની પસંદગીને આગળ વધારવાનું માંડી વાળ્યું છે કેમકે પ્રાદેશિક પક્ષો પણ પ્રણવને ટેકો આપી રહ્યા છે. સાચી વાત તો એ પણ છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અંગે કોંગ્રેસે હજુ પોતાના પત્તા નથી ખોલ્યા. સિનિયર કોંગી નેતાઓ પાંચ વર્ષ પહેલાંની વાત યાદ કરીને કહે છે કે પક્ષ પ્રણવને રાષ્ટ્રપતિ બનાવવા માગતો હતો પરંતુ છેલ્લે મહિલા રાષ્ટ્રપતિ બનાવવા પ્રતિભા પાટીલનું નામ જાહેર કરાયું હતું. જ્યાં સુધી કોંગ્રેસ કોઈ સત્તાવાર જાહેરાત નહીં કરે ત્યાં સુધી રાષ્ટ્રપતિ પદના નામ અંગે રહસ્ય રહેશે. જોકે જે કંઈ થશે એ ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જાહેર કરશે પછી થશે...
રાજભવન વિનાના રાજ્યપાલ
ઉત્તરાખંડમાં જેની સત્તાવાર રાજ્યપાલ તરીકે જાહેરાત કરવામાં આવી તે અઝીઝ એહમદે રાજકીય વર્તુળોનું ધ્યાન ખેંચ્યું હતું. રાજ્યપાલ બનાવવા બદલ તેમણે સોનિયા ગાંધીની જાહેરમાં પેટભરીને પ્રશંસા કરી હતી. તેમની આ પ્રશંસાથી લોકોને દિવંગત રાષ્ટ્રપતિ ઝૈલસિંહની યાદ આવી હતી. તેમણે કહ્યું હતું કે જો ઈંદિરા ગાંધી કહે તો હું હાથમાં ઝાડુ લેવા પણ તૈયાર છું. પરંતુ અહીં અઝીઝ એહમદની દયા આવે છે. તે દહેરાદૂન ખાતેના રાજભવનમાં જઈ શક્યા નથી. કેમકે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે જેમની જાહેરાત થઈ છે તે માર્ગારેટ આલ્વાએ હજુ જગ્યા ખાલી કરી નથી. જાણકાર સૂત્રોએ કહ્યું છે કે તેમણે ગૃહ મંત્રાલયને ઢગલાબંધ કોલ કરીને પૂછ્યું છે કે માર્ગારેટ આલ્વા રાજભવન ક્યારે ખાલી કરશે? માર્ગારેટ આલ્વા તેમની સગવડતાએ રાજભવન ખાલી કરનાર હોઈ હવે અઝીઝ એહમદ પાસે માત્ર સોનિયા ગાંધીનો સહારો રહ્યો છે...
સિબ્બલ-અહલુવાલીયા વચ્ચે ટપાટપી
ઉચ્ચ શિક્ષણમાં કોર્પોરેટ ક્ષેત્રની ભાગીદારી અંગેના કાર્યક્રમમાં ગઈકાલે જેણે ભાગ લીધો હતો તેમને ખબર છે કે એચઆરડી મિનિસ્ટર કપિલ સિબ્બલ અને પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચૅરપર્સન મોન્ટેક સિંહ અહલુવાલીયા જાહેરમાં શાબ્દિક ટપાટપી પર ઉતરી આવ્યા હતા. સિબ્બલે કહ્યું હતું કે નાણા સંસ્થાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપે તે અંગે સરકારે ખાત્રી લેવી જોઈએ. સિબ્બલ પછી જ્યારે અહલુવાલીયાને બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે સિબ્બલની વાતનો વિરોધ કર્યો હતો. અહલુવાલીયાએ સ્પષ્ટ કહ્યું હતું કે, શિક્ષણની લોનની વાતને બજેટ ફાળવણીના ટેકાના આઈડિયાનો હું વિરોધ કરું છું. આ કાર્યક્રમ ઈન્ફોસીસના ફાઉન્ડર એન.આર. નારાયણમૂર્તિએ યોજ્યો હતો.
જયલલિતાની નારાજગી
કેન્દ્રના NCTCના મુદ્દાનો વિરોધ કરતા મુખ્ય પ્રધાનોમાં તમિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાનો પણ સમાવેશ થાય છે પરંતુ સૂત્રો જણાવે છે કે જયલલિથાની પેટમાં કંઈક જુદું જ દુઃખે છે. શનિવારે યોજાયેલી મુખ્ય પ્રધાનોની બેઠકમાં સીટ-વ્યવસ્થા અંગે તે નારાજ હતા. વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને અન્ય અધિકારીઓ સ્ટેજ પર બેઠા હતા જ્યારે મુખ્ય પ્રધાનોને નીચે બેસવું પડયું હતું. ૭, રેસકોર્સ હાઉસ, વડાપ્રધાનના નિવાસ સ્થાને બેસવાની જેવી સિસ્ટમ છે એવું જ હોવું જોઈએ. બેઠક વ્યવસ્થા રાઉન્ડ ટેબલ કે ચોરસ ટેબલ પર હોવી જોઈએ એવું જયલલિતાનું માનવું છે.
રાજધાનીને સ્વાદના ચટકાં
રાજધાનીમાં વિદેશની વાનગી ખાવાનો ખાસ ક્રેઝ છે. જેના કારણે ચાઈનીઝ, જાપાનીઝ, ઈઝરાયલી, ઈટાલીયન વગેરે વાનગી માટેની હોટલો મોટી સંખ્યામાં ખુલી છે. બેક્ડ ફૂડની વેસ્ટર્ન બ્રાન્ડ 'ડંકીસ ડોનસ' રાજધાનીમાં પ્રવેશી છે. તેણે ઈન્ટરનેશનલ વાનગીની સાથે ભારતની સ્પેશ્યલ પ્રોડક્ટ પણ બનાવવી શરૃ કરી છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved