Last Update : 10-May-2012, Tuesday

 
 

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા

ફ્રેન્ચાઇઝીઓ અને ટીવી ચેનલનું રોકાણ પણ હજુ સરભર નથી થયું

IPLનો ફ્લોપ શો છતાં આયોજકો તેને સુપર હિટ ગણાવી બડાશ મારે છે
ટિકિટની સરેરાશ ૫૦ ટકા જ આવક, ટીવી જાહેરાતોના સ્લોટ ખાલી છતાં સફળતાની ગુલબાંગ

નવી દિલ્હી, તા. ૯
અત્યાર સુધીની પાંચેય સીઝનમાં આ વખતની આઈપીએલ સૌથી ફ્લોપ પૂરવાર થઇ છે.
આમ છતાં આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ એવી ડબડાસ મારી છે કે આ વખતે આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ તમામ મેચોના સ્ટેડિયમ ભરચક રહેતા હોઇ ખાસ્સુ કમાયા છે.
હજુ ગઇકાલે જ એવા રીપોર્ટ વહેતા થયા હતા કે ચેન્નઇમાં ત્રણ સ્ટેન્ડ કોર્પોરેશનના નિયમો અને મંજૂરી વગર બાંધ્યા હોઇ આઈપીએલ શરૃ થઇ ત્યારથી જ ૧૨૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા સ્ટેન્ડ પર સીલ લગાવાયા છે.
આ ત્રણેય સ્ટેન્ડ ખાલી રહે છે. એનો અર્થ એમ કે ચેન્નઇમાં રમાયેલી તમામ મેચોમાં ફ્રેન્ચાઇઝીઓને ૨૫ ટકા ટિકિટની આવક ગુમાવવી પડી છે. એક તબક્કે ચેન્નઇમાં રામાનારી ફાઇનલ અને તે અગાઉની પ્લે-ઓફ મેચ પણ બીજે ખસેડવાની વિચારણા થઇ હતી.
શક્ય છે કે હવે રાજીવ શુકલાએ આવી કોમેન્ટ કરી હાઇ વટના માર્યા ચેન્નઇમાં જ ફાઇનલ રમાડશે જેમાં ૨૫ ટકા સ્ટેડિયમ ખાલી હશે.
આઈપીએલમાં જે મેચો બપોરે ચારથી શરૃ થાય છે તેમાં અમુક મેચોને બાદ કરતા પ્રેક્ષકોની સરેરાશ હાજરી ૫૦ ટકા માંડ હોય છે. રાત્રી મેચોમાં સ્ટેડિયમો ભરચક હોય છે. તેમાં પણ એવું મનાય છે કે આયોજકો, ફ્રેન્ચાઇઝીઓ, પ્રાયોજકો અને જાહેરખબરકારો તેમને મળેલા પાસના ક્વોટા ડિલરો, માર્કેટિંગ સ્ટાફ અને એજન્સીઓને આપે છે. આવા પ્રેક્ષકોનું પ્રમાણ મહત્તમ છે. ટીવી પર પણ સ્ટેડિયમનો ખાલી ભાગ બતાવાતો નથી.
માની લો કે રાજીવ શુકલા કહે છે તેમ મેચોમાં સ્ટેડિયમ ભરચક થઇ જતા હોવાથી ફ્રેન્ચાઇઝીઓને સારી એવી કમાણી થઇ છે. તેને અને ફ્રેન્ચાઇઝીઓની નફાનું પ્રમાણ વધ્યું છે તેને એટલો બધો સંબંધ નથી કેમ કે ફ્રેન્ચાઇઝીઓએ રૃા. ૫૦૦થી ૧૦૦૦ કરોડનું રોકાણ કર્યું હોય છે. વીવીઆઈપીઓ અને સેલિબ્રીટીઓ મફતમાં મેચ જોવા આવતા હોય છે. એક ફ્રેન્ચાઇઝીને ૧૬ મેચો રમવાની હોય તેમાંથી અડધી તો બપોરે ચારથી શરૃ થતી હોય છે. ગેટ મનીની આવક ફ્રેન્ચાઇઝીઓના કુલ રોકાણનું ૨૦ ટકા વળતર પણ માંડ આપી શકે.
જો આઈપીએલ સંપૂર્ણપણે દેશ-વિદેશના ચાહકોમાં જુવાળ ઊભો કરી શકે તો જ ફ્રેન્ચાઇઝીઓના રોકાણના વળતરનું મીટર શરૃ થાય છે. જે ટોચની ચાર ટીમોને બાદ કરતા બીજી પાંચ ટીમોની મેચો તો ત્રીજા અઠવાડિયા પછી જ કોઇ ઇંતેજારી જન્માવતી નથી હોતી.
ટીનએજરો અને યુવાપેઢીથી જ આઈપીએલ સફળ નીવડતી હોય છે. આ વખતે તેઓને કોઇ રસ જ નથી. કોની વચ્ચે મેચ રમાય છે કે બીજે દિવસે કોની મેચ છે તે જાણવાની જ તેઓ તસ્દી નથી લેતા. પોઇન્ટ ટેબલની ચઢ-ઉતરમાં પણ એવો રસ નથી.
આઈપીએલ થકી સુપર સ્ટાર, પાર્ટીઓ, સેલિબ્રીટીઓ કે ચીયર ગર્લ્સ પણ યુવા પેઢીને આકર્ષી નથી શકી.
આમ પણ આઈપીએલની સિઝન સુપર હિટ નીવડે તો જ ફ્રેન્ચાઇઝીઓને નોંધપાત્ર કમાણી થાય છે. હજુ કોઇ ફ્રેન્ચાઇઝી બ્રેક ઈવન પોઇન્ટ પર પહોંચી નથી.
આવે વખતે રાજીવ શુકલા માત્ર ટિકિટના વેચાણની કમાણીની વાત કરે તે ફ્રેન્ચાઇઝીઓ અને ટીવી પ્રસારણના હક્કો ધરાવતી સેટ મેક્સને વધુ રોષ જન્માવી શકે. ૧૦ સેકંડની જાહેરખબરોનો સ્લોટ પણ ૫૦ ટકા ખાલી છે. સ્ટ્રેટેજીક ટાઇમની અઢી મીનીટ પણ ખાસ વેચાઇ નથી. અધુરામાં પૂરૃં મોંઘા ખેલાડીઓ ફ્લોપ નીવડયા છે.
આમ છતાં રાજીવ શુકલા આઈપીએલની આ સિઝનને પ્રચંડ સફળ હોવાનું ગણાવે છે.
ભારતની ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સામેની સજ્જડ શ્રેણી હાર પછી આઈપીએલ હીટ જશે તેવી મને આશા નહોતી તેમ રાજીવ શુકલાએ કહ્યું હતું. તેમણે વધુ બડાશ મારતા કહ્યું હતું કે વિશ્વના પ્રત્યેક ખુણે આઈપીએલની બોલબાલા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved