Last Update : 10-May-2012, Tuesday

 

સરકારે આપેલો તપાસનો આદેશ ઃ મુંડા આઇસીયુમાં
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

ઉતરી રહેલું હેલિકોપ્ટર ઊચાયેથી એકાએક જમીન પર પટકાયું

(પી.ટી.આઈ.) રાંચી, તા. ૯
ઝારખંડના મુખ્ય પ્રધાન અર્જુન મુંડાને બીર્સા મુંડા હવાઈ મથક ખાતે એક હેલીકોપ્ટર અકસ્માતમાં માથામાં ઈજા થઈ હતી. રાંચીના પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રણજી કુમારે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર નીચે ઉતરી રહ્યું હતું ત્યારે થયેલા એક અકસ્માતમાં તેમને માથામાં ઈજા થઈ હતી.
દરમિયાન એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ૪૪ વર્ષીય અર્જુન મુંડાને માથા ઉપરાંત ખભા અને કોણી પર ઇજાઓ થઈ છે અને તેમને આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યા છે. જોકે તેમની તબિયત સ્થિર છે અને તેમના પર કોઈ જોખમ નથી તેમ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું. અકસ્માતમાં ઘવાયેલા છ જણા ભાનમાં છે અને વાતચીત કરી શકે છે. હેલીકોપ્ટર ૨૦-૨૫ ફુટની ઉંચાઈએથી પછડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
રણજી કુમારે માહિતી આપી હતી કે મુખ્ય પ્રધાનને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાંચીથી ૧૦૦ કિ.મી. દુર આવેલા સરાઈકેલા-ખાર્સવાન જીલ્લામાં કુસાઈ ખાતે હેલીકોપ્ટર ઉતરાણ કરી શક્યું નહતું. તેથી તેને રાંચીના બિર્સા મુંડા હવાઈ મથકે પાછું લવાયું હતું. ત્યાં ઉતરાણ કરતી વખતે હેલીકોપ્ટરને અકસ્માત નડયો હતો.
મુખ્યમંત્રીના સહાયકે માહિતી આપી હતી કે હેલીકોપ્ટર ઉતરી રહ્યું હતું ત્યારે તે ઈંચાઈએથી પછડાયું હતું. તેમાં આવેલી કોઈ ટેકનીકલ ખામીને કારણે આમ બન્યું હતું. આ અકસ્માતમાં હેલીકોપ્ટરને પણ નુકસાન થયું હતું.
ઝારખંડના ડી.જી.પી.એ આ અંગે માહિતી આપી હતી કે મુખ્ય પ્રધાન સાથે તેમના પત્ની, એક ધારાસભ્ય અને એક સલામતી અધિકારી હતા. હેલીકોપ્ટરને ફરજીયાત ઉતરાણ કરવું પડયું હતું. તેમાં મુખ્ય પ્રધાન અને અન્ય લોકોને ઈજા થઈ હતી પણ બધા સહીસલામત બચી ગયા હતા. તેમને એપોલો હોસ્પીટલમાં દાખલ કરાયા છે. પણ ચિંતાનું કોઈ કારણ નથી. વર્ષ ૨૦૦૯માં આંધ્રના મુખ્ય પ્રધાન રાજશેખર રેડ્ડી કુર્નુલ જીલ્લામાં હેલીકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયા હતા.
આ મામલે હવાઇ પરિવહન સત્તાવાળાઓએ તપાસના આદેશ આપ્યા છે. આ સંદર્ભે નાગરિક પરિવહનના ડાયરેકટર જનરલ ઇ. કે. ભારતભૂષણે પત્રકારોને માહિતી આપી હતી કે હેલીકોપ્ટર આડા અવળું ધસી ગયા બાદ પડખાભેર પછડાયું હતું. આ અંગે અમે પરિવહન સલામતિના નાયબ નિયામક સુનિત કુમારને તપાસ અધિકારી નિમ્યા છે અને તેમને તપાસ સોંપી છે.
અકસ્માત થયો ત્યારે વાતાવરણ ચોખ્ખું હતું. આ પૂર્વે થયેલા હેલિકોપ્ટર અકસ્માતોમાં આંધ્રના મુખ્યપ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડી, અરૃણાચલના મુખ્ય પ્રધાન દોરજી કાંડુ અને લોકસભાના અધ્યક્ષ જી.એમ.સી. બાલયોગીના અકસ્માતમાં મૃત્યુ નીપજ્યાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved