Last Update : 10-May-2012, Tuesday

 

સાથી પક્ષો - મંત્રીઓ સરકારમાં મુંઝવણ સર્જે છે
રાજ્યસભામાં પણ મેડિકલ કાઉન્સિલના બિલ પર તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ

એન્ટોનીએ મિગ અંગે સપ્તાહ પહેલાંના નિવેદનમાં સુધારો કરતાં ભાજપનો વિરોધ

નવી દિલ્હી, તા. ૯
મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ) સુધારા વિધેયક અંગે બે દિવસ પૂર્વે તૃણમૂલના સાંસદોએ લોકસભામાં વિરૃદ્ધ મતદાન કર્યાથી મુંઝવણમાં મુકાયેલી યુપીએ સરકાર સમક્ષ આજે રાજ્ય સભામાં પણ તૃણમૂલ સાંસદોએ તે વિધેયકની ટીકા કરતાં સરકારની મુંઝવણ વધી ગઈ હતી, તેમાં સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ મિગ-યુદ્ધ વિમાનોની ખરીદી અંગે રજૂ કરેલા સુધારા અંગે ભાજપના સાંસદોએ ભારે ધમાલ મચાવી હતી તો બીજી તરફ લોકસભામાં આરોગ્ય પ્રધાન ગુલામ નબી આઝાદ ઉપર ગૃહને છેલ્લાં ત્રણ વર્ષમાં ૧૫ વખત ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ મુકતાં ભાજપે પૂર્વે કહ્યું હતું કે આ માટે તે આઝાદ ઉપર વિશેષધિકાર ભંગની દરખાસ્ત રજૂ કરશે.
મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાનાં બોર્ડ ઓફ ગવર્નર્સની મુદત તા. ૧૪મી મેથી એક વર્ષ સુધી લંબાવવા અંગે તૃણમૂલના સાંસદ પી. બંદોપાધ્યાયે કહ્યું હતું કે, કોઈ અન્ય દિવસ માટે હું મારો દારૃગોળો સૂકવેલો રાખવાનો છું. કારણ કે આ બોર્ડ ઓફ ગવર્નર્સની મુદત બે વર્ષથી વધારી ત્રણ વર્ષની કરવા અંગે હું થોડો નારાજ છું.
સૂચિત નેશનલ કાઉન્સીલ ફોર હ્યુમન રીસોર્સીઝ ફોર હેલ્થ (એનસીએચઆરએચ) અંગે તેમણે કહ્યું હતું કે આ પગલું આરોગ્ય ક્ષેત્રે ભારે મોટા કેન્દ્રીકરણ તરફ લઈ જશે. આ સાથે બંદોપાધ્યાએ કહ્યું હતું કે આ નવી સૂચિત સંસ્થા મેડીકલ અને ડેન્સી કાઉન્સીલ્સને પણ આવરી લેશે. વાસ્તવમાં તો તે બંને કાઉન્સીલ વિશિષ્ટ સંસ્થાઓ છે. આપણે વિકેન્દ્રીકરણમાંથી આ દ્વારા વધુ પડતાં સમવાયતંત્રીકરણ તરફ જઈ રહ્યા છીએ. તેમ પણ બંદોપાધ્યાયે જણાવ્યું હતું.
તે સર્વવિદિત છે કે તૃણમૂલ સાંસદોએ લોકસભામાં આ વિધેયક અંગે કરેલા વિરૃદ્ધ મતદાન અંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે વિરૃદ્ધ મતદાન કરવા માટે તેમણે અનુમતિ આપી જ ન હતી.
ગૃહમાં આઝાદે આ વિધેયક રજૂ કર્યા પછી સીપીઆઈ(એમ)ના પી. રાજીવે કહ્યું હતું કે તે વિધેયક પરાસ્ત કરાવવું જ જોઈએ.
સંરક્ષણ સોદા અંગે સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીએ તા. ૨ મેના દિને કહ્યું હતું કે વિવિધ પ્રકારોના ૮૭૨ મિગ-ફાઈટર્સ ૧૯૬૬થી ૧૯૮૦ સુધીમાં ખરીદવામાં આવ્યાં હતાં. આ નિવેદનને સુધારતાં એન્ટનીએ તે સંખ્યા માત્ર મિગ-૨૧ માટેની જ હતી. જ્યારે મિગ-૨૧નાં વિવિધ પ્રકારનાં યુદ્ધ વિમાનો ભારતીય વિમાનદળમાં ઉમેરાયાં હતાં તેની સંખ્યા ૧,૩૦૩ થવા જાય છે. આ યુદ્ધ વિમાનો ૧૯૬૬થી ૨૦૦૪-૦૫ સુધીમાં ખરીદાયાં હતાં. આ ક્ષતિ માટે હું દિલગીર છું. આ અંગે ભાજપના વરીષ્ઠ સભ્ય એમ. વૈંકેયાહ નાયડુએ આ અંગે વિરોધ ઉઠાવ્યો હતો. તેમની સાથે નજમા હેપતુલ્લા, રાજીવ પ્રતાપ રૃડી, પ્રકાશ જાવડેકર, વિનય કટિયાર અને રવિશંકર પ્રસાદ પણ જોડાયા હતા. તેઓ તેમના સ્થાનેથી ઉભા થઈ ગયા હતા. ત્યારે સભાપતિપદે રહેલા કુરિયને કહ્યું હતું કે જવાબ સુધારવાની પ્રધાનની ફરજ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved