Last Update : 10-May-2012, Tuesday

 

કોંગ્રેસમાં અશિસ્ત જૂથવાદ નહીં ચલાવાય ઃ સોનિયા ગાંધી

અગાઉની ચૂંટણીમાંથી બોધપાઠ લઈ નવી ચૂંટણી માટે કમર કસવા કાર્યકરોને આહ્વાન

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
દેશનાં પાંચ રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓની પાશ્ચાદ્ભૂમિકામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના કાર્યકરોને દરેક પ્રકારની જૂથબંધી એક તરફ મુકી પક્ષ માટે એક થઈ સક્રિય બનવા આજે આદેશ આપ્યો હતો. આ સાથે તેઓએ વિપક્ષો ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે, અત્યારે તો સરકારની ટીકા કરવી તે 'ફેશનેબલ' બની ગયું છે. તેઓએ એનસીટીસીના ટીકાકારોની ટીકા ફગાવી દેતા કહ્યું હતું કે, કોંગ્રેસ સમવાયતંત્રીય વ્યવસ્થા જાળવવા પ્રતિબદ્ધ જ છે.
આ સામે, પ્રતિભાવો આપતાં સંસદમાંના મુખ્ય વિપક્ષ ભાજપે કહ્યું હતું કે, સરકારની ઉણપો અને ક્ષતિઓ ખુલ્લાં પાડવાનો તો તેમનો લોકશાહી-અધિકાર છે.
કેટલાંક સપ્તાહો પૂર્વે જ ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલી પછડાટ પછી પહેલી જ વાર કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી (સીપીપી)ને કરેલાં સંબોધનમાં તેઓએ પક્ષના સભ્યોને જણાવ્યું હતું કે, એકતા અને શિસ્ત જ 'ચૂંટણી-યુદ્ધ'માં વિજયની ગુરૃચાવી છે.
આશ્ચર્ય તે વાતનું છે કે, પક્ષને મજબુત કરવાની આ બેઠકમાં સોનિયા ગાંધીએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સીધાં નિશાન પર લીધા હતાં.
ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીએ જ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર સંભાળ્યો હોવા છતાં, ત્યાં પક્ષને મળેલી શીકસ્ત ઉપર ઢોળ ચઢાવતાં હોય તે રીતે તેમણે કહ્યું હતું કે, આ વખતે (માર્ચની ચૂંટણીમાં) કોંગ્રેસને ૧૧.૬ ટકા મત મળ્યા હતા અને ૨૮ બેઠકો જીતી હતી, જે ગઈ ચૂંટણીમાં મેળવેલા ૮.૬ ટકા મત અને ૨૨ બેઠકો કરતાં ગણનાપાત્ર છે. આ સાથે, દેશનાં વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું હતું કે, પૂર્વેની ચૂંટણીઓ ઉપરથી પક્ષના સભ્યોએ બોધપાઠ લેવો જ જોઈએ.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જ્યારે કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી વર્ષે આ ચૂંટણીઓ યોજાવાની છે. યોગાનુયોગ રાજસ્થાન સિવાય અન્ય તમામ રાજ્યોમાં ભાજપની સરકારો છે.
આ સીપીપીની બેઠક વિધાન સભાઓની ગઈ ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલા પછડાટ પછી, એ.કે. એન્ટનીનાં નેતૃતવ નીચે રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતીએ આપેલા અહેવાલ પછી યોજાઈ હતી. તે ઉલ્લેખનીય છે.
એનસીટીસીના ટીકાકારોનો સખત પ્રત્યુત્તર આપતાં હોય તે રીતે તેમણે કહ્યું હતું કે (કેન્દ્ર) સરકાર સમવાયતંત્રીય વ્યવસ્થા મજબૂત કરવા હંમેશાં પ્રતિબદ્ધ જ હોય છે.
મૂળભૂત રીતે તો પક્ષને મજબૂત કરવા માટે યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધીએ ત્રાસવાદ અને ડાબેરી અંતિમવાદનો સામનો કરવાની યુપીએ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતાં કહ્યું હતું કે, મૂળભૂત રીતે આ કેન્દ્રની જ જવાબદારી છે પરંતુ તે માટે રાજ્યોનો સહકાર પણ અનિવાર્ય છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેમનાં માનસ પર છવાઈ રહ્યા હોય તે રીતે તેમણે કહ્યું હતું કે, વિપક્ષ શાસિત રાજ્યોના પોલા દાવાઓને કોંગ્રેસે ખુલ્લા પાડવા જ જોઈએ અને કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના મુદ્દાએ તેઓને કોંગ્રેસે ભીંસમાં લેવા જોઈએ. પૂર્વે કોમવાદના મુદ્દાએ તેમની ઉપર કરેલા પ્રહારો કરતાં કેગે આપેલા અહેવાલો અને લોકાયુક્તના મુદ્દાઓ ઉપર નરેન્દ્ર મોદીનો જવાબ માગવો જોઈએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved