Last Update : 10-May-2012, Tuesday

 

ડીનની પુત્રીને પ્રથમ રેન્ક અપાતા
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો

એક વાલીએ ડીન ઉપર લાગવગશાહી કર્યાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર


નડિયાદ,તા.૯
નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના બુધવારે યોજાયેલા પદવીદાન સમારંભ પ્રસંગે એક વાલીએ આ યુનિવર્સિટિ ધ્વારા લાગવગ કરી વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવતો હોવાની ઉગ્ર રજૂઆત કરતા ભારે હોબાળો થયો હતો. ડેન્ટલ વિભાગના ડીન જથલની દીકરી આ જ યુનિવર્સિટીના બીડીએસમાં અભ્યાસ કરતી હોવાથી તેણીને કઈ રીતે પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે તે અંગે ગંભીર પ્રકારના આક્ષેપો આ વાલી ધ્વારા કરાયા હતા.
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી (ડીડીયુ)ના આજે યોજાયેલા પદવીદાન સમારંભ દરમ્યાન હાજર રહેતા અમદાવાદ અડાલજના પ્રવિણભાઈ ભીખાભાઈ પાનસૂર્યાએ જણાવ્યું હતું કે મારી દીકરી આ યુનિવર્સિટીમાં બેચરલ ઓફ ડેન્ટલ સાયન્સમાં આ બીજા નંબરે પાસ થઈ છે. આ યુનિવર્સિટી અને કોલેજના પાંચ વર્ષ સુધીના અનુભવો પરથી કહુ છુ કે ડીસીટલીનના બહાને વિદ્યાર્થીઓને દબાવવામા આવે છે. ડીડીયુ પોતાની મનમાની અને લાગવગ શાહી કરી તેજસ્વી અને લાયક વિદ્યાર્થીઓને દબાવી શોષણ કરી અન્યાય કરતા હોવાનો આક્ષેપ પ્રવિણભાઈએ કર્યો હતો.
ડીડીયુમાં ડેન્ટલ વિભાગના ડીન મિ.જથલની દીકરી પણ મારી દીકરીની સાથે જ અભ્યાસ કરતી હતી. મારી દીકરી અભ્યાસ અગ્રેસર હતી. પરંતુ મિ.જથલે કાયદા અને નિયમોનું ઉલ્લંધન કરી યુનિવર્સિટીના સન્માનનો લાભ લેવા તેજસ્વી વિદ્યાર્થીઓના ભોગે પોતાની દીકરીને મદદ કરી હતી. હાલમાં મિ. જથલની દીકરી એશા ફાયનલ ઈયરમાં હોવાથી ગોલ્ડમેડલ મેળવવા માટે તેણીને પ્રથમ નંબરે પાસ કરાવી છે.પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે આ આક્ષેપો માત્ર મારા જ નથી. પણ જો તપાસ કરાય તો સમગ્ર ફેકલ્ટીમાં આવુ ચાલે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જથલે પોતાની દીકરીને એમ.ડી. એસ કરાવવા માટે તેની સાથે બીજા વિદ્યાર્થીઓની ઈન્ટરશીપ પણ વહેલી પુરી કરાવી દીધી છે.

 

વાલીને સ્ટેજ પરથી ઉતારી ધમકી આપી
નડિયાદ,તા.૯
ડીડીયુમાં લાગવગ વાપરી વિદ્યાર્થીઓને અન્યાય કરાતો હોવાની રજૂઆત કરવા હું આજે પદવીદાન સમારંભ દરમ્યાન સ્ટેજ પર ગયો હતો. પરંતુ મને ટીંગાટોળી કરીને નીચે લઈ જવામાં આવ્યો હોવાનો અને પોતાને જોઈ લેવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પ્રવિણભાઈએ કર્યો હતો.

પદવીદાન સમારંભમાં ૧૫૧૧ વિદ્યાર્થીઓને પદવી અપાઈ
નડિયાદ ,તા.૯
નડિયાદ ખાતે આજે ડીડીયુના યોજાયેલા પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન પદે રાષ્ટ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ ર્ડા.મોન્ટેકસિંહ આહલુવાલિયા ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ આજના આ સમારંભમાં હાજરી આપી ન હોતી અન્ય ઉપસ્થિત મહાનુભવોની હાજરીમાં ચાર વિદ્યાર્થીઓને પીએચડી તથા ૨૪ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્ર સાથે કુલ ૧૫૧૧ વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓની પદવી એનાયત કરવામાં આવી હતી.

 

અરજી મળે તો આક્ષેપોની તપાસ થશેઃ રજિસ્ટ્રાર
નડિયાદ,તા.૯
આ પ્રશ્ને ડીડીયુના રજિસ્ટાર ભાવસારનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે આક્ષેપ કરનાર વાલીની પુત્રીએ એક વર્ષ અગાઉ ઈન્ટરશીપ પુરી કરી હતી. પરંતુ તે વખતે તેઓએ અમને આવા આક્ષેપો કરતી કોઈ અરજી આપી નહોતી ડેન્ટલ વિભાગના ડીનની પુત્રી પરીક્ષા આપતી હોવાથી તેઓને પરીક્ષા વિષય બીજી કામગીરી સોંપાઈ નહોતી.ઓરલ એડમિનિસ્ટેશનની કામગીરી સોંપવામાં આવી નહોતી. આ ઘટના બન્યા પછી મારે ર્ડા. દેસાઈ સાથે વાતચીત થઈ નથી. પણ જો આક્ષેપકર્તા અરજી આપશે તો આક્ષેપોની તપાસ કરવા માટે વિચારીશું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved