Last Update : 10-May-2012, Tuesday

 

યુરોપની કથળતી હાલત ઃ વૈશ્વિક બજારોમાં હેજ ફંડો વેચવાલ
ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો

મૂડી'ઝ ૧૦૦ થી વધુ બેંકોને ડાઉન ગ્રેડ કરશે

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
યુરોપના દેશોના ચૂંટણી પરિણામો ફ્રાંસ સહિતના સત્તા પરિવર્તનના ઓસ્ટેરીટી- બજેટ કાપ વિરુદ્ધના આવતા યુરો ઝોનમાં તડાં પડવાના એંધાણે આર્થિક હાલત વધુ ખરાબ થવાના ભય સાથે હવે આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મૂડી'ઝ ઇન્વેસ્ટર સર્વિસ દ્વારા વિશ્વની ૧૦૦થી વધુ બેંકોના રેટીંગને ચાલુ મહિને ડાઉનગ્રેડ કરવાની શરૃઆત થવાના અહેવાલે તેમજ ગ્રીસ, સ્પેનના નબળા અહેવાલે આજે વૈશ્વિક શેરબજારો વધુ ડામાડોળ થયા હતા. આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઇલના કડાકા સાથે હવે કથળતી અનેક દેશોની હાલતે સેન્ટ્રલ બેંકો દ્વારા સોનામાં મોટી વેચવાલી શરૃ થવાના એંધાણે સોનાના ભાવો પણ તૂટતા વિશ્વ નવી આર્થિક કટોકટીમાં ધકેલાઇ રહ્યાના અંદાજોએ હેજ ફંડોએ અનેક બજારોમાં હેમરીંગ સાથે વેચવાલી કરી હતી. મુંબઇ શેરબજારોમાં પણ એફઆઇઆઇના દરેક ઉછાળે વેચવાલીના મૂડે આજે બે-તરફી ભારે ચંચળતા બતાવીને અંતે સેન્સેક્ષ ૬૭ પોઇન્ટ અને નિફ્ટી વધુ ૨૫ પોઇન્ટ ઘટયા હતા. યુ.એસ.ના બજારોની ગઇકાલે નરમાઇ બાદ એશીયાના અન્ય બજારો આજે અપેક્ષીત ઘટાડાએ ખુલ્યા સાથે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત ૧૬૫૪૬.૧૮ સામે ૧૦૮.૩૭ પોઇન્ટ નીચે ગેપમાં ૧૬૪૩૬.૪૧ મથાળે થઇ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, ડીએલએફ, એનટીપીસી સહિતમાં વેચવાલીએ શરૃઆતના કલાકમાં ૮૦થી ૯૦ પોઇન્ટની નરમાઇ બતાવતો રહી ઘટાડે આંશિક શોર્ટ કવરીંગ સાથે આઇટીસી, ટીસીએસ, બજાજ ઓટો, વિપ્રો, હિન્દાલ્કો, લાર્સનમાં આકર્ષણે સેન્સેક્ષે ઘટાડો પચાવીને સાંકડી વધઘટ બતાવી ૧૬૫૪૬ની સપાટી કુદાવી હતી, જે બપોરે ૧૧.૩૦ વાગ્યે ૬૯.૫૬ પોઇન્ટના સુધારે ઉપરમાં ૧૬૬૧૫.૭૪ સુધી પહોંચ્યો હતો, પરંતુ વધ્યામથાળે વેચવાલીનું દબાણ વધતા અને યુરોપના બજારો ખુલતા પૂર્વે મૂડી'ઝ દ્વારા બેંકોના રેટીંગ ડાઉનગ્રેડના અહેવાલે યુ.એસ. ફ્યુચર્સની નરમાઇએ સ્થાનિકમાં સુધારો ધોવાઇ ગયો હતો, અને સેન્સેક્ષ ફરી ૮૦થી ૮૫ પોઇન્ટ ઘટી આવ્યો હતો, જે રેન બેક્સી લેબના સારા પરિણામે સનફાર્મા સહિત ફાર્મા શેરોમાં પસંદગીના આકર્ષણે અને આઇટીસી, ટીસીએસની તેજીએ ફરી ૧.૧૫ વાગ્યા બાદ ઘટાડો પચાવીને ૧.૩૨ વાગ્યે ૩૫થી ૩૮ પોઇન્ટનો સુધારો બતાવ્યા બાદ રીયાલ્ટી, બેંકિંગ, ઓટો, મેટલ શેરો ડીએલએફ, સ્ટેટ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, કોલ ઇન્ડિયામાં હેમરીંગ વધતા સેન્સેક્ષ ૧.૪૫ વાગ્યા બાદ તીવ્ર ઘટાડાની ચાલ શરૃ થઇ પોણા ત્રણ વાગ્યા સુધીમાં ૧૨૩.૨૫ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૬૪૨૨.૯૩ સુધી આવી જઇ અંતે ૬૬.૬૦ પોઇન્ટ ઘટીને ૧૬૪૭૯.૫૮ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૦૧૬થી ૪૯૫૬ની રેન્જમાં ભારે ચંચળતા બતાવી ઃ છ વખત પોઝિટીવ બની અંતે ૨૫ તૂટીને ૪૯૭૫
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૯૯૯.૯૫ સામે ૪૯૬૭.૯૦ મથાળે ખુલીને આરંભમાં ૨૮થી ૩૦ પોઇન્ટનો ઘટાડો બતાવતો રહ્યા બાદ ૧૦.૪૬ વાગ્યે પોઝિટીવ ઝોનમાં આવી જઇ સાંકડી વધઘટ પછી, આઇટીસી, ટીસીએસ, ભેલ સહિતમાં આકર્ષણે ૧૧.૩૦ વાગ્યે ૫૦૧૬.૨૫ની ટોચ બનાવી હતી. જે ફરી ઘટાડાની ચાલે ૧ વાગ્યા નજીક નીચામાં ૪૯૭૧ સુધી આવ્યો હતો, જે ૧.૨૪ વાગ્યે ૫૦૦૦ થઇ ૧.૩૨ વાગ્યે ૫૦૧૨ સુધી જઇ ફરી બેંકિંગ, ઓટો, મેટલ, રીયાલ્ટી શેરોમાં ધોવાણથી પોણા ત્રણ વાગ્યા નજીક ૪૯૫૬.૪૫ના તળીયે આવી જઇ અંતે ૨૫.૧૫ પોઇન્ટના ઘટાડે ૪૯૭૪.૮૦ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીએ ભારે ચંચળતા બતાવી છ વખત પોઝિટીવ થઇ સાત વખત નેગેટીવ બન્યો હતો.
ચંચળતા નિફ્ટી ફ્યુચર કોલ-પુટના ખેલામાં સાવચેતી ઃ બજાર અત્યંત નિરસતાના દોરમાં સરી પડશે!
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી મે ફ્યુચર ૧,૧૧,૦૮૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૭૭૨ કરોડના ટર્નઓવરે ૫૦૦૫.૬૦ સામે ૪૯૭૦ ખુલી ઉપરમાં ૫૦૨૧.૭૫ થઇ નીચામાં ૪૯૬૫.૭૦ સુધી પટકાઇ ભારે ચંચળતાના અંતે ૫૦૦૯.૧૫ હતો. નિફ્ટી ૫૧૦૦નો કોલ ૬૧.૦૫ સામે ૪૯.૯૫ ખુલી નીચામાં ૪૮.૦૫ થઇ ઉપરમાં ૬૭.૨૦ જઇ અંતે ૬૩.૮૦ હતો. નિફ્ટી ૫૦૦૦નો કોલ ૧૦૫.૫૦ સામે ૮૯.૮૫ ખુલી નીચામાં ૮૫.૨૦થી ઉપરમાં ૧૧૪.૩૦ સુધી જઇ છેલ્લે ૧૦૯.૧૫ હતો.
નિફ્ટી ૪૫૦૦ના પુટમાં સળવળાટ વધારી દિગ્ગજોએ શોર્ટ પોઝિશન સરખી કરવાની શરૃઆત કરી!
નિફ્ટી ૪૯૦૦નો પુટ ૬૩.૬૫ સામે ૭૬.૪૦ ખુલી નીચામાં ૫૮.૫૦થી ઉપરમાં ૭૯ થઇ છેલ્લે ૬૪.૨૫ હતો. નિફ્ટી ૪૮૦૦નો પુટ ૩૮.૩૫ સામે ૪૨.૨૦ ખુલી ઉપરમાં ૪૮.૬૫ થઇ નીચામાં ૩૪.૨૫ જઇ અંતે ૩૮.૧૫ હતો. નિફ્ટી ૪૫૦૦નો પુટ ૬.૯૫ સામે ૭.૨૫ ખુલી નીચામાં ૫.૫૫ અને ઉપરમાં ૯.૯૦ થઇ અંતે ૬.૩૫ હતો. નિફ્ટી ૪૫૦૦ના પુટમાં સળવળાટ વધતો દેખાડીને શોર્ટ પોઝિશન દિગ્ગજોએ સરખી કરવાની શરૃ કરી દીધાની ચર્ચા હતો.
રીયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીના એંધાણ ઃ ડીએલએફ, એચડીઆઇએલ, ઓબેરોય ગબડયા
રીયલ એસ્ટેટ ક્ષેત્રે નવું પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ અદ્રશ્ય થવા લાગ્યા સાથે રેન્ટલ કર્મશીયલ પ્રોપર્ટીમાં પણ માલ ભરાવાએ ઘટતા દરો સાથે ઘણા રીયાલ્ટી ડેવલપરો- બિલ્ડરોના ઉંચા દરોની લોન- ફાઇનાન્સથી ઉભા કરેલા પ્રોજેક્ટો વેચાયા વિના અટવાયા હોવાના અને દેવાજાળમાં ફસાયેલા ડેવલપરોએ ભાવો તોડીને વેચવાની ફરજ પડે એવી પરિસ્થિતિએ રીયાલ્ટી શેરોમાં પણ ગાબડાં પડયા હતા. એચડીઆઇએલ રૃા. ૪.૭૦ તૂટીને રૃા. ૬૬.૪૫, ડીએલએફ રૃા. ૭.૯૫ તૂટીને રૃા. ૧૮૨.૧૦, ઓબેરોય રીયાલ્ટી રૃા. ૧૦.૦૫ ઘટીને રૃા. ૨૪૫.૩૫, ફિનિક્સ મિલ રૃા. ૮.૩૫ ઘટીને રૃા. ૨૦૫, ડીબી રીયાલ્ટી રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૭૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૪૮.૨૯ પોઇન્ટ ઘટીને ૧૫૬૯.૧૧ રહ્યો હતો.
મૂડી'ઝ વિશ્વની ૧૦૦થી વધુ બેંકોને ડાઉનગ્રેડ કરશે ઃ બેંકોની વધતી એનપીએ- ડૂબત લોન
બેંકિંગમાં મૂડી'ઝ દ્વારા વિશ્વની ૧૦૦થી વધુ બેંકોના રેટીંગને ચાલુ મહિને ડાઉનગ્રેડ કરવાના જોખમે તેમજ બેંકોની વધતી એનપીએ ડૂબત લોનથી નબળા પરિણામોએ બેંક શેરોમાં ફંડોની વેચવાલી વધી હતી. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૦૯.૧૨ પોઇન્ટ તૂટીને ૧૦૮૪૨.૬૮ રહ્યો હતો.
સ્ટેટ બેંક રૃા. ૭૧, બીઓઆઇ રૃા. ૧૫ તૂટયા ઃ યુનીયન બેંક સારા પરિણામ છતાં રૃા. ૯ ઘટયો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૭૧.૩૫ તૂટીને રૃા. ૧૮૮૭.૬૦, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૮.૫૦ ઘટીને રૃા. ૮૨૧.૮૦, એચડીએફસી બેંક રૃા. ૩ ઘટીને રૃા. ૫૧૨.૪૫, કેનરા બેંક રૃા. ૨૦.૦૫ તૂટીને રૃા. ૪૦૫, બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૫.૧૦ ઘટીને રૃા. ૩૧૪.૭૫, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ચોથા ત્રિમાસિકના પ્રોત્સાહક પરિણામ છતાં શેર રૃા. ૮.૫૫ ઘટીને રૃા. ૨૦૨.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૃા. ૧૯.૬૦ ઘટીને રૃા. ૫૩૫, આઇડીબીઆઇ બેંક રૃા. ૩.૨૦ ઘટીને રૃા. ૯૧.૮૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૯.૭૫ ઘટીને રૃા. ૩૦૭, યશ બેંક રૃા. ૯.૧૫ ઘટીને રૃા. ૩૨૦.૧૦, બેંક ઓફ બરોડા રૃા. ૧૭.૧૫ ઘટીને રૃા. ૬૪૧.૪૫, એક્સીસ બેંક રૃા. ૨૦.૨૫ ઘટીને રૃા. ૯૬૨.૫૫, પીએનબી રૃા. ૧૫.૭૫ ઘટીને રૃા. ૭૬૭.૯૫, આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૮.૫૦ ઘટીને રૃા. ૮૨૧.૮૦, આંધ્ર બેંક રૃા. ૬.૯૦ ઘટીને રૃા. ૧૦૯.૬૦, સિન્ડિકેટ બેંક રૃા. ૩.૨૫ ઘટીને રૃા. ૯૧.૪૫ રહ્યા હતાં.
યુરોપ ડામાડોળ ઃ લંડન મેટલમાં નરમાઇ ઃ સ્ટરલાઇટ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ ઘટયા
યુરોપના ચૂંટણી પરિણામો સતા પરિવર્તનના આવતા યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું હોઇ અને બેંકોના રેટીંગ ડાઉનગ્રેડના જોખમે ફરી વૈશ્વિક આર્થિક-નાણા કટોકટીના એંધાણે લંડન મેટલ એક્ષચેન્જમાં પણ નોન-ફેરસ મેટલના ભાવોમાં ગાબડાં પડતા મેટલ શેરોમાં વેચવાલી વધી હતી. સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨.૪૫ ઘટીને રૃા. ૯૬.૫૫, ટાટા સ્ટીલ રૃા. ૧૦ ઘટીને રૃા. ૪૧૭.૩૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૪.૦૫ ઘટીને રૃા. ૪૭૦.૬૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૨૮.૯૦ તૂટીને રૃા. ૬૬૧.૧૦, કોલ ઇન્ડિયા રૃા. ૮.૪૫ ઘટીને રૃા. ૩૨૬.૪૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૨૧૭.૫૦ પોઇન્ટ તૂટીને ૧૦૩૩૨.૦૬ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦, માર્ચ ૨૦૦૯ બાદ રૃા. ૭૦૦ની સપાટી ગુમાવી નીચામાં રૃા. ૬૯૨ થઇ રૃા. ૬૯૫
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેજી- ડી૬ બ્લોકમાંથી ગેસનું ઉત્પાદન ઘટીને નવા તળીયે પહોંચ્યાના આંકડા સાથે કંપની દ્વારા ઉત્પાદન વધારવામાં અને વધુ કૂવાઓમાંથી ઉત્પાદન શરૃ કરવામાં નિષ્ફળતાએ પેટ્રોલીયમ મંત્રાલય સાથે ઘર્ષણ અને કંપનીને આ માટે રૃા. ૬૬૦૦ કરોડની પેનલ્ટીએ શેરમાં ફંડોની સતત વેચવાલીએ શેર ૨૦, માર્ચ, ૨૦૦૯ બાદ ફરી રૃા.૭૦૦ની સપાટી ગુમાવી નીચામાં રૃા.૬૯૨ થઈ અંતે ૧૩.૫૫ ઘટીને રૃા.૬૯૫.૧૦ રહ્યો હતો. વર્ષ ૨૦૦૯માં માર્ચમાં શેર કમ-બોનસ રૃા.૧૩૩૬ હતો.
ક્રુડ ઓઈલ ઘટીને ૯૬ ડોલર નજીક છતાં પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારો? બીપીસીએલ, આઈઓસી વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવો તૂટીને નાયમેક્ષ ક્રુડના ૯૨ ડોલર અને બ્રેન્ટ ક્રુડના ૧૧૧ ડોલર જેટલા આવી જતા આમ છતાં રૃપિયા સામે ડોલર વધીને રૃા.૫૩ની સપાટીએ પ્રવર્તી રહ્યો હોઈ પેટ્રોલ-ડીઝલનો ભાવમાં તોળાતા વધારાએ પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુ શેરોમાં બીપીસીએલ રૃા.૭.૧૦ વધીને રૃા.૬૮૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૃા.૧.૮૦ વધીને રૃા.૨૬૬.૭૫ રહ્યા હતા.
રેન બેક્સી લેબ. નફામાં ૩૧૦ ટકા ઉછાળાએ શેર રૃા.૧૯ વધ્યો ઃ ઈપ્કો લેબ, ગ્લેન માર્ક, અપોલો વધ્યા
ફાર્મા જાયન્ટ રેનબેક્સી લેબ.નો કોન્સોલિડિટેડ ધોરણે પ્રથમ ત્રિમાસિકનો ચોખ્ખો નફો ૩૦૯.૬ ટકા વધીને રૃા.૧૨૪૬.૭૬ કરોડ અને કુલ આવક ૭૧.૮૪ ટકા વધીને રૃા.૩૮૨૩.૪૬ કરોડ થતાં શેરમાં લેવાલીએ રૃા.૧૮.૭૫ વધીને રૃા.૫૧૨.૪૫, ગ્લેન માર્ક ફાર્મા રૃા.૧૦ વધીને રૃા.૩૩૯.૭૫, ઈપ્કા લેબ. રૃા.૭.૯૫ વધીને રૃા.૩૭૦, અપોલો હોસ્પિટલ રૃા.૧૩.૪૦ વધીને રૃા.૬૩૬.૫૦ રહ્યા હતા.
આઈટીસી વેલ્યુ બાઈંગે રૃા.૧૩ ઉછળ્યો ઃ ટીસીએસ, એચસીએલ ટેક, અંબુજા, શ્રી સિમેન્ટ વધ્યા
આઈટીસીમાં વેલ્યુ બાઈંગે રૃા.૧૨.૭૫ ઉછળીને રૃા.૨૪૦.૦૫, ઈમામી રૃા.૩૬.૬૫ ઉછળીને રૃા.૪૭૫.૪૫, અપોલો ટાયર્સ રૃા.૨.૫૦ વધીને રૃા.૮૪.૬૦ ટીસીએસ રૃા.૨૫.૫૫ વધીને રૃા.૧૨૨૫.૯૦, એચસીએલ ટેકનો રૃા.૭.૯૫ વધીને રૃા.૪૮૬, આઈડીએફસી રૃા.૧.૭૦ વધીને રૃા.૧૧૫.૧૫, શ્રી સિમેન્ટ રૃા.૪૫.૧૫ વધીને રૃા.૨૭૪૧, અંબુજા સિમેન્ટ રૃા.૨.૩૦ વધીને રૃા.૧૪૭.૨૦ રહ્યા હતા.
નિક્કી ૧૩૭, હેંગસેંગ ૧૫૪, સાંધાઈ ૪૦ તૂટયા ઃ યુરોપમાં ૨૫ થી ૬૦ પોઈન્ટની નરમાઈ
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૧૩૬.૫૯ પોઈન્ટ તૂટીને ૯૦૪૫.૦૬ હોંગકોંગનો હેંગસેંગ ૧૫૪.૧૧ પોઈન્ટ ઘટીને ૨૦૩૩૦.૬૪, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્ષ ૪૦.૩૦ પોઈન્ટ તૂટીને ૨૪૦૮.૫૯, તાઈવાન વેઈટેજ ૭૦ પોઈન્ટ તૂટીને ૨૪૦૮.૫૯, તાઈવાન વેઈટેજ ૭૦ પોઈન્ટ તૂટીને ૨૪૭૫.૭૧ રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ સાંજે ૨૫ થી ૬૦ પોઈન્ટની નરમાઈ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝારખંડના મુખ્યપ્રધાન મુંડા હેલિકોપ્ટર અકસ્માતમાં ઘવાયા

તોઇબાના પાંચ આતંકવાદી મુંબઇમાં ઘૂસ્યા ઃ કેન્દ્ર

ડોલર સામે રૃપિયો ૫૩.૮૪ની ઐતિહાસિક નીચી સપાટીએ
રિલાયન્સે યુલર હર્મીસ પાસેથી ૨ અબજ ડોલરની લોન મેળવી
દિલ્હી એરપોર્ટ પર યુડીએફ ચાર્જમાં રૃપિયા ૨૦૦નો વધારો
ડી ડી યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં અન્યાય થતા હોબાળો
ગળતેશ્વરમાં કરા પડયા સેવાલિયા-વિરપુરમાં માવઠું

પાટણ માર્કેટયાર્ડ આજથી બંધ

ફ્રેન્ચાઇઝીઓએ હવે કમાણી કરવા માંડી છે ઃ રાજીવ શુકલા
મારી બોલિંગ એકશનની નકલ ન કરો ઃ મલિંગાની અપીલ
વિન્ડિઝના વધુ ત્રણ ખેલાડી ઈંગ્લેન્ડના પ્રવાસમાં જોડાશે
મેડ્રીડ ઓપનઃ યોકોવિચનો પ્રથમ મેચમાં ભારે સંઘર્ષ બાદ વિજય

ફેડરર વિમ્બલ્ડન અગાઉ હાલે ટુર્નામેન્ટમાં રમતો હોય છે

ચંચળતાના અંતે નિફટી ૨૫, સેન્સેક્સ ૬૭ ઘટયો
સોનું રૃ.૩૯૦ તૂટયું ઃ ચાંદીમાં નવું ૯૧૫નું મોટું ગાબડું પડયું
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved