Last Update : 10-May-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૫-૨૦૧૨ ગુરુવાર
વૈશાખ વદ પાંચમ - બજારોમાં વધઘટ?
ગોંડલ-ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ
જૈ.આ.શ્રી સાગરજી મ.સા.ની પુણ્યતિથિ

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૨ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૧ મિ. (સૂ) ૬ ક. ૫૩ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૨ ક. ૦૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ફ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાષાઢા સાંજના ૬ ક. ૨૨ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મેષ, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-રાત્રે ૧૨ ક. ૦૯ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે-૧૯૩૪ નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ ગ્રીષ્મૠતુ. રા.દિ.વૈ./૨૦
માસ-તિથિ-વાર ઃ વૈશાખ વદ પાંચમને ગુરુવાર.
ગોંડલ-ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ. મહાપાત વૈદ્યુતિ સાંજના ૪ ક. ૫૩ મિ.થી રાત્રે ૧૨ ક. ૨૩ મિ. સુધી. સૂર્ય કૃતિકામાં ૨૯-૧૭થી.
- ધોળકા, મોરલી મનોહર દેવનો પાટોત્સવ. માલે ગાવ અને પંચાળા સ્વા. મંદીર પાટોત્સવ. - મંગળ પૂર્વા ફાલ્ગુનીમાં ૮-૫૩ થી.
- આગમોદ્વારક આ.શ્રી સાગરજી મ.સા.ની પુણ્યતિથિ.
- પંદર દિવસમાં સફેદ પુષ્પ, અગ્નિહોત્રી, મંત્રશાસ્ત્રી, જ્યોતિષી, કુંભાર, બાર્બર, પોલીસ કર્મચારી વગેરેને કષ્ટપીડા! - જવ, ચોખા, ઘઉં, મગ, મઠ, રાઈ, સરસવમાં તેજી!
- અલ્પ વૃષ્ટિ, -પ્રજાને પીડા! ખાંડ, ગોળ, તેલ, ઘી, રસકસના ભાવ વીસ દિવસમાં વધે!
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧આદર માસનો ૨૬ રોજ અસ્માદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગના જુના સંસ્મરણો તાજા થાય. તમારા અંગત કામમાં સાનુકૂળતા, આનંદ રહે.

 

વૃષભ ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. બહારનું ખાવા પીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે.

 

મિથુન ઃ પત્નીથી-મિત્રવર્ગથી તમારા કામમાં હળવાશ, રાહત રહે પરંતુ સંતાનના કામ અંગે માનસિક પરિતાપ રહે. પુત્ર પૌત્રાદિકથી ખર્ચ થાય.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામ અંગે મહેનત-દોડધામ છતાં ફળ ઓછું જણાય. ધંધો મેળવવામાં, ઉઘરાણીના નાણાં મેળવવામાં તકલીફ પડે.

 

સંિહ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. તમારી વાણીની મીઠાશ, વ્યવહારની નમ્રતાથી કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય. આનંદ રહે.

 

કન્યા ઃ હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. હરો ફરો, કામકાજ કરો પરંતુ આંતરિક મનોવ્યથા ચંિતા-વિચારોથી શાંતિ જણાય નહીં. નાણાંકીય ખેંચ રહે.

 

તુલા ઃ તમારા નોકરી-ધંધાના જુના સંબંધો-સંસ્મરણો તાજા થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય કે તમારે બહાર જવાનું થાય. આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ નોકરી ધંધાના, કુટુંબ-પરિવારના, પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. બહાર કે બહારગામ જવાનું આયોજન ગોઠવાય.

 

ધન ઃ આપના નોકરી ધંધાના કામમાં ચંિતા-વિચારો રહે પરંતુ કામ ઉકેલાય. નવો ધંધો આવક મેળવવા કોઈને મળવાનું થાય.

 

મકર ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ બાહ્ય-આંતરીક મનોવ્યથા-ચંિતાથી કંઈ ગમે નહીં. તેમ છતાં તમારી ધીરજ કુનેહતાથી સ્વસ્થ રહી શકો.

 

કુંભ ઃ તમારા પુત્ર પૌત્રાદિકના-વડીલવર્ગના કામમાં ઘ્યાન આપવું પડે. નોકરી-ધંધાના કામમાં આનંદ, ઉત્સાહ જણાય નહીં છતાં કામ કરવું પડે.

 

મીન ઃ શરીર-મનની શિથિલતા છતાં આરામ મળે નહીં. ઇચ્છા-અનિચ્છાએ તમારા અંગત કામમાં, અન્યના કામમાં વ્યસ્ત રહેવું પડે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૦૫-૨૦૧૨, ગુરૂવાર

 

આજની તારીખે શરૂ થઈ રહેલા જન્મવર્ષ દરમ્યાન આપના આરોગ્યની કાળજી રાખવી તેમજ નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં જોખમી-ઉતાવળીયા કોઈ નિર્ણય કરવા નહીં. સરકારી-ખાતાકીય કામમાં જાગૃતિ રાખવી.

 

* નવા નવી નોકરી હોય, કામ ચલાઉ નોકરી હોય, નવાનવી ધંધો હોય તેમણે હરિફવર્ગ, ખટપટ, ઇર્ષા કરનારની પરેશાનીથી રૂકાવટ, મુશ્કેલી અનુભવવી પડે. કાયમી નોકરી હોય કે સ્થિર ધંધો હોય તેમને પણ નાની-મોટી ચંિતા, તકલીફમાંથી વર્ષ પસાર કરવું પડે.

 

* આ વર્ષમાં વધારાના ખર્ચ ચાલવાના કારણે નાણાંકીય ખેંચ-ચંિતા-મુંઝવણ અનુભવાય.

 

* સ્ત્રીવર્ગને પિતૃપક્ષની ચંિતા રહે. વડીલવર્ગને બિમારી-ચંિતા જણાય. પૈતૃક મીલ્કતના પ્રશ્નમાં ભાઈભાંડુની ચંિતા-તકલીફ રહે.

 

* વિદ્યાર્થીવર્ગે પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે. ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

‘‘સાંભળ્યું છે?’’ છગન મિત્ર મગનને કહી રહ્યો હતો, ‘‘પેલો લલ્લુ ૧૦૦ વખત રક્તદાન કરી આવ્યો એનું બહુમાન રક્તદાન સંસ્થાએ કરવાના બદલે એની પત્ની લીલીનું બહુમાન કર્યું!’’
‘‘વાહ!’’ મગન બોલ્યો, ‘‘આનું નામ બુઘ્ધિ! એ રક્તદાન સંસ્થાને એમ કરવા બદલ અભિનંદન આપવા જોઇએ!’’

[Top]
 

આજ ની રેસીપી

ગરમીની વચ્ચે શીતળતાનો અહેસાસ કરાવતાં આઇસ્ક્રીમનો આસ્વાદ

આઇસ્ક્રીમ ધૂઘરા અને કરકરા કાજુ

 

સામગ્રીઃ- ૧ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧ મોટો ચમચો કોર્નફ્‌લોર, બ્રેડની ૬ સ્લાઇસ, થોડા ટીપાં સ્ટ્રોબેરીનો રંગ અને એસેન્સ, તળવા માટે ૧૦૦ ગ્રામ ઘી, શેકેલા કરકરા કાજુના ટુકડા, લીલી કેન્ડી સજાવટ માટે.

 

રીતઃ- એક જાડા તળીયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો. ઉભરો આવે પછી આંચ ધીમી કરી દઇ પાંચ-સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી તે ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો. હવે એ ઉકાળેલા દૂધમાંથી અડઘું દૂધ એક તપેલીમાં કાઢી લઇ જુંદું રાખો.

 

એક વાટકીમાં કોર્નફ્‌લોર લઇ તેમાં ઠુંડું પાણી રેડી મિશ્રણ બનાવો. આ મિશ્રણને ઉકળતાં દૂધમાં નાંખી ઝડપથી હલાવો, જેથી તેમાં ગઠ્ઠા ન જામે. દૂધ એકદમ ઘટ્ટ થઇ જાય એટલે નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી એસેન્સ અને રંગ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને આઇસટ્રે અથવા એલ્યુમિનિયમના ઉંડા વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ સરસ રીતે જામે તે માટે મિશ્રણને એક-બે વાર વલોવવું જોઇએ. છેલ્લે આઇસ્ક્રીમના ગોળ સંચામાં મિશ્રણ ભરી ફ્રીઝમાં જામવા મૂકી દો.

 

આ દરમિયાન એક કડાઇમાં ઘી ગરમ કરો. બ્રેડની સ્લાઇસને વાટકીની મદદથી ગોળાકાર કાપી ઘીમાં આછા બાદમી રંગની થાય ત્યાં સુધી તવો અને પેપર પર મૂકી રાખો. તપેલીમાં જુદા કાઢેલા દૂધમાં તળેલી બ્રેડને પલાળો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં બ્રેડ પલળી જશે. આ બ્રેડને સાચવીને છૂટી પાડી એક મોટી પ્લેટમાં ગોઠવી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો.

 

પીરસતાં પહેલાં દૂધમાં પલાળેલી એક સ્લાઇસ પર સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નાનકડો ટુકડો મૂકો. ત્યારબાદ બ્રેડને વચ્ચેથી વાળી દઇ ધૂઘરા જેવો આકાર આપી બન્ને હાથથી વચ્ચેથી દબાવીને ઠંડી કરેલી પ્લેટમાં મૂકી દો.

 

આ રીતે જેટલા જરૂરી હોય, તેટલા આઇસ્ક્રીમ ધૂઘરા બનાવી ઠંડી કરેલી પ્લેટમાં ગોઠવતાં જાવ તેના પર કાજુના ટુકડા અને લીલી કેન્ડીથી સજાવટ કરી મહેમાનોને પીરસો.

 

આ આઇસ્ક્રીમ બનાવતી વખતે બધી વસ્તુઓને બરફમાં ઠંડી કરીને રાખો અને આઇસ્ક્રીમ ધૂઘરા ઝડપથી બનાવો જેથી આઇસ્ક્રીમ ઓગળી જાય ત્યાર પહેલાં પ્લેટ મહેમાન પાસે પહોંચી જાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved