Last Update : 09-May-2012, Wednesday

 

હજ સબસિડી નાબુદ થવાથી હિન્દુઓની જેમ મુસ્લિમો પણ રાજી થશે

અંગ્રેજો દ્વારા આપણા દેશમાં 'ભાગલા પાડો અને રાજ કરો'ની જે નીતિ શરૃ કરવામાં આવી હતી તે સ્વતંત્રતા પછી દેશમાં આવેલી તમામ સરકારો દ્વારા આગળ ધપાવવામાં આવી છે

આપણી સરકાર દ્વારા અમુક ચોક્કસ કોમને ખુશ કરવા એવાં પગલાંઓ ભરવામાં આવે છે, જેનાથી તે કોમના લોકો પણ નારાજ હોય, તેમ છતાં વોટ બેન્કને મજબૂત બનાવવા માટે આવાં અનેક પગલાંઓ લેવામાં આવે છે અને ચાલુ પણ રાખવામાં આવે છે. આવું એક પગલું હજયાત્રીઓને સબસિડી આપવાનું છે. ઇ.સ. ૧૯૯૪ માં સ્વ. નરસિંહ રાવની સરકારે આ કામ ચાલુ કર્યું હતું. જે આજ દિન સુધી ચાલુ છે. હજયાત્રીઓને સબસિડી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આશરે ૭૦૦ થી ૮૦૦ કરોડ રૃપિયા ખર્ચવામાં આવે છે. તેના કારણે અનેક હિન્દુ સંગઠનો નારાજ છે. તેમણે આ સબસિડી બંધ કરાવવા ઘણા ધમપછાડા કર્યા, પણ તેમને સફળતા મળી નહોતી. હવે સુપ્રિમ કોર્ટે જ એક મહત્વના ચુકાદામાં કેન્દ્ર સરકારને ૧૦ વર્ષમાં તબક્કાવાર આ સબસિડી બંધ કરવાનો આદેશ કર્યો છે. જાણીને નવાઈ લાગશે પણ અનેક મુસ્લિમ આગેવાનોએ પણ સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને વધાવી લીધો છે, કારણ કે તેઓ પણ માને છે કે દરેક મુસ્લીમે હજ પોતાની આવકમાંથી જ કરવી જોઈએ.
મુસ્લિમોના તુષ્ટીકરણના એક ભાગરૃપે ઇ.સ. ૧૯૯૪ની સાલથી મક્કા અને મદીનાની યાત્રાએ જતાં મુસ્લીમોને સબસિડી આપવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૯૯૪માં કેન્દ્ર સરકારે એવું ઠરાવ્યું હતું કે હજ માટે સાઉદી અરેબિયાની મુલાકાતે જતાં હાજીઓની વિમાનની રિટર્ન ટિકિટના માત્ર ૧૨,૦૦૦ રૃપિયા જ આપવાના રહેશે, જ્યારે બાકીનો ખર્ચ સરકાર ભોગવશે. દર વર્ષે વિમાન ભાડાંઓ વધતા ગયા, પણ કેન્દ્ર સરકાર દ્વારા હાજીઓ પાસેથી લેવામાં આવતી રકમ એટલી જ રહી. પરિણામે દર વર્ષે હજ સબસિડીની રકમ વધતી ગઈ અને તેની સામેનો વિરોધ પણ વધતો ગયો. ઇ.સ. ૨૦૦૭ની સાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રત્યેક હાજીને ૪૭,૪૫૪ રૃપિયાની સબસિડી આપવામાં આવી હતી, જેને કારણે કેન્દ્ર સરકારે ૫૯૫ કરોડ રૃપિયા ખર્ચવા પડયા હતા. ઇ.સ. ૨૦૦૮માં આ ખર્ચો વધીને ૭૭૦ કરોડ રૃપિયા ઉપર અને ૨૦૦૯માં ૮૨૬ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગયો હતો.
અમુક મુસ્લિમો માને છે કે હજ સબસિડી ઇસ્લામના ઉપદેશથી વિરુદ્ધ છે, માટે નાબુદ થવી જોઈએ. રાજ્ય સભાના સભ્ય મૌલાના મહેમૂદ મદાની કહે છે કે હજ સબસિડીથી શરિયતનો ભંગ થાય છે, કારણ કે કુરાનમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમોએ પોતાના પૈસે જ હજ કરવી જોઈએ. સૈયદ શાહબુદ્દીન કહે છે કે હજ સબસિડીને કારણે હિન્દુઓને એવી લાગણી થાય છે કે સરકાર મુસ્લિમોની આળપંપાળ કરી રહી છે, માટે હજ સબસિડી નાબૂદ થવી જોઈએ. ઇ.સ. ૨૦૧૦ની સાલમાં કેન્દ્ર સરકારના લઘુમતી ખાતાના પ્રધાને પણ એવી સિફારસ કરી હતી કે હજ સબસિડી ઇસ્લામના સિદ્ધાંતથી વિરુદ્ધ હોવાથી તેને નાબૂદ કરવી જોઈએ. તેમ છતાં કેન્દ્ર સરકારને ડર હતો કે હજ સબસિડી નાબૂદ થવાથી કેટલાક ગરીબ મુસ્લિમો નારાજ થઈ જશે. આ કારણે તેઓ જે કામ કરતાં ખચકાતા હતા એ કામ સુપ્રિમ કોર્ટે કરી આપ્યું છે.
સુપ્રિમ કોર્ટે જે કેસમાં હજ સબસિડી નાબૂદ કરવાનો નિર્ણય કર્યો તેમાં હકીકતમાં આ પ્રકારની કોઈ માગણી જ કરવામાં આવી નહોતી. મુંબઈના કેટલાક ટુર ઓપરેટરોએ એવી ફરિયાદ કરી હતી કે હજ માટે જતા યાત્રિકોને એક ચોક્કસ એરલાઈન્સમાં લઈ જવાને કારણે સરકારને ખોટ ખમવી પડે છે. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે સરકારે વીઆઈપી ક્વોટામાં જે ૧૧,૦૦૦ યાત્રિકોને પસંદ કર્યા છે તે પૈકી ૮૦૦ યાત્રિકોને એક પ્રાઈવેટ એરલાઈન્સમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવે. મુંબઈની હાઈકોટે આ અરજી માન્ય રાખતાં કેન્દ્ર સરકારના વિદેશ ખાતા દ્વારા તેની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે જે મુદ્દાઓ ફ્રેમ કર્યા તેમાં હજ સબસિડીનો મુદ્દો જ નહોતો. પાછળથી સુપ્રિમ કોર્ટે કેસનો વ્યાપ વધારીને તેમાં હજ સબસિડીનો મુદ્દો સામેલ કર્યો હતો. કેન્દ્ર સરકારને ગંધ આવી ગઈ હતી કે સુપ્રિમ કોર્ટે હજ સબસિડી નાબૂદ કરવાની તરફેણમાં છે. એટલે કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને જાહેર કર્યું હતું કે હવે તેઓ એવી નીતિ ઘડવા માંગે ચે કે કોઈ પણ મુસ્લિમને તેની જિંદગીમાં વધુમાં વધુ એક જ વખત આ સબસિડીનો લાભ મળી શકશે. આ સોગંદનામાં મુજબ ચુકાદો આપવાને બદલે સુપ્રિમ કોર્ટે જ સબસિડી ૧૦ વર્ષમાં તબક્કાવાર નાબૂદ કરવાનો આદેશ આપીને કેન્દ્ર સરકારને પણ આંચકો આપ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવતી હજ સબસિડીના જે આંકડાઓ જાહેર કરવામાં આવે છે તેમાં પણ ઘાલમેલ હોય છે. સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કેન્દ્ર સરકારે સોગંદનામું ફાઈલ કરીને જણાવ્યું હતું કે ઇ.સ. ૨૦૧૧માં તેણે હજ સબસિડી પાછળ કુલ ૬૮૫ કરોડ રૃપિયાનો ખર્ચો કર્યો છે. એક સંસ્થાએ આરટીઆઈ હેઠળ અરજી કરી તેના જવાબમાં સરકારે જણાવ્યું હતુંકે ઇ.સ. ૨૦૧૧માં હજ સબસિડી પાછળ ૬૦૫ કરોડ રૃપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. આ બે આંકડાઓ વચ્ચે ૮૦ કરોડ રૃપિયાનો તફાવત આવે છે. હકીકતમાં સરકારના જ આંકડાઓ મુજબ ઇ.સ. ૨૦૧૧માં કુલ ૧,૨૪,૯૨૧ હાજીઓ મક્કા-મદીના ગયા હતા. તેમને સરેરાશ ૭૮,૮૦૦ રૃપિયાની સબસિડી આપવામાં આવી હતી. આ મુજબ ગણતરી કરીએ તો સબસિડીની કુલ રકમ ૪૮૩ કરોડ રૃપિયા થાય છે. સુપ્રિમ કોર્ટમાં સરકારે દાખલ કરેલા સોગંદનામામાં અને આ ગણતરીમાં ૨૦૨ કરોડ રૃપિયાનો ફરક આવે છે. તેમાં પણ કોઈ મોટું કૌભાંડ હોવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં ફાઈલ કરેલા સોગંદનામા મુજબ સરકારે ઇ.સ. ૨૦૦૭ અને ૨૦૧૧ વચ્ચેનાં પાંચ જ વર્ષમાં હજ સબસિડીના રૃપમાં કુલ ૩૩૪૭ કરોડ રૃપિયાનો ખર્ચ કર્યો છે, જેની સામે જો સરકાર દ્વારા વ્યક્તિદીઠ જાહેર કરવામાં આવેલી સબસિડી અને હાજીઓની સંખ્યાનો ગુણાકાર કરીએ તો ૨૫૫૭ કરોડનો આંકડો આવે છે. તો વચ્ચેના ૮૧૦ કરોડ રૃપિયા ક્યાં ગયા ? વળી કેન્દ્ર સરકારે ૨૦૦૭માં હાજીદીઠ ર૩૫,૧૮૨ રૃપિયાની સબસિડી ચૂકવી હતી.
તેની સરખામણીએ ઇ.સ. ૨૦૦૮માં હાજી દીઠ ૬૦,૬૪૦ રૃપિયાની સબસિડી ચુકવવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે ઇ.સ. ૨૦૦૮માં સરકારે વધુ ભાડું લેતી એરલાઈન્સ પસંદ કરી હતી. ફરીથી ઇ.સ. ૨૦૦૯માં હાજીદીઠ ૪૭,૨૦૦ રૃપિયાની જ સબસિડી ચુકવવામાં આવી હતી. સબસિડીઓના આ કૌભાંડની પણ તપાસ કરવી જરૃરી છે.
હજ સબસિડી નાબૂદ કરવા સુપ્રિમ કોર્ટમાં અગાઉ પણ અરજી કરવામાં આવી હતી.
ભાજપના રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય પ્રફુલ ગોરડિયાએ ઇ.સ. ૨૦૦૭માં સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજીમાં જણાવ્યું હતું કે હજ સબસિડી પ્રજામાં ભેદભાવ ઊભો કરનારી છે અને સરકારી તિજોરી ઉપરનો બોજો વધારનારી છે, માટે તેને નાબૂદ કરવી જોઈએ. આ અરજીનો ચુકાદો ઇ.સ. ૨૦૧૧ના જાન્યુઆરીમાં આવતાં સુપ્રિમ કોર્ટના જસ્ટિસ માર્કંડેય કાત્જુ અને જ્ઞાાન સુધાની બેન્ચે ઠરાવ્યું હતું કે હજ સબસિડી ગેરબંધારણીય ન હોવાથી તેને નાબૂદ કરી શકાય નહીં. આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટના વિદ્વાન જજ સાહેબો દ્વારા એવું કારણ આપવામાં આવ્યું કે સરકાર દ્વારા કૈલાસ-માનસરોવરની યાત્રાએ જતાં હિન્દુઓને અને પાકિસ્તાનમાં ગુરૃદ્વારાની યાત્રાએ જતાં શીખોને પણ સબસિડી આપવામાં આવે છે, માટે તેમાં કોઈ ભેદભાવ નથી. હકીકતમાં કૈલાસ-માનસરોવરની યાત્રાએ જતાં હિન્દુઓને ભાડામાં માત્ર વ્યક્તિદીઠ ૨૦૦ રૃપિયા જેટલી જ રાહત આપવામાં આવે છે. સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અલ્તમશ કબીર અને રંજના દેસાઈની બેન્ચે આગલી બેન્ચના ચુકાદાને જ ઉલટાવી નાંખ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે જે બે જજ સાહેબો દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે તેમાંના એક મુસ્લીમ છે અને બીજા હિન્દુ છે. આ ચુકાદાને કારણે કટ્ટર મુસ્લિમોની જેમ કટ્ટર હિંદુઓ પણ ખુશ છે.
દર વર્ષે જ્યારે મુસ્લિમ બિરાદરો સરકારની સબસિડીનો લાભ લઈને મક્કા-મદીના હજ કરવા જાય ત્યારે કેન્દ્ર સરકાર તેમની સાથે એક સત્તાવાર પ્રતિનિધિમંડળ પણ સદ્ભાવનાના રૃપમાં મોકલવામાં આવતું હતું. આ પ્રતિનિધિમંડળના સભ્યો પણ સરકારી ખર્ચે જ હજ કરી આવતા હતા. સુપ્રિમ કોર્ટે આ રીતે હજયાત્રીઓ સાથે સરકારી પ્રતિનિધિમંડળ મોકલવાની નીતિની પણ ટીકા કરી છે અને તે રિવાજનો તાત્કાલિક અંત આણવાનો આદેશ આપ્યો છે. આ પ્રતિનિધિમંડળ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.
અંગ્રેજોએ ભારતમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અપનાવી હતી. હકીકતમાં અંગ્રેજોએ ભાગલા પાડીને આપણા દેશને તારાજ કર્યો હતો. તેના પરિણામે દેશના ભાગલા પડયા ત્યારે લાખો માનવોનું લોહી રેડાયું હતું. સ્વતંત્રતા પછી ભારતમાં જે કોઈ સરકારો આવી તેમણે અંગ્રેજોની આ નીતિને આગળ ધપાવવાનું જ કામ કર્યું છે.
કેન્દ્રમાં એનડીએની સરકાર આવીને ગઈ તેણે પણ મુસ્લિમો નારાજ થવાના ડરે જ સબસિડી નાબૂદ કરવાની હિંમત કરી નહોતી. સુપ્રિમ કોર્ટે પ્રજાના બે વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું કરતી આ નીતિ નાબૂદ કરીને ભારે હિંમતભર્યું પગલું ભર્યું છે. હવે દેશની સર્વોચ્ચ અદાલત આ પ્રકારની તમામ સરકારી નીતિઓ રદ્દ કરે એવી અપેક્ષા અસ્થાને નથી.
- સુપાર્શ્વ મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved