Last Update : 09-May-2012, Wednesday

 
મોંઘવારીની રડારોળ ભલે થતી હોય પણ સોનાની ખરીદી ધમધોકાર થાય છે !
સોનાના વધતા ભાવો પાછળનું કારણ ઃ ૩

- દુનિયામાં દર વર્ષે ૨૦૦૦ ટન કરતાં વઘુ સોનું ઉત્પન્ન થાય છે
- એકલા અમદાવાદમાં જ ૨૦૧૧માં સોનું ૨૪૭.૬૫ ટન આયાત થએલું !
- સોનામાં રોકાણ કરનારાં ૨૦૧૧ના જાન્યુઆરીમાં ૩,૧૯,૬૭૬ હતા એ જુલાઈ સુધીમાં વધીને ૩,૯૬,૪૦૦ થઈ ગએલા

મોંઘવારી હોય કે ભાવવધારા સામે રાડારોળ ચાલતી હોય પરંતુ સોનાની માંગ અને ખરીદીમાં કંઈ જ ફરક પડતો નથી. ઉલટાનું જાણે એની કોઈ અસર એને ન હોય એમ ભાવો વધતા રહેવાના અને ખરીદી પણ વધતી રહેવાની! (આખરે રૂપિયા ક્યાં જવાના? બેન્કમાં કે બીજા કામમાં જ રકમ ફરતી રહે છે એ ક્યાંક તો અટકીને છેવાડે છેવટે સોનું ખરીદે છે.)
દા.ત. આપણા દેશમાં દર વર્ષે સરેરાશ લગભગ ૮૦૦થી ૯૦૦ ટન સોનું ખરીદાતું હોય છે. જ્યારે દુનિયામાં દર વર્ષે લગભગ ૨૦૦૦ ટન કરતાં વઘુ સોનું ઉત્પન્ન થાય છે. એનો અર્થ એ થયો કે દર વર્ષે દુનિયામાં જેટલું સોનું ઉત્પન્ન થાય છે એનું લગભગ અડઘું સોનું આપણો દેશ જ ખરીદે છે!
એનું કારણ સોના પ્રત્યેનું આપણું પરંપરાગત આકર્ષણ તો ખરું જ પણ એ સાથે સોનામાં કમાણી પણ ખરી! સોના જેવું સલામત ‘‘ઈન્વેસ્ટમેન્ટ’’ રોકાણ બીજું એક પણ નથી.
સોનામાં રોકાણ કરવામાં ઓછા જોખમે વઘુ લાભ છે. જ્યારે બીજે દા.ત. શેર કે જમીન વગેરેમાં રોકાણ કરવામાં જોખમ વઘુ છે અને લાભ વઘુ પણ છે અને લાભનું ઠેકાણું પણ નથી.
દરેક ક્ષેત્રની જેમ સોનામાં મંદી આવે પણ બધા ક્ષેત્રોની જેમ મંદીમાં ઊભો રહેનાર ટકી જનાર છેવટે જીતે છે એવું સોનામાં પણ થઈ શકે... થયું છે.
દા.ત. ૧૯૭૧માં સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ૧ ઔંસનો ૩૨ ડોલર હતો જે વધતો વધતો ૧૯૮૦માં એટલે ૯ જ વર્ષમાં ૧ ઔંસનો ૮૦૦ રૂપિયા થઈ ગયો હતો. પરંતુ પછી સોનામાં જે મંદી આવી અને ભાવો જે ગગડ્યા તે જે ભાવો હતા એનો ચોથો ભાગ થઈ ગયો! ફરી મંદી તૂટી અને ભાવો વધવા માંડ્યા. આ સીલસીલો ચાલુ જ રહે છે.
આ વખતની તેજીમાં આપણા આયાતકારોએ ૨૦૧૧માં એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૪૪ બિલિયન ડોલરનું સોનું આયાત કરેલું. વર્લ્ડ ગોલ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યા પ્રમાણે ભારતમાં સાધારણ રીતે એપ્રિલથી નવેમ્બર સુધી લગ્નગાળો મોળો રહેતો હોવાથી જ્વેલરીની માંગ ઓછી રહે છે. પરંતુ આ વખતે રોકાણકારોની માંગ (ખરીદી) એટલી બધી હતી કે માંગ ૨૫ ટકા ઉલટાની વધી અને ૨૯૬ ટને પહોંચી ગઈ.
અમદાવાદના સોના બજારની વાત કરીએ તો... અમદાવાદમાં ૨૦૧૧માં ૨૪૫.૬૫ ટન સોનું એટલે કે લગભગ રૂપિયા ૬/૧૬/૦૦/૦૦/૦૦/૦૦૦નું સોનું આયાત કરવામાં આવેલું. એટલે કે ૨૦૧૧માં ૨૧ ટકા વઘુ સોનું આયાત (એકલા અમદાવાદની વાત છે) થએલું. સોનું ૨૦૧૦ની સાલમાં સરેરાશ રૂપિયા ૨૦,૦૦૦ ૧૦ ગ્રામના વેચાયું હતું જ્યારે ૨૦૧૧માં રૂપિયા ૨૫,૦૦૦ ૧૦ ગ્રામના ભાવે વેચાયેલું.
અમદાવાદમાં ૨૦૧૧ના મે મહિનામાં એક લાખ ૪૦ ટન સોનું આયાત કરાયેલું. (ગયા વર્ષે અખાત્રીજ મે મહિનામાં આવેલી.) એ દિવસોમાં સોનું ૧૦ ગ્રામના રૂપિયા ૨૨,૦૦૦ના સરેરાશ ભાવે વેચાયેલું. જ્યારે જાન્યુઆરી અને ઓક્ટોબર મહિનામાં ૩૦-૩૦ ટન સોનું અમદાવાદમાં આયાત કરાયેલું.
અમદાવાદમાં ૨૦૧૧ અને ૨૦૧૦માં લગભગ ૨૫૦ ટન સોનું આયાત કરાયું હતું. જ્યારે એ વર્ષો પહેલાંના વર્ષોમાં ૨૦૦ ટનનો આંકડો પણ આંબી શકાતો નહીં.
જોકે સોનીઓ અથવા સોનાના વેપારીઓ વગેરે સોનાના ભાવો વધવાનું સાચું કારણ જાણતા નથી હોતા અથવા જાણતા હોય તો કહેતા નથી હોતા. એમની હંમેશાની એક જ દલીલ હોય છે કે... ‘‘બસ, રોકાણકારોને શેરબજાર, રીયાલીટી બજાર, અને બેન્કો પરથી વિશ્વાસ ઉઠી ગયો હોવાથી અને સોનું સારું વળતર આપતું હોવાથી ‘‘ઈન્વેસ્ટરો’’ સોનું ખરીદવા તરફ વળ્યા છે.’’ (વેપારીઓ, દલાલો, સટ્ટાબાજો વગેરેની દરેક બાબતમાં આવી જ દલીલ હોય છે. શેરબજારમાં ભાવો વધતા હતા કે જમીન બજારમાં ભાવો વધતા હતા ત્યારે આ જ દલીલ અથવા કારણ તેઓ બતાવતા હોય છે.)
સોનામાં આ ભાવવધારો છે એની અસરથી ગોલ્ડ ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં ઘણું વઘુ સારું પરિણામ આપે છે. એપ્રિલ ૨૦૦૭થી સપ્ટેમ્બર ૨૦૦૯ની વચ્ચે એના એસેટમાં ૪૦૦ ટકાનો વધારો થયો એટલે એ પછી સોનામાં રોકાણ કરનારાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો.
૨૦૧૧માં માર્ચથી જુલાઈ સુધીમાં જ સોનામાં રોકાણ કરનાર રોકાણકારોની સંખ્યામાં ૨૪ ટકાનો વધારો થએલો. માર્ચ ૨૦૧૧માં એની સંખ્યા ૩,૧૯,૬૭૯ હતી એ વધીને જુલાઈમાં ૩,૯૬,૪૦૦ થઈ ગએલી. આજે સ્થિતિ એ છે કે... બેન્કીંગ, ફાર્માસ્યુટીકલ, ટેકનોલોજી, ટેક્સ પ્લાનંિગ, એફએમસીજી, જેવા ક્ષેત્રોની ઈક્વીટીના મુકાબલે ગોલ્ડ ઈટીએફમાં વળતર ઘણું સારું છે. સોનામાં રોકાણકારો વધવાનું એ પણ એક કારણ છે.
સોનાની સામે બઘું જ ફીકું પડી ગયું છે. બજાર ઉપર અમુક બીજી અસર રહેતી હોય છે એટલે નિષ્ણાતોને લાગતું હોય છે કે... હવે ધડાકો થશે અને બઘું કડડડ ભૂસ થઈ જશે અને સોનામાં રોકાણ કરનારાઓ ધડાધડા પછડાવા લાગશે. પરંતુ દર વખતે એ આંકડો બદલાય જાય છે અને પેલા નિષ્ણાતો ખોટા સાબિત થાય છે.
૨૦૧૧ના એપ્રિલથી ૨૦૧૧ જુલાઈ વચ્ચે જ ગોલ્ડ ઈટીએફમાં ૧૫/૦૮/૦૦/૦૦/૦૦૦ રૂપિયાનું રોકાણ થએલું. આગલા વર્ષે આ જ ગાળામાં જે ઈન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં થએલું એ કરતાં આ પાંચગણું વધારે હતું. ગોલ્ડ ઈટીએફની નેટ એસેટ વેલ્યુ ગયા વર્ષે માર્ચમાં ૪૪૦૦.૨૪ કરોડ રૂપિયા હતી એ જુલાઈ ૨૦૧૧માં વધીને ૬,૧૧૯.૨૯ કરોડ રૂપિયા થઈ ગયેલી. એના ઉપરથી અંદાજ લગાવી શકાય કે સોનામાં ભાવો ક્યાં સુધી વધી શકે તેમ છે.
આપણા દેશમાં કુટુંબો, ઘરોમાં બાપદાદા પરદાદા, પરદાદાના પણ પરદાદાના વખતથી, ટૂંકમાં, હજારો વર્ષોથી સોનું સંઘરવામાં આવે છે. અમદાવાદ અને મુંબઈમાં ધનાઢ્‌યો પણ ધનાઢ્‌યોના ઘરોમાં સદીઓ જૂની સોનાના થાળી વાડકાના સેટ પણ મળી આવશે.
એ હિસાબે આપણા દેશના ઘરોમાં કેટલું સોનું છે એ જાણવું અશક્ય છે છતાં કેટલાક સંશોધકોએ મગજમારી કરીને એ આંકડો ઊભો કર્યો છે.
એ સંશોધકોની મગજમારીનો આંકડો કહે છે કે આપણા દેશના ઘરોમાં, કુટુંબોમાં, ૧૮,૦૦૦ ટન છે જે સોનાના ગ્લોબલ ભંડારનો ૧૧મો ભાગ થાય. એટલે કે લગભગ ૯૦૦ અબજ ડોલર એટલે કે ૪૯,૪૦૦ અબજ રૂપિયાની કંિમતનું સોનું થયું. આ તો અનુમાન છે.

ગુણવંત છો. શાહ

 

બહુ કે’વાય !
લંડનમાં ૫૮ વર્ષથી સતત ચાલુ રહેલું એક નાટક ! હજી પણ ચાલે છે !

 

એમ તો, ‘‘પ્રીત પિયુને પાનેતર’’ આપણું ગુજરાતી નાટક અથવા બીજા નાટકો, બીજી ભાષાના નાટકો કદાચ વઘુ વર્ષથી ચાલતા હશે કે ચાલ્યા હશે પણ એ છૂટક! જ્યારે આ તો જથ્થાબંધ એટલે કે સતત એક જ જગ્યાએ અને છૂટક નહીં... અને એકનું એક એ જ નાટક!
નાટકનું નામ છે ‘માઉસટ્રેપ’ અને એની લેખિકા છે વીતેલા વર્ષોના ડીટેક્ટીવ એટલે કે રહસ્યમય નવલકથાઓની મહાન લેખિકા અગાસ્થા ક્રિસ્ટી.
લંડનના એમ્બેસેટર થિએટરમાં આ નાટક ૧૯૫૨માં રજૂ થયુ આને ત્યાંથી સેન્ટ માર્ટિન નામના બીજા થિએટરમાં એ બદલાયું તો પણ અટક્યા વિના એ ચાલે છે.
નાટકનો પહેલો ખેલ ૧૯૫૨ના ૨૫ નવેમ્બરે શરૂ થએલો. એ વખતે બ્રિટનમાં ચર્ચિલ વડાપ્રધાન હતા, ભારતમાં નેહરૂ જવાહરલાલ હતા અને રશિયામાં સ્ટાલિન હતા.
આ નાટકનો ૨૦,૦૦૦મો શો ૧૬ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ થયો.
નાટક કેવી રીતે લખાયું એનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ૧૯૪૭માં બ્રિટનમાં મહારાણી સત્તા પર હતા. મહારાણી મેરી એ હતા. બીબીસી રેડિયોએ એટલે મહારાણીને પૂછ્‌યું કે ૨ મેના રોજ એમનો જન્મદિવસ છે અને બીબીસી ખાસ કાર્યક્રમ રજૂ કરવા માંગે છે તો તેઓ શું સાંભળા ઈચ્છે છે... શેક્સપિયરનું કોઈક નાટક, ઓપેરા (એટલે કે સંગીત નાટક), સંગીતનો કોઈ કાર્યક્રમ ?
ત્યારે મહારાણીએ અગાથા ક્રિસ્ટીની કોઈ નવલકથાનું નાટક સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. પરિણામે અગાથા ક્રિસ્ટીએ ૩૦ મિનિટ ચાલે એવું નાટક ‘‘ધી બ્લાઈન્ડ માઉસ’’ લખી આપ્યું જે પછીથી ‘‘માઉસ ટ્રેપ’’ તરીકે સ્ટેજ ઉપર રજૂ કરાયું.
એ નાટકને શરૂમાં ત્રણ દિગ્દર્શકોએ લેવાનો ઈન્કાર કરેલો. ચોથાએ લીઘું પણ રજૂ ન કર્યું. પછી એક નાનકડા ડાયરેક્ટરે એ લેવાનું જોખમ કર્યું અને ડરતા ડરતા રંગમંચ પર રજૂ કર્યું. પરંતુ એ નાટક ચાલ્યું અને લંડનના નાટકોનો ઈતિહાસ બની ગયું.
ખૂબીની વાત એ છે કે નાટકની સફળતાનું રહસ્ય હજી કોઈને નથી સમજાતું !

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved