Last Update : 09-May-2012, Wednesday

 
દિલ્હીની વાત
 
ભાજપ સામે મુસીબતો
નવી દિલ્હી, તા. ૮
ભાજપ માટે ખરાબ સમય ચાલી રહ્યો છે. તે એક મુસીબતમાંથી પસાર થાય છે ત્યાંજ બીજી આવીને ઉભી રહે છે. અહીં કેટલાક ઉદાહરણો જોઈએ. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને સીટે આપેલી ક્લીન ચીટ બાદ એમીક્સ ક્યુરીએ ઝાટકો આપ્યો છે. બાબરી ધ્વંસ બાબતે ભાજપના સીનિયર નેતા એલ. કે. અડવાણી પરનો ગાળીયો સીબીઆઈ ટાઈટ કરી રહી છે. પક્ષના ભૂતપૂર્વ વડા બાંગારૃ લક્ષ્મણને ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ છે. રાજ્યસભાના ડેપ્યુટી લીડર એસ.એસ. અહલુવાલીયાએ ઝારખંડમાં હાર મેળવી છે. માત્ર એટલું જ નહીં પણ રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીના મુદ્દે પક્ષમાંથી વિવિધ મંતવ્યો બહાર આવી રહ્યા છે. કેટલાક સમય પહેલાં પક્ષના સીનિયર નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી રાષ્ટ્રપતિની પોસ્ટ માટે યોગ્ય નથી લાગતા. હવે પક્ષના બીજા એક નેતા યશવંત સિંહાએ પક્ષની લાઈન દોરી વટાવીને કહ્યું છે કે તે પ્રણવ મુકરજીના નામને ટેકો આપે છે. ફાયનાન્સ બીલ પરની ચર્ચા વખતે તેમણે આવું કહ્યું ત્યારે ભાજપના અન્ય સભ્યોએ પાટલી થપથપાવી તેનું અભિવાદન કર્યું હતું.
ભાજપમાં જૂથવાદ
આટલા આંચકા ઓછા હોય એમ જૂથવાદ પક્ષ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ જૂથવાદ પક્ષ માટે પડકારરૃપ બન્યો છે. રાજસ્થાનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધીયા અને પક્ષના સીનિયર નેતા ગુલાબચંદ કટારીયા સામ સામે આવી ગયા છે. વસુંધરાને વિધાનસભ્યોનો ટેકો છે જ્યારે કટારીયાને આરએસએસનું પીઠબળ છે. એવી જ રીતે કર્ણાટકમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદુઆરપ્પા અને હાલના મુખ્ય પ્રધાન સદાનંદ ગૌડા વચ્ચે પણ મતભેદો છે. ગુજરાતની વાત કરીએ તો અહીંના મુખ્ય પ્રધાન મોદી અને પક્ષ પ્રમુખ નીતીન ગડકરી વચ્ચે સારા સંબંધો નથી.
ગડકરીના એ ત્રણ નિર્ણયો...
ત્રણ જેટલા નિર્ણયો એવા છે કે જેમાં ગડકરી તેમજ પક્ષને અપમાનીત સ્થિતિમાં મુકાવવું પડયું છે. બીએસપીમાંથી હકાલપટ્ટી પામેલા ભ્રષ્ટ બાબુસિંહ કુશવાહાને સમાવીને ગડકરી પક્ષની ટીકીટ આપવાના હતા પરંતુ પક્ષમાં જ જોરદાર વિરોધ થતા નિર્ણય પડતો મુક્યો હતો. ફરી એકવાર ગડકરીએ એનઆરઆઈ બિઝનેસમેન અંશુમાન મિશ્રને જારખંડમાંથી રાજ્યસભામાં મોકલવા માગતા હતા. તેનો પણ પક્ષમાં જોરદાર વિરોધ થયો હતો. ફરી એકવાર ગડકરીએ અહલુવાલીયાને રાજ્યસભા માટે નોમીનેટ કર્યા હતા પરંતુ હાર મેળવી હતી.
બિહાર ઉત્સવનો વિવાદ
ભાજપ અને તેના એનડીએના સભ્ય જનતાદળ (યુ) બિહાર ઉત્સવના વિવાદમાં સામ સામે આવ્યા છે. રાજ્ય બહાર ઉજવાતા ઉત્સવથી વિવાદ છે. ગયા રવિવારે સુરતમાં ઉજવાયેલા ઉત્સવમાં ભાજપે જનતાદળ(યુ)ના કોઈ નેતાને આમંત્રણ નહોતું આપ્યું. સામા છેડે જનતા દળે(યુ) પણ દિલ્હીમાં અને મુંબઈમાં ઉજવણી કરી ત્યારે ભાજપના નેતાઓને આમંત્રણ નહોતું આપ્યું.
પ્રણવ હસમુખા બન્યા
નાણા પ્રધાન પ્રણવ મુખરજી વારંવાર ગુસ્સો કરે છે તે ખુબ જાણીતી વાત છે. પરંતુ જ્યારથી તેમનું નામ રાષ્ટ્રપતિ પદ માટે ચર્ચાવા લાગ્યું છે ત્યારથી તે માયાળુ વર્તન દાખવતા થઈ ગયા છે. એક દિવસ અગાઉ સુષ્મા સ્વરાજે તેમના નામનો વિરોધ કર્યો છતાં તે સુષ્મા સાથે હસીને વાત કરતા હતા. એનસીપીના નેતા શરદ પવાર સાથે પણ તે હસતા મોઢે વાત કરતા જોવામાં આવ્યા હતા. જો કે આ બધું જોઈ આરજેડી નેતા રઘુવંશ પ્રસાદને આશ્ચર્ય થાય છે. પ્રણવની નજીકના સૂત્રો કહે છે કે દાદાનું બદલાયેલું વર્તન જોઈ યાદવને આશ્ચર્ય થાય છે.
ડી. રાજાને ઉપરાષ્ટ્રપતિ થવું છે
રાષ્ટ્રપતિ પદ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની યાદીમાં રોજ નવો વધારો થઈ રહ્યો છે. ઉપરરાષ્ટ્રપતિ પદ માટેની યાદીમાં સીપીઆઈના ડી. રાજાના નામનો ઉમેરો કરાયો છે. કોઈ બહુ નહીં માને પણ ડી.રાજાને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીનો ટેકો છે. આમ તો મમતા કોમ્યુનિસ્ટોને ધિક્કારે છે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે તેમણે તાજેતરમાં દિલ્હી ખાતેની મુલાકાત દરમ્યાન સંસદના સેન્ટ્રલ હોલમાં રાજ્ય સભાના સભ્ય રાજાને પ્રેમથી આવકાર્યા હતા...
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved