Last Update : 09-May-2012, Wednesday

 

ફ્રાંસ, ગ્રીસમાં ચૂંટણી પરિણામો પછી યુરો તૂટયો
સોનામાં મંદીનો આંચકો ઃ ભાવ તૂટી રૃ.૨૯ હજારની અંદર જતા રહ્યા

ચાંદીએ રૃ.૫૫ હજારની સપાટી ગુમાવી ઃ વિશ્વ બજારમાં ડોલર સામે યુરો તૂટી ત્રણ મહિનાના તળિયે ઉતરી ગયો

(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૮
દેશના ઝવેરી બજારોમાં આજે મંદીનો પવન ઝડપથી ફૂંકાતાં ભાવોમાં મોટા ગાબડાં પડયા હતા. મંદીના આંચકા વચ્ચે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૯૦૦૦ની અંદર જતા રહ્યા હતા. જયારે ચાંદીના ભાવો ગગડી કિલોના પ્રથમ તબક્કે રૃ.૫૬ હજારની અંદર ગયા પછી મોડી સાંજે ભાવો રૃ.૫૫ હજારની અંદર જતા રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં આજે સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૦૪૦ વાળા તૂટી મોડી સાંજે રૃ.૨૮૭૫૦ બોલાઈ ગયા હતા.
જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૧૭૦ વાળા છેલ્લે રૃ.૨૮૮૮૦ બોલાઈ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૬૦૩૦ વાળા આજે મોડી સાંજે રૃ.૫૪૯૫૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ડોલર વધતાં અને ડોલર સામે યુરોના ભાવો ઘટી ૩ મહિનાના નવા નીચા તળિયે ઉતરી જતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની વ્યાપક વેચવાલી વચ્ચે ભાવોમાં ગાબડા પડયાના સમાચારો હતા.
મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો આજે રૃ.૩૦૦૦ જેટલા તૂટી છેલ્લે રૃ.૩૩૮૫૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશદીઠ ભાવો ૧૬૩૮.૫૦થી ૧૬૩૯ ડોલર વાળા આજે ઝડપી તૂટી મોડી સાંજે ૧૬૦૨.૫૦થી ૧૬૦૩ ડોલર રહ્યાના સમાચારો હતા. સોનાના ભાવો વિશ્વ બજારમાં બે દિવસમાં ૪૧થી ૪૨ ડોલર તૂટયા છે.
વિશ્વબજારની મંદીનું મોજું ભારતના ઝવેરી બજારો પર પણ ફરી વળતાં મુંબઈમાં સોનાના ભાવો બે દિવસમાં ૧૦ ગ્રામના રૃ.૫૬૦ જેટલા જયારે બિસ્કિટના ભાવો રૃ.૫૫૦૦ જેટલા તૂટયા છે. ચાંદીના ભાવો બે દિવસમાં રૃ.૧૫૦૦ ગગડયા છે. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૦.૨૫થી ૩૦.૩૦ ડોલર વાળા આજે તૂટી ૩૦ ડોલરની અંદર જતા રહી મોડી સાંજે ૨૯.૩૪થી ૨૯.૩૫ ડોલર રહ્યા હતા.
ફ્રાંસ અને ગ્રીસની ચૂંટણીમાં સત્તા વિરોધી પરિણામો આવતાં યુરોપના દેશોમાં આર્થિક સંકટ દૂર કરવાની પ્રક્રિયાને ફટકો પડવાની ભીતિ વચ્ચે વિશ્વ બજારમાં ડોલર સામે યુરોના ભાવો તૂટી ગયા હતા. યુરોપના દેશોને સંકટમાંથી ઉગારવા ટેક્સ રાહતો દૂર કરવી તથા સરકારી ખર્ચાઓ ઘટાડવા જરૃરી છે.
પરંતુ આ પ્રક્રિયાની વિરોધમાં મતદાનનો ઝોક રહેતાં યુરોપમાં આર્થિક સ્થિતિ નબળી પડી છે. અમેરિકામાં જોબડાટા નબળા આવતાં તેના કારણે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો નીચા આવતાં તેની અસર પણ સોનાના ભાવો પર પડી છે.
દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૩૦૫ ઘટી ૯૯.૫૦ના રૃ.૨૯૧૭૫ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૩૧૫ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો હાજરમાં રૃ.૭૦૦ ઘટી રૃ.૫૫૦૦૦ રહ્યા હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૩૦૦૦ તૂટી રૃ.૬૩થી ૬૪ હજાર બોલાયા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved