Last Update : 09-May-2012, Wednesday

 

'ગાર' મોકૂફીની અસર અલ્પજીવી નીવડી
રિઝર્વ બેંકના ગંભીર નિવેદનના પગલે સેન્સેક્સમાં ૩૬૭ પોઇન્ટનો કડાકો

પ્રારંભિક સુધારા બાદ રૃપિયો પણ ૨૧ પૈસા તૂટયો ઃ નિફ્ટીએ ગુમાવેલી ૫૦૦૦ની સપાટી

અમદાવાદ, તા.૮
રિઝર્વ બેંક દ્વારા વિવિધ પ્રતિકૂળતાઓને ધ્યાનમાં લઈને વ્યાજદરોમાં વધુ ઘટાડાને કોઈ અવકાશ નહીં હોવાના કરેલા નિવેદનની આજે શેરબજારે ગંભીર નોંધ લીધી હતી. મધ્યસ્થ બેંકના નિવેદનના પગલે મુંબઈ શેરબજાર ખાતે આજે એફ.આઇ.આઇ. સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણ પાછળ શેરોની જાતેજાતમાં પીછેહઠ થતાં કામકાજના અંતે સેન્સેક્સમાં ૩૬૬.૫૩ પોઇન્ટનો કડાકો બોલી જતાં તે ૧૬૫૪૬.૧૮ ચાર માસની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.
આમ, ગાર મોકૂફીની અસર અલ્પજીવી પુરવાર થઈ હતી. બીજી તરફ અમેરિકી ડોલર સામે રૃપિયો પણ આજે ૨૧ પૈસા તૂટયો હતો. નાણાં મંત્રી દ્વારા ગઈકાલે (સોમવારે) જનરલ એન્ટિ અવોઇડન્સ રૃલ (ગાર)ના અમલીકરણને એક વર્ષ સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હોવા છતાં એફઆઇઆઇનું માનસ પલટાયું નહોતું વિદેશી સંસ્થાઓ દ્વારા ગઈકાલે પણ શેરબજારના કેશ સેગમેન્ટ ઇન્ડેક્સ ફ્યુચરમાં વેચવાલી હાથ ધરાઈ હતી. જે આ પ્રતિકૂળતાનું હજુ ચોક્કસ નિરાકરણ આવ્યું હતું ત્યાં વળી આજે રિઝર્વ બેંકે બળતામાં ઘી હોમ્યું હતું.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સુધીર ગોકરને ક્રુડ ઓઇલના ભાવોમાં થતી ઉછળકૂદને ધ્યાનમાં લઈને આગામી સમયમાં પણ ફુગાવો અને મોંઘવારીમાં ભડકો થવાનું જોખમ માથે તોળાઈ જ રહ્યું છે તેવું નિવેદન કરીને આ બાબતને ખૂબ જ ગંભીર લેખાવીને આગામી સમયમાં વ્યાજદરમાં વધુ ઘટાડાને કોઈ જ અવકાશ નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
બીજી તરફ વૈશ્વિક સ્તરે પણ વાતાવરણ ડહોળાયેલું છે આંતરરાષ્ટ્રીય મોરચે યુરોપના દેશોના ચૂંટણી પરિણામોમાં સત્તા પરિવર્તન આવતા યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં મુકાયાના સંકેતો પાછળ યુરોપીયન બજારોમાં પણ નરમાઈ તરફી પવન ફૂંકાયેલો હતો.
આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં બે તરફી વધઘટ રહ્યા બાદ રિઝર્વ બેંકના નિવેદનના પગલે એફઆઇઆઇની આગેવાની હેઠળ ચોમેરથી વેચવાલીનું દબાણ આવતા બજારમાં ઝડપથી પીછેહઠ થવા પામી હતી. બપોરે આઇ.ટી. ક્ષેત્રની જાણીતી કંપની કોગ્નીઝેન્ટ દ્વારા નબળા અંદાજોની જાહેરાત કરાતા વેચવાલીનું દબાણ પ્રબળ બન્યું હતું. અને સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ૪૦૯ પોઇન્ટનો પ્રચંડ કડાકો બોલી ગયા બાદ પાછળથી તે બાઉન્સ થયો હતો. જો કે, આમ છતાં કામકાજના અંતે તે કડાકા સાથે જ બંધ રહ્યો હતો.
એફ.આઇ.આઇ. દ્વારા ગઈકાલે કેશમાં રૃા. ૬૩૧ કરોડની વેચવાલી બાદ આજે રૃા. ૩૯૮.૯૮ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. વિદેશી સંસ્થાઓ પાછળ ગામશાહી વેચવાલી નીકળતા આજે એનએસઇનો નિફ્ટી આંક પણ ૧૧૪.૨૦ પોઇન્ટ તૂટતા ૫૧૦૦ની સપાટી ગુમાવીને ૪૯૯૯.૯૫ની સપાટીએ નરમ રહ્યો હતો. ઓલરાઉન્ડ વેચવાલીના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપિટલાઇઝેશન) રૃા. ૯૬૦૦૦ કરોડનું ધોવાણ થતા તે રૃા. ૫૯.૨૯ લાખ કરોડ રહ્યું હતું.
વિદેશી હુંડિયામણ બજારમાં આજે કામકાજનો પ્રારંભ સુધારા તરફી ટોને થયા બાદ નવી લેવાલીએ રૃપિયો સુધરીને રૃા. ૫૨.૬૮ની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. રિઝર્વ બેંકના નિવેદન બાદ શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલીથી ગાબડું પડતા વિદેશી ભંડોળ પાછું ખેંચાતા રૃપિયાનું મોરલ ખરડાયું હતું. આ ઉપરાંત વિદેશમાં ડોલરની મજબૂતાઈના પગલે રૃપિયો ઝડપથી પાછો પડયો હતો અને ઇન્ટ્રા ડે તૂટીને ૫૩.૨૧ની સપાટીએ ઉતરી આવ્યા બાદ પાછળથી બાઉન્સ બેક થતા કામકાજના અંતે ૨૧ પૈસા તૂટીને ૫૩.૧૨ની સપાટીએ નરમ રહ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved