Last Update : 09-May-2012, Wednesday

 
બહુરાષ્ટ્રીય કંપનીઓને કડક સંદેશ
વોડાફોન કર મામલામાં કોઈ પુનર્વિચાર નહીં ઃ પ્રણવ મુખર્જી

વિદેશી મૂડી રોકાણ આકર્ષવા દેશને 'ટેક્સ હેવન' બનવા ન દેવાય

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૮
વોડાફોન પર લાદવામાં આવેલા કરવેરા સંબંધે પ્રચાર યુદ્ધ ચલાવી રહેલી બહુરાષ્ટ્રીય કંપનીઓને કડક સંદેશ પાઠવતા સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે વોડાફોન પર લાદવામાં આવેલા કરવેરા સંદર્ભે કોઈ જ પુનર્વિચારણા નહીં કરવામાં આવે. વિદેશી મૂડી રોકાણને આકર્ષવા માટે ભારતને 'કરવેરાનું સ્વર્ગ' બનાવી દઈ શકાય નહીં.
તેમાં ભારપૂર્વક એ બાબત દર્શાવાઈ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને સુધારવા માટે કાયદામાં સુધારો કરવાનો સંસદને પુરો અધિકાર છે. અને કરમુક્ત દેશોમાંથી સંચાલન કરીને અહીં કર ભરવાથી વેગળા રહી શકાય તેવી સ્થિતિનું હરગીઝ નિર્માણ થવા નહીં દેવાય.
એક પખવાડીક બેઠકમાં બોલતા નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ જણાવ્યું હતું કે મને એ 'ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (ડી.ટી.એ.એ.)'માંથી એવું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું કે એવી સ્થિતિનું નિર્માણ થવા ન દેવાય કે ભારતમાં સંપત્તિ ધરાવનાર કોઈ વ્યક્તિ તેની સંપત્તિમાંથી આવક પ્રાપ્ત કરે. તે છતાં તે અહીં કરવેરા ન ભરે તેમજ તેના મુળ દેશમાં પણ કરવેરા ન ભરે. આ પ્રકારે કેટલીક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. કરમુક્ત દેશોમાં શાખાઓ સ્થાપીને, કેટલીક પેટા કંપનીઓ બનાવીને તેમનો અહીં વ્યવસાય ચાલુ કરે છે. તેમાંથી તેઓ અઢળક નફો પણ કમાય છે. તેમ વોડાફોન જેવા સોદા અંગે પાછોતરી અસરથી કાયદામાં સુધારો કરવા અંગેના પ્રસ્તાવ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું.
લોકસભામાં પણ નાણાબિલ અંગેની ચર્ચા દરમિયાન એક કલાક સુધી તેમણે આપેલા જવાબમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે વોડાફોન પરના કરવેરા એ કાળાનાણાના દૂષણને ડામવા માટેનો ઉપાય છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ આ સંદર્ભે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોર્ટ આ મુદ્દે એવો ચુકાદો આપી ચુકી છે કે વર્ષ ૨૦૦૭માં હજીસન એસ્સારમાં હિસ્સો હોવાના કારણે બ્રિટનની આ બહુરાષ્ટ્રીય કંપની કર ભરવાપાત્ર બનતી નથી.વોડાફોન પ્રકારના સોદાઓને કરવેરામાં આવરી લેવાય તે હેતુથી કરવેરા અંગેના કાયદામાં પાશ્ચાતવર્તી અસરથી સુધારો દાખલ કરવાનો જ્યારથી સરકારે નિર્ણય કર્યો ત્યારથી વિદેશની બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમજ સ્થાનિક મોટી કંપનીઓ જેમનું હિત એક યા બીજી રીતે આવી કંપનીઓ સાથે સંકળાયેલું છે તે એવો પ્રચાર ચલાવી રહી છે કે આ પ્રકારની જોગવાઈથી દેશમાં આવતા વિદેશી મૂડી રોકાણ પર વિપરીત અસર પડશે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved