Last Update : 09-May-2012, Wednesday

 

મુસ્લિમ સાંસદોએ નિર્ણયને આવકાર્યો
હજ સબસિડી દસ વર્ષમાં બંધ કરો ઃ સુપ્રીમ

સબસિડીની રકમનો ઉપયોગ મુસ્લિમોના ઉત્થાન માટે વધુ યોગ્ય રહેશે ઃ સરકારના પ્રતિનિધિ મોકલવા પણ બંધ કરો

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૮
હજ યાત્રા માટે અપાતી સબસીડી આગામી દસ વર્ષ સુધીમાં દૂર કરવાનું સરકારને જણાવતા સર્વોચ્ચ અદાલતે એવી પણ સલાહ આપી હતી કે, વાસ્તવમાં તે રકમનો ઉપયોગ મુસ્લિમ સમાજના સામાજિક અને શૈણક્ષિક વિકાસ માટે કરવો જોઈએ. આ સાથે કોર્ટે હજયાત્રીઓ સાથે જતા શુભેચ્છા પ્રતિનિધિ મંડળ પણ બંધ કરવા જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ આફતાબ આલમ અને ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની બનેલી બેન્ચે આજે આ પ્રમાણે જણાવતા કુરાન-એ-શરીફને પણ ટાંક્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા હજયાત્રા માટે અપાતી સબસીડીની રકમ ૨૦૧૧ના વર્ષમાં રૃા. ૬૮૫ કરોડ સુધી પહોંચી હતી. આનો સંદર્ભ આપતા કોર્ટે તેમ પણ કહ્યું હતું કે, ઘણા મુસ્લિમોને તે જાણી માનસિક અશાંતિ પણ થશે કે, તેમની હજયાત્રાનો મોટા ભાગનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને મુસ્લિમ સાંસદોએ પણ આવકાર્યો છે.
અમો પણ તે વાસ્તવિકતાની ઉપેક્ષા કરી શકીએ તેમ નથી કે, ઘણા અન્ય ધાર્મિક પ્રસંગોને રાજ્યના સાધનો દ્વારા સીધી કે આડકતરી રીતે સહાય કરવામાં આવે જ છે. આમ છતાં અમારું તે મંતવ્ય સ્પષ્ટ રહ્યું છે કે, હજની સબસીડી તો દૂર થવી જ જોઈએ. તેમ પણ ન્યાયમૂર્તિ આફતાબ આલમ અને ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની આ બેન્ચે જણાવ્યું હતું.
અત્યારે કેન્દ્ર સરકાર દરેક હજયાત્રી દીઠ રૃા. ૩૮,૦૦૦નો ખર્ચ ભોગવે છે. આ ખર્ચ ઘટાડવા માટે કોર્ટ નિશ્ચિત સમયમર્યાદા બાંધવા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો અને આજથી જ ૧૦ વર્ષ દરમિયાન આ સબસીડી સંપૂર્ણ રીતે દૂર કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું.
હજયાત્રીઓ સાથે શુભેચ્છા મંડળોની પ્રથા પ્રત્યે પણ નારાજગી દર્શાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સઉદી અરબસ્તાન સાથે સારા સંબંધો સ્થાપવાના ભારતના પ્રયાસોને અમે આવકારીએ છીએ પરંતુ તે માટે ૨૭ સભ્યોનું પ્રતિનિધિ મંડળ મોકલવાની જરૃર નથી એકકે બે સભ્યોનું પ્રતિનિધિ મંડળ પૂરતું છે.
વાસ્તવમાં ૧૯૬૫ના યુદ્ધ પછી પાકિસ્તાને ભારત વિરુદ્ધ પ્રચાર કરવા માટે હજયાત્રાનો ઉપયોગ કરવો શરુ કર્યો હતો અને તે હજયાત્રીઓ સાથે ભારત વિરુદ્ધ પ્રચાર કરવાના હેતુથી જ તેવા પ્રતિનિધિ મંડળો હજયાત્રીઓ સાથે મોકલતું હતું. તે સ્વીકારવા સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, તે સમયે પાકિસ્તાનના દુષ્પ્રચારનો સામનો કરવા હજ-યાત્રીઓ સાથે પ્રતિનિધિ મંડળ મોકલવું જરૃરી હતું પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ હોય તેવી કોઈ જરૃર રહી નથી.
આ સાથે ૨૦૧૨ના વર્ષમાં હજ માટે ફાળવાયેલા ૧૧,૦૦૦ યાત્રીઓના ક્વોટા વિષે સંપૂર્ણ વિગતો રજૂ કરવાનું કેન્દ્ર સરકારને જણાવતા તે માટે હજ કમિટી દ્વારા કઈ ગતિવિધિ અનુસરવામાં આવે છે તે જણાવવા હજ કમિટીને આદેશ આપતા જણાવ્યું હતું કે તેે માટે તેણે એક સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કરવું જોઈએ.
આજે સંસદ ભવનની બહાર મજલિસ-એ-ઇત્તેદાદુલ- મુસલમીન (એમઆઇએમ)ના વડા અસાદુદ્દીન ઓવાઇસીએ તથા સંસદના અન્ય મુસ્લિમ સભ્યોએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો હતો પરંતુ ઓવાઇસીએ તેમ પણ કહ્યું હતું કે આ હજ સબસીડી પૈકી રૃા. ૬૦૦૦ કરોડ તો એર-ઇન્ડિયાને આપવામાં આવે છે. હજયાત્રીઓને નહીં.
સર્વોચ્ચ અદાલતે ચુકાદો મુંબઈ હાઇકોર્ટે આપેલા એક ચુકાદાને પડકારતી કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કરેલી અપીલ સંદર્ભે આપ્યો હતો. મુંબઈ હાઇકોર્ટ તેના તે ચુકાદામાં ૧૧,૦૦૦ હજયાત્રીઓ પૈકી ૮૦૦ હજયાત્રીઓને ખાનગી ઓપરેટર્સ દ્વારા હજ યાત્રાએ લઈ જવા છૂટ આપી હતી. એ યાત્રીઓ વીઆઇપી ક્વોટા પૈકીના હતા જેમને ખાનગી ઓપરેટર્સ દ્વારા હજયાત્રાએ લઈ જવા દેવા મુંબઈ હાઇકોર્ટ આપેલી પરવાનગીને પડકારતી અરજી સુપ્રીમમાં કરી હતી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved