Last Update : 09-May-2012, Wednesday

 

દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ધીમા ફેલાવા પ્રત્યે સેબીએ ચિંતા વ્યક્ત કરી

જીવન વીમા કંપનીઓના લિસ્ટિંગને લગતા મુદ્દાઓ અને ાૃધોરણો લગભગ નિશ્ચિત

ચેન્નઇ, તા.8
મૂડી બજારની નિયામક સિક્યુરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ધીમા ફેલાવા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના વિસ્તરણમાં જે અભાવ જોવા મળી રહ્યો છે તે પ્રત્યે હું ચિંતીત છું એમ સેબીના ચેરમેન યુ. કે. સિંહાએ જણાવ્યું હતું.
દેશનો મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ એક તરફ દબાણ હેઠળ છે અને રોકાણકારોનો તેના પરથી સતત વિશ્વાસ ઉઠતો જાય છે ત્યારે રોકાણકારોને આકર્ષવા માટેના પ્રયત્નો પણ નિષ્ફળ રહેતા હોવાનું જોવા મળી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં પ્રોડકટસની ખરીદી સમયે ૨૦૦૯માં એન્ટ્રી લોડ રદ કરાવા સાથે ઉદ્યોગ પર તેની પ્રતિકૂળ અસર પડી છે અને ઈન્વેસ્ટમેન્ટ પ્રોડકટસ વેચવામાં વિતરકોનો રસ પણ ઉડી ગયો છે. શેરબજારમાં મંદીએ સ્થિતિને વધુ વણસાવી દીધી છે.
ઉદ્યોગના છેલ્લામાં છેલ્લા ફોલિઓ નંબર પર નજર નાંખીએ તો વિસ્તરણનો દર ચાર ટકા કરતાં પણ નીચે ઘણો જ નબળો રહ્યો છે. આ ઉપરાંત ફન્ડ ઉદ્યોગની ૭૫ ટકા એસેટસ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ અને કોલકત્તા જેવા પાંચ મોટા શહેરો ખાતેથી જ આવે છે. રોકાણકારો પ્રોફિટ બુક કરવા માંગતા હોય છે જેને પરિણામે ફોલિઓ ઘટી રહ્યા છે. સેબી હવે પ્રાદેશિક કચેરીઓ શરૃ કરી રહી છે, આ પ્રાદેશિક કચેરીઓ ખાતે માત્ર આઈપીઓની દરખાસ્તને પરવાનગી આપવાની જ નહીં પણ મ્યુચ્યુઅલ ફન્ડસ સંદર્ભમાં પણ સત્તા અપાશે. વિવિધ પ્રકારના લોડ અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ માટે જે સારુ હશે સેબી તે દરેક કરશે. રોકાણકારોએ બજારને લાંબાગાળાના દ્રષ્ટિકોણથી જોવું જોઈએ નહીં કે ટુંકા ગાળાના. બજાર ક્યારેક સારી કામગીરી કરે તો કયારેક ખરાબ. ટૂંકા ગાળે બનતા ઘટનાક્રમોથી રોકાણકારોએ ગભરાઈ જવું ન જોઈએ.
વીમા કંપનીઓના લિસ્ટિંગ અંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, જીવન વીમા કંપનીઓના લિસ્ટિંગને લગતા મુદ્દાઓ અને ધોરણો બાબત સેબી અને ઈરડા વચ્ચે સ્પષ્ટતા થઈ ગઈ છે અને આમાં હવે બહુ સમય નહીં લાગે. જ્યારે બિન -જીવન કંપનીઓના લિસ્ટિંગનો મુદ્દો ઈરડા સાથે ચર્ચા હેઠળ છે.
મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના ફેલાવા માટે બહુવિધ વ્યૂહ ઘડવામાં આવશે. સેબીએ આ માટે પેનલની રચના કરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved