Last Update : 09-May-2012, Wednesday

 

સોદાઓના કુલ મૂલ્યની દૃષ્ટિએ તેનું પ્રમાણ ૧૨ ટકા
કોમોડિટી એક્સચેન્જોના કુલ કામકાજમાં કૃષિ પેદાશોનો હિસ્સો ૩૫ ટકા

અત્યારે કોમોડિટી એક્ચેન્જીસ પર થતાં વાયદાઓના વેપારમાં ૨૭ કૃષિ પાકોમાં સક્રિય કામકાજો થાય છે ઃ અન્ન પ્રધાન

નવી દિલ્હી, મંગળવાર
દેશના વિવિધ કોમોડિટી એક્સચેન્જ ખાતે પાછલા નાણાંકીય વર્ષે કૃષિપેદાશોના વાયદાઓમાં રૃા. ૨૨ લાખ કરોડ રૃપિયાના કામકાજો થયાં હતાં જે કુલ વેલ્યુમાં ૧૨.૧૨ ટકાનો હિસ્સો છે. કુલ કામકાજોમાં આ પ્રમાણ ૩૫.૨૩ ટકા હતું અને એક્સચેન્જીસ ખાતે ૨૭ એગ્રિકલ્ચર કોમોડિટીમાં સક્રિય કામકાજો થાય છે.
રાજ્ય સભામાં આવેલા એક લેખિત પ્રત્યત્તુરમાં અન્ન પ્રધાન કે વી થોમસે કહ્યુ હતું કે નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન ખેતપેદાશોમાં થયેલુ કુલ વોલ્યુમ ૪,૯૪૨.૦૯ લાખ ટન હતું, જે એક્સચેન્જીસ પર થયેલા તમામ કોમોડિટીના કામકાજોમાં ૩૫.૨૩ ટકાનો હિસ્સો બનાવે છે. કુલ કામકાજની કિંમતની દૃષ્ટિએ તેનું પ્રમાણ ૧૨.૧૨ ટકા બને છે.
થોમસે જણાવ્યુ હતું કે નેશનલ અને રિજિયોનલ એમ તમામ એક્સચેન્જીસ ખાતે ફ્યુચર્સ માર્કેટમાં કુલ કામકાજોમાં એગ્રિકલ્ચર કોમોડિટીનો હિસ્સો ૩૫.૨૩ ટકા હતો અને વેલ્યુ ની રીતે તે ૧૨.૧૨ ટકા હિસ્સો છે.
કોમોડિટી માર્કેટમાં અત્યારે ૨૭ કૃષિ ચીજોમાં સક્રિય કામકાજો થાય છે. અમુક ચીજોની કિંમતોમાં વધારાના મામલે પ્રધાને માગ અને પુરવઠાની વિસંગતિ હોવાનું જણાવ્યુ હતું.
તેમણે કહ્યુ હતું કે એપ્રિલ ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨ સુધીના બે વર્ષના સમયગાળામાં ચણા, ગવાર ગમ, ગવાર બી, બટાકા, રાયડો, સરસવ બી અને મેન્થા ઓઈલ જેવી અમુક ચીજોમાં મૂળભૂત રીતે જ માગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત હોવાથી નોંધપાત્ર પ્રમાણમાં ભાવ વધારો જોવા મળ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
કિંમતમાં વધારો અને વાયદાના વેપાર વચ્ચેના સંબંધને લગતા અન્ય એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યુ હતું કે આવનારી ભવિષ્યની તારીખે ચોક્કસ કોમોડિટીમાં કિંમતો કેવી રહેવાની શક્યતા છે તેનો આગોતરી અને કુલ માહિતી જ ફકત ફ્યુચર ટ્રેડિંગ આપે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના વાર્ષિક અહેવાલને ટાંકીને તેમણે કહ્યુ હતું કે ભારતમાં ચોક્ક્સ કોમોડિટીમાં માગ અને પુરવઠા વચ્ચેની ગેપ ઉપરાંતઅન્ય પરિબળો જેમ કે સંબંધિત ચીજના આંતરરાષ્ટ્રીય ભાવમાં થતી વધઘટ અને આયાત ઉપર નિર્ભરતા વગેરેનો પ્રભાવ તેની કિંમત પર પડે છે.
અન્ય એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતું કે કોઈપણ કૃષિ જણસના વાયદાના વેપાર ઉપર પ્રતિબંધ લાદવાનું સરકાર વિચારતી નથી કેમ કે ફ્યુચર ટ્રેડિંગ એક પ્રાઈસ ડિસ્કવરી અને પ્રાઈસ રિસ્ક મેનેજમેન્ટ મિકેનિઝમ છે.
તેમણે જણાવ્યુ હતું કે એક નેશનલ કોમોડિટી એક્સચેન્જમાં નાણાંકીય ગેરરીતિના કિસ્સા બન્યા હોવાનું કોમોડિટી બજારની નિયામક સંસ્થા ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ને જણાયુ હતું.
કોઈપણ એક્સચેન્જનું નામ લીધો વિના તેમણે કહ્યુ હતું કે ફોરવર્ડ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૨ હેઠળ બનેલાં ફ્યુચર્સ માર્કેટના નિયંત્રક એએમસીએ એક રાષ્ટ્રીય એક્સચેન્જમાં થયેલી ફરિયાદોની તપાસ કરી છે અને તેને નાણાંકીય ગેરરીતિઓ આચરાઈ હોવાનું જણાયુ છે. કરચોરી વિષેની ફરિયાદ અંગે પણ તપાસ ચાલુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સરકારે લીધેલા પગલાં વિષેના સવાલમાં તેમણે કહ્યુ હતું કે ગેરરીતિઓ અને તે પછી કરાયેલી તપાસનો રિપોર્ટ તેમને મળ્યો હતો. જોકે, સંડોવાયેલા વ્યક્તિઓ અદાલતમાં ગયાં હોવાથી આ મામલો સબ-જ્યુડિસ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved