Last Update : 09-May-2012, Wednesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૯ મેથી મંગળવાર ૧૫ મે સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઊદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ થકી ફળકથન કરવામાં આવે છે. જેમાં દરેક કાર્ડનાચિત્રનું અર્થઘટન માટે અલગ મહત્ત્વ છે. ટેરટ અંગની વિશાળ માહિતી ઈન્ટરનેટ દ્વારા આજે ગુગલ પર નિઃશુલ્ક પ્રાપ્ત થઈશકે છે તથા આ અંગે વઘુ જાણકારી મેળવી શકાય છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ટેન ઓફ વૉન્ડસનું કાર્ડ તમારા પુરુષાર્થનું ભાવદાયક શુભફળ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે. સંતાનોની કારકિર્દી અને વિવાહ-લગ્ન અંગેના પ્રશ્નોનું લાભદાયક ફળ મેળવી શકાશે. નવી ચીજવસ્તુઓની ખરીદી અંગે ખર્ચાઓ થશે. ટુંકી ધાર્મિકયાત્રાનો યોગ ઉદભવશે. તા. ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫ શુભ.

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - પેજ ઓફ વૉન્ડસનું કાર્ડ તમારા નજીકના સ્નેહીજનો સાથેના સંબંધોમાં સામાન્ય મતભેદ ના ઉદભવે તે અંગે ઘ્યાન રાખવા સૂચવી જાય છે. નાણાંકીય બાબતો માટે મહત્ત્વનાં નિર્ણયો લેવાના આવશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે તથા નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. તા. ૧૩, ૧૪, ૧૫ શુભ.

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - એઈટ ઓફ કપ્સનું ઊલટું આવેલું કાર્ડ તમારા રોજંિદા કાર્યોમાં નવાં ફેરફારો ઊદભવી શકવાનું સૂચવી જાય છે તથા ચાલુ સપ્તાહ દરમ્યાન તમારા નિત્યક્રમમાં થોડા ફેરફારો કરવાના આવશે. કૌટુંબીક સમસ્યાઓ નોંધપાત્ર બનશે તથા કેટલીક બાબતોમાં નોંધપાત્ર નિર્ણય લેવાના આવશે. તા. ૯, ૧૦ શુભ.

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - સેવનઓફ વૉન્ડસનું કાર્ડ તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. યશ મેળવી શકશો. અણધાર્યો નાણાંકીય લાભ પ્રાપ્ત થશે. એકાદ શુભ પ્રસંગની ઊજવણી માટે નિર્ણય લેવાના આવશે. આરોગ્ય અંગે તકલીફ અનુભવી રહેલાઓને રાહત જણાશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ સ્ટારનું કાર્ડ વર્તમાન સમય તમારા ભાગ્ય પરિવર્તન માટે શુભફળદાયક હોવાનું સૂચવી જાય છે તેમજ આ સપ્તાહ દરમ્યાન સંતાનોને સ્પર્શતા વિવાહ-લગ્ન અંગેના પ્રશ્નોને સરળતાપૂર્વક ઊકેલી શકાશે. સંતાનોની કારકિર્દીમાં નવાં ફેરફારો જોવા મળશે. દૂર વસતા સ્નેહીજનોને મળવાનું થશે. તા.૧૧, ૧૨, ૧૩, ૧૪ શુભ.

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - કીંગ ઓફ કપ્સનું કાર્ડ તમારી પ્રામાણિકતાની કસોટી થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભકર્તા બને તથા લાંબા સમયથી જે ચૂકાદાની રાહ જોઈ રહ્યા હો તે નજીકના ભવિષ્યમાં આવી શકશે. મિત્રો સહાયક નીવડશે. તા. ૧૩, ૧૪, ૧૫ શુભ.

 

તુલા (ર. ત.) ઃ The World - ધ ડેથનું કાર્ડ તમારા એકાદ મહત્ત્વનાં કાર્યનો અણધાર્યો અંત આવવાનું સૂચવી જાય છે. કુટુંબમાં વડિલ વ્યક્તિઓના આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા ઊદભવશે. પ્રવાસ- મુસાફરી દરમ્યાન દરેક પ્રકારે સાવધાની રાખવી અન્યથા તમારા સમયપત્રક અનુસાર કામ નહિ થઈ શકે તથા મુશ્કેલીમાં મૂકાવું પડે. તા. ૯, ૧૦ શુભ.

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - નાઈન ઓફ વૉન્ડસનું ઊલટું આવેલું કાર્ડ આ સપ્તાહ દરમ્યાન તમારા માટે એકાદ કસોટીનો પ્રસંગ ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. ખર્ચાઓ વઘુ પ્રમાણમાં થશે તથા નાણાંકીય બાબતોનું આયોજન નુકસાનકારક પૂરવાર થાય. તમારા નોકરી-વ્યવસાયક્ષેત્રે અણધાર્યા ફેરફારો આવશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા રહેશે. તા. ૧૧, ૧૨ શુભ.

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - જજમેન્ટનું કાર્ડ નવાં કાર્યોની શરૂઆત અંગે નોંધપાત્ર નિર્ણયો લઈ શકવાનું સૂચવી જાય છે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા રહેશે. કૌટુંબિક કાર્યોમાં યશ પ્રાપ્ત કરી શકશો. સ્થાન પરિવર્તન માટે નોંધપાત્ર નિર્ણય લઈ શકાશે. તમારૂં એકાદ મહત્ત્વનું કાર્ય સફળ થતા આનંદ ઉત્સાહમાં વધારો થશે. તા. ૯, ૧૦, ૧૩, ૧૪ શુભ.

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ ડેવિલનું કાર્ડ તમારી જીદવૃત્તિ- હઠાગ્રહ એકાદ કાર્યમાં અવરોધ ના સર્જે તે માટે સાવચેતી રાખવા સૂચવી જાય છે. ન ગમતા સમાચાર સાંભળવા મળશે. કારણ વિના પણ અજંપાભરી પરિસ્થિતિનો અનુભવ થશે. આકસ્મિક ખર્ચાઓના કારણે તમારૂં નાણાંકીય આયોજન અસ્તવ્યસ્ત થઈ શકે. તા. ૧૧, ૧૨ શુભ.

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ સનનું કાર્ડ તમારા માનસન્માનમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. કૌટુંબિક કાર્યોમાં સરળતા રહેશે. સ્વજનો સાથેકોઈ કડવાશ ઊદભવી હોય તો તે દૂર થઈ શકશે. જીવનસાથી સાથેના મતભેદોનો સુખદ અંત આવશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૯, ૧૦, ૧૩, ૧૪ શુભ.

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ ટાવરનું કાર્ડ તમારા વર્તમાન જીવનમાં નવાં ફેરફારો ઊદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. કોઈ સમસ્યાથી ચંિતિત હશો તેનો સુખદ ઊકેલ પ્રાપ્ત થશે અને તમારા આનંદઉત્સાહમાં વધારો થશે. કુટુંબની વ્યક્તિઓના સહકાર દ્વારા નાની-મોટી સમસ્યાઓને ઊકેલી શકવામાં સફળતા પ્રાપ્ત થશે. તા. ૯, ૧૦, ૧૧, ૧૨ શુભ.

 

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved