Last Update : 09-May-2012, Wednesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૯-૦૫-૨૦૧૨, બુધવાર
વૈશાખ વદ ચોથ - સંકષ્ટ ચતુર્થી
અગત્સ્યનો લોપ
બજારોમાં - હવામાનમાં ફેરફારી ?

 

દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ., સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૨ મિ., (સૂ) ૬ ક. ૫૪ મિ., (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મૂળ સાંજના ૭ ક. ૪૪ મિ. સુધી પછી પૂર્વાષાઢા આજે સાંજના ૭ ક. ૪૪ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મૂળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મેષ, મંગળ - સંિહ, બુધ - મેષ, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ, રા.દિ. વૈ. ૧૯
માસ-તિથ-વાર ઃ વૈશાખ વદ ચોથ ને બુધવાર.
સંકષ્ટ ચતુર્થી - અગત્સ્યનો લોપ - યમઘંટયોગ સાંજના ૭ ક. ૪૪ મિ. સુધી હવામાનમાં ફેરફારી ?
ચંદ્રોદય ઃ (અ.) રાત્રે ૧૦ ક. ૪૩ મિ.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદિ આખર માસનો ૧૭ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૧ આદર માસનો ૨૫ રોજ આશીશવંધ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હૃદય-મનની પ્રસન્નતા રહે. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ, પત્ની-સંતાન-પરિવારથી હળવાશ, રાહત, આનંદ, નોકરી-ધંધામાં સાનુકૂળતા.

 

વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં, મુલાકાતમાં, ચર્ચાવિચારણામાં, બહારગામી નોકરી-ધંધાની કામગીરીમાં તકલીફ મુશ્કેલી અનુભવો.

 

મિથુન ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા-આનંદ રહે. ધંધો-આવક થાય. બેંકનું કામકાજ થઈ શકે. સંતાનના કામમાં ઘ્યાન આપી શકો.

 

કર્ક ઃ ક્ષણિક હળવાશ, રાહત જણાય પરંતુ પનોતીની પ્રતિકૂળતાથી સરળતા જણાય નહીં. નોકરી-ધંધાના કામમાં, નાણાંકીય પ્રશ્નમાં ચંિતા રહે.

 

સંિહ ઃ ધર્મકાર્ય થાય. સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં ચંિતા-રૂકાવટ છતાં અન્યનો સહકાર મળી રહે.

 

કન્યા ઃ મકાન-જમીન-મીલકતના પ્રશ્નમાં, ઘર પરિવારના પ્રશ્નમાં, પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા છતાં કામના ઉકેલમાં સાનુકૂળતા થતી જાય.

 

તુલા ઃ ધર્મકાર્ય, યાત્રાપ્રવાસ- મુલાકાતથી આનંદમાં રહો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચાવિચારણા થાય.

 

વૃશ્વિક ઃ માનસિક વ્યગ્રતા-ચંિતા હળવી થાય. નાણાંકીય મુંઝવણમાં અન્યનો સહકાર મળવાથી, ધંધો-આવક થવાથી વ્યવહાર સચવાઈ જાય.

 

ધન ઃ ચંિતા-મુશ્કેલી હળવી થાય. ધર્મકાર્ય થઈ શકે. નોકરી-ધંધાનું વિલંબમાં પડેલ કામ ઉકેલાય. કાપડના, તૈયાર વસ્ત્રોના ધંધામાં ધંધો થાય.

 

મકર ઃ વધારાની કામગીરીની વ્યસ્તતા-ચંિતા ખર્ચ જણાય પરંતુ ધીરજથી, શાંતિથી તમે તમારા કામનો ઉકેલ લાવીશકો. હળવાશ થતી જાય.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામની ચંિતા-રૂકાવટ ઉકેલાતા આપ આપના પુત્રપૌત્રાદિકના, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ બેચેની રહ્યા કરે.

 

મીન ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. સંતાનના કામમાં હળવાશ, રાહત રહે. તમારા અંગત કામમાં ઘ્યાન આપી શકો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૯-૦૫-૨૦૧૨, બુધવાર

 

આજથી શરૂ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષારંભથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામમાં કોઈ નુકસાન, બંધન થાય નહીં તેની તકેદારી રાખવી વિશેષમાં

 

- વર્ષ દરમ્યાન તમારા કાર્યક્ષેત્રમાં અન્યના કારણે રૂકાવટ

 

- મુશ્કેલી અનુભવો. મહેનત તમારી અને ફળ બીજાને, લાભ-ફાયદો અન્યને થાય છતાં તમારે તમારી સ્વસ્થતા જાળવવી પડે.

 

- આ વર્ષમાં વડીલવર્ગના આરોગ્યનું ઘ્યાન રાખવું પડે. તે સિવાય પત્ની-સંતાનના નસીબ-ભાગ્યથી તમને ઓછી તકલીફ પડે.

 

- પુત્ર પૌત્રાદિકના વિદ્યાભણતર-વિવાહલગ્નના પ્રશ્ને ચંિતા-ખર્ચ રહે. દત્તક પુત્ર હોય તો તેની ચંિતા-તકલીફ રહે.

 

- સ્ત્રી વર્ગને વર્ષ દરમ્યાન ઘર-પરિવારના પિયરપક્ષના પ્રશ્ને ચંિતા રહે. જશ મળે નહીં.

 

- વિદ્યાર્થીવર્ગે વર્ષારંભથી ભણવામાં ઘ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કોઈ પુરૂષ પોતાની મોટરકારનો દરવાજો ખોલીને ઊભો રહીને પત્નીને મોટરમાં બેસવા હાથ વતી ઈશારો કરે તો સમજવું કે... કાં તો કાર નવી છે અથવા પત્ની નવી છે!

[Top]
 

આજ ની રેસીપી

ગરમીની વચ્ચે શીતળતાનો અહેસાસ કરાવતાં આઇસ્ક્રીમનો આસ્વાદ

આઇસ્ક્રીમ ધૂઘરા અને કરકરા કાજુ

 

સામગ્રીઃ- ૧ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧ મોટો ચમચો કોર્નફ્‌લોર, બ્રેડની ૬ સ્લાઇસ, થોડા ટીપાં સ્ટ્રોબેરીનો રંગ અને એસેન્સ, તળવા માટે ૧૦૦ ગ્રામ ઘી, શેકેલા કરકરા કાજુના ટુકડા, લીલી કેન્ડી સજાવટ માટે.

 

રીતઃ- એક જાડા તળીયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો. ઉભરો આવે પછી આંચ ધીમી કરી દઇ પાંચ-સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી તે ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો. હવે એ ઉકાળેલા દૂધમાંથી અડઘું દૂધ એક તપેલીમાં કાઢી લઇ જુંદું રાખો.

 

એક વાટકીમાં કોર્નફ્‌લોર લઇ તેમાં ઠુંડું પાણી રેડી મિશ્રણ બનાવો. આ મિશ્રણને ઉકળતાં દૂધમાં નાંખી ઝડપથી હલાવો, જેથી તેમાં ગઠ્ઠા ન જામે. દૂધ એકદમ ઘટ્ટ થઇ જાય એટલે નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી એસેન્સ અને રંગ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને આઇસટ્રે અથવા એલ્યુમિનિયમના ઉંડા વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ સરસ રીતે જામે તે માટે મિશ્રણને એક-બે વાર વલોવવું જોઇએ. છેલ્લે આઇસ્ક્રીમના ગોળ સંચામાં મિશ્રણ ભરી ફ્રીઝમાં જામવા મૂકી દો.

 

આ દરમિયાન એક કડાઇમાં ઘી ગરમ કરો. બ્રેડની સ્લાઇસને વાટકીની મદદથી ગોળાકાર કાપી ઘીમાં આછા બાદમી રંગની થાય ત્યાં સુધી તવો અને પેપર પર મૂકી રાખો. તપેલીમાં જુદા કાઢેલા દૂધમાં તળેલી બ્રેડને પલાળો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં બ્રેડ પલળી જશે. આ બ્રેડને સાચવીને છૂટી પાડી એક મોટી પ્લેટમાં ગોઠવી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો.

 

પીરસતાં પહેલાં દૂધમાં પલાળેલી એક સ્લાઇસ પર સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નાનકડો ટુકડો મૂકો. ત્યારબાદ બ્રેડને વચ્ચેથી વાળી દઇ ધૂઘરા જેવો આકાર આપી બન્ને હાથથી વચ્ચેથી દબાવીને ઠંડી કરેલી પ્લેટમાં મૂકી દો.

 

આ રીતે જેટલા જરૂરી હોય, તેટલા આઇસ્ક્રીમ ધૂઘરા બનાવી ઠંડી કરેલી પ્લેટમાં ગોઠવતાં જાવ તેના પર કાજુના ટુકડા અને લીલી કેન્ડીથી સજાવટ કરી મહેમાનોને પીરસો.

 

આ આઇસ્ક્રીમ બનાવતી વખતે બધી વસ્તુઓને બરફમાં ઠંડી કરીને રાખો અને આઇસ્ક્રીમ ધૂઘરા ઝડપથી બનાવો જેથી આઇસ્ક્રીમ ઓગળી જાય ત્યાર પહેલાં પ્લેટ મહેમાન પાસે પહોંચી જાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved