Last Update : 08-May-2012, Tuesday

 

આજના ૧૦ સિરીયસ સવાલો...

 
ભ્રષ્ટાચાર અને મોંઘવારી સિવાય પણ કેટલાક સિરીયસ સવાલો હોય છે, જે એકદમ સીધા સાદા લાગતા હોવા છતાં બહુ ભેદી હોય છે...
* * *
(૧) જો દુનિયાના તમામ દેશો દેવામાં ડૂબેલા છે તો બોસ, ‘લેણદાર’ દેશો કોણ છે?
* * *
(૨) જો આઈપીએલમાં પ્લેયરોને ૨૦-૨૫ બોલ રમવાના કે બે-ચાર ઓવર બોલંિગ કરવાના કરોડો રૂપિયા મળે છે યાર, એ લોકો પાંચ પાંચ દહાડની પેલી બોરંિગ ટેસ્ટ મેચો શું કામ રમ્યા કરે છે?
* * *
(૩) કેન્સર ફેલાતું અટકાવવા માટે સ્મોકંિગ પર પ્રતિબંધ મુકવામાં આવે છે તો એઈડ્‌ઝ ફેલાતો અટકાવવા માટે કોઈ ‘પ્રવૃત્તિ’ પર પ્રતિબંધ કેમ નથી મુકતા ?
* * *
(૪) દરેક ધર્મના વડાઓ માણસને જો શાંતિ જ આપવા માગતા હોય તો આવડાં મોટાં મોટાં લાઉડ સ્પીકરો શા માટે વાપરતા હશે?
* * *
(૫) કહે છે કે ‘‘ચોથું વિશ્વયુદ્ધ પથ્થરોથી લડાશે.’’ તો મારા સાહેબ, ભારતનું સંરક્ષણ ખાતું અત્યારથી અબજો ડોલર ખર્ચીને પથ્થરો કેમ નથી ખરીદી લેતું ?
* * *
(૬) આપણું મગજ હજારો મેગા-બાઈટ્‌સ મેમરીને સંઘરી શકે છે એ ખરું, પણ બરોબર એકઝામ વખતે જ એ બધી મેમરી ક્યાં જતી રહે છે ?
* * *
(૭) તમે કહો છો કે ‘‘ગઈકાલના માનવી કરતાં આજનો માનવી વધારે દુઃખી છે...’’ તો યાર, ગઈકાલનો માનવી એક દિવસ વધારે શા માટે જીવે છે ?
* * *
(૮) જો પુસ્તકો માનવીના સાચા મિત્રો હોય તો... લાઈબ્રેરીમાં આપણને વાતો કેમ નથી કરવા દેતા ?
* * *
(૯) જો ભારતના અબજો-ખર્વો રૂપિયા સ્વીસ-બેન્કોમાં પડેલા છે તો આપણે વર્લ્ડ-બેન્કની લોનો શું કામ લીધા કરીએ છીએ? ડાયરેક્ટ સ્વીસ-બેન્કની લોન લો ને!
* * *
(૧૦) અને દસમો સવાલ એ છે કે... માત્ર ટારગેટ પુરો કરવા માટે લોકો વાહિયાત સવાલ કેમ બનાવી નાંખે છે ?
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved