Last Update : 08-May-2012, Tuesday

 
ફ્રાન્સમાં સત્તાપલટો
ફ્રાન્સના પ્રમુખપદની ચૂંટણીમાં તેના સત્તાધારી પ્રમુખ અને ‘યુનિયન ફોર અ પોપ્યુલર મુવમેન્ટ’ પક્ષના ઉમેદવાર સાર્કોઝીનો પરાજય થયો છે. તેમના હરીફ, સમાજવાદી પક્ષના ઉમેદવાર ફ્રાંસવા ઓલોંદ ચૂંટણીપ્રચારની શરૂઆતથી જ સાર્કોઝી પર સરસાઇ ભોગવતા હતા, જે છેવટ સુધી જળવાઇ રહી. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સાર્કોઝી કરતાં ઓલોંદને ચારેક ટકા મત વધારે મળ્યા. તેના પગલે અંતિમ પરિણામો જાહેર થાય તે પહેલાં સાર્કોઝીએ પોતાની હાર કબૂલી લીધી. હવે ૫૭ વર્ષના ઓલોંદ ફ્રાન્સના સાતમા પ્રમુખ બનશે. છેલ્લા દોઢેક દાયકામાં તે ફ્રાન્સના પહેલા સમાજવાદી પ્રમુખ બનશે. તેમની પહેલાં ફ્રાંસવા મિત્તરાં સમાજવાદી ઉમેદવાર તરીકે લાંબા સમય સુધી ફ્રાન્સના પ્રમુખ રહ્યા હતા.
સાર્કોઝીની હારથી ફ્રાન્સમાં કે બાકીના વિશ્વમાં ભાગ્યે જ કોઇને આશ્ચર્ય થયું છે. છેલ્લા થોડા સમયમાં જમણેરી સાર્કોઝી ફ્રાન્સમાં એટલા અળખામણા બન્યા હતા કે ચૂંટણીમાં તેમના વિરુદ્ધનું મોજું આવશે અને સાર્કોઝીનો સાવ સફાયો કરી નાખશે, એવું કેટલાકને લાગતું હતું. તેની સરખામણીમાં સાર્કોઝીને મળેલો પરાજય સન્માનજનક હોવાનો પણ એક મત છે. પરાજય અલબત્ત પરાજય છે.
સાર્કોઝી અગાઉથી જાહેર કરી ચૂક્યા છે કે ચૂંટણીમાં તે હારશે, તો પછી ચૂપચાપ પોતાનો જૂનો દરજ્જો સ્વીકારી લેવાને બદલે, તે સક્રિય રાજકારણમાંથી દૂર થઇ જશે. પ્રમુખપદની ચૂંટણી પછી હજુ સંસદની ચૂંટણી બાકી છે. તેમાં પણ સમાજવાદીઓનો જયજયકાર અને સાર્કોઝીના જમણેરી પક્ષની હાર થાય, તો સાર્કોઝી માટે નિવૃત્તિનો જ વિકલ્પ રહે છે. કારણ કે, એ સંજોગોમાં ફક્ત હોદ્દો જ નહીં, મહત્ત્વના નિર્ણયો કરવાની સંપૂર્ણ સત્તા અને એવા નિર્ણયો કરનારી સંસ્થાઓ પરની સંપૂર્ણ પકડ સમાજવાદીઓની થઇ જશે.
સાર્કોઝીની હાર અપેક્ષિત ગણાતી હોવાનાં ઘણાં કારણ છે. યુરોપિઅન યુનિયન છેલ્લાં થોડાં વર્ષોથી કપરી આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. તેની સામે બાથ ભીડવાનું કામ ભલભલા નેતાઓને હંફાવી રહ્યું છે. યુરોપના એક માત્ર સદ્ધર-સમૃદ્ધ દેશ જર્મનીની રાહબરી તળે, ગ્રીસ જેવા દેશોને તગડી રકમોનાં બેઇલ આઉટ પેકેજ મળી રહ્યાં છે, પણ તેની સાથે જોડાયેલી કરકસરની આકરી શરતોથી એ દેશોના નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાય છે અને સત્તાધીશો માટે તેમના હોદ્દા કાંટાળા તાજ બન્યા છે. દેશની કપરી આર્થિક સ્થિતિ માટે અને જર્મનીની આકરી શરતો કબૂલ રાખનાર તરીકે સઘળો આળીયોગાળીયો વર્તમાન નેતાગીરી પર આવે છે. એટલે નાગરિકો પહેલી તક મળ્યે હાલના સત્તાધારી નેતાઓને ફગાવી દેવા ઉત્સુક છે.
સાર્કોઝીની અપ્રિયતાનું બીજું એક કારણ તેમની વૈભવી અને છટાદાર જીવનશૈલી છે. ગ્લેમરસ ગાયિકા કાર્લા બુ્રની સાથેના લગ્ન અને સહવાસને કારણે તથા બુ્રનીના કથિત પ્રભાવના આરોપસર ચર્ચામાં રહેતા સાર્કોઝીના માર્ક ઘટ્યા છે. તેમની જમણેરી વિચારધારા અને અનમ્ર શૈલી પણ મતદારોને વિમુખ કરવામાં ભાગ ભજવી ગઇ છે. તેમની સરખામણીમાં ફ્રાંસવા ઓલોંદ લૉ પ્રોફાઇલ નેતા છે. ત્રણેક વર્ષ પહેલાં તો તેમનું નામ પણ બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ ધીમી અને મક્કમ ગતિએ તેમણે પોતાની આગેકૂચ જાળવી રાખી અને પ્રમુખપદ માટેનો પોતાનો દાવો મજબૂત બનાવ્યો હતો. ઓક્ટોબર, ૨૦૧૧માં સમાજવાદી પક્ષના પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમની પસંદગી થઇ ત્યાર પછી એક પણ વાર સાર્કોઝી તેમની પર સરસાઇ મેળવી શક્યા હોય એવું જણાયું નથી. ટીવી પર યોજાયેલી તેમની વચ્ચેની એક માત્ર જાહેર ચર્ચામાં પણ ઓલોંદનું પલ્લું ભારે રહ્યું હતું.
દેશના પ્રમુખપદે ચૂંટાવું બેશક ગૌરવ અને આનંદની લાગણી પ્રેરનારું હોય છે, પણ એ દેશ વર્તમાન સમયનું ફ્રાન્સ હોય તો સુખદ લાગણીઓની સાથે ચંિતા અને માથાકૂટનો પણ અપરંપાર રહેવાનાં છે.
ખુદ ઓલોંદે જાણે છે કે પ્રમુખ બન્યા પછી સત્તા ભોગવવા કરતાં, બગડેલી સ્થિતિ સુલટાવવામાં તેમનો મોટો સમય જવાનો છે. જેમ કે, હોદ્દો ગ્રહણ કર્યા પછી તે સૌથી પહેલાં જર્મની જશે. કારણ કે યુરોપિઅન યુનિયનની આર્થિક અવદશા અને ફ્રાન્સના ભાગે આવેલાં કરકસરનાં પગલાં અંગે તેમણે વચલો રસ્તો કાઢવાનો રહેશે.
ગંભીર રાષ્ટ્રિય સમસ્યા કહી શકાય એવા પ્રશ્ને નાગરિકો એક ઉમેદવારને જાકારો આપીને બીજાને ચૂંટે ત્યારે તેમના માથે જવાબદારીઓની સાથોસાથ લોકોની અપેક્ષાનો વધારાનો ભાર આવી પડે છે. વિજય પછીની ક્ષણોમાં ઓલોંદે કહ્યું હતું કે ‘મારી જીતથી દેશો અને તેના વડાઓ ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પણ નવી આશા બંધાઇ છે. (જર્મની દ્વારા સૂચિત) કરકસરનાં આકરાં પગલાંનો અમે અંત આણીએ એ માટે લોકો અમારા ભણી મીંટ માંડીને બેઠા છે.’ સત્તા સંભાળ્યા પછી પ્રાથમિક ધોરણે ઓલોંદ કરવેરાના માળખામાં મોટા પાયે ફેરફાર કરે એવી સંભાવના છે. તેમની સામેનો સૌથી મોટો પડકાર કરકસર અને વિકાસ વચ્ચે લોકપ્રિય સંતુલન સાધવાનો છે- એવું સંતુલન જેને જર્મની માન્ય રાખે અને પોતાના નાગરિકો દુભાય નહીં.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved