Last Update : 08-May-2012, Tuesday

 

પ્રાદેશિક પક્ષો હજુ સંમત નથી
રાષ્ટ્રપતિ પદ માટે રાજકીય ગજગ્રાહ; પ્રણવ ટોપ પર

- પ્રજાને વિદેશ પ્રવાસ કર્યા કરતા નહીં પણ પ્રજા તરફી પગલાં લે એવાની જરૂર

 

રાષ્ટ્રપતિ પદ માટે રાજકીય પક્ષો વચ્ચે ગજગ્રાહ ચાલે છે. ક્યારેક પ્રણવ મુખરજી, હમીદ અન્સારીના નામો સપાટી પર આવે છે જ્યારે કેટલાક એપીજે અબ્દુલ કલામનું નામ ટોપ પર આવે છે. આટલા રાજકીય ગજગ્રાહ વચ્ચે લાભ એ થયો છે કે કોઈ રાજકીય પક્ષ પાસે બહુમત ના હોવાથી તે પોતાની પસંદગીનો કોઈ પણ ઉમેદવાર મુકી શકે એમ નથી.
રાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ચાર ગરણીમાંથી ગાળેલો હશે. આ ચાર ગરણીમાં કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પક્ષ, તૃણમૂલ કોંગ્રેસનો સમાવેશ થાય છે. આશા રાખીએ કે ભારતને કડક નિર્ણય લેનાર રાષ્ટ્રપતિ મળે...
ભારતની રાજકીય કમનસીબી તો જુઓ બધા જવાબદાર રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિના હોદ્દાને રાજકીય પ્યાદું બનાવી દીધો છે. કોઈ કહે છે કે મુસ્લિમ ઉમેદવાર જોઈએ તો કોઈ કહે છે કે ભાજપવાળા ફાવવા ના જોઈએ, તો ભાજપ ઇચ્છે છે કે કોંગ્રેસની મનમાની ના ચલાવવી જોઈએ. પ્રાદેશિક પક્ષો જે રીતે રાજકીય ચેસ રમે છે તેની સામે તો દેશના મુખ્યપક્ષો પણ નબળા પુરવાર થાય છે.
દેશના પ્રાદેશિક પક્ષોની મુઠ્ઠીમાં દેશના સર્વોચ્ચ હોદ્દાની પસંદગી માટેની ચાવી હોય એ રાજકીય તોડબાજીની આમંત્રણ આપવા સમાન ઘટના છે.
ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તેમની ટર્મ પુરી થવાના છેલ્લા દિવસોમાં વિદેશ પ્રવાસે જાય તેના બદલે ટેબલ પરની ફાંસીની સજાની ફાઈલો અને નવા કાયદા અંગેની ફાઈલો ક્લીયર કરવાની જરૂર હતી.
ભારતના લોકોને વિદેશ પ્રવાસમાં વ્યસ્ત રહેનાર રાષ્ટ્રપતિ નથી જોઈતા પણ પ્રજાની તરફેણમાં નિર્ણયો લે તેવા જોઈએ. રાષ્ટ્રપતિના ટેબલ પર પડેલી ફાંસીની સજાની ફાઈલો પરની ઘૂળ ખંખેરીને ફટોફટ ફાંસીના આદેશો આપે એવી સિસ્ટમ ઉભી કરવાની જરૂર છે. સેંકડોને મારી નાખનારા અને સુપ્રીમ કોર્ટે જેને ફાંસીની સજા ફરમાવી હોય એવા લોકો હવે રાષ્ટ્રપતિને દયાની અરજી કરીને લહેરથી સરકારી રોટલાં ખાઈને જીવે છે. ત્રાસવાદી કસાબ કે સંસદ પર હુમલો કરવાનું ષડયંત્ર કરનારા અફઝલ ગુરૂ જેવાઓને તાત્કાલીક ફાંસી નહીં આપીને રાષ્ટ્રપતિ શું સિદ્ધ કરવા માગે છે એ જ ખબર નથી પડતી.
રાષ્ટ્રપતિને થતી દયાની અરજી એ હવે ખૂંખાર ગુનેગારોને જીવી જવાની નવી બારી મળી ગઈ છે. રાષ્ટ્રપતિપદ એ વિદેશમાં પ્રવાસે જવાનું અને ઉદ્ધાટનો કર્યા કરવાનું માઘ્યમ બની ગયું છે. રાષ્ટ્રપતિના ભાષણો પર પણ સમાચાર માઘ્યમો સહિતના લોકો કોઈ મહત્વ નથી આવતું.
રાષ્ટ્રપતિના હોદ્દાની ગરીમા જો કોઈએ તોડી હોય અને જો કોઈએ આ હોદ્દાને લૂલો બનાવ્યો હોય તો તે ખુદ રાજકીય પક્ષો છે. જે સુપ્રીમ હોદ્દા માટે આટલું રાજકારણ ખેલાઈ રહ્યું છે તે નવા રાજકીય જોડાણ તરફ પણ ભારતના રાજકારણને લઈ જઈ શકે છે.
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન બંધ બારણે શું વટાવ્યું તેની કોઈને ખબર નથી પડી પણ સોનિયા ગાંધી અને મમતા બંનેએ નવા રાષ્ટ્રપતિ અંગેનું રહસ્ય અકબંધ રાખ્યું છે. બીજી તરફ સમાજવાદી પક્ષે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે નોન-પોલીટીકલ રાષ્ટ્રપતિ ના હોવા જોઈએ.
રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે રમાતી રાજકીય ગેમ પ્રજા જોઈ રહી છે. જે રીતે ખેંચાખેંચ થઈ રહી છે તે દર્શાવે છે કે મુખ્ય રાજકીય પક્ષોને પ્રાદેશિક પક્ષો નચાવી રહ્યા છે. એક વાત એ પણ નિશ્ચિત બની ગઈ છે કે નોન-પોલીટીકલ પર્સનાલીટીને આ રાજકીય પક્ષો રાષ્ટ્રપતિ બનાવશે નહીં અને જેને પણ બનાવે તે તેમના દબાવમાં રહે એમ તેમને પ્રપોઝ કરનાર ઇચ્છે છે.
સમાજવાદી પક્ષના વડા મુલાયમસંિહ યાદવ અને મમતા બેનરજી વચ્ચેની મુલાકાતનો નિષ્કર્ષ ખબર નથી પડી એમ સોનિયા ગાંધી અને મમતા બેનરજી વચ્ચેની બેઠકની વિગતો અંગે કશું ખબર નથી પડી. પ્રણવ મુકરજી અંગે સીધેસીધી સર્વ સંમતિ નથી એપણ દેખાઈ આવે છે. એવી પણ વાતો વહેતી થઈ છેકે કોંગ્રેસે ભાજપનો સંપર્ક કરીને જણાવ્યું છે કે તમે અમને રાષ્ટ્રપતિની પસંદ માટે ટેકો આપો તો અમે ઉપરાષ્ટ્રપતિ માટે તમને ટેકો આપીએ. જો કે ભાજપે કોઈ પોઝીટીવ પ્રતિભાવ નથી આપ્યો. આ ઘટના પરથી લાગે છે કે રાષ્ટ્રપતિ પદની પસંદગી માટે તીવ્ર ખેંચાખેંચી ચાલુ રહી છે.
રાષ્ટ્રપતિ જેવી સન્માનીય સર્વોચ્ચ પોસ્ટ માટે ખેલાતા રાજકારણને જોઈને પ્રજાને આઘાત લાગે છે. જેની પાસે બહુમતી હોય તે ઇચ્છ છે કે રાષ્ટ્રપતિ બનાવી શકે એવી સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. રાજકારણની બહારની વ્યક્તિનું નામ પણ ચર્ચી શકાય એમ નથી. રાજકારણના આટલા દાવપેચ પછી જે પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનશે તે કોઈ રાજકીય પક્ષના પ્રભાવ હેઠળ કામ કરે તે પણ સ્વાભાવિક છે. આ સંજોગોમાં તટસ્થ રાષ્ટ્રપતિ દેશને મળશે એવી કોઈ શક્યતા દેખાતી નથી.
છેલ્લે આ લખાય છે ત્યારે રાજકીય ગણમાં નાણાપ્રધાન પ્રણવ મુખરજીનું નામ ટોપ પર છે. તે રાષ્ટ્રપતિ બને એ અંગે કોઈએ દેખીતો અને સ્પષ્ટ વાંધો રજૂ કર્યો નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 

 

 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved