Last Update : 08-May-2012, Tuesday

 
* દુનિયામાં કેટલું સોનું છે ?
* સૌથી વઘુ સત્તાવાર સોનું કયા દેશ પાસે છે ?
* આપણા દેશમાં સૌથી વઘુ સોનું કયા પ્રદેશો ખરીદે છે ?
* ઔદ્યોગિક ક્ષેત્રોમાં સોનું વઘુ ઉપયોગમાં લેવાય છે... એ વાતમાં કેટલું તથ્ય છે ?

 

દુનિયામાં કેટલું સોનું છે એ કહેવું જો કે મુશ્કેલ છે છતાં કેટલાક શંશોધનકારોએ કરેલી ગણતરી પ્રમાણે (અનુમાન) પૃથ્વીની સપાટી ઉપર (એટલે ખાણોમાં નહીં) ૧,૬૫,૦૦૦ મેટ્રીક ટન સોનું હશે. (આવી બાબતોમાં સંશોધકો, વૈજ્ઞાનિકો, ઇતિહાસકારો, નૃવંશશાસ્ત્રીઓ ‘હશે’ શબ્દ વાપરવાના બદલે ‘છે’ શબ્દ વાપરે છે જે ગેરમાર્ગે દોરે છે. દા.ત. વાંદરામાંથી માણસ થયાનો સિઘ્ધાંત અર્ધ પાગલ એવા ડાર્વિનનું માત્ર અનુમાન છે.. એ પછી એણે પોતાના અનુમાનને સિઘ્ધાંતનું રૂપ આપવા આડાઅવળા અંકોડા ઊભા કર્યા. હવે આડાર્વિન થયો બ્રિટનમાં અને ત્યારે આખી દુનિયા ઉપર બ્રિટનનું રાજ્ય હતું.. અમેરિકા હજી આંતરવિગ્રહમાં હતું અને જાગેલું નહીં એટલે બ્રિટને ડાર્વિન અનુમાનને સિઘ્ધાંત તરીકે એવો ઠોકી દીધો કે આજે પણ દુનિયા માને છે કે માનવ વાનરમાંથી આવ્યો છે ! આ સિઘ્ધાંતની તરફેણમાં જેટલા પુરાવા છે એટલા જ વિરૂઘ્ધમાં પણ છે... છતાં ચાલે છે ! પેલી આપણી કહેવત છે ને કે ‘દુનિયા ઝુકતી હૈ... ઝુકાનેવાલા ચાહિયે !’ ટૂંકમાં અનુમાન એ અનુમાન જ છે. એટલે ‘સોનું કેટલું છે ?’ એના જવાબમાં ‘હશે’ જ આવે કારણ કે કોઇ ઘરે ઘરે ફરીને સોનું જોખવા નથી ગયું.
વળી એવું પણ બને કે આટલું સોનું કદાચ એકલા આપણા દેશમાંથી પણ નીકળે ! કારણ કે આપણે ત્યાં સોનાની લંકા હતી... એ તો ઠીક, પણ આપણા સોમનાથ મહાદેવમાં અપરંપાર સોનું હતું.. એય ઠીક તો આપણા પાટણમાં સેંકડો ઘરો ઉપર સોનાની છત હતી અને હજી હમણાં જ દક્ષિણ ભારતના એક મંદિરના ત્રણ ખજાનાઓમાંથી પણ અપરંપાર સોનું મળ્યાના અહેવાલ હતા.
છતાં અત્યારે માની લઇએ કે પૃથ્વી ઉપર લગભગ ૧ લાખ ૬૫ હજાર મેટ્રીક ટન સોનું છે. જે બધા ખજાનાઓમાં સોનું પડયું છે એની આમાં ગણતરી કરી નથી. ફકત સરકારો અને દુકાનોમાં પડેલા સોનાની આમાં ગણતરી કરી છે.
અચ્છા, સોનું મેળવવા ધરતી કેટલી ખોદી ગઈ એનો અંદાજ એ વાત ઉપરથી લગાવો કે.. અમેરિકાના કેલિફોર્નિયામાં સોનું હોવાના અંદાજના (અનુમાન) આધારે ૧૮૪૯ની સાલમાં સોનાની ખાણ શોધવા માટે ખાણ ખોદનાર ૪૦,૦૦૦ મજૂરો ૨,૦૦,૦૦૦ કરતાં વઘુ સ્થળો ઉપર ખોદકામ કરેલું પરંતુ સોનું થોડાક જ માણસોને મળેલું.
બાકી સત્તાવાર રીતે દુનિયાની સરકારો પાસેના સોનાની વાત કરીએ તો આપણો દેશ ભારત દુનિયામાં ૧૦મા સ્થાને છે. (સરકાર પાસેના સત્તાવાર સોનાની વાત છે) એ રીતે સરકાર પાસેના સત્તાવાર સોનાની દ્રષ્ટિએ અમેરિકા પાસે બધા જ દેશો (એટલે સરકારો) કરતાં વઘુ સોનું છે... ૮,૧૩૪ ટન... જયારે બીજા સ્થાને (નંબરે) જર્મની છે. જર્મની પાસે ૩,૪૦૮ ટન સોનું છે.
એ પછી ક્રમશઃ જોઈએ તો, ફ્રાન્સ પાસે ૨,૪૪૫ ટન, ચીન પાસે ૧,૦૫૪ ટન, સ્વીટઝરલેન્ડ પાસે ૧,૦૪૦ ટન રશિયા પાસે ૫૬૮ ટન અને આપણી ભારત પાસે ૫૬૭ ટન સોનું ૨૦૧૦ સુધી સત્તાવાર હતું. (સત્તાવાર એટલે સરકાર પાસે) બાકી બિન સત્તાવાર સોનાની એટલે કે નાગરિકો પાસેના, જનતા પાસેના સોનાની વાત કરીએ તો આપણા દેશમાં ૧૬ હજાર ટન કરતાં પણ વઘુ સોનું છે. (અનુમાન છે. કોઇ ઘરે ઘરે ગણવા નથી ગયું) ગણતરી એ રીતે કરવામાં આવી છે કે ભારતના નાગિરકો દર વર્ષે પોતાની વાર્ષિક બચતનો ૭ ટકા જેટલો ભાગ સોનું ખરીદવામાં વાપરે છે એટલે કે લગભગ ૨૫૬ અબજ ડોલર જેટલું થયું. આ પણ અનુમાન છે પણ એનાથી ગણતરી કરી શકાય છે કે ભારતમાં કેટલું સોનું હોય શકે છે.
આપણા દેશમાં કયો પ્રદેશ, કયો ભાગ, કયો વિસ્તાર વઘુ સોનું ખરીદે છે એની વાસ્તવિક ગણતરી જો કે કરવામાં આવી છે અને એ પ્રમાણે કેરળ, કર્ણઆટક, આન્ધ્ર, તમિળનાડુ એ દક્ષિણ ભારતના ૪ પ્રદેશોમાં સોનાની ૪૦ ટકા ખરીદી થાય છે જયારે પશ્ચિમ વિભાગમાં એટલે કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેમાં ૨૫ થી ૩૦ ટકા અને ઉત્તરના રાજયો પ્રદેશોમાં એટલે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્લી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરેમાં ૨૦ થી ૨૫ ટકા તથા પૂર્વના પ્રદેશોમાં એટલે બિહાર, બંગાળ, આસામ, ઓરિસ્સા, મણિપુર, અરૂણાચલ વગેરેમાં ૧૦ થી ૧૫ ટકા સોનાની ખરીદી થાય છે.
આપણા દેશમાં દર વર્ષે સરેરાશ સોનાની ખપત ૫૫૦ થી ૭૦૦ ટન થાય છે. દા.ત. ૨૦૧૦માં એ આંકડો ૭૪૬ ટન સુધી પહોંચી ગયેલો. અનુમાન એવું કરવામાં આવે છે કે આ ખપતમાં હવે સતત વધારો થતો રહેવાનો અને ભાવો પણ વધતા જવાના. પાંચ વર્ષ પછી કદાચ ૧૦ ગ્રામ સોનું ૫૦ હજાર રૂપિયે મળવું મુશ્કેલ થશે. ૨૦૦૯-૨૦૧૦માં દુનિયામાં જેટલું સોનું હતું એમાંથી ૭૦ ટકા સોનાના દાગીના તૈયાર કરાયેલા.
સોનાનું આ સામાજિક અને મનોવૈજ્ઞાનિક આકર્ષણ થયું. બાકી દુનિયાના અર્થતંત્રમાં પણ સોનાનું આકર્ષણ છે. એનાથી આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સરળતા આવી શકે છે. દેશની અર્થ વ્યવસ્થાને એ આંતરિક શકિત આપી શકે છે.
સોનાનું આપણું આયાત બીલ ક્રુડ (પેટ્રોલ) પછીના ક્રમે છે. એવી ગણતરી છે કે ૨૦૧૫માં સોનાનું આયાત બીલ ૧૦૦ અબજ ડોલર કરતાં ઘણું વધી ગયું હશે.
સોનાની સાથે દુનિયાને ઘણો જૂનો સંબંધ અને આકર્ષણ છે. સોનાના ભાવો એટલે જ સતત વધતા રહ્યા છે. દા.ત. ૧૯૭૮માં સોનાનો જે ભાવ હતો એ ૨૦૧૨ સુધીમાં ૩૫૦ ગણો વધી ગયો છે.
સોનાએ વિજ્ઞાન અને ઉદ્યોગમાં ઘણી શકયતાઓ ઊભી કરી છે છતાં આજે પણ સૌથી વઘુ સોનું ઘરેણા માટે જ વપરાય છે.
વર્લ્ડ ગોલ્ડ કોન્ફરન્સના આંકડાઓ મુજબ દુનિયામાં જેટલું સોનું ઉત્પાદિત થાય છે એનો ૫૦ ટકા ભાગ સોનાના ઘરેણાં (આભુષણ) બનાવવામાં વપરાય છે જયારે ૪૦ ટકા ભાગ જૂદા જૂદા પ્રકારે રોકાણ સંગ્રહ કરવામાં જાય છે.... અને ફકત ૧૦ જ ટકા સોનું ઔદ્યોગિક ક્ષેત્રો માટે વપરાય છે.
એટલે કે આપણામાં જે એવી માન્યતા ધુસેલી છે કે સોનાના ભાવો વધવા પાછળનું કારણ ઉદ્યોગો છે એ સાવ નિરાધાર, ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે. સોનાના ભાવો વ્યકિતગત ખરીદીના કારણે જ હંમેશા વધતા રહ્યા છે. (એમાં સરકારોની ખરીદી પણ આવી ગઈ !)
ઉદ્યોગોમાં પણ સોનાનો ઉપયોગ કોમ્પ્યુટરની શોધ પછી વઘ્યો છે... એટલે કે ઇન્ફોરમેસન ટેકનોલોજી અથવા કોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી... કારણ કે સોનાનો ઉપયોગ કોમ્પ્યુટરમાં થતો ન હતો તો કોમ્પ્યુટરો આવા તીવ્ર અને તેજ ગતિથી કામ કરતા ન હોત.
આઈ ફોનથી માંડી હૃદયમાં મૂકાતા હાર્ટવાલ્વમાં પણ સોનાનો ઉપયોગ થાય છે.
વળીસોનાનો ઔષધિય ઉપયોગ તો આજની એલોપથીએ તો હમણાં જાણ્યો બાકી આપણી આયુર્વેદે તો હજારો વર્ષ પહેલાં એ જાણેલો.
સુવર્ણભસ્મના ઉપોયગ વિષે આયુર્વેદે ઘણું કહ્યું છે. એ રીતે આરોગ્યમાં સોનાની ધાતુ જેવું બીજી કોઈ ધાતુ નથી કરી શકતી. (સોનું એક અર્થમાં ‘હર્બલ’ જ છે ને ? વનસ્પતિ માટીમાંથી પેદા થાય છે એમ સોનું પણ માટીમાંથી જ પેદા થાય છે.) આમ, સોનું આપણી જીવનશૈલીનું એક અંગ બની ગયું છે તથા જીવન સંસ્કૃતિના પાયામાં પડેલું છે. એટલે જ માનવીને સોનાનો મોહ રહ્યો છે.
- ગુણવત છો. શાહ

 

રસોડું તમારો ડૉક્ટર !
* દૂધીના ગુણ અપાર છે. જેમ કે, હૃદય રોગ, માનસિક ટેન્શન, કમળો, ડીહાઈડ્રેશન, જેવી બિમારીઓને એ દૂર રાખે છે. દૂધીના કારણે શરીરમાંની પ્રતિકાર શકિત મજબૂત થાય છે. દરરોજ દૂધીનો સૂપ પીવાનું રાખવાથી એકાદ વર્ષમાં ચમત્કાર થતો લાગશે !
* વીટામીનની ગોળીઓ લેવા કરતાં દરરોજ બે કેળાં ખાવાથી બધા જ પ્રકારના વિટામીન મળી રહેશે. કેળાં પાકા હોવા જરૂરી છે. મોટા ભાગે બજારમાં કાચા કેળા જ ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. લીલી છાલના કેળાં પણ પાકા કહીને ગ્રાહકોને છેતરવામાં આવે છે અને પાવડર નાંખીને પકવેલા કેળાની છાલ પીળી હોય છે પણ એ ય કાચા હોય છે. છાલ ઉપર કાળી ટીપકીઓ પડેલા કેળાં જ પાકા એટલે કે ગુણકારી છે.
* આજકાલ એલોવેરાનો પ્રચાર બહુ છે. એલોવેરાનો સાબુથી માંડી એલોવેરાનો રસ પણ મળે છે, પાવડર પણ મળે છે.
એલોવેરા આપણને દરેકને ‘ફીટ’ રાખવાનું કામ કરે છે અને દરેક ઉંમરના એ લઇ શકે છે. એલોવેરા સુંદરતા વધારવાનું પણ કામ કરે છે. એ એન્ટીબાયોટીક પણ છે અને એન્ટીસેપ્ટીક પણ છે.
એ ડાઇજેસ્ટીવ પાચન તંત્રને સુધારે છે.

 

હેં!
બ્રિટનનો દર પાંચમો વ્યક્તિ અભણ!
(અંગ્રેજીમાં ફાડફાડ કરનાર માટે ખાસ)
આપણા ભારત અને ભારતીયો ઉપર વટ છાંટનાર તથા આપણા અનેક અંગ્રેજભક્ત ભારતીયો જેનાથી અંજાયેલા રહે છે એ બ્રિટનનો દરેક પાંચમાંનો એક વ્યક્તિ અભણ છે અથવા એમ કહો કે વાંચતા લખતા એને નથી આવડતું.
એ હિસાબે બ્રિટનમાં ૮૦ લાખ નાગરિકો સાવ અભણ છે.
આ આંકડા વર્લ્ડ લિટરસી ફાઉન્ડેશન નામની સંસ્થાએ આપેલા છે.
આ સંસ્થાએ કરેલી મોજણી મુજબ ધનિક દેશોમાં અભણ અશિક્ષિતોની યાદીમાં ૨૨.૬ અભણ નાગરિકો ધરાવનાર બ્રિટન ૩ નંબરનો દેશ છે. યાદીમાં ઈટલી ૪૭ ટકા સાથે પહેલા નંબરે, અને આયરલેંડ ૨૨.૮ ટકા સાથે બીજા નંબરે છે. જ્યારે અમેરિકા ૨૦ ટકા સાથે ચોથા નંબરે છે.
અંગ્રેજીમાં ફાડફાડ કરનાર આપણા ગુજરાતીઓ આના ઉપરધી ધડો લે!
એક બીજી વાત!
એમનું એટલે બ્રિટિશરો એટલે અંગ્રેજી કે અમેરિકનોનું અંગ્રેજી સારું જ હોય છે એવા ભ્રમમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે. એમનું વ્યાકરણ પણ સારું કે સાચું નથી હોતું... વળી એમના ઉચ્ચાર પણ ખોટા હોય છે.
આપણા દેશના અંગ્રેજભક્તો અને અંગ્રેજીભક્તોએ હવે પોતાની ભક્તિમાંથી બહાર આવવાની જરૂર છે... મનમોહનસંિહ, પી. ચિદંબરમ્‌, પ્રણવ મુખરજી વગેરે અંગ્રેજીભક્ત ભારતીયો આપણી માતૃભૂમિને લજવે છે.
ખરેખર તો આવા અંગ્રેજીભક્તો ઉપર દેશદ્રોહનો કેસ થવો જોઇએ અને બંધારણમાં સુધારો નહીં કરનાર ઉપર પણ કેસ થવો જોઇએ!

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved