Last Update : 08-May-2012, Tuesday

 
દિલ્હીની વાત
 
પ્રણવ રાષ્ટ્રપતિ બને તો નાણા પ્રધાન કોણ?
રાષ્ટ્રપતિ પદ માટેની સ્પર્ધામાં નાણા પ્રધાન પ્રણવ મુકરજી અને હમીદ અંસારીના નામ ટોપ પર ચાલેછે. નાણાપ્રધાનના હાલના નોર્થ બ્લોક ખાતેની ઓફિસમાંથી રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રાન્સફર થશે તો પછી નાણાપ્રધાન તરીકે કોણ આવશે તે અંગેની ચર્ચા પણ પડદા પાછળ ચાલે છે. મોન્ટેકસિંહ કેટલાક મુદ્દે નારાજ છે બાકી એક તબક્કે તેમણે વડાપ્રધાન મનમોહનસિંહને કહ્યુ હતુંકે મને નાણાપ્રધાન બનાવો પરંતુ તેમની ઇમેજ એક અધિકારી તરીકેની છે. જે આડે આવે છે. પછી પી. ચિદમ્બરમના નામની ચર્ચા થાય છે પરંતુ કૌભાંડનો મુદ્દો તેમના માથે લટકતી તલવાર સમાન છે.
હિલેરી અને સેક્સવર્કરની પુત્રીઓ
અમેરિકાના ગૃહ સચિવ હિલેરી ક્લીન્ટનની કલકત્તાની મુલાકાત વખતે રીટેલમાં એફડીઆઇના મુદ્દે સૌનું ધ્યાન ખેંચાયું હતું પરંતુ સેક્સ વર્કર્સની પુત્રીઓ સાથેની તેમની મીટીંગને ઘણું સારું કવરેજ મળ્યું હતું. આ મીટીંગની ક્રેડીટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ અફેર્સને મળે છે. જેણે વેશ્યાગીરી સામેની ઝુંબેશમાં સેક્સ વર્કરની પુત્રીઓ અંગે પણ જાગૃતિ ઉભી કરી હતી. હિલેરી ક્લીન્ટને તેમની સાથેની મીટીંગમાં ખુબ રસ લીધો હતો.
મહિલાઓ ટોપ પર
હિલેરી ક્લીન્ટને જ્યારે મહિલા સશક્તિકરણની વાત કરી ત્યારે જોગાનુજોગ અન્ય મહિલાઓ અંગે પણ મહત્વના સમાચાર બન્યા હતા અને સૌનું ધ્યાન ખેંચાયું હતું. આઇએએસની પરીક્ષામાં બે છોકરીઓએ ટોપની બે પોસ્ટ દીપાવી હતી. યુનિફોર્મમાં સજ્જ આ મહિલાઓ પૈકી બીએસએફની બે મહિલાઓએ ભારત- પાકિસ્તાનની ૩૫૦ કિ.મી. લાંબી તારની તારવાળી બોર્ડર પર બે મજબુત ઘૂસણખોરને પતાવી દીધા હતા. બીએસએફમાં પુરૃષોનું પ્રભુત્વ વધારે છે. અહીં ૨૪,૦૦૦ પુરૃષો સામે માત્ર ૧૧૪૬ મહિલાઓ છે.
મમતાએ શું મેળવ્યું?
વડાપ્રધાન મનમોહનસિંહને મળીને બહાર આવેલા મમતા બેનરજીએ બહાર આવીને કોઇ ચોક્કસ માહિતી આપી નહોતી. મીટીંગમાં શું થયું તે અંગે કોઇ કશું કહેતું નથી પરંતુ વડાપ્રધાને નાણામંત્રાલયને કહ્યું છે પશ્ચિમ બંગાળને સહાયના મુદ્દે ઉભા થયેલા પ્રશ્નનું નિરાકરણ લાવો. પંજાબ અને કેરળમાં રાહતના પેકેજ જે રીતે આપ્યા હતા એવું જ પેકેજ પશ્ચિમ બંગાળમાં માગે છે. પશ્ચિમ બંગાળને ત્રણ વર્ષ માટે રૃ. ૨૨ હજાર કરોડ ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવાઇ રહ્યો હોવાનુ મનાય છે. જેમાં વ્યાજના પેમેન્ટનો પણ સમાવેશ થાય છે.
માર્ગારેટ આલ્વાને રાષ્ટ્રપતિ બનાવો
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની રેસમાં વિવિધ લોકો લાભ લેવા ઉછળી રહ્યા છે. ક્રિશ્ચન કોમ્યુનિટી પણ સક્રિય છે. ગ્લોબલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ક્રિશ્ચને કોંગ્રેસના સીનિયર નેતા અને ઉત્તરાખંડના પ્રથમ મહિલા ગવર્નર માર્ગારેટ આલ્વાનું નામ આગળ ધર્યું છે. આ નામથી કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચા શરૃ થઇ છે. આ કાઉન્સિલનું એમ કહેવું છે કે શિખ અને મુસ્લિમ કોમ્યુનિટીને રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ પદ પર ચાન્સ મળ્યો છે પરંતુ ક્રિશ્ચનને ક્યારેય ચાન્સ મળ્યો નથી.
માઓવાદીઓ સાથે સોદો
NCTCની બેઠકમાં ભાગ લેવા દિલ્હી આવેલા છત્તીસગઢના મુખ્યપ્રધાન રમનસિંહે સ્પષ્ટ જણાવ્યું હતું કે સુકનાના જિલ્લા કલેકટર એલેક્સ મેનનની મુક્તિ માટે સરકારે માઓવાદીઓ સાથે પડદા પાછળનો કોઇ સોદો કર્યો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર કોઇ માથાભારે માઓવાદીને નહીં છોડે. જો કે તેમના દાવાને પડકારી શકાય એમ છે. તેમણે જે મધ્યસ્થીના નામ આપ્યા છે તે બી. ડી. શર્મા અને યુ ડી હરગોપાલન છે. તેમણે કહ્યું છે કે મેનનની મુક્તિ સામે માઓવાદીઓએ આઠમાંથી ત્રણ માઓવાદીઓને છોડવાની ખાત્રી મેળવી હતી. તે આવી બાબતો સાથે સંકળાયેલાઓ પણ મુખ્યમંત્રીના દાવા સાથે સંમત નથી. ભૂતકાળમાં પણ માઓવાદીઓએ અપહૃત લોકોને છોડાવવા સહકાર અને રાજકીય પક્ષો સાથે સોદા કર્યા છે.
ઉમરાવજાનની ઝાંખીની તરસ
આમ તો સચીન અને રેખાની રાજ્યસભામાં નોમીનેટ થયે અઠવાડીયું થયું છે પરંતુ રાજ્યસભાના સ્ટાફને સચીન કરતાં રેખામાં વધુ રસ છે. આ લોકો તેમજ સમાચાર માધ્યમો ઉમરાવજાનને જોવા તલસી રહ્યા છે.
-ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved