Last Update : 08-May-2012, Tuesday

 

હિલેરી-મમતા વચ્ચેની મંત્રણામાં FDIનો મુદ્દો ચર્ચાયો નહીં
મૂડીરોકાણ માટે અમેરિકા પ.બંગાળને ભાગીદાર રાજ્ય બનાવવા સંમત ઃ મમતા

ક્લિન્ટને મમતાને ટાગોરના ચિત્રવાળી સાદડી આપી ઃ મમતાએ શાંતિ નિકેતનનો સ્કાર્ફ આપ્યો

કોલકાતા, તા. ૭
અમેરિકા પશ્ચિમ બંગાળને મિત્ર ગણીને બદલાયેલા રાજકીય વાતાવરણમાં ભાગીદાર બનાવવા સંમત થયું છે. તેમ મમતા બેનર્જીએ અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન સાથે ૫૨ મિનિટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભૂતકાળની રાજકીય સ્થિતિના અનુસંધાને અમેરિકા સાથે સંબંધો સ્થાપીત કરી શક્યું ન હતું જે માર્ગ હવે ખુલી ગયો છે. સામા પક્ષે ક્લિન્ટને પણ માહિતી આપી હતી કે અમારી બેઠકના એજન્ડામાં એફ.ડી.આઇ.નો મુદ્દો ચોક્કસપણે છે જ. તેમ છતાં મમતા બેનર્જી સાથે આ મારી પ્રથમ બેઠક હોવાથી હું તેમને હું આમ ઈચ્છુ છું અને તેમ ઈચ્છુ છું તેવી કોઇ માંગણી કરવા ઈચ્છતી નથી. બન્ને નેતાઓએ પરસ્પર ભેટ સોગાદો પણ આપી હતી.
અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી વચ્ચે બેઠક યોજાઇ હતી. બાવન મિનિટ ચાલેલી આ બેઠક દરમ્યાન અમેરિકા તેમજ બંગાળના સંયુક્ત રસના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે માહિતી આપતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે આ બેઠક દરમ્યાન એફ.ડી.આઇ. અંગે કોઇ ચર્ચા થઇ ન હતી. અમેરિકા બંગાળમાં આઇ.ટી. ક્ષેત્ર, સોફટવેર ક્ષેત્ર, ઊંડા સમુદ્રમાં ગોઠવવાના બંદર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમજ પ્રવાસન ક્ષેત્રે રોકાણ કરશે.
બેનર્જીએ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ બંગાળને પુરેપુરો સહકાર આપશે. રાજ્યમાં આર્થિક અને વ્યવસાય ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે. તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું કે આઝાદી પછી આ પ્રથમ બનાવ છે જ્યારે અમેરિકન વિદેશ પ્રધાન કોઇ રાજ્યના મુખ્ય પ્રધાનને મળવા આવ્યા હોય. મુખ્ય સચીવ સમર ઘોષ અને અમેરિકાના રાજદુત નેન્સી પોવેલ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે અને સામૂહિક વિકાસનો માર્ગ નક્કી કરશે.
બેનર્જીેએ બેઠકમાં તિસ્તાના પાણી અંગે કે એફ.ડી.આઇ. અંગે કોઇ ચર્ચા થઇ ન હતી. તે ઉપરાંત અણુ શક્તિ કે તે અંગેની નીતિસંગત કોઇ ચર્ચા થઇ ન હતી. બેઠક દરમ્યાન પશ્ચિમ બંગાળમાં રાજકીય વાતાવરણમાં આવેલા પરીવર્તન અંગે ખુશી વ્યક્ત કરી હતી.
જોકે બેઠક પૂર્વે ક્લિન્ટને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી બેઠકના કાર્યક્રમમાં એફ.ડી.આઇ.નો મુદ્દો પણ છે જ. પણ બેનર્જી સાથેની આ અમારી પ્રથમ બેઠક છે. તે સંજોગોમાં હું મારે આ જોઇએ છે અને તે જોઇએ છે તેવી કોઇ રજુઆત કરવા માંગતી નથી. પણ અમારા એજન્ડામાં આ મુદ્દો ચોક્કસ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છુટક વેચાણ ક્ષેત્રમાં વિદેશી મૂડી રોકાણની છુટ આપવાના સરકારના પ્રયાસોનો મમતાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના કારણે છુટક વેચાણ ક્ષેત્રમાં વિદેશી મૂડીરોકાણ (એફ.ડી.આઇ.)નો સરકારનો કાર્યક્રમ સફળ થઇ શક્યો ન હતો.
આ બેઠક દરમ્યાન બન્ને નેતાઓએ પરસ્પર ભેટોની આપ-લે કરી હતી. જેમાં મમતા બેનર્જીએ ક્લિન્ટનનું બંગાળની પરંપરાગત મીઠાઇઓથી સ્વાગત કરવા ઉપરાંત તેમને રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તક ગીતાંજલીનો અંગ્રેજી તરજુમો ગીતાબિતાન તેમજ શાંતિ નિકેતનનો સ્કાર્ફ ભેટ આપ્યા હતા. વિવેકાનંદના કાર્ય સંબંધી પુસ્તક તેમજ શ્રીરામકૃષ્ણ પરમહંસનું એક પુસ્તક પણ તેમને ભેટ આપવામાં આવ્યું હતું. જ્યારે ક્લિન્ટને મમતાને ટાગોરના ચિત્રવાળી સાદડી ભેટ આપી હતી.

 

હિલેરીને કાચા ગુલ્લા અને સંદેશ મીઠાઈ પીરસાઈ
કોલકાતા, તા. ૭
અમેરિકાના વિદેશ પ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળને આજે પરંપરાગત બંગાળી મીઠાઈ પીરસીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને 'રાઇટર્સ બિલ્ડિંગ' ખાતે મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથેની મુલાકાત દરમ્યાન 'કાચા ગુલ્લા' અને 'સંદેશ' પીરસવામાં આવ્યા હતાટ બેનર્જી સાથેની ક્લિન્ટનની બેઠક દરમ્યાન ક્લિન્ટને ખાંડ વિનાની બ્લેક કોફી પણ લીધી હતી. બન્ને નેતાઓએ કોન્ફરન્સ રૃમમાં બેઠક યોજી હતી.મુખ્ય પ્રદાન મમતા બેનર્જીએ તેમના પરંપરાગત વસ્ત્ર પરીધાન કર્યા હતા. વાદળી કિનારની સાડી અને સાદા ચપ્પલ સાથે તેઓ કોન્ફરન્સ રૃમમાં આવ્યા હતા.

 

ભારતીય ભોજન આરોગ્યા બાદ મારે ડાયેટિંગ કરવું પડશે ઃ હિલેરી
ભારતીય વાનગીઓના શોખીન હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, ભારતની તેમની વર્તમાન ત્રણ દિવસની મુલાકાત બાદ તેમને શરીરમાં વધેલી ચરબીના અનુસંધાને મુલાકાત બાદ સાત દિવસનું ડાયેટિંગ કરવું પડશે. તેમણે જણાવ્યું હતું કે અહીં તેમજ દિલ્હીમાં મહેમાનગતિ માણ્યા બાદ મારે એક સપ્તાહ સુધી ડાયેટીંગ કરવું પડશે.
આ પૂર્વે ક્લિન્ટન ૧૯૯૭માં મધર ટેરેસાના અવસાન બાદ તેમની અંત્યેષ્ઠિમાં આવ્યા હતા ત્યારે બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રમુખપદે હતા તેથી ત્યારે હિલેરી ક્લિન્ટનનું 'ફર્સ્ટલેડી' રૃપે સન્માન કરાયું હતું.

 

હિલેરી ક્લિન્ટન વડાપ્રધાન તેમજ સોનિયાને મળ્યા
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન વડાપ્રધાન મનમોહનસિંહને મળ્યા હતા. તેમની મુલાકાત દરમ્યાન દ્વિપક્ષીય સંબંધો, સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બાબતો સંદર્ભે ચર્ચા કરી હતી. દિલ્હી ખાતે તેમણે વડાપ્રદાન તેમજ મોડેથી યુ.પી.એ.ના વડા સોનિયા ગાંધીની પણ મુલાકાત લીધી હતી. વડા પ્રધાનને તેઓ તેમના રેસકોર્સ રોડ ખાતેના નિવાસ સ્થાને મળ્યા હતા. આ વિસ્તારમાં સલામતિના મુદ્દાની ચર્ચા ઉપરાંત બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે પણ ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved