Last Update : 08-May-2012, Tuesday

 

સુપ્રીમ કોર્ટે નિમેલા એમિકસ ક્યુરી રાજુ રામચન્દ્રનનો ચોંકાવનારો રિપોર્ટ
મોદી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરી શકાશે

ગોધરાકાંડ પછી કોમવાદ ભડકાવવા માટેનો પ્રથમ દર્શનીય કેસ ઃ જાહેર સેવક તરીકે કાયદાની અવગણના

અમદાવાદ,તા.૭
ગુલબર્ગકાંડમાં ઝકીયા જાફરીની ફરિયાદના મુખ્ય આરોપી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે જાહેર સેવક તરીકે કાયદાની અવજ્ઞાા કરવા, બે કોમ વચ્ચે ધિક્કારની લાગણી પેદા કરવા અને દેશની એક્તા અને અંખડિતતાને હાનિ પહોંચાડવાના આરોપસર પ્રથમદર્શનીય રીતે ગુનો બને છે તેવો અભિપ્રાય સુપ્રીમકોર્ટે નિયુક્ત કરેલા એમીક્યસ ક્યુરી સિનિયર એડવોકેટ રાજુ રામચંદ્રને તેમના અહેવાલમા જણાવ્યું છે.
સીબીઆઇના ભૂતપૂર્વ ડાયરેક્ટર રાઘવનની અધ્યક્ષતા હેઠળની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ઝકીયા જાફરીની ફરિયાદના સંદર્ભમાં ક્લીન ચીટ આપી છે ત્યારે સુપ્રીમકોર્ટે નિયુક્ત કરેલા એમીક્યસ ક્યુરી રાજુ રામચંદ્રને સર્વગ્રાહી રીતે તપાસ કરીન આપેલા રિપોર્ટમાં મોદીની સંડોવણી હોવાનો અંગુલી નિર્દેશ કર્યો છે. સાક્ષીઓના નિવેદનો સહિત બન્ને રિપોર્ટની નકલો આપવા સુપ્રીમકોર્ટે કરેલા ફરમાનના આધારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે આજે મેટ્રોપોલીટન કોર્ટમાં ઝાકીયા જાફરીને સુપ્રત કરવમાં આવ્યો હતો અને અત્યાસુધી સીલ કવરમાં રહેલું રહસ્યનો છેવટે ઘટસ્ફોટ થયો હતો.
આ રિપોર્ટમાં વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગોધરાકાંડ બાદના કોમી તોફાનો અંગે કાર્યવાહી હાથ ધરી શકાય તેવો પ્રથમ દર્શનીય કેસ છે. રાજુ રામચંદ્રને મુખ્યમંત્રી મોદી સામે કાયદાનુ અવગણના કરવાનો, બે કોમ વચ્ચે વૈમન્સ્ય પેદા થાય તેવા વિધાનો કરવાનો, ધાર્મિક લાગણી ભડકાવવાના આરોપસર ભારતીય ફોજદારી ધારાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુના બદલ કાર્યવાહી હાથ ધરી શકાય છે.
રાજુ રામચંદ્રને હાથ ધરેલી સ્વતંત્ર તપાસમાં મુખ્યમંત્રી મોદીએ ગોધરાકાંડ બાદ કરેલા વિધાનો, ગોધરાકાંડ પછી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બોલાવેલી મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને આપેલી સૂચનાઓ બાબતે સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે કરેલી એફિડેવિટ અને ગાંધીનગર ખાતે સીઆરપીએફ કેમ્પમાં અલગથી લીધેલી જુબાની, સંજીવ ભટ્ટે પોતાની હાજરીના સમર્થનમાં આઇબીના કોન્સ્ટેબલ પથીને સાક્ષી તરીકે રજૂ કર્યો હોવાની બાબતને મહત્ત્વના આધાર તરીકે ગણ્યા છે. સંજીવ ભટ્ટે એફિડેવિટ પર જણાવ્યું હતું કે ગોધરાકાંડ બા ૨૭મી ફેબુ્રઆરી ૨૦૦૨ ની રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં તેઓ ડીજીપી કે.ચક્રવર્તીની સાથે ઇન્ટેલિજન્સ બ્રાન્ચના અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રીએ અધિકારીઓને ઉદ્દેશીને એવી સૂચના આપી હતી કે હિન્દુઓને રોષ ઠાલવવા દો.
સીબીઆઇના ભૂતપૂર્વ વડા રાઘવનની અધ્યક્ષતા હેઠળની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધિકારી મલહોત્રાએ સંજીવ ભટ્ટની જુબાની લીધી હતી. મુખ્યમત્રી મોદીની પણ દોઢ દિવસ સુધી પૂછપરછ કરીને નિવેદન લીધુ હતું અને છેવટે એવું તારણ કાઢ્યું હતું કે સંજીવ ભટ્ટની જુબાની વિશ્વસનીય નથી.
સંજીવ ભટ્ટે કહેલી વાતને રાજુ રામચંદ્રને સ્વીકારી છે જ્યારે રાઘવને તેનો અસ્વીકાર કર્યો છે. રાજુ રામચંદ્રનના મતે સંજીવ ભટ્ટને ખોટું બોલવા માટે કોઇ કારણ નથી. તેઓ ઉચ્ચ દરજ્જાના જવાબદાર સનદી અધિકારી છે. સામાન્ય રીતે સેવામાં કાર્યરત પોલીસ અધિકારી રાજ્યના મુખ્યમંત્રી વિરૃધ્ધ ગંભીર પ્રકારના આક્ષેપ કરે નહીં. સંજીવ ભટ્ટની મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ગેરહાજરી હતી તેવો કોઇ પુરાવો પણ નથી. આ સંજોગોમાં તેમની હાજરી હોવાનું માની શકાય તેમ છે. સીટે આ બેઠક અંગે અન્ય અધિકારીઓના નિવેદનો ધ્યાનમાં લઇને સંજીવ ભટ્ટની ગેરહાજરી માની છે. રાજુ રામંચંદ્રને આ બાબતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ સંજોગોમાં સંજીવ ભટ્ટની ગેરહાજરી અંગે સીટ કાઢેલું તારણ સ્વીકારવું મુશ્કેલ છે. જો કે સંજીવ ભટ્ટે કહ્યું છે તેવું નિવેદન મુખ્યમંત્રીએ કર્યું હતું કે તે માનવું કે ન માનવું એ કોર્ટની વિષયવસ્તુ છે. હાલના તબક્કે સંજીવ ભટ્ટના નિવેદનની અવગણના થઇ શકે નહીં. આ તારણ સાથે રામચંદ્રને પોતાના રિપોર્ટનું સમાપન કર્યું છે.
ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રીએ જે કંઇ નિવેદનો કર્યા હતા તેની કેસેટો, અહેવાલો અને એ પછી યોજેલી ગૌરવયાત્રા અને તેમાં કરેલા વિધાનો અને ગતિવિધિઓ અંગે રાજુ રામચંદ્રનને કેટલાક પુરાવાઓ આપવામાં આવ્યા હતા. આમ રામચંદ્રને ગોધરાકાંડ બાદના તોફાનો અંગે ગુલબર્ગકાંડની ઘટના સાથે સર્વગ્રાહી બાબતો આવરી લીધી છે અને તેમાં મુખ્યમંત્રીની કોમી તોફાનો ભડકાવવાની સંડોવણી નિર્દેશિત કરી છે.

 

મેજિસ્ટ્રટ નક્કી કરે તો
મુખ્યમંત્રી સામે કયા ગુનાઓ દાખલ થઇ શકે ?
આઇપીસીની કલમ ૧૫૩ એ અને બી, ૧૬૬, ૫૦૫(૨)માં જોગવાઇ શું છે ?
અમદાવાદ,તા.૭
સુપ્રીમકોર્ટે નિયુક્ત કરેલા એમીક્યસ ક્યુરી સિનિયર એડવોકેટ રાજુ રામચંદ્રને ગોધરાકાંડ બાદના તોફાનો અંગે મુખ્યમંત્રીની ભૂમિકા સંડોવણીજનક હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આઇપીસીની જે કલમો હેઠળ મુખ્યમંત્રી સામે પ્રથમદર્શનીય કેસ બનતો હેાવાનું નિર્દેશિત કરવામાં આવ્યું છે તેની તેની જોગવાઇઓ નીચે મુજબ છે.
કલમ ૧૫૩ એ (૧) (એ)
ધર્મ, જ્ઞાાતિ, જાતિ, જન્મસ્થળ, વસવાટ અને ભાષા વગેરે મુદ્દે શબ્દો અથવા કૃત્ય અથવા ઇશારા કે અન્ય કોઇપણ રીતે કોઇપણ વર્ગ કે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવું અથવા તેવો પ્રયાસ કરવો, અથવા વિંસવાદીતા ઊભી કરવી અથવા દુર્ભાવના પેદા કરવી
(બી) ધાર્મિક, કોમી, ભાષાકીય અથવા પ્રાંતવાદના મુદ્દે જુથો, કોમ કે વર્ગો વચ્ચે ભેદભાવ કરીને સંવાદિતાને અસર પહોંચાડે તેવી કૃત્ય કરવું અને તેનાથી જાહેર સુલેહશાંતિને ખલેલ પહોંચાડવી
આ બન્ને પ્રકારના કૃત્ય ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્નેની સજા થઇ શકે તેવો શિક્ષાપાત્ર ગુનો બને છે.
આ ગુનો વગર વોરંટે ધરપકડને લગતો છે. બિનજામીની ગુનો છે. માંડવાળ ન થઇ શકે તેવો ગુનો છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા આ ગુનાની કાર્યવાહી હાથ ધરી શકાય છે.
કલમ ૧૫૩ બી (૧)
જે કોઇ વ્યક્તિ શબ્દોથી કે કૃત્ય કે ઇશારા અથવા અન્ય રીતે ધાર્મિક, પ્રાંતિય, કોમી, કોઇ વર્ગને લગતી એવા આક્ષેપો કરવા, પ્રસિધ્ધ કરવા જેનાથી તે વર્ગ, ધર્મ, કે કોમના લોકોન શ્રદ્ધા અને આસ્થા ધારણ કરવાનો બંધારણે અધિકાર આપ્યો છે તેને ઠેસ પહોંચાડવી અથવા પ્રતિકૂળ અસર પહોંચાડવી.
આ ગુનો ત્રણ વર્ષની કેદ અથવા દંડ અથવા બન્નેની સજાને પાત્ર ગુનો છે. વગર વોરંટે ધરપકડ, બિનજામીન અને માંડવાળ ન થઇ શકે તેવો ગુનો છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સમક્ષ તેની કાર્યવાહી હાથ ધરી શકાય છે.
ઉપરોક્ત બન્ને પ્રકારના ગુનોઓ ઇન્સાફી કાર્યવાહી હાથ ધરવા માટે સરકારની પૂર્વ મંજૂરી જરૃરી છે.
કલમ ૧૬૬
જાહર સેવક તરીકે કાયદાનું પાલન કરવાની જેની ફરજ બને છે તે પોતે જાણીબૂઝીને કાયદા મુજબ વર્તવાની અવગણના કરે જેના કારણે કોઇપણ વ્યક્તિને ઇજા પહોંચે.
આ ગુનો એક વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બન્ને થઇ શકે તેવી સજાનેપાત્ર ગુનો છે. આ ગુનામાં ધરપકડ કરવા માટે મેજિસ્ટ્રેટનું વોરંટ જરૃરી છે. જામીનલાયક ગુનો છે પરંતુ માંડવાળ થઇ શકે નહીં તેવો ગુનો છે.
કલમ ૫૦૫ (૨)
કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય લાગણી ફેલાવતા નિવેદનો કરવા, નિવેદનો પ્રસિધ્ધ કરવા, અફવા ફેલાવતા અહેવાલો વહેતા મૂકવા.
આ ગુનો ત્રણ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને થઇ શકે તેવી સજાને પાત્ર ગુનો છે. ધરપકડ માટે વોરંટ જરૃરી છે, જામીનલાયક ગુનો છે પરંતુ માંડવાળને પાત્ર ગુનો નથી. કોઇપણ મેજિસ્ટ્રેટ તેની કાર્યવાહી હાથ ધરી શકે છે.

 

એમિકસ ક્યુરી શું છે?
નવી દિલ્હી, તા. ૭
''એમિકસ ક્યુરી'' તે લેટિન શબ્દ છે. જેનો શબ્દશઃ અર્થ ''કોર્ટનો મિત્ર'' તેવો થાય છે. તે એવી વ્યક્તિના સંદર્ભમાં વપરાય છે કે, જે કોઇ કેસમાં પક્ષકાર ન હોય અને જે કોર્ટને, તેની સમક્ષ રહેલા કેસનાં નિર્ણય માટે સહાયભૂત થવા માટે સ્વયમેવ આગળ આવે છે. આ માટે તેમણે આપેલી માહિતી કાનૂની મંતવ્ય સ્વરૃપની પણ હોઇ શકે, અથવા તો તે પ્રકારની પણ હોઇ શકે કે, જે વિષે કોઇ પક્ષકારે માગણી પણ ન કરી હોય. તેમ છતાં આ ''એમિકસ ક્યુરી''નું વિદ્વત્તાપૂર્ણ કાનૂની મંતવ્ય કેસ ઉપર ઘેરી અસર પાડી જ શકે છે. જોકે, કોર્ટ તે મંતવ્યને સ્વીકારવા બંધાયેલી નથી. ''એમિકસ ક્યુરી''નું મંતવ્ય, કે તેમણે આપેલી માહિતીનો સ્વીકાર કે અસ્વીકાર કોર્ટની મુનસફી પર છે.
આ એમિકસ ક્યુરીની ભૂમિકાને ''ઈન્ટરવેનર''ની ભૂમિકા સાથે, ગેરસમજથી, એકસમાન ગણવામાં આવે છે, પરંતુ તેવું નથી. ''ઈન્ટરવેનર'' તે વ્યક્તિ છે કે, જેને લૉ-સ્યુટ (કેસ)નાં પરિણામમાં સીધું હિત હોય છે.
આ એમિકસ ક્યુરીની ભૂમિકા વિષે સાલમન એ.જે.એ. (જેઓ તે સમયે લૉર્ડ સાલમન હતા) દ્વારા એલન વિ. સર આલ્ફ્રેડ મેક, અલ્પાઇન એન્ડ સન્સ લિ. (૨) કેસમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે,
''હું હંમેશા તેમજ સમજ્યો છું કે, ''એમિકસ ક્યુરી''ની ભૂમિકા કોર્ટને સહાય કરવાની છે. જે તેઓ, કાનૂની નિષ્પક્ષતા દ્વારા કરે છે. અથવા કોઇ એક પક્ષકાર વતી કોઇ પ્રતિનિધિ કાનૂની દલીલો કરવા હાજર રહી ન શક્યા હોય, ત્યારે તેના વતી કાનૂની દલીલો કરવાની પણ તેઓની જવાબદારી હોય છે.''

 

રાજુ રામચંદ્રન કોણ છે? તેમની ભૂમિકા શું હતી?
અમદાવાદ,તા.૭
મેઘાણીનગર ગુલબર્ગ સોસાયટી ખાતે સાંસદ અહેસાન જાફરી અને બીજા ૬૮ વ્યક્તિઓની હત્યા કરવાના ચકચારભર્યા બનાવ અંગે જાફરીના વિધવા ઝાકીયાએ ન્યાય માટે આદરેલી કાનૂની લડત સુપ્રીમકોર્ટના દરવાજા સુધી પહોંચી હતી. મુખ્યમંત્રી મોદી અને અન્ય રાજકીય નેતાઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ વગેરે ભેગા મળીને રચેલા કાવત્રાના ભાગ તરીકે હત્યાકાંડ સર્જાયો હોઇ ૬૩ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા તેમણે સુપ્રીમકોર્ટની દાદ માગી હતી. સુપ્રીમકોર્ટે સીટના વડા રાઘવનને તપાસ કરવા આદેશ આપ્યો હતો અને તે પછી કોર્ટના મિત્ર તરીકે સુપ્રીમકોર્ટના વરિષ્ઠ એડવોકેટ રાજુ રામચંદ્રનને પણ સ્વતંત્ર રીતે સર્વગ્રાહી તપાસ કરીને રિપોર્ટ આપવા આદેશ આપ્યો હતો.
રાજુ રામચંદ્રન સુપ્રીમકોર્ટના વરિષ્ઠ એડવોકેટ છે. તેમણે સીટની સમાંતર તપાસ કરીને સાક્ષી પુરાવાઓ લઇને સ્વતંત્ર તપાસ અહેવાલ આપ્યો છે. જો કે આ અહેવાલમાં શું તે ઘણા સમય પહેલાં લીક થઇ ગયું હતું અને મુખ્યમંત્રીની કોમી તોફાનો ભડકાવવામાં ભૂમિકા હોવાનું નિર્દેશિત કર્યું હોવાની બાબત વહેતી થઇ હતી. જે આજે કોર્ટમાં રિપોર્ટની નકલ સીટે ફરિયાદીને આપી તે સાથે જાહેર થઇ ગઇ છે. હવે આ રિપોર્ટ પણ સીટના રિપોર્ટનો ભાગ બનતો હોઇ કોર્ટે તેની અગત્યતા અંગે નિર્ણય કરવાનો રહે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved