Last Update : 08-May-2012, Tuesday

 

FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ

GAAR ની એક વર્ષ મોકુફી ઃ FIIને પ્રાઈવેટ ઇક્વિટી પરનો ટેક્સ ૨૦થી ઘટાડી ૧૦ ટકા કરી અપાયો

FII નું ફ્યુચર્સમાં જંગી શોર્ટ કવરીંગ સામે કેશમાં રૃા. ૬૩૧ કરોડના શેરો ફૂંક્યા
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, સોમવાર
એફઆઇઆઇને ૧૬ માર્ચ ૨૦૧૨ના બજેટ દરખાસ્તોમાં દંડનાર નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ આજે સંસદમાં ફાઇનાન્સ બિલ મંજૂરી માટે રજૂ કરતા પૂર્વે બેવડા લાભ કરાવી આપી ફરી લાલજાજમ બીછાવી છે. એફઆઇઆઇને પ્રાઈવેટ ઇક્વિટી રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્ષ ૨૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરી આપી અનેં અપેક્ષીત સુધારામાં જનરલ એન્ટિ- અવોઇડન્સ રૃલ્સ (જીએએઆર)નો અમલ એક વર્ષ માટે ૨૦૧૩ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય લેતા અને અસેસમેન્ટ જેમનું પૂરુ થઇ ગયું હોય એમ પાછલી મુદતથી વેરાની જોગવાઇ લાગુ નહીં થવાનું જાહેર કરતા એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રાહતનો શ્વાસનો લઇ મુંબઇ શેરબજારોમાં મોટી શોર્ટ પોઝિશનનો સંકેલો કર્યો હતો.
ટ્રેડીંગનો આરંભ વૈશ્વિક બજારોમાં યુરોપના દેશોની ચૂંટણીના પરિણામો ફ્રાંસ સહિતમાં સત્તા પરિવર્તનના આવતા અને ઓસ્ટેરિટી- બજેટ કાપની તરફેણમાં રહેલા યુરોપના દેશોના સત્તાધારી પક્ષોનો પરાજય કરાવતા પરિણામોએ હવે યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં મૂકાવવાના અને આર્થિક હાલત વધુ ડામાડોળ થવાના અંદાજો તેમજ અમેરિકાના બેરોજગારી- મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ એશીયાના બજારો આજે કડાકા સાથે ખુલ્યા હતા.
જેની અસરે મુંબઇ શેરબજારોમાં ટ્રેડીંગની શરૃઆત ધબડકાએ થઇ બેંકિંગ શેરો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ફોસીસ, સ્ટરલાઇટ, લાર્સન, ડીએલએફ સહિતમાં હેમરીંગે સેન્સેક્ષ આગલા બંધ ૧૬૮૩૧.૦૮ સામે ૨૧૦.૬૪ પોઇન્ટ નીચે ગેપમાં ૧૬૬૨૦.૪૪ મથાળે ખુલીને ઓલરાઉન્ડ ગભરાટરૃપી વેચવાલીમાં વધુ તૂટતો જોઇ એક સમયે ૩૧૭.૩૧ પોઇન્ટના કડાકે નીચામાં ૧૬૫૧૩.૭૭ સુધી ખાબકી ગયો હતો. જે યુરોપના બજારો પણ નેગેટીવ ખુલ્યા બાદ ૨૫૦થી ૨૮૦ પોઇન્ટનો ઘટાડો લાંબો સમય બતાવતો રહ્યો હતો. પરંતુ બપોરે ૨.૧૫ વાગ્યે નાણા પ્રધાન દ્વારા સંસદમાં ફાઇનાન્સ બિલ સુધારા સાથે રજૂ કરવાની શરૃઆતે અપેક્ષિત પોઝિટીવ સુધારા પૂર્વે ઓવરસોલ્ડ પોઝિશન મોટી પોઝિશન સરખી થતાં સેન્સેક્ષનો ઘટાડો ૧૩૦થી ૧૩૨ પોઇન્ટ રહી ગયો હતો.
જે જીએએઆર એક વર્ષ મોકુફ રાખવાના અને જેમનું એસેસમેન્ટ પૂરુ થઇ ગયું હોય એમને પાછલી મુદતથી વેરા જોગવાઇ લાગુ નહીં થવાનું જાહેર થતા આ ઘટાડો ઘટીને માત્ર ૩૦થી ૩૨ પોઇન્ટ રહી ગયો હતો. જે વધુ શોર્ટ કવરીંગે ૨.૪૫ વાગ્યા બાદ પોઝિટીવ ઝોનમાં આવી જઇ એક તબક્કે ૧૧૩.૦૫ પોઇન્ટ વધીને ઉપરમાં ૧૬૯૪૪.૧૩ સુધી પહોંચી ગયો હતો. જે અંતે ૮૧.૬૩ પોઇન્ટ વધીને ૧૬૯૧૨.૭૧ બંધ મૂકાયો હતો. આમ આજે સેન્સેક્ષમાં બે-તરફી ભારે અફડાતફડીમાં આખા દિવસમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ થઇ ગઇ હતી. એફઆઇઆઇનો પ્રાઈવેટ ઇક્વિટી રોકાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્ષ ૨૦ ટકાથી ઘટાડી ૧૦ ટકા કરી નાણા પ્રધાને જીએએઆર એક વર્ષ મોકુફ રાખ્યા સાથે એચડીએફસી હાઉસીંગ ફાઇનાન્સ જાયન્ટના ચોથા ત્રિમાસિકના પરિણામ પણ અપેક્ષાથી સારા જાહેર થતાં એફઆઇઆઇએ શોર્ટ કવરીંગ સાથે બેંકિંગ શેરો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસીમાં વેલ્યુબાઇંગ કરીને ભેલ, લાર્સનમાં ફ્રન્ટરનીંગ કરતા અને યુરોપના બજારોમાં પણ ધોવાણ ઘટતા મેટલ શેરો જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, સ્ટરલાઇટ સાથે ઓટો શેરો મારૃતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો સહિતમાં આકર્ષણ ઝડપી સુધારો નોંધાયો હતો.

નિફ્ટી સ્પોટ ૪૯૮૮ બોટમ બનાવી પાછો ફર્યો ઃ નિફ્ટીમાં ૨૫૦ પોઇન્ટ, સેન્સેક્ષમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૦૮૬.૪૫ સામે ૫૦૧૭.૮૦ મથાળે ખુલીને આરંભિક કડાકામાં ૯૮.૪૫ પોઇન્ટ તૂટીને નીચામાં ૪૯૮૮ સુધી ખાબકી જઇ આ નીચા મથાળેથી શોર્ટ કવરીંગ શરૃ થઇ નાણા પ્રધાને એફઆઇઆઇને બમણો ફાયદો કરાવી આપતી જોગવાઇ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્ષ ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાની અને જીએએઆરની એક વર્ષ મોકુફી આપતા મોટાપાયે કવરીંગ સાથે ફંડોની ભેલ, બીપીસીએલ, લાર્સન, બેંક શેરોમાં લાવલાવે નિફ્ટી ફરી ૫૧૦૦ની સપાટી કુદાવી ઉપરમાં એક સમયે ૩૭.૯૦ પોઇન્ટ વધીને ૫૧૨૪.૭૫ સુધી જઇ અંતે ૨૭.૩૦ પોઇન્ટ વધીને ૫૧૧૪.૧૫ બંધ રહ્યો હતો. આમ નિફ્ટીમાં આજે ૨૫૦ પોઇન્ટની ઉથલપાથલ થઇ ગઇ હતી.
નિફ્ટી ૪૯૦૦નો પુટ ૪૩.૭૦થી ઉછળી ૭૫.૯૦ થઇ પટકાઇ ૨૮.૧૦ ઃ ફ્યુચર ૫૦૦૧ બોટમ બનાવી પાછો ફર્યો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી મે ફ્યુચર ૪,૧૯,૦૦૯ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૫૮૭.૩૫ કરોડના ટર્નઓવરે ૫૦૯૭.૯૫ સામે ૫૦૨૪.૩૫ મથાળે ખુલીને નીચામાં ૫૦૦૧ સુધી ખાબકી પાછો ફરીને ઉપરમાં ૫૧૩૯.૫૦ સુધી જઇ છેલ્લે ૫૧૩૮.૫૦ હતો. નિફ્ટી ૪૯૦૦નો પુટ ૪૩.૭૦ સામે ૫૬ ખુલી ઉપરમાં ૭૫.૯૦ સુધી જઇ નીચામાં ૨૭.૯૫ સુધી પટકાઇ અંતે ૨૮.૧૦ હતો. નિફ્ટી ૫૦૦૦નો પુટ ૪,૮૯,૪૩૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૨૪૫૦.૮૧ કરોડના ટર્નઓવરે ૭૧.૯૫ સામે ૯૫ ખુલી ઉપરમાં ૧૧૬.૭૦ થઇ નીચામાં ૪૮.૫૦ સુધી ગબડી જઇ છેલ્લે ૪૯ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૪,૩૦,૬૩૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૩૦૧.૩૨ કરોડના ટર્નઓવરે ૬૪.૭૦ સામે ૫૦ ખુલી નીચામાં ૩૬ સુધી જઇ પાછો ફરી ઉપરમાં ૬૯ થઇ છેલ્લે ૬૮.૫૦ હતો.
નિફ્ટી સ્પોટમાં ઉપરમાં ૫૧૫૫, ૫૨૮૦ મજબૂત પ્રતિકાર સપાટી ઃ ૫૦૧૦ સપોર્ટ ધ્યાને નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ
ટ્રેડરો માટે નિફ્ટી સ્પોટમાં હવે ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ સુધારાનો હોવાના ધ્યાને હવે નિફ્ટી ૫૦૧૦ નીચે બંધ આવ્યા બાદ નરમાઇનું ધ્યાન અને ઉપરમાં ૫૧૫૫ અને ૫૨૮૦ મજબૂત પ્રતિકાર સપાટી બતાવાઇ રહી છે. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૩૪.૬૦ સામે ૨૧.૧૫ ખુલી નીચામાં ૧૭.૯૦ થઇ ઉપરમાં ૩૬.૨૫ સુધી ઉછળી જઇ છેલ્લે ૩૫.૮૫ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૯૭૯૪થી નીચામાં ૯૪૭૨ સુધી ખાબકી પાછો ફરી ઉપરમાં ૯૯૦૫ થયો
બેંક નિફ્ટી મે ફ્યુચર ૧,૨૬,૭૩૮ કોન્ટ્રેક્ટસમાં ૯૭૯૩.૯૦ સામે ૯૬૯૯ ખુલી નીચામાં ૯૪૭૨ સુધી ગબડી જઇ પાછો ફરી ઉપરમાં ૯૯૦૫ સુધી જઇ અંતે ૯૯૦૪.૯૫ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૧૭.૩૫ સામે ૧૦.૫૦ ખુલી નીચામાં ૮.૨૦ સુધી પટકાઇ ઉપરમાં ૧૭.૩૫ થઇ છેલ્લે ૧૭.૩૦ હતો.
સ્ટેટ બેંક ઇન્ટ્રા-ડે રૃા. ૧૧૨ તૂટી રૃા. ૧૮૮૧ થઇ ઉછળી રૃા. ૨૦૨૬ ઃ બેંકેક્ષ ૩૫૫ પોઇન્ટનું ગાબડું પૂરી ૯૦ વધ્યો
બેંકિંગ શેરોમાં મોટાપાયે શોર્ટ કવરીંગે બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ આરંભિક ૩૫૪.૬૧ પોઇન્ટનું ગાબડું પૂરીને અંતે ૯૦.૨૮ પોઇન્ટ વધીને ૧૧૩૭૪.૩૧ રહ્યો હતો. બેંક શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન્ટ્રા-ડે નીચામાં રૃા. ૧૧૨.૬૦ કડાકે સુધી ખાબકી ગયા બાદ પાછો ફરી અંતે રૃા. ૩૨.૫૫ વધીને રૃા. ૨૦૨૬.૧૫ રહ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૧૧.૦૫ વધીને રૃા. ૩૩૯.૨૫, કોટક મ હિન્દ્રા બેંક રૃા. ૧૫ વધીને રૃા. ૫૭૭.૭૫, કેનેરા બેંક રૃા. ૮.૮૦ વધીને રૃા. ૪૩૪.૮૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૧.૮૫ વધીને રૃા. ૯૭.૬૦, યશ બેંક રૃા. ૬.૧૦ વધીને રૃા. ૩૩૯.૪૫, આઇસીઆઇસીઆઇ બેંક નીચામાં રૃા. ૭૯૭.૨૫ સુધી તૂટી પાછો ફરી રૃા. ૧૩.૭૫ વધીને રૃા. ૮૪૭.૧૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૫.૦૫ વધીને રૃા. ૩૨૫.૫૦, એક્સીસ બેંક રૃા. ૧૨.૬૫ વધીને રૃા. ૧૦૨૨.૫૦ રહ્યા હતાં.
ઓવરસોલ્ડ ભેલ મોટા કવરીંગે રૃા. ૨૦૮ બોટમ બનાવી રૃા. ૧૩ ઉછળીને રૃા. ૨૨૭ ઃ લાર્સન રૃા.૫૫ વધ્યો
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ઓવરસોલ્ડ શેરોમાં ફંડોના મોટાપાયે શોર્ટ કવરીંગમાં ભેલ રૃા. ૨૦૮.૫૦નું બોટમ બનાવી પાછો ફરી રૃા. ૧૩.૧૦ ઉછળીને રૃા. ૨૨૭.૨૦ રહ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો રૃા. ૧૧૧૨.૫૫ થઇ પાછો ફરીને રૃા. ૫૪.૯૫ વધીને રૃા. ૧૨૦૨.૯૦, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૨૨.૭૫ વધીને રૃા. ૫૬૩.૪૫, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૧૧.૭૦ વધીને રૃા. ૩૬૯.૭૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૨.૬૦ વધીને રૃા. ૧૨૭.૦૫, એસકેએફ ઇન્ડિયા રૃા. ૧૨.૫૫ વધીને રૃા. ૬૭૦, સિમેન્સ રૃા. ૧૦.૯૫ વધીને રૃા. ૭૬૧.૬૫ રહ્યા હતાં.
કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૦૬ પોઇન્ટનું ગાબડું પૂરી ૩૪૫ પોઇન્ટ ઉછળ્યો ઃ રિલાયન્સ પાવર- ઇન્ફ્રા.માં તેજી
રિલાયન્સ પાવર રૃા. ૫.૨૦ વધીને રૃા. ૧૦૧.૭૫, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૧૮.૬૦ વધીને રૃા. ૫૧૨.૫૦, જેએસડબલ્યુ એનર્જી રૃા. ૧.૨૫ વધીને રૃા. ૪૮.૨૫, એનએચપીસી ૪૦ પૈસા વધીને રૃા. ૧૮.૭૦, પીટીસી ઇન્ડિયા રૃા. ૧.૨૦ વધીને રૃા. ૫૮.૧૫, ટાટા પાવર રૃા. ૧.૫૫ વધીને રૃા. ૧૦૧.૭૫ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ આરંભિક ૨૦૬ પોઇન્ટના ગાબડાએ ૮૭૦૨.૫૧ થઇ પાછો ફરી ઘટયામથાળેથી ૫૫૧ પોઇન્ટ અને આગલા બંધથી ૩૪૪.૫૭ પોઇન્ટ ઉછળીને ૯૨૫૩.૩૧ બંધ રહ્યો હતો.
જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૫૩, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૭ ઉછળ્યો ઃ મેટલ ઇન્ડેક્ષમાં ૧૬૬ પોઇન્ટની તેજી
યુરોપના દેશોના ફ્રાંસ સહિતના ચૂંટણી પરિણામો સત્તા પરિવર્તનના આવતા યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાના ભયે યુરોપના બજારો આરંભિક કડાકા સાથે ખુલ્યા બાદ ઘટાડો પચાવાતા જોવાતા અને લંડનના બંધ બજારોએ મેટલ શેરોમાં ઝડપી રીકવરી જોવાઇ હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૫૩.૦૫ ઉછળીને રૃા. ૭૨૧.૩૦, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૭.૧૫ વધીને રૃા. ૫૦૧.૨૦, ટાટા સ્ટીલ રૃા. ૮.૦૫ વધીને રૃા. ૪૪૧.૬૦, સેસાગોવા રૃા. ૩.૧૫ વધીને રૃા. ૧૮૩.૯૫, ભૂષણ સ્ટીલ રૃા. ૬.૮૫ વધીને રૃા. ૪૩૮.૧૦, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૪૫ વધીને રૃા. ૧૦૨.૫૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૬૬.૦૫ પોઇન્ટ વધીને ૧૦૭૨૮.૨૭ રહ્યો હતો.
ડોલર રૃા. ૫૩.૭૩ થઇ તૂટીને રૃા. ૫૨.૮૫ ઃ આઇટી શેરોમાં વેચવાલી
નાણા પ્રધાનના એફઆઇઆઇને પ્રોત્સાહનોએ ફંડોની મોટાપાયે લેવાલીની પોઝિટીવ અસરે ડોલર સામે રૃપિયો પણ નબળો પડતો અટકી રૃા. ૫૩.૪૭/૪૮ સામે આજે ઉપરમાં ૫૩.૭૩ થઇ પાછો ફરી છેલ્લે રૃા. ૫૨.૮૫ હતો. ડોલરની મજબૂતી અટકતા આજે આઇટી શેરોમાં ઉછાળે વેચવાલી હતી. વિપ્રો રૃા. ૨.૯૫ ઘટીને રૃા. ૪૧૧.૯૫, ઇન્ફોસીસ રૃા. ૧૦.૫૫ ઘટીને રૃા. ૨૪૩૦.૬૦, ટીસીએસ રૃા. ૪.૨૦ ઘટીને રૃા. ૧૨૭૩.૯૦ રહ્યા હતાં.
એચડીએફસીનો નફો ૧૬ ટકા વધતા શેર રૃા. ૬૪૫ ઘટયા મથાળેથી ઉંચકાઇ રૃા. ૬૬૪
એચડીએફસીનો ચોથા ત્રિમાસિકનો નેટ નફો ૧૬ ટકા વધીને રૃા. ૧૩૨૬.૧૪ કરોડ અને આવક રૃા. ૩૭૮૪.૮૬ કરોડથી વધીને રૃા. ૪૮૯૧ કરોડ થતાં તેમજ લોન બુકમાં ૨૦ ટકાના વધારાને પગલે શેર રૃા. ૬૪૫.૬૫ના ઘટયામથાળેથી પાછો ફરી અંતે રૃા. ૩.૭૫ વધીને રૃા. ૬૬૩.૫૫ રહ્યો હતો.
હીરો મોટોકોર્પમાં ફંડો વેચવાલ ઃ અન્ય ઓટો શેરોમાં કવરીંગે મારૃતી, ટાટા મોટર્સ ઉંચકાયા
ઓટોમોબાઇલ શેરોમાં પણ આજે હીરો મોટોકોર્પ પાછળ આરંભિક વેચવાલી બાદ પસંદગીના શેરોમાં વિદેશી ફંડો લેવાલ બન્યા હતા. મારૃતી સુઝુકી રૃા. ૩૧.૫૫ વધીને રૃા. ૧૩૧૪.૭૦, ટાટા મોટર્સ રૃા. ૬.૯૦ વધીને રૃા. ૩૦૮.૩૦, બજાજ ઓટો રૃા. ૧૩.૭૦ વધીને રૃા. ૧૫૧૫.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૩.૨૫ વધીને રૃા. ૬૯૧.૧૦ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૨૩.૦૨ પોઇન્ટ વધીને ૧૦૧૪૭.૪૩ રહ્યો હતો. હીરો મોટો કોર્પ રૃા. ૨૩.૯૦ ઘટીને રૃા. ૧૯૫૬.૯૫ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૬૬૦૦ કરોડની પેનલ્ટીએ રૃા. ૧૧ ઘટયો ઃ લીવર, આઇટીસી ઘટયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી ડી-૬ બ્લોકમાંથી ગેસના ઓછા ઉત્પાદન તેમજ ઓછા કૂવાઓના કામ માટે રૃા. ૬૬૦૦ કરોડની પેનલ્ટીની માઠી અસરે ફંડોની સતત વેચવાલીએ શેર રૃા. ૧૧.૧૫ ઘટીને રૃા. ૭૧૫.૩૦, હિન્દુસ્તાન યુનીલીવરમાં પ્રોફીટ બુકીંગે રૃા. ૫.૧૦ ઘટીને રૃા. ૪૨૯.૮૦, આઇટીસી રૃા. ૧.૪૦ ઘટીને રૃા. ૨૩૬.૭૦, ગેઇલ ઇન્ડિયા રૃા. ૧.૮૦ ઘટીને રૃા. ૩૧૮.૮૦ રહ્યા હતાં.
FIIની ફ્યુચર્સમાં શોર્ટ કવરીંગ સામે કેશમાં રૃા. ૬૩૧ કરોડના શેરોની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૬૩૦.૮૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૨૧૬૨.૫૬ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૭૯૩.૩૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૨૭૩.૭૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૧૩૨૭.૬૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૦૫૩.૮૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ ઃ ૧૪૪૦ શેરો વધ્યા છતાં ૨૧૩ શેરોમાં મંદીની સર્કિટ
આરંભમાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બન્યા બાદ સ્મોલ-મિડ કેપ, 'એ' ગુ્રપના ઘણા શેરોમાં વેલ્યુબાઇંગે પોઝિટીવ બની હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૬ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૪૦ અને ઘટનારની ૧૨૭૦ રહી હતી. અલબત ૨૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
એશીયાના બજારો ધરાશયી ઃ નિક્કી ૨૬૧, હેંગસેંગ ૫૪૯ તૂટયા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૨૬૧.૧૧ પોઇન્ટ તૂટીને ૯૧૧૯.૧૧, હોંગકોંગનો હેંગસેંગ ૫૪૯.૩૫ પોઇન્ટ તૂટીને ૨૦૫૩૬.૬૫, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૨૪૫૧.૯૫ તાઇવાન વેઇટેજ ૧૬૨.૮૭ પોઇન્ટ તૂટીને ૭૫૩૮.૦૮, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩૨.૭૧ પોઇન્ટ ઘટીને ૧૯૫૬.૪૪ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં ચૂંટણી પરિણામો સતા પરિવર્તનના આવતા યુરો ઝોનનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાના આર્થિક હાલત કથળવાના ભયે આરંભિક કડાકા બાદ ઘટાડો પચાવાતો જોવાયો હતો. સાંજે ચાલુ બજારે ફ્રાંસનો કેક ૮ પોઇન્ટનો સુધારો અને જર્મનીનો ડેક્ષ ૩૯ પોઇન્ટ તેમજ સ્વીઝ માર્કેટ ઇન્ડેક્ષ ૩૫ પોઇન્ટનો ઘટાડો બતાવતા હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત ઈરાનના તેલની ખરીદી હજી ઘટાડે તે જરૃરી ઃ કિલન્ટન

ભારત ઈરાન સાથે પ્રતિબંધ ન હોય તેવી ચીજોનો વ્યાપાર વધારશે

લાકડાની બનેલી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બળીને ખાખ
કરકસરનાં પગલાંને તિલાંજલિ આપવી પડશે ઃ ફ્રાન્કોઈસ હોલેન્ડ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે

એફટી દ્વારા શેલ એસર્લિન્ડની એફટીએમઈના ઈન્ટરનેશનલ સેલ્સના વડા તરીકે નિમણૂક

સેબીની માર્ગદર્શિકા તાૃથા પ્રતિકૂળ બજાર સિૃથતિની અસર
કિરણોત્સર્ગી રસાયણ ભરેલા ટ્રેલર રેઢા મૂકી પોલીસો દૂર જમવા બેસી ગયા

આસામના વિદ્યાર્થીને સેક્સ-ચેન્જ માટે હાઇકોર્ટે આપેલી મંજૂરી

વસુંધરા રાજે રાજસ્થાન ભાજપમાં વડા રહેશે ઃ મોવડીમંડળ
રણજીતસિંહના જન્મદિને આજે ઠેર ઠેર મહામૃત્યુંજય જાપ
સ્ત્રી ભૂ્રણ હત્યના મુદ્દે આમિર ખાન રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખશે
FII ને પ્રણવની રાહત ઃ સેન્સેક્સમાં ૭૫૦ પોઇન્ટની ઉથલપાથલ
સોનામાં ઉંચા ભાવથી રૃ.૨૭૦નો કડાકો ઃ ચાંદીના ભાવો તૂટી રૃ.૫૬ હજારની અંદર
એચડીએફસીનો ત્રિમાસિક નેટ નફો ૧૬ ટકા વધીને રૃ.૧૩૨૬ કરોડ ઃ રૃ.૧૧ ડિવિડન્ડ
 
 

Gujarat Samachar Plus

નદી કે તળાવમાંથી ગંદકીને દૂર કરીને માણસનો જીવ બચાવતી ઓટો ઓપરેટેડ બોટનું ઈનોવેશન
ફોરેન વિઝીટર્સ માટે ચરખો છે ઓલટાઈમ ફેવરિટ
લગ્નની ૨૧મી વર્ષગાંઠે પત્નીની પતિને અનોખી ભેટ
સોશ્યલ નેટવર્કંિગના માઘ્યમથી શહેરના ડોકટર્સના ટ્રીટમેન્ટના ઓનલાઈન એક્સપિરિયન્સ
એવરગ્રીન ગાઉન છે ફર્સ્ટ ચોઈસ
 

Gujarat Samachar glamour

હવે ક્લિન પિક્ચરમાં કામ કરીશઃ વિદ્યા બાલન
અભિષેકે ભોજપુરી ફિલ્મોમાં ઝુકાવ્યું
કરણ જોહર જિપ્પી માં નવોદીતોે ને તક આપશે
વૈષ્ણવી મેકડોનાલ્ડ ‘છોટી-માં’ બનશે
વ્હિટની અંગેના પુસ્તકમાં, તેની માતા ઘણા રહસ્યો ખોલશે
અંતરા માલી ચુપચાપ ‘મમ્મી’ પણ બની ગઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved