Last Update : 06-May-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૦૫-૨૦૧૨, મંગળવાર
વૈશાખ વદ ત્રીજ - રવિન્દ્રનાથ ટાગોર જયંતી
વંિછુંડો રાત્રે ૯ ક. ૪૩ મિ. સુધી
વિજાપુર- પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા દિન

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.


રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૨ મિ. (સૂ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૬ મિ.
જન્મરાશિ ઃ- આજે રાત્રે ૯ ક. ૪૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- જ્યેષ્ઠા રાત્રે ૯ ક. ૪૩ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્રની શાંતિ પૂજા કરવી.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-મેષ, મંગળ-સંિહ, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- રાત્રે ૯ ક. ૪૩ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
વિક્રમ સંવતઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવતઃ ૨૫૩૮
ઉત્તરાયણ ગ્રીષ્મ ૠતુ રા.દિ.વૈ. ૧૮
માસ-તિથિ-વારઃ- વૈશાખવદ ત્રીજને મંગળવાર.
- રવિન્દ્રનાથ ટાગોર જયંતી - વંિછુંડો રાત્રે ૯ ક. ૪૩ મિ. સુધી
- વિષ્ટી ૧૨-૦૧ થી ૨૨-૨૮ સુધી. - જૈન સ્ફૂલંિગ પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠા દિન, વિજાપુર.
મુસલામની હિજરીસન ૧૪૩૩ જમાદિલ આખર માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આદર માસનો ૨૪ રોજ દીન

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ દિવસ દરમ્યાન વ્યગ્રતા-ઉચાટ રહે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ ચંિતા-વ્યથા-મુશ્કેલીમાંથી મુક્ત થતા જાવ.

વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં, કુટુંબ-પરિવારના કામમાં વાણીની મીઠાસ અને વ્યવહારની નમ્રતા રાખવી જરૂરી રહેશે.

મિથુન ઃ નાણાંનો વ્યય-નુકસાન-બિમારીથી સંભાળવું પડે. ઉતાવળમાં, લોભ-લાલચમાં ક્ષણિક લાભ નુકશાનકર્તા બની રહે.

કર્ક ઃ પુત્ર પૌત્રાદિકના કારણે આપ ચંિતીત રહો. પોતાના નોકરી-ધંધાના કામમાં તેના કારણે રૂકાવટ રહે. કામમાં વિલંબ થાય.

સંિહ ઃ આપના હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા ન કોઈને કહી શકો કે ન સહી શકો પરંતુ નોકરી-ધંધાનું, પરિવારનું, સંતાનનું કામ કરવું પડે.

કન્યા ઃ આક્ષેપ-અપયશ વિવાદથી સંભાળવું. ખભામાં, થાપામાં કમરમાં દર્દપીડાથી બેચેની અનુભવો. કાનૂની, સરકારી પ્રશ્નમાં ચંિતા રહે.

તુલા ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-વ્યથા હળવી થતી જાય. તમારું તેમજ અન્યનું કામ ઉકેલી શકો. આનંદ રહે.

વૃશ્ચિક ઃ નકારાત્મક વિચારો, અનંિદ્રા, શારીરિક શિથિલતા તમને બેચેની રખાવે, પત્ની-સંતાન-સાસરી પક્ષના, નોકરી ધંધાના પ્રશ્ને તકલીફ રહે.

ધન ઃ શાંતિથી દિવસ પસાર કરી લેવો. સરકારી, રાજકીય, ખાતાકીય, કાનૂની કામમાં, દેવાની ચૂકવણીના પ્રશ્નમાં, ઉઘરાણીના પ્રશ્નમાં સંભાળવું પડે.

મકર ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ પુત્ર-પૌત્રાદિકની, પરિવારની, ચંિતા-મુશ્કેલી હળવી થતી જાય. બંધનમાંથી મુક્ત થયા હોવ તેમ લાગે.

કુંભ ઃ વડીલવર્ગને બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. સંતાનના વિદ્યા ભણતરમાં ખર્ચ, વધારાનું આયોજન-વ્યવસ્થા અંગે ચંિતીત રહો.

મીન ઃ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. આપના નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગથી ચંિતા હળવી થતાં રાહત-આનંદ અનુભવો.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૦૫-૨૦૧૨, મંગળવાર

 

 

આજથી શરૂ થઈ રહેલા આપના જન્મવર્ષના પ્રારંભે એક મહિનો શારીરિક-માનસિક અસ્વસ્થતાનો રહે. પરંતુ પછી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તમારી સ્વસ્થતા, સ્ફૂર્તિ, આનંદ, ઉત્સાહમાં વધારો થાય.

* વર્ષના મઘ્યભાગ સુધી પત્ની-સંતાન-પરિવાર-મિત્રવર્ગના પ્રશ્નમાં, વિવાહ-લગ્ન, પ્રેમ-મિત્રતા, લાગણીના સંબંધમાં નાની મોટી ચંિતા-રૂકાવટ, મુશ્કેલી અનુભવાય.

* મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નમાં નુકસાન-ચંિતા-વિવાદ, કાનૂની પ્રશ્ન વગેરેમાં તકલીફ મુશ્કેલી પરંતુ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ ચંિતામુક્ત થતા જાવ.

* નોકરી-ધંધામાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે પરંતુ વ્યવહાર સચવાઈ રહે. બાંધી મુઠ્ઠી લાખની રહે.

* સ્ત્રી વર્ગને વર્ષ સાનુકૂળતાવાળું રહે. વર્ષના ઉત્તરાર્ધમાં કાર્યસફળતા-પ્રગતિ જણાય.

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં સાનુકૂળ તક છતાં મિત્રવર્ગના વિચારોમાં, દોરવાયા દોરવાઈ જવામાં તકલીફ પડે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

‘ટાઈટેનીક જેવી એક મોટી સ્ટીમબરમાં દેશના છસોએ છસો સંસદસભ્યો, પ્રધાનો, મુખ્યપ્રધાનો પ્રવાસ કરી રહ્યા હતા. એમાં દરિયામાં વાવાઝોડું આવ્યું અને સ્ટીમબર ડૂબી ગઈ પરંતુ એમાંના ૩૦૦ નેતાઓ બચી ગયા. એ બધા બીજી સ્ટીમબરમાં બેઠા અને આગળ ચાલ્યા. નસીબજોગે એ સ્ટીમબર પણ વાવાઝોડામાં ડૂબી ગઈ અને એની સાથે બધા નેતા પણ ડૂબી ગયા. તો હવે બચ્યું કોણ ?’ શિક્ષક છગને વર્ગમાંના વિદ્યાર્થીઓને પૂછ્‌યું.
બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલી ઉઠ્યા, ‘દેશ બચ્યો...’ ‘દેશ બચ્યો’

[Top]
 

આજ ની રેસીપી

ગરમીની વચ્ચે શીતળતાનો અહેસાસ કરાવતાં આઇસ્ક્રીમનો આસ્વાદ

આઇસ્ક્રીમ ધૂઘરા અને કરકરા કાજુ

 

સામગ્રીઃ- ૧ લીટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧ મોટો ચમચો કોર્નફ્‌લોર, બ્રેડની ૬ સ્લાઇસ, થોડા ટીપાં સ્ટ્રોબેરીનો રંગ અને એસેન્સ, તળવા માટે ૧૦૦ ગ્રામ ઘી, શેકેલા કરકરા કાજુના ટુકડા, લીલી કેન્ડી સજાવટ માટે.

 

રીતઃ- એક જાડા તળીયાવાળા તપેલામાં દૂધ ગરમ કરો. ઉભરો આવે પછી આંચ ધીમી કરી દઇ પાંચ-સાત મિનિટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ નાંખી તે ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો. હવે એ ઉકાળેલા દૂધમાંથી અડઘું દૂધ એક તપેલીમાં કાઢી લઇ જુંદું રાખો.

 

એક વાટકીમાં કોર્નફ્‌લોર લઇ તેમાં ઠુંડું પાણી રેડી મિશ્રણ બનાવો. આ મિશ્રણને ઉકળતાં દૂધમાં નાંખી ઝડપથી હલાવો, જેથી તેમાં ગઠ્ઠા ન જામે. દૂધ એકદમ ઘટ્ટ થઇ જાય એટલે નીચે ઉતારી લઇ ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી એસેન્સ અને રંગ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને આઇસટ્રે અથવા એલ્યુમિનિયમના ઉંડા વાસણમાં રેડી ફ્રીઝમાં મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ જામવા લાગે ત્યારે ફ્રીઝમાંથી કાઢી મિક્સિમાં નાંખી ફીણ થાય ત્યાં સુધી વલોવો. ત્યારબાદ તરત જ આઇસ્ક્રીમને ટ્રેમાં કાઢી ફ્રીઝમાં જામવા મૂકી દો. આઇસ્ક્રીમ સરસ રીતે જામે તે માટે મિશ્રણને એક-બે વાર વલોવવું જોઇએ. છેલ્લે આઇસ્ક્રીમના ગોળ સંચામાં મિશ્રણ ભરી ફ્રીઝમાં જામવા મૂકી દો.

 

આ દરમિયાન એક કડાઇમાં ઘી ગરમ કરો. બ્રેડની સ્લાઇસને વાટકીની મદદથી ગોળાકાર કાપી ઘીમાં આછા બાદમી રંગની થાય ત્યાં સુધી તવો અને પેપર પર મૂકી રાખો. તપેલીમાં જુદા કાઢેલા દૂધમાં તળેલી બ્રેડને પલાળો. લગભગ ૧૫-૨૦ મિનિટમાં બ્રેડ પલળી જશે. આ બ્રેડને સાચવીને છૂટી પાડી એક મોટી પ્લેટમાં ગોઠવી ફ્રીઝમાં ઠંડી થવા મૂકો.

 

પીરસતાં પહેલાં દૂધમાં પલાળેલી એક સ્લાઇસ પર સ્ટ્રોબેરી આઇસ્ક્રીમનો નાનકડો ટુકડો મૂકો. ત્યારબાદ બ્રેડને વચ્ચેથી વાળી દઇ ધૂઘરા જેવો આકાર આપી બન્ને હાથથી વચ્ચેથી દબાવીને ઠંડી કરેલી પ્લેટમાં મૂકી દો.

 

આ રીતે જેટલા જરૂરી હોય, તેટલા આઇસ્ક્રીમ ધૂઘરા બનાવી ઠંડી કરેલી પ્લેટમાં ગોઠવતાં જાવ તેના પર કાજુના ટુકડા અને લીલી કેન્ડીથી સજાવટ કરી મહેમાનોને પીરસો.

 

આ આઇસ્ક્રીમ બનાવતી વખતે બધી વસ્તુઓને બરફમાં ઠંડી કરીને રાખો અને આઇસ્ક્રીમ ધૂઘરા ઝડપથી બનાવો જેથી આઇસ્ક્રીમ ઓગળી જાય ત્યાર પહેલાં પ્લેટ મહેમાન પાસે પહોંચી જાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved