Last Update : 07-May-2012, Monday

 

રાજા હરીશચંદ્રની ૧૯ મિનિટની જ પ્રિન્ટ રહી છે...
જૂની ફિલ્મોની પ્રિન્ટો સાચવવા પ્રયાસો ઃ આલમ આરાનો અંત

- પ્રિન્ટો ઘસાઈ જાય છે, ડસ્ટ ફરી વળે છે ૧૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા

 

ફિલ્મો બનાવવામાં જેનો વિશ્વમાં પ્રથમ નંબર આવે એવા બોલીવુડને પ્રિન્ટ સાચવવાની ચંિતા સતાવી રહી છે. નેશનલ ફિલ્મ ડેવલોપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ ફિલ્મ આર્ચીવ ઓફ ઈન્ડિયા જેવી એજન્સીઓના ડાયરેક્ટરો બોલીવુડ ફિલ્મોનો વર્ષો જુનો ખજાનો કેવી રીતે બચાવવો તેના ટેન્શનમાં છે. ૧૯૨૦ અને ૩૦ના દાયકામાં બનતી સાયલન્ટ ફિલ્મોની વાત તો બહુ દુરની છે પણ ૧૯૩૧માં બનેલી પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરાની પ્રિન્ટ ખવાઈ ગઈ છે. પૃથ્વીરાજ કપુરે જેમાં કામ કર્યું હતું તે ફિલ્મોના પોસ્ટર જોઈને લાગે કે ફિલ્મ જમાના અનુસાર કેટલી બોલ્ડ હશે પરંતુ તેની પ્રિન્ટ ખવાઈ ગઈ છે.
બોલીવુડમાં જેને પ્રથમની યાદીમાં મુકી શકાય એવી ઘણી ફિલ્મો છે. જેમકે પ્રથમ ડબલ રોલ, પ્રથમ બાથીંગ સીન (સ્નાન કરતો સીન) વગેરે... ૧૯૨૩માં બનેલી પત્નિ પ્રતાપમાં પ્રથમવાર ડબલરોલની ભૂમિકા જોવા મળી હતી, ૧૯૪૧માં બનેલી પ્રથમ ચિત્રલેખામાં હિરોઈનને સ્નાન કરતા દર્શાવાઈ હતી. આવી ઘટનાઓવાળી ફિલ્મોની પ્રિન્ટ લગભગ નાશ પામી છે. એક અહેવાલ અનુસાર બોલીવુડના પ્રારંભકાળમાં બનેલી ૧૩૦૦ જેટલી સાયલન્ટ ફિલ્મો પૈકી માંડ એક ટકાની પ્રિન્ટ બચી છે. ટેકનીશ્યનો કહે છે કે આ ફિલ્મો સળગી ઊઠે એવા નાઈટ્રેટ બેઝની તીવ્ર માત્રાવાળા દ્રાવણમાં તૈયાર કરી હોય છે. વાતાવરણમાં સામાન્ય ફેરફાર થાય તો પણ તે સળગી ઊઠે છે.
બોલીવુડ માટે જેને મહત્ત્વનો કહેવાય એવો વારસો નાશ પામે તેનાથી સત્તાવાળાઓ ચંિતિત છે. એટલેજ આવી જુની ફિલ્મોને બચાવવા ૧૦ કરોડ રૂપિયા માહિતી અને પ્રસારણ ખાતાએ ફાળવ્યા છે. ૨૦૦૯થી અત્યાર સુધીમાં માહિતી ખાતાએ ૮૦ ફિલ્મો બચાવી છે. બચાવી લેવાયેલી આ ફિલ્મોમાં રવિન્દ્રનાથ ટાગોરની સ્ટોરી પર આધારીત હૃદયસ્પર્શી ફિલ્મ કાબુલીવાલાનો પણ સમાવેશ થાય છે.
એવી જ રીતે તાજેતરમાં કહી શકાય એવી ૧૯૯૩માં બનેલી કલ્પના લાઝમીની ફિલ્મ ‘રૂદાલી’ની પ્રિન્ટના કેટલાક ભાગ ખવાઈ ગયા હતા. નેગેટીવને નુકશાન થયું હતું. એવુંજ સત્યજીત રે ની ફિલ્મ ‘જલસાઘર’માં થયું હતું. નેગેટીવ નાસ પામી હતી, પોઝીટીવનો ઉપયોગ કરીને ફિલ્મ બચાવી લેવામાં આવી હતી.
પ્રિન્ટો ઉડી જવી, તેનો કલર ફરી જવો વગેરે માત્ર જુનિ ફિલ્મો સાથેની ઘટનાઓ નથી પણ ૧૯૮૦ અને ૯૦’ના દાયકામાં બનેલી ફિલ્મોને પણ નુકશાન થયું છે. ભારતમાં માસ્ટર નેગેટીવ પરથી ફિલ્મ બને છે. જેને ટેકનીકલ ભાષામાં મધર મટીરીયલ કહે છે. માસ્ટર પ્રિન્ટ પણ કહે છે. જ્યારે વિશ્વમાં અન્ય ફિલ્મ ઉદ્યોગો પ્રથમ ઈન્ટરનેગેટીવ બનાવે છે અને ત્યારબાદ તેના પરતી પ્રિન્ટ બનાવે છે. આમ તો, માસ્ટર નેગેટીવને કશું થાય નહીં પણ વારંવાર પકડવાથી તેના પર ઉઝરડા પડી જાય છે. આ ઉઝરડા પર ડસ્ટ ચોંટ્યા પછી તે આખી પ્રિન્ટ પર પ્રસરે છે. બોલીવુડમાં વર્ષોથી એવી પ્રથા ચાલતી હતી કે ફિલ્મોના રીલ જે તે થિયેટરમાં સીધા જ મોકલાતા હતા. જેના કારણે પ્રિન્ટ પર ડસ્ટ વગેરે ચોંટી રહેતા હતા. ધીરે ધીરે આ પ્રિન્ટ ખતમ થઈ જતી હતી.
ફિલ્મ પ્રોડ્યુસરો અને ફિલ્મ મેકર્સ દર વર્ષે તેમની ફિલ્મોની પ્રિન્ટ ચેક કરે તો ઘણી સમસ્યા નાથી શકાય એમ છે. નેશનલ ફિલ્મ આર્ચીવ ઓફ ઇન્ડિયા ખાતે સ્ટોર કરેલી ૧૩ હજાર જેટલી ફિલ્મોમાંથી ૯૦૦ને જોઈ શકાય એવી બનાવાઈ છે. ભારતમાં ૪૦ હજાર ફિલ્મો બની છે આ બધાના ભાવિ અંગે ચંિતા થઈ રહી છે.
વિઘુ વિનોદ ચોપરાએ જણાવ્યું હતું કે તેમણે પોતે રસ લઈને તેમની ફિલ્મોને નવું જીવન આપ્યું છે. સજાયે મોત, ખામોશ, પરંિદા અને ૧૯૪૨ એ લવ સ્ટોરી વગેરેની ફિલ્મોની પ્રિન્ટોને સાફ કરીને તેની ઓરીજીનલ ક્વૉલીટી તેમજ સાઉન્ડ જળવાઈ રહે એવા પ્રયાસો કર્યા છે.
આમતો, ફિલ્મોની ઘસાઈ ગયેલી ફિલ્મોને નવું જીવન આપવાની કાર્યવાહી બહુ માથાકૂટવાળી છે. દર સેકન્ડે ૨૪ થી ૨૫ ફોટા શૂટ લેવાયા હોય છે. એનએફએઆઈના સહકારથી શરૂ થયેલું રિલાયંસ મીડીયા વર્ક ૧૦૦૦ ફિલ્મોને જીવતદાન આપવાનું કામ કરે છે. દાદા સાહેબ ફાળકેએ જેનું પ્રોડક્શન અને ડિરેક્શન કર્યું હતું તે ૧૯૧૩માં બનેલી સાયલન્ટ ફિલ્મ રાજા હરિશચંદ્ર ફિલ્મની માત્ર ૧૯ મિનિટની પ્રિન્ટને જ જીવતદાન આપી શકાયું છે, કેમકે આટલો ભાગ જ થોડો ઘણો બચ્યો હતો.
સામાન્ય રીતે એક ફિલ્મની પ્રિન્ટને જીવતદાન આપતા બે વર્ષ લાગે છે. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. નેશનલ ફિલ્મ આર્ચીવ ઓફ ઇન્ડિયા ખાતે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો ૧૨ થી ૧૪ ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે સ્ટોર કરાય છે. કલર ફિલ્મો ૨ થી ૪ ડિગ્રી સેન્ટીગ્રેડ હેઠળ સ્ટોર કરાય છે.
૨૦૦૧માં બનેલી આમિરખાનની ‘લગાન’ની ઓરીજીનલ પ્રિન્ટ લોસ એન્જલસના સેફ ડિપોઝીટ વોલ્ટમાં પડી છે. આ પ્રિન્ટના કલર યલો, સાયન અને મેગેન્ટામાં સ્ટોર કરાયા છે. ઓસ્કાર માટે નોમીનેટ થયેલી આ ફિલ્મને સાચવવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે.
બોલીવુડ પાસે ઢગલો પૈસા છે પરંતુ પ્રિન્ટ સાચવવાની કે તેને જીવતદાન આપવાની વાત આવે છે ત્યારે તે સરકારી એજન્સીઓની સહાય તરફ નજર ફેરવે છે. કરોડો રૂપિયાની પ્રાઈવેટ ફિલ્મો બને છે, તેમની પાસે લેટેસ્ટ ટેકનોલોજી હોય છે. તેઓ કરોડો રૂપિયા કમાય છે પરંતુ પોતાના ઉદ્યોગ બોલીવુડનો વારસો સાચવવા માટે કોઈ ચોક્કસ ભંડોળ ઉભું કરવામાં તેમને કોઈ રસ લાગતો નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 

 

 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved