Last Update : 07-May-2012, Monday

 
ઈન્ડિયન એસો.ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર એન્ડ થોરાસિક સર્જનના ઉપક્રમે
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ

- બે દિવસિય કોન્ફરન્સ ‘ટેક્‌નો કોલેજ’માં નિષ્ણાંત તબીબો હૃદયરોગ નિવારણ અંગેની તકનિકો તેમજ પદ્ધતિ અંગે ચર્ચા કરશે.

- રાજ્યમાં અત્યારે દરમહિને એકહજાર જેટલી ઓપનહાર્ટ અને બાયપાસ સર્જરી થાય છે.

 

હૃદયની વાઢકાપ ક્યારે કરવી જોઇએ તેમજ તે સ્વાસ્થ્ય માટે કેવી રીતે ઉપયોગી થઇ શકે છે તે વિષયે ડોક્ટરોના સંદર્ભોમાં અને તબીબી શાખાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંદર્ભમાં તેમજ દર્દીના હિતમાં શું યોગ્ય છે તે વિષય પર અમદાવાદમાં બે દિવસની પરિષદ યોજાઇ છે. દેશભરમાંથી આ પરિષદમાં ૩૦૦ જેટલાં સર્જનોએ ભાગ લીઘો છે અને ૨૪ જેટલાં તજજ્ઞોએ પોતાના સંશોઘનો અને મંતવ્યો વ્યક્ત કર્યા હતા. ગુજરાત કાર્ડીયાક થોરાસીસ ક્લબના નેજા હેઠળ ઇન્ડીયન એસોસિએશન ઓફ કાર્ડીયોવાસ્ક્યુલર એન્ડ થોરાસીસ સર્જન્સના ઉપક્રમે ‘ટેકનો કોલેજ’ ઇવેન્ટનું આયોજન થયું છે. હૃદયરોગના દર્દીઓ આજે વેપારનું સાઘન બન્યા છે. ફાઇવસ્ટાર હોટલ જેવું કલ્ચર ઘરાવતી હોસ્પીટલો તબીબી સેવાને વ્યાપારીક બનાવી છે. જેનો શિકાર સામાન્ય માણસ બને છે. તેના હૃદય પર કારણ વગર વાઢકાપ થાય છે. એન્જીયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી, ફુગ્ગા મૂકવા, હૃદયની દિવાલનું રીપેરીંગ કરવું, વાલ્વ બદલવા વગેરે ઉપાયો દર્દીના ખર્ચે અને જીંદગીના જોખમે હાથ ઘરવામાં આવે છે. આ સંજોગોમાં સાચો રસ્તો શું છે? કયા સંજોગોમાં એન્જીયોપ્લાસ્ટ અને બાયપાસ સર્જરી યોગ્ય છે તે વિષે આજના દિવસના પરિસંવાદમાં ૧૦ કરતા વઘુ ડોક્ટરોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ પરિસંવાદને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક ડૉ.જગદીશ પ્રસાદે ખુલ્લો મૂકતા જણાવ્યું હતુ કે, મને આનંદ છે કે ગુજરાતમાં આ પરિસંવાદ યોજાઇ રહી છે. ત્યારે ગાંઘીજીના આદર્શો અહીં ઉપસ્થિત ડોક્ટરો તેમજ યંગ કાર્ડીયાક સર્જન પોતાના જીવનમાં ઉતારે અને માનવ સેવામાં દર્દીના હીતમાં શ્રેષ્ઠ બાબત ઘ્યાનમાં લઇ સારવાર આપે.
ગુજરાત કાર્ડીયોથોરાસીસ સર્જન ક્લબના પ્રેસીડન્ટ ડોક્ટર તુષાર શાહે કહ્યું કે, દેશમાં ગુજરાત જ એવું રાજ્ય છે જ્યાં બઘા કાર્ડીયોથોરાસીસ સર્જનો (૭૦ જેટલા) નિયમીત એકઠા થાય છે અને જ્ઞાન તથા અનુભવનું આદાનપ્રદાન કરે છે.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved