Last Update : 07-May-2012, Monday

 

ભારતે ફાઇનલમાં ટોપ સીડ હોંગ કોંગને ૨-૦થી હરાવ્યું
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેન્સ ટીમ પાકિસ્તાન સામે હારીને રનર્સઅપ બની

ચેન્નઇ,તા.૬
દિપીકા પાલીકલ, જોશના ચિનપ્પા, એનાકા એલાન્કામોની અને અપરાજીતા બાલામુરુકનની બનેલી ભારતીય ટીમે ટોપ સીડ હોંગ કોંગને હરાવીને એશિયન સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. ઇનફોર્મ ભારતે હોગં કોંગને ૨-૦થી પરાજય આપ્યો હતો. જ્યારે ફાઇનલમાં પાકિસ્તાન સામે ૨-૦થી હારનારી ભારતીય મેન્સ ટીમને રનર્સઅપ ટાઇટલથી સંતોષ માનવો પડયો હતો. નોંધપાત્ર છે કે પ્રથમ વખત ભારતે વિમેન્સમાં એશિયન સ્ક્વોશ ટાઇટલ જીત્યું હતુ.
વિમેન્સ ઇવેન્ટની ફાઇનલમાં ભારતનીટીમ અંડરડોગ મનાતી હતી પણ ત્રીજો ક્રમાંક ધરાવતી ટીમે જબરદસ્ત દેખાવ કરતાં વિજય મેળવ્યો હતો. ઇજાના કારણે છેલ્લા કેટલાક સમયથી રમતથી દૂર રહેનારી જોશના ચિનપ્પા વર્લ્ડ રેન્કિગમાં ૭૧માં ક્રમાંકે ફેંકાઇ હતી. જો કે તેણે તેની રમત પર સ્હેજ પર અસર થવા ન દિધી હોવાનો સંકેત આપતાં રેન્કિગમાં ૧૬મો ક્રમાંક ધરાવનારી હોંગ કોંગની જોય ચેનને ૧૧-૩, ૧૧-૮, ૮-૧૧, ૫-૧૧, ૧૧-૮થી પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે ૧-૦થી સરસાઇ મેળવી લીધી હતી.
વર્લ્ડ રેન્કિગમાં ૧૪મો ક્રમ ધરાવતી દિપીકા પાલીકલે રેન્કિંગમાં ૬ઠ્ઠુ સ્થાન ધરાવનારી હોંગ કોંગની એની એયુને ૧૧-૮, ૧૨-૧૦ અને ૧૧-૮થી પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન બની હતી. જો કે ભારતીય મેન્સ ટીમ તેમની પ્રતિભા પ્રમાણેનો દેખાવ કરી શક્યા નહતા.
રેન્કિગમાં ટોપ સીડ ભારતને ફાઇનલમાં પાકિસ્તાને ૦-૨થી પરાજય આપ્યો હતો.ભારતનાટોચના ખેલાડી સૌરવ ઘોષાલનો પાકિસ્તાનના ફરહાન મહેબુબ સામે ૭-૧૧, ૧૧-૭, ૧૧-૭, ૭-૧૧, ૯-૧૧ થી ભારે સંઘર્ષ બાદ પરાજય થયો હતો. ત્યાર બાદ ભારતના સિધ્ધાર્થ સચદેનો પણ મેરેથોન મેચ બાદ પાકિસ્તાનના ફરહાન ઝમાન સામે ૬-૧૧, ૭-૧૧, ૧૩-૧૧, ૧૧-૭, ૯-૧૧થી પરાજય થયો હતો. ભારતીય ટીમના કોચ સાયરસ પોંચાએ ઓવરઓલ ટીમના દેખાવથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, દિપીકાએ ખુબ જ શિસ્તબધ્ધ રમત દર્શાવતા વિજય મેળવ્યો હતો. તેની હરિફ ખુબ જ ડેન્જરસ ખેલાડી હતી પણ દિપીકાએ ભુલ કર્યા વિના નિર્ણાયક તબક્કે જબરજસ્ત દેખાવ કર્યો હતો.
જો કે મેન્સ ટીમ હારતા પોંચા નિરાશ થતાં હતા. તેમણે કહ્યું હતુ કે, ભારતીય મેન્સ ટીમ અંહી ચેમ્પિયન બનવાને લાયક હતી. જો કે સિધ્ધાર્થ અને સૌરવ બંનેની રમત ખુબ જ સરસ રહી છતાં કેટલાક તબક્કે તેમને ભાગ્યનો સાથ મળી ન શક્યો અને તેમનો પરાજય થયો હતો.
નોંધપાત્ર છે કે ભારતીય મેન્સ અને વિમેન્સ ટીમે એશિયન ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. અગાઉનો તેમનો શ્રેષ્ઠ દેખાવ વર્ષ ૨૦૧૦માં નોંધાયો હતો. જ્યારે ભારતની બંને ટીમોએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved