Last Update : 07-May-2012, Monday

 
 

હિલ્ફેન્હોઝના આખરી ત્રણ બોલ પર ડ્વેન સ્મિથે ૬,૪,૪ રન ફટકારી ટીમને જીતાડી
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય

તેંડુલકર (૭૪) અને રોહિત શર્મા (૬૦) વચ્ચે ૧૩.૩ ઓવરમાં ૧૨૬ રનની નિર્ણાયક ભાગીદારી

૧૭૪ના પડકારને મુંબઇએ ૮ વિકેટે ઝીલ્યો

મુંબઇ,તા.૬
તેંડુલકરના ૪૪ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેના ૭૪ રન અને તેની રોહિત શર્મા (૪૬ બોલમાં ૬૦) સાથેની ૧૩.૩ ઓવરમાં ૧૨૬ રનની ભાગીદારીને સહારે મુંબઇએ આખરી બોલ પર ચેન્નઇ સુપર કિંગ્સને બે વિકેટથી પરાજય આપ્યો હતો. ભારે રોમાંચક બનેલી મેચમાં મુંબઇને આખરી ત્રણ બોલમાં જીતવા માટે ૧૪ રન કરવાના હતા ત્યારે હિલ્ફેન્હોઝની બોલિંગમાં ડ્વેન સ્મિથે અનુક્રમે છગ્ગો , ચોગ્ગો, ચોગ્ગો ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. આ સાથે મુંબઇએ આખરી બોલ પર જીતવા માટેના ૧૭૪ રનના પડકારને આઠ વિકેટ ગુમાવીને ઝીલ્યો હતો.
જીતવા માટેના ૧૭૪ના પડકારનો પીછો કરવા ઉતરેલા મુંબઇએ ફ્રેન્કલીનની વિકેટમ ાત્ર ૮ રનના સ્કોર પર ગુમાવી હતી પણ તેંડુલકર અને રોહિત શર્માની આક્રમક ભાગીદારીએ ટીમને જીતની રાહ પર અગ્રેસર કરી હતી. જો કે તેંડુલકર આઉટ થતાં જ મુંબઇનું સંકટ વધ્યું હતુ.મીડલ ઓર્ડરમાં બેટિંગમાં આવેલા ડ્વેન સ્મિથે સામે છેડે પડી રહેલી વિકેટોને કારણે દબાણમાં આવ્યા વિના ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૯ બોલમાં અણનમ ૨૪ રનફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. આખરી ત્રણ ઓવરમાં મુંબઇને જીતવા ૨૭ રન કરવાના હતા ત્યારે જીત આસાન લાગતી હતી પણ જાડેજાએ નાંખેલી ૧૮મી ઓવરમાં માત્ર ૨ રન આપ્યા હતા અને રાયડુ તેમજ રોહિત શર્માની વિકેટ ઝડપી હતી. ૧૯મી ઓવરમાં બ્રાવોએ ૯ રન આપ્યા હતા અને બે પડી હતી. આખરી ઓવરમાં જીતવા મુંબઇને ૧૬ રનની જરૃર હતી ત્યારે હિલ્ફેન્હોસની બોલિંગમાં શરૃઆતનાત્રણ બોલ પર માત્ર બે રન થયાં હતા અને મલિંગા આઉટ થયો હતો. જો કે ડ્વેન સ્મિથે ચોથા બોલે છગ્ગો, પાંચમા બોલે ચોગ્ગો અને છઠ્ઠા બોલે ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.અગાઉ મુંબઇએ ટોસ જીતીને ચેન્નઇને બેટિંગમાં ઉતાર્યું હતુ. મુરલી વિજય અને ડયુ પ્લેસીસની જોડીએ ૩૨ બોલમાં ૪૭ રનની ભાગીદારી નોંધાવી હતી.
મુરલી વિજયે ફોર્મ મેળવતા ૨૯ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૧ રન ફટકાર્યા હતા.
રૈના અને બ્રાવોની જોડીએ ૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી.
ચેન્નઇ

-

રન

બોલ

વિજય બો.આરપી

૪૧

૨૯

ડયુ પ્લેસીસ રનઆઉટ

૦૯

૧૧

રૈના કો.આરપી બો.ફ્રેન્કલીન

૩૬

૨૧

બ્રાવો બો.મલિંગા

૪૦

૩૩

ધોની કો.આર.શર્મા બો.આરપી

૨૫

૧૫

એ.મોર્કેલ બો.આરપી

૦૩

૦૩

જાડેજા કો.ફ્રેન્કલીન બો.મલિંગા

૦૯

૦૬

બદ્રિનાથ અણનમ

૦૧

૦૧

અશ્વિન કો.હરભજન બો.મલિંગા

૦૦

૦૧

વધારાના ( લેગબાય ૪,વાઈડ ૫)

૦૯

 

 

 

(૨૦ ઓવરોમા ૮  વિકેટે)

૧૭૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૪૭ (ડયુ પ્લેસીસ ૫.૨), ૨/૫૨(વિજય ૬.૪), ૩/૧૧૪ (રૈના ૧૪.૧), ૪/૧૫૮ (બ્રાવો ૧૭.૫), ૫/૧૬૨ (ધોની ૧૮.૩), ૬/૧૬૯ (એ.મોર્કેલ ૧૮.૬), ૭/૧૭૩ (જાડેજા ૧૯.૫), ૮/૧૭૩ (અશ્વિન ૧૯.૬)બોલીંગ ઃ આર.પીટરસન ૨-૦-૨૨-૦, આરપી ૪-૦-૨૮-૩, એમ.પટેલ ૪-૦-૪૬-૦, મલિંગા ૪-૦-૨૫-૩, હરભજન ૩-૦-૧૪-૦, સ્મિથ ૨-૦-૨૬-૦, ફ્રેન્કલીન ૧-૦-૮-૧.
મુંબઇ

-

રન

બોલ

ફ્રેન્કલીન કો.વિજય બો.હિલ્ફેન્હોસ

૦૧

૦૯

તેંડુલકર કો.ડયુ પ્લેસીસ બો.અશ્વિન

૭૪

૪૪

૧૧

આર.શર્મા બો.જાડેજા

૬૦

૪૬

ડી.કાર્તિક બો.બ્રાવો

૧૧

૦૫

રાયડુ બો.જાડેજા

૦૦

૦૨

સ્મિથ અણનમ

૨૪

૦૯

આર.પીટરસન રનઆઉટ

૦૦

૦૨

હરભજન કો.સબ બો.બ્રાવો

૦૦

૦૧

મલિંગા બો.હિલ્ફેન્હોસ

૦૦

૦૧

આરપી અણનમ

૦૧

૦૧

વધારાના ( વાઈડ ૩)

૦૩

 

 

 

(૨૦ ઓવરોમા ૮  વિકેટે)

૧૭૪

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૮ (ફ્રેન્કલીન ૨.૨), ૨/૧૩૪(તેંડુલકર ૧૫.૫), ૩/૧૪૭ (ડી.કાર્તિક ૧૬.૬), ૪/૧૪૮ (રાયડુ ૧૭.૩), ૫/૧૪૯ (આર.શર્મા ૧૭.૬ ), ૬/૧૫૧ (આર.પીટરસન ૧૮.૩), ૭/૧૫૮ (હરભજન ૧૮.૬), ૮/૧૫૯ (મલિંગા ૧૯.૨)બોલીંગ ઃ હિલ્ફેન્હોસ ૪-૧-૩૪-૨, એ.મોર્કેલ ૩-૦-૩૪-૦, અશ્વિન ૪-૦-૨૮-૧, બ્રાવો ૪-૦-૩૯-૨, જકાતી ૩-૦-૨૭-૦, જાડેજા ૨-૦-૧૨-૨.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved