Last Update : 07-May-2012, Monday

 

ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

બાંગ્લાદેશને આપેલી એક અબજ ડોલરની લોન પૈકી ૨૦ કરોડ ડોલર ભારત માફ કરશે

(પીટીઆઈ) ઢાકા, તા. ૬
ભારતે આજે જાહેર કર્યું છે કે તેણે બાંગ્લાદેશને આપેલી એક અબજ ડોલરની લોન પૈકી તે ૨૦ કરોડ ડોલર જતા કરશે. તેટલું જ નહીં પરંતુ બાંગ્લાદેશ સાથે અન્ય વિષયોના થયેલા કરારોનો પણ વહેલામાં વહેલી તકે ભારત અમલ શરૃ કરી દેશે.
તે ઉલ્લેખનીય છે કે, ભારતે ૨૦૧૦માં બાંગ્લાદેશને ૧ અબજ અમેરિકી ડોલરનું કરેલું શાખ ધિરાણ ૨૦૧૦માં તેણે કોઈપણ દેશને કરેલા શાખ ધિરાણમાં સૌથી વધુ છે.
ગુરૃદેવ રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સમારંભમાં ભાગ લેવા મનીલાથી નવી દિલ્હી પાછા ફરતાં ભારતના નાણાં પ્રધાન પ્રણવ મુખરજી અહીં ૨૦ કલાક રોકાયા હતા. દરમિયાન તેઓએ વડાપ્રધાન શેખ હસીના સહિત વરીષ્ઠ નેતાઓ સાથે મંત્રણા પણ કરી હતી. આ રોકાણ દરમિયાન મુખરજીએ વરિષ્ઠ પત્રકારોને કરેલા સંબોધનમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ એક અબજ ડોલરનાં શાખ ધિરાણ પૈકી જે ૨૦ કરોડ ડોલર ભારત જતા કરવા માગે છે, તેનો ઉપયોગ બાંગ્લાદેશની મહત્ત્વની પરિયોજનાઓ પૂરી કરવા માટે કરવામાં આવશે. બાકીના ૮૦ કરોડ ડોલરનાં ધિરાણ ઉપર ભારત હવે માત્ર ૧ ટકો જ વ્યાજ લેશે જે અંગે પૂર્વે ૧.૭૫ ટકા વ્યાજ લેવા નક્કી કરાયું હતું. પરંતુ હવે તેમાં ૦.૭૫ ટકા વ્યાજ ઘટાડો કરાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદીનાં જળની વહેંચણીના કરારો વાસ્તવમાં તો વડાપ્રધાન મનમોહનસિંહે બાંગ્લાદેશની ગયા વર્ષે લીધેલી મુલાકાત દરમિયાન થવાના હતા. પરંતુ ગઠબંધન સરકારોની કેટલીક મજબૂરીઓ હોય છે. તેથી તે થઈ શક્યા નથી. તેમ કહેતાં મુખરજીએ તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, અમારા જેવી લોકશાહીમાં કેટલીક પ્રક્રિયાઓમાં વિલંબ થાય તે સહજ છે.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં પૂર્વે મુખરજીએ વડાપ્રધાન શેખ હસીનાની મુલાકાત લીધી હતી અને મનમોહનસિંહની બાંગ્લાદેશની ગયા વર્ષે યોજાયેલી મુલાકાત દરમિયાન થયેલા અન્ય તમામ કરારોનો વહેલામાં વહેલી તકે અમલ કરવાની પણ ખાતરી ઉચ્ચારી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved