Last Update : 07-May-2012, Monday

 

કારસેવકોની સાથે અડવાણી સામે પણ કેસ ચાલે : CBI

- બાબરી કાંડમાં નવી એફિડેવિટમાં જણાવાયું

 

 

- આ એફિડેવિટથી હાઇકોર્ટના ચૂકાદાને CBIએ પડકાર આપ્યો

નવી દિલ્હી, તા.7 મે, 2012

 

 

બાબરી મસ્જિદકાંડ મુદ્દે CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ટેલીજન્સ) ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને ઘેરવાની તૈયારી કરી રહી છે. CBIએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, તે માત્ર અડવાણી સામે કાવતરાના આરોપ હટાવવાની જ વિરુદ્ધમાં નથી પણ તે ઇચ્છે છે કે, આરોપી કારસેવકોની સાથે અડવાણી સામે પણ કેસ ચાલે.

 

બાબરી મસ્જિદકાંડમાં બે FIR દાખલ કરવામાં આવી હતી. પહેલી FIR એ કારસેવકો સામે હતી કે જેમની પર મસ્જિદ ધ્વસ્ત કરવાનો આરોપ હતો. જ્યારે બીજી FIR કારસેવકોને ઉત્તેજિત કરવા બદલ અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, વિનય ‍કટિયાર, અશોક સિંઘલ, ગિરીરરાજ કિશોર, વિષ્ણુષહરિ ડાલમિયા અને સાધ્વી ઋતંભરા સામે હતી.

 

 

ઉલ્લેખનીય છે કે આ એફિડેવિટ દ્વારા CBIએ હાઇકોર્ટને ર૦૧ર ના આ ચુકાદાને પડકાર આપ્યો છે. જેમાં કોર્ટે અડવાણી પરના કાવતરા રચવાનો આરોપ હટાવવા જણાવાયું હતું.

 

 

હાલમાં જ કરાયેલી એક એફિડેવિટમાં CBIએ કહ્યું છે કે, કેટલાક લોકો મસ્જિદનું વિવાદિત ભાગ તોડી નાખવામાં સીધી રીતે સામેલ ન હોવાને કારણે તેમને પહેલી FIRમાંથી અલગ કરવા શક્ય નથી. એ કહેવું ખોટું ગણાશે કે બંને FIRના કેસ અલગ-અલગ છે, તેમાંનું તથ્ય અલગ છે અને ઘટનાઓ અલગ-અલગ જગ્યાએ બની છે.

 

 

CBIની તપાસમાં માલુમ પડ્યું છે કે, વિવાદીત બાંધકામને તોડી પાડવા માટે કાવતરું રચાયું હતું. ચાર્જશીટમાં દાખલ કરાયેલા ૪૯ આરોપના તમામ આરોપીઓએ આ ગુનાહિત કાવતરું પૂરું પાડવા માટે પોત-પોતાની ભૂમિકા ભજવી હતી.

 

 

અડવાણીની ભૂમિકા અંગે CBIએ કહ્યું કે, મસ્જિદના બાંધકામને તોડવા અગાઉ અને તે દરમિયાન એફઆઇઆર નંબર ૧૯૮/૯રમાં સામેલ આઠ વ્યક્તિ સહિત કેટલાક આરોપીઓએ મંચ પરથી નારા લગાવી લોકોને ઉપસાવ્યા હતા. જેને કારણે કારસેવકોએ આ બાંધકામ તોડવાની કોશિશ કરી હતી.

 

 

૩૦ પાનાંના એફિડેવિટમાં CBIએ કહ્યું કે, ગુંબજ ધ્વસ્ત થતાં જ આરોપી નેતાઓ સહિત મંચ પરના લોકોએ તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી હતી. એક-બીજાને ગળે લગાવીને શુભેચ્છા આપી હતી અને મિઠાઇ વહેંચી હતી. આ તમામ ગતિવિધિ મસ્જિદના વિવાદીત બાંધકામથી ૧૭પ મીટરના અંતરે થઇ હતી, અહીંથી મસ્જિદનો નજારો સ્પષ્ટ દેખાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઢાકાની મુલાકાતે ગયેલા નાણા પ્રધાન પ્રણવ મુખર્જીની જાહેરાત

મદુરાઈમાં ત્રણ માસમાં HIVના ૧૧૧ કેસો

હરિયાણામાં ટ્રેનના ડબા ખડી પડતાં ૨૬ને ઈજા
ઝઘડી રહેલાં માબાપ બે મહિનાના દીકરાને હોસ્પિટલમાં છોડી જતા રહ્યાં
નાશિકમાં ભાજપના વિધાનસભ્યના ભાઈની મારઝૂડ કરી ૮૦ તોલા દાગીના રોકડ રકમની લૂંટ
નેપાળમાં ભટ્ટારાઈની ગઠબંધીત સરકાર રચાઈ
અમેરિકામાં વસતા ૮૫ ટકા ભારતીયોનો ઓબામાને ટેકો ઃ સર્વે
મુંબઇનો આખરી બોલ પર ચેન્નઇ સામે બે વિકેટથી દિલધડક વિજય
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર સુરેન્દ્રનાથનું નિધન
ભારતીય તીરંદાજ દિપીકાએ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો
એશિયન વિમેન્સ સ્ક્વોશમાં ભારતીય મહિલા ટીમ ચેમ્પિયન

મેડ્રીડ ઓપન બ્લૂ ક્લે પર રમાડવાના નિર્ણયથી સ્ટાર ખેલાડીઓ નારાજ

અમેરિકામાં સંસદની ચૂંટણીમાં ભારતીય મૂળના બાર ઉમેદવારો

નેપાળના પોખરામાં ફરી પૂર આવતાં સ્થિતિ વિકટ બની

સલામતી પરિષદ વૈશ્વિકશાંતિ અને સલામતી મુદ્દે ધ્યાન આપે એ જરૃરી
 
 

Gujarat Samachar Plus

કઠપૂતળીના માઘ્યમથી વૈજ્ઞાનિક સિદ્ધાંતોની કાર્યશાળા
પીત્ઝા બાદ હવે બુકની પણ હોમ ડિલિવરી
વેકેશનમાં સમગ્ર ગુજરાતમાંથી અમદાવાદ આવીને સ્ટુડન્ટ્‌સનું કરિયર માટે પ્રિ-પ્લાનંિગ
ગર્લ્સ પ્રોસ્ટીટ્યૂટ બાદ હવે બોય્‌ઝ....
અમદાવાદના આંગણે હાર્ટ કોન્ફરન્સનો પ્રારંભ
 

Gujarat Samachar glamour

અનુષ્કા સાથે સુરેશ રૈના લગ્ન નહીં કરે
સન્ની લિયોન બુરખો પહેરીને મળવા જાય છે
માઘુરી ‘સ્પેશ્યલ મજુરો’ કરી મીના કુમારીને શ્રદ્ધાંજલિ આપશે
ૠત્વિક ‘સર્વશ્રેષ્ઠ સ્ટાઈલ આઈકોન’ બન્યો
કેટરીના આમિરખાનને ‘કીક’ મારશે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

BAPS વિશ્વશાંતિ મહાયજ્ઞ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved